< תהילים 107 >
הדו ליהוה כי-טוב כי לעולם חסדו | 1 |
૧યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
יאמרו גאולי יהוה-- אשר גאלם מיד-צר | 2 |
૨જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.
ומארצות קבצם ממזרח וממערב מצפון ומים | 3 |
૩તેમણે તેઓને દેશવિદેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા.
תעו במדבר בישימון דרך עיר מושב לא מצאו | 4 |
૪અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા અને તેઓને રહેવા માટે કોઈ નગર મળ્યું નહિ.
רעבים גם-צמאים-- נפשם בהם תתעטף | 5 |
૫તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા; તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા.
ויצעקו אל-יהוה בצר להם ממצוקותיהם יצילם | 6 |
૬પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યાં અને તેમણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા.
וידריכם בדרך ישרה-- ללכת אל-עיר מושב | 7 |
૭તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા કે જેથી તેઓ વસવાલાયક નગરમાં જાય અને ત્યાં વસવાટ કરે.
יודו ליהוה חסדו ונפלאותיו לבני אדם | 8 |
૮તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે, તો કેવું સારું!
כי-השביע נפש שקקה ונפש רעבה מלא-טוב | 9 |
૯કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.
ישבי חשך וצלמות אסירי עני וברזל | 10 |
૧૦કેટલાક અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા, આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા.
כי-המרו אמרי-אל ועצת עליון נאצו | 11 |
૧૧કેમ કે તેઓએ ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યા, પરાત્પર ઈશ્વરની સૂચનાઓનો ઇનકાર કર્યો.
ויכנע בעמל לבם כשלו ואין עזר | 12 |
૧૨તેઓનાં હૃદયો તેમણે કષ્ટથી નમ્ર કર્યાં; તેઓ લથડી પડ્યા અને તેઓને સહાય કરનાર કોઈ ન હતું.
ויזעקו אל-יהוה בצר להם ממצקותיהם יושיעם | 13 |
૧૩પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યા અને તેમણે તેઓને દુઃખમાંથી ઉગાર્યા.
יוציאם מחשך וצלמות ומוסרותיהם ינתק | 14 |
૧૪તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી બહાર લાવ્યા અને તેમણે તેઓનાં બંધન તોડી નાખ્યાં.
יודו ליהוה חסדו ונפלאותיו לבני אדם | 15 |
૧૫તેમની કૃપા તથા માનવજાત માટેના તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
כי-שבר דלתות נחשת ובריחי ברזל גדע | 16 |
૧૬કેમ કે તેમણે પિત્તળના દરવાજા ભાંગી નાખ્યા અને તેઓની લોખંડની ભૂંગળો તોડી નાખી.
אולים מדרך פשעם ומעונתיהם יתענו | 17 |
૧૭તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા.
כל-אכל תתעב נפשם ויגיעו עד-שערי מות | 18 |
૧૮તેઓના જીવો સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે અને તેઓ મરણ દ્વાર સુધી આવી પહોંચે છે.
ויזעקו אל-יהוה בצר להם ממצקותיהם יושיעם | 19 |
૧૯પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી ઉગારે છે.
ישלח דברו וירפאם וימלט משחיתותם | 20 |
૨૦તેઓ પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે અને તેમણે તેઓને દુર્દશામાંથી છોડાવ્યા છે.
יודו ליהוה חסדו ונפלאותיו לבני אדם | 21 |
૨૧આ તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
ויזבחו זבחי תודה ויספרו מעשיו ברנה | 22 |
૨૨તેઓને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવવા દો અને તેઓનાં કામ ગીતોથી પ્રગટ કરે.
] יורדי הים באניות עשי מלאכה במים רבים | 23 |
૨૩જેઓ વહાણમાં બેસીને સમુદ્રમાં ઊતરે છે અને સમુદ્રપાર વ્યાપાર કરે છે.
] המה ראו מעשי יהוה ונפלאותיו במצולה | 24 |
૨૪તેઓ યહોવાહનાં કાર્યો તથા સમુદ્ર પરનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો જુએ છે.
] ויאמר--ויעמד רוח סערה ותרומם גליו | 25 |
૨૫કેમ કે તે આજ્ઞા આપે છે અને તોફાની પવનો ચડી આવે છે; તેથી સમુદ્રના મોજાંઓ ઊંચાં ઊછળે છે.
] יעלו שמים ירדו תהומות נפשם ברעה תתמוגג | 26 |
૨૬મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે. તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.
] יחוגו וינועו כשכור וכל-חכמתם תתבלע | 27 |
૨૭તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
] ויצעקו אל-יהוה בצר להם וממצוקתיהם יוציאם | 28 |
૨૮પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.
יקם סערה לדממה ויחשו גליהם | 29 |
૨૯તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં.
וישמחו כי-ישתקו וינחם אל-מחוז חפצם | 30 |
૩૦પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
יודו ליהוה חסדו ונפלאותיו לבני אדם | 31 |
૩૧આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
וירוממוהו בקהל-עם ובמושב זקנים יהללוהו | 32 |
૩૨લોકોની સભામાં તેમને મોટા મનાવો અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.
ישם נהרות למדבר ומצאי מים לצמאון | 33 |
૩૩તે નદીઓને સ્થાને અરણ્ય, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,
ארץ פרי למלחה מרעת יושבי בה | 34 |
૩૪અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે.
ישם מדבר לאגם-מים וארץ ציה למצאי מים | 35 |
૩૫તે અરણ્યને સ્થાને સરોવર અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.
ויושב שם רעבים ויכוננו עיר מושב | 36 |
૩૬તેમાં તે ભૂખ્યાજનોને વસાવે છે અને તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે.
ויזרעו שדות ויטעו כרמים ויעשו פרי תבואה | 37 |
૩૭તેઓ ખેતરમાં વાવેતર કરે છે; અને દ્રાક્ષવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ મેળવે છે.
ויברכם וירבו מאד ובהמתם לא ימעיט | 38 |
૩૮તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે. તે તેઓનાં જાનવરોને ઓછા થવા દેતા નથી.
וימעטו וישחו-- מעצר רעה ויגון | 39 |
૩૯તેઓના જુલમ, વિપત્તિ તથા શોક પાછા ઘટાડવામાં આવે છે અને તેઓને નીચા પાડવામાં આવે છે.
] שפך בוז על-נדיבים ויתעם בתהו לא-דרך | 40 |
૪૦તે શત્રુઓના સરદારો પર અપમાન લાવે છે અને માર્ગ વિનાના અરણ્યમાં તેઓને રખડાવે છે.
וישגב אביון מעוני וישם כצאן משפחות | 41 |
૪૧પણ તે જરૂરિયાતમંદોને સંકટમાંથી છોડાવીને તેઓનું રક્ષણ કરે છે અને ટોળાંની જેમ તેઓના કુટુંબની સંભાળ લે છે.
יראו ישרים וישמחו וכל-עולה קפצה פיה | 42 |
૪૨તે જોઈને ન્યાયીઓ આનંદ પામશે અને સઘળા અન્યાયીઓનાં મુખ બંધ થશે.
מי-חכם וישמר-אלה ויתבוננו חסדי יהוה | 43 |
૪૩જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાહની કૃપા વિષે મનન કરશે.