< מִשְׁלֵי 11 >
מאזני מרמה תועבת יהוה ואבן שלמה רצונו׃ | 1 |
૧ખોટાં ત્રાજવાં યહોવાહને કંટાળારૂપ છે, પણ સાચા વજનથી તેમને આનંદ થાય છે.
בא זדון ויבא קלון ואת צנועים חכמה׃ | 2 |
૨અહંકાર આવે છે ત્યારે અપમાન પણ આવે છે, પણ નમ્ર જનો પાસે ડહાપણ હોય છે.
תמת ישרים תנחם וסלף בוגדים ושדם׃ | 3 |
૩પ્રામાણિક માણસની વિશ્વાનીયતા તેને દોરે છે, પણ ધુતારા પોતાના દુષ્ટ ઇરાદાઓથી નાશ પામશે.
לא יועיל הון ביום עברה וצדקה תציל ממות׃ | 4 |
૪કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી, પણ નેકી મોતથી ઉગારે છે.
צדקת תמים תישר דרכו וברשעתו יפל רשע׃ | 5 |
૫પ્રામાણિક માણસની નેકી તેનો માર્ગ સ્થિર કરે છે, પણ દુષ્ટ માણસ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે.
צדקת ישרים תצילם ובהות בגדים ילכדו׃ | 6 |
૬પ્રામાણિક માણસની નેકી, ઈશ્વરને પસંદ છે તેથી તે બચી જશે, પરંતુ કપટ કરનારા તેઓની પોતાની યોજનાઓમાં ફસાય છે.
במות אדם רשע תאבד תקוה ותוחלת אונים אבדה׃ | 7 |
૭દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુ સમયે નાશ પામે છે, અને અન્યાયીની આશા પણ નાશ પામે છે.
צדיק מצרה נחלץ ויבא רשע תחתיו׃ | 8 |
૮સદાચારીને સંકટમાંથી ઉગારી લેવામાં આવે છે અને તેને બદલે દુષ્ટો તેમાં ફસાય છે.
בפה חנף ישחת רעהו ובדעת צדיקים יחלצו׃ | 9 |
૯દુષ્ટ માણસ પોતાની વાણીથી પોતાના પડોશીઓનો નાશ કરે છે, પરંતુ ન્યાયી તેના ડહાપણ વડે બીજાઓને ઉગારે છે.
בטוב צדיקים תעלץ קריה ובאבד רשעים רנה׃ | 10 |
૧૦ન્યાયી વ્યક્તિની સફળતામાં આખું નગર હર્ષ કરે છે; અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે.
בברכת ישרים תרום קרת ובפי רשעים תהרס׃ | 11 |
૧૧સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે.
בז לרעהו חסר לב ואיש תבונות יחריש׃ | 12 |
૧૨પોતાના પડોશીનો તુચ્છકાર કરનાર અજ્ઞાની છે, પણ બુદ્ધિમાન માણસ શાંત રહે છે.
הולך רכיל מגלה סוד ונאמן רוח מכסה דבר׃ | 13 |
૧૩ચાડી કરનાર માણસ છૂપી વાત બહાર પાડી દે છે, પણ વિશ્વાસુ વ્યક્તિ એ વાતને ગુપ્ત રાખે છે.
באין תחבלות יפל עם ותשועה ברב יועץ׃ | 14 |
૧૪જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો નાશ પામે છે, પણ જ્યાં પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે.
רע ירוע כי ערב זר ושנא תקעים בוטח׃ | 15 |
૧૫પારકાના જામીન થનારને વેઠવું પડે છે, જે જામીનગીરી લેવાનું ટાળે છે તે સુરક્ષિત છે.
אשת חן תתמך כבוד ועריצים יתמכו עשר׃ | 16 |
૧૬સુશીલ સ્ત્રી સન્માન પ્રાપ્ત કરે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.
גמל נפשו איש חסד ועכר שארו אכזרי׃ | 17 |
૧૭દયાળુ માણસ પોતાની જાતનું હિત કરે છે, પણ ઘાતકી માણસ પોતાના દેહને દુ: ખમાં નાખે છે.
רשע עשה פעלת שקר וזרע צדקה שכר אמת׃ | 18 |
૧૮દુષ્ટની કમાણી ઠગારી છે, પણ નીતિમત્તાનું બીજ વાવનારને સાચો હોવા બદલ વળતર મળશે.
כן צדקה לחיים ומרדף רעה למותו׃ | 19 |
૧૯જે માણસ નેકીમાં સુદ્રઢ છે તે જીવન સંપાદન કરે છે, પણ બૂરાઈ શોધનાર પોતાનું જ મોત લાવે છે.
תועבת יהוה עקשי לב ורצונו תמימי דרך׃ | 20 |
૨૦વિપરીત અંતઃકરણવાળા માણસોથી યહોવાહ કંટાળે છે, પણ જેઓ નીતિમત્તાથી જીવે છે તેઓ તેમને આનંદરૂપ છે.
יד ליד לא ינקה רע וזרע צדיקים נמלט׃ | 21 |
૨૧ખાતરી રાખજો કે દુષ્ટને સજા થયા વિના રહેશે નહિ, પણ સદાચારીઓનાં સંતાનનો બચાવ થશે.
נזם זהב באף חזיר אשה יפה וסרת טעם׃ | 22 |
૨૨જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે તેમ વિવેકહીન સ્ત્રીની સુંદરતા છે.
תאות צדיקים אך טוב תקות רשעים עברה׃ | 23 |
૨૩નેક માણસની ઇચ્છા સારી જ હોય છે, પરંતુ દુષ્ટોની ઇચ્છાઓ કોપરૂપ છે.
יש מפזר ונוסף עוד וחושך מישר אך למחסור׃ | 24 |
૨૪એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ પામે છે; અને કેટલાક વધુ પડતી કરકસર કરે છે તેમ છતાં તેઓ કંગાળ થાય છે.
נפש ברכה תדשן ומרוה גם הוא יורא׃ | 25 |
૨૫ઉદાર વ્યક્તિ આબાદ થશે, પાણી આપનાર પોતે પણ પાણી પીશે.
מנע בר יקבהו לאום וברכה לראש משביר׃ | 26 |
૨૬અનાજ સંઘરી રાખનારને લોકો શાપ આપે છે, પણ વેચનાર ઉપર તેઓ આશીર્વાદ વરસાવે છે.
שחר טוב יבקש רצון ודרש רעה תבואנו׃ | 27 |
૨૭ખંતથી હિત શોધનારને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે, પણ જે અહિત કરે છે તેઓને નુકશાન થશે.
בוטח בעשרו הוא יפל וכעלה צדיקים יפרחו׃ | 28 |
૨૮પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે, પણ નેકીવાન લીલા પાનની માફક ખીલશે.
עוכר ביתו ינחל רוח ועבד אויל לחכם לב׃ | 29 |
૨૯જે પોતાના જ કુટુંબને દુ: ખી કરે છે, તેને પવનનો વારસો મળશે, અને મૂર્ખ માણસ જ્ઞાનીનો ચાકર બનશે.
פרי צדיק עץ חיים ולקח נפשות חכם׃ | 30 |
૩૦નેકીવાનનું ફળ તે જીવનનું વૃક્ષ છે, પણ જે જ્ઞાની છે તે બીજા આત્માઓને બચાવે છે.
הן צדיק בארץ ישלם אף כי רשע וחוטא׃ | 31 |
૩૧નેકીવાનને પૃથ્વી પર બદલો મળશે; તો દુષ્ટ અને પાપીને પણ તેના કામ પ્રમાણે બદલો મળશે તે કેટલું ખાતરીપૂર્વક છે!