< תהילים 129 >
שיר המעלות רבת צררוני מנעורי-- יאמר-נא ישראל | 1 |
૧ચઢવાનું ગીત. ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”
רבת צררוני מנעורי גם לא-יכלו לי | 2 |
૨“મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ.
על-גבי חרשו חרשים האריכו למענותם (למעניתם) | 3 |
૩મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે.
יהוה צדיק קצץ עבות רשעים | 4 |
૪યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે.”
יבשו ויסגו אחור-- כל שנאי ציון | 5 |
૫સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.
יהיו כחציר גגות-- שקדמת שלף יבש | 6 |
૬તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,
שלא מלא כפו קוצר וחצנו מעמר | 7 |
૭જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
ולא אמרו העברים-- ברכת-יהוה אליכם ברכנו אתכם בשם יהוה | 8 |
૮તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”