< રોમનોને પત્ર 1 >

1 પ્રેરિત થવા સારુ તેડાયેલો અને ઈશ્વરની સુવાર્તા માટે અલગ કરાયેલો ઈસુ ખ્રિસ્તનો સેવક પાઉલ, રોમમાં રહેતા, ઈશ્વરના વહાલા અને પવિત્ર થવા સારુ પસંદ કરાયેલા સર્વ લોકોને લખે છે
此函来自基督耶稣的仆人保罗。我蒙受上帝的感召成为其使徒,上帝指派我传播福音,
2 જે સુવાર્તા વિષે ઈશ્વરે પોતાના પ્રબોધકોની મારફતે પવિત્રશાસ્ત્રમાં અગાઉથી આશાવચન આપ્યું હતું;
上帝的众先知此前也曾在圣经中他的预言承诺这福音。
3 તે સુવાર્તા તેમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે, ઈસુ શારીરિક રીતે તો દાઉદના વંશમાં જનમ્યાં હતા.
这福音讲述的是上帝之子,其人类祖先为大卫。
4 પણ પવિત્રાઈના આત્માનાં સામર્થ્ય દ્વારા પુનરુત્થાન થયાથી પરાક્રમસહિત ઈશ્વરના દીકરા ખ્રિસ્ત ઠર્યા છે.
但他通过圣灵的力量死而复生,彰显他就是上帝之子。他就是耶稣基督,我们的主。
5 સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય, તે માટે અમે તેમની મારફતે કૃપા તથા પ્રેરિતપદ પામ્યા છીએ;
我通过他获得了成为使徒的特权,呼吁万国顺服并相信他,
6 અને આ પ્રજાઓમાંના તમને પણ ઈસુ ખ્રિસ્તનાં થવા માટે તેડવામાં આવ્યા છે.
在受到召唤跟随耶稣基督的人中,也有你们。
7 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
这封信写给所有住在罗马、为上帝所爱并受到召唤成为其特殊之人,愿你们获得来自天父上帝和主耶稣基督的恩典和平安。
8 પ્રથમ તો આખી દુનિયામાં તમારો વિશ્વાસ જાહેર થયો છે તેથી તમારા વિષે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું.
首先要说的是,我要透过耶稣基督为你们所有人感谢上帝,因为全世界都在讲述你们对上帝的信。
9 કેમ કે ઈશ્વર, જેમની સેવા હું મારા આત્મામાં તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું
我始终在为你们祈祷,上帝可鉴。我全心全意侍奉上帝,传播关于上帝之子的福音。
10 ૧૦ અને સદા મારી પ્રાર્થનાઓમાં માગું છું કે, હવે આખરે કોઈ પણ રીતે ઈશ્વરની ઇચ્છાથી તમારી પાસે હું નિર્વિધ્ને આવી શકું.
我在祷告中总是在恳求,上帝能够让我最终与你们相见。
11 ૧૧ કેમ કે હું તમને જોવાની બહુ ઇચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કેટલાક આત્મિક દાન પમાડું;
我真心想要造访你们,与你们分享圣灵的祝福,为你们赋予力量。
12 ૧૨ એટલે કે, તમારા અને મારા, એકબીજાના વિશ્વાસથી, તમારી સાથે મને દિલાસો મળે.
通过这种方式,我们可以鼓励彼此对上帝的信,包括你们的信和我的信。
13 ૧૩ હવે ભાઈઓ, હું નથી ઇચ્છતો કે તમે તે વિષે અજાણ્યા રહો, કે મેં ઘણીવાર તમારી પાસે આવવાની યોજના કરી, કે જેથી જેમ બાકીના બિનયહૂદીઓમાં તેમ તમારામાં પણ હું કેટલાક ફળ મેળવું, પણ હજી સુધી મને અડચણ નડી છે.
我的兄弟姐妹们,我一直在计划去拜访你们,但总是受到阻拦无法成行,现在终于如愿以偿。我想去见证圣灵在你们当中结出的善果,就像在其他国家中一样。
14 ૧૪ ગ્રીકોનો તેમ જ બર્બરોનો, જ્ઞાનીઓનો તેમ જ મૂર્ખોનો હું ઋણી છું.
无论是开化或未开化之人,无论是受教养或无教养之人,我都有服务你们的义务。
15 ૧૫ તેથી, હું તમને રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા જાહેર કરવા તૈયાર છું.
所以,我非常想要去罗马,与你们分享福音。
16 ૧૬ ખ્રિસ્તની સુવાર્તા વિષે હું શરમાતો નથી; કારણ કે તે દરેક વિશ્વાસ કરનારનાં ઉદ્ધારને માટે ઈશ્વરનું સામર્થ્ય છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને માટે.
我当然不会以福音为耻,这福音彰显了上帝拯救信他之人的力量——先是犹太人,然后是其他所有人。
17 ૧૭ કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયીપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે; જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’”
上帝通过这福音显示他的善良和正义,从始至终都值得信赖。正如经文所记:“那些与上帝保持一致之人因信上帝而活。”
18 ૧૮ કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓના સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.
如果你不信上帝、道德不义、被魔鬼所控压制真理,上帝对这一行为的反对必会从天堂显现。
19 ૧૯ કારણ કે ઈશ્વર વિષે જે જાણી શકાય તે તેઓમાં પ્રગટ કરાયેલું છે; ઈશ્વરે તેઓને પ્રગટ કર્યું છે.
关于上帝,我们可知的已经显而易见,因为他已经向众人显明。
20 ૨૦ તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે. (aïdios g126)
自从创世以来,上帝隐形的一面,比如他的永恒能力和神性,都已通过他的造物显现。这样的人无法找到任何借口, (aïdios g126)
21 ૨૧ કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ કે આભાર માન્યો નહિ, પણ તેઓના તર્કવિર્તકોમાં મૂર્ખ બન્યા અને તેઓનાં નાસમજ મન અંધકારમય થયાં.
他们知道上帝,却不赞美或感谢上帝。相反,他们对上帝的看法显示出彻头彻尾的愚蠢,黑暗填满了他们的空虚之心。
22 ૨૨ પોતે બુદ્ધિવાન છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ થયા;
他们自诩聪明,却已变得蠢笨。
23 ૨૩ તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાના બદલામાં નાશવંત મનુષ્ય, પક્ષી, ચોપગા પ્રાણીઓ અને પેટે ચાલનારાંના આકારની મૂર્તિઓ બનાવી.
他们以凡俗之人、飞鸟走兽和昆虫做神像,取代上帝的永恒荣耀。
24 ૨૪ તેથી ઈશ્વરે તેઓને તેઓનાં હૃદયોની દુર્વાસનાઓની અશુદ્ધતા માટે ત્યજી દીધાં કે તેઓ પરસ્પર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે.
所以上帝已放弃他们,任由其堕落思想沉迷于邪恶的欲望,用可耻而低级的行径对待彼此。
25 ૨૫ કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને સર્જનહાર જે સદાકાળ સ્તુત્ય છે. આમીન તેમને સ્થાને સૃષ્ટિની આરાધના અને સેવા કરી. (aiōn g165)
他们用谎言取代上帝的真理,膜拜和侍奉造物而非应该永远称颂的造物之主。阿门。 (aiōn g165)
26 ૨૬ તેથી ઈશ્વરે તેઓને શરમજનક વાસના માટે તજી દીધાં, કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો.
因此,上帝抛弃了他们去追求邪恶的欲望。有的女人用正常之性进行堕落的交易。
27 ૨૭ અને તે રીતે, પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર છોડીને તેઓની દુષ્ટ ઇચ્છાઓમાં એકબીજાની સાથે લાલસામાં લપટાયા, એટલે પુરુષોએ પુરુષો સાથે અઘટિત વ્યવહાર કર્યો અને તેઓ પોતાની ભૂલની યોગ્ય શિક્ષા પોતાનામાં પામ્યા.
同样,男人也放弃了与女人之间的性爱,转而对彼此燃起欲火,男人与男人做出可耻行径。他们堕落的后果必会令其遭受苦痛折磨。
28 ૨૮ અને ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે ઈશ્વરે તેઓને જે અઘટિત છે એવાં કામ કરવાને માટે ભ્રષ્ટ બુધ્ધિને સોંપી દીધાં.
既然他们认为不值得去认识上帝,上帝就放弃他们,任凭他们以无法被信任、毫无价值的方式思考,做出本不应该允许的行径。
29 ૨૯ તેઓ તો સર્વ પ્રકારના અન્યાયીપણાથી, દુરાચારથી, લોભથી, દ્વેષથી ભરપૂર હતા; તેઓ અદેખાઇથી, હત્યાથી, ક્લેશથી, કપટથી, દુષ્ટ ઇરાદાથી ભરપૂર હતા; તેઓ કાન ભંભેરનારા,
他们的内心已经彻底走入歧途,满是邪恶、贪婪、仇恨、嫉妒、谋杀、争吵、欺诈、怨恨和谗言。
30 ૩૦ નિંદાખોર, ઈશ્વરદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા, પ્રપંચી, માતાપિતાને અનાજ્ઞાંકિત,
他们毁谤他人,憎恨上帝。他们自大傲慢,自吹自擂。他们会犯下新的罪恶。他们会忤逆父母。
31 ૩૧ બુધ્ધિહીન, વિશ્વાસઘાતી, સ્વાભાવિક લાગણી વગરના અને નિર્દય હતા.
他们不愿意去理解真相,从不守信用,他们冷酷无情,没有恻隐之心。
32 ૩૨ ‘આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે’, એવો ઈશ્વરનો નિયમ જાણ્યાં છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.
尽管他们对上帝的要求心知肚明,但行为却让他们走向死路。他们不仅自己这么做,也会唆使其他人这么做。

< રોમનોને પત્ર 1 >