< રોમનોને પત્ર 2 >
1 ૧ તેથી, હે બીજાઓનો ન્યાય કરનાર મનુષ્ય, તું ગમે તે હોય, પણ બહાનું કાઢી શકશે નહિ, કેમ કે જે વિષે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે; કેમ કે ન્યાય કરનાર તું પોતે પણ એવાં જ કામ કરે છે.
无论你是谁,如果你评判他人,你就无法给自己找到借口。无论你以何种方式谴责他人,其实就是在评判自己,因为你也不过如此。
2 ૨ પણ આપણે જાણીએ છીએ કે એવો વ્યવહાર કરનારાઓ પર ઈશ્વરનો ન્યાયચુકાદો સત્યને આધારે આવે છે.
我们知道,上帝根据真理审判做出此类行径之人。
3 ૩ અને, હે મનુષ્ય, તું એવાં કામ કરનારનો ન્યાય કરે છે અને પોતે જ તે પ્રમાણે કરે છે. શું તું ઈશ્વરના ન્યાયમાં બચશે ખરો?
当你评判他人,你真的以为自己可以躲过上帝的审判吗?
4 ૪ અથવા ઈશ્વરની દયા તને પસ્તાવા તરફ પ્રેરે છે એવી અજ્ઞાનતામાં શું તેમની દયાની, સહનશીલતાની અને ધીરજની સંપત્તિને તુચ્છ ગણે છે?
还是说,你们藐视上帝伟大的仁慈、宽容和忍耐,不知道上帝的仁慈是为了带领你悔改?
5 ૫ તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારુ ઈશ્વરીય કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે કે જયારે ઈશ્વરનો સચોટ ન્યાયચુકાદો જાહેર થશે.
因为你们的铁石心肠和不肯悔改,当上帝的审判彰显绝对良善正直的那一天,你们会让自己陷入更大的痛苦之中。
6 ૬ તે દરેકને પોતપોતાનાં કામ પ્રમાણે બદલો આપશે.
上帝会根据每个人的所作所为,给予其应有的对待:
7 ૭ એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને, પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન. (aiōnios )
始终努力追求行善正义之人,将获得荣耀和尊贵,永生和不朽。 (aiōnios )
8 ૮ પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે,
但自私自利、拒绝真理、主动选择邪恶的人,将承受上帝之反对的惩罚。
9 ૯ તેઓના ઉપર કોપ, ક્રોધ, વિપત્તિ અને વેદના આવશે, દુષ્ટતા કરનાર દરેક મનુષ્ય પર આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર.
作恶之人将陷入痛苦和折磨,先是犹太人,然后是外族人。
10 ૧૦ પણ સારું કરનાર દરેક પર, પ્રશંસા, માન અને શાંતિ આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર;
但行善之人则会被赐予荣耀、尊贵与平安,先是犹太人,后是外族人。
11 ૧૧ ઈશ્વર પાસે પક્ષપાત નથી.
因为上帝从不偏袒。
12 ૧૨ કેમ કે જેટલાંએ નિયમશાસ્ત્ર વગર પાપ કર્યું, તેઓ નિયમશાસ્ત્ર વગર નાશ પામશે; અને જેટલાંએ નિયમશાસ્ત્ર પામ્યા છતાં પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવશે.
犯下罪行之人,即使其罪行没有被写入摩西之律法,仍会迷失。如犯下律法所载之罪,将按律法接受审判。
13 ૧૩ કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારાં ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી નથી પણ નિયમશાસ્ત્ર પાળનારા ન્યાયી ઠરશે;
在上帝面前,只是聆听律法不代表你就是良善正直。只有在行为中践行律法,才是真正的正义。
14 ૧૪ કેમ કે બિનયહૂદીઓ જેઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જયારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે કરે છે, ત્યારે તેઓને નિયમ ન છતાં તેઓ પોતાને માટે નિયમરૂપ છે.
外族人没有成文的律法,但他们按照本能行事,即使没有书面文字,也能够遵守律法。
15 ૧૫ તેઓની પ્રેરકબુદ્ધિ તેઓની સાથે સાક્ષી આપે છે અને તેઓના વિચાર પોતાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે અને તે પ્રમાણે તેઓ પોતાના અંતઃકરણમાં લખેલ નિયમશાસ્ત્ર મુજબનું કામ દેખાડે છે;
他们以这种方式表明,律法早已刻在他们心中。他们会思考自己的所作所为,如果做错,他们会受到良知的审判,或以良知保护他们做出良善正义的行为。
16 ૧૬ ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યોના ગુપ્ત કામોનો ન્યાય કરશે, તે દિવસે એમ થશે.
我将要宣讲的福音就是:上帝通过基督审判每个人的隐秘思想,这一天正在到来。
17 ૧૭ પણ જો તું પોતાને યહૂદી કહે છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખે છે, ઈશ્વરમાં ગૌરવ ધરાવે છે,
你们自称犹太人又如何呢?你们依赖书面律法,夸口与上帝有着特别的关系。
18 ૧૮ તેમની ઇચ્છા જાણે છે, નિયમશાસ્ત્ર શીખેલો હોઈને જે જુદું છે તે પારખી લે છે
你们知晓他想要什么,通过律法的教诲做正确的事。
19 ૧૯ જો પોતાના વિષે એવી ખાતરી રાખે છે કે તું દ્રષ્ટિહીનોને દોરનાર, જે અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર,
你们如此确信可以成为盲人的向导,成为黑暗中的光。
20 ૨૦ બુદ્ધિહીનોનો શિક્ષક, બાળકોને શીખવનાર છે અને તને નિયમશાસ્ત્રમાં જ્ઞાન અને સત્યનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે.
你们认为从律法中获得了所有真理,就可以开悟愚昧,成为“幼儿”的教师。
21 ૨૧ ત્યારે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી એવો ઉપદેશ આપનાર, શું તું પોતે ચોરી કરે છે?
既然你们忙于教导别人,为什么不教导自己?你告诉人们不可偷窃,为什么自己却偷窃?
22 ૨૨ વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર, શું તું ભક્તિસ્થાનોને લૂંટે છે?
你们告诉人们不可奸淫,为什么自己却奸淫?你们告诉人们不要膜拜神像,为什么自己却亵渎圣殿?
23 ૨૩ તું જે નિયમશાસ્ત્ર વિષે ગર્વ કરે છે તે નિયમશાસ્ત્રનો ભંગ કરીને શું ઈશ્વરનું અપમાન કરે છે?
你们自诩拥有律法,为什么自己却因违背律法,扭曲上帝旨意?
24 ૨૪ કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે ‘તમારે લીધે બિનયહૂદીઓમાં ઈશ્વરનું નામ નિંદાપાત્ર થાય છે.’”
正如经文所说:“上帝的形象因你们而被外族人所诬蔑。”
25 ૨૫ જો તું નિયમશાસ્ત્ર પાળનાર હોય, તો સુન્નત લાભકારક છે ખરી; પણ જો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર હોય, તો તે તારી સુન્નત બેસુન્નત થઈ જાય છે.
你们只有遵行律法,割礼才会有益处。但如果你们违背律法,割礼就毫无意义,与没有割礼又有何区别。
26 ૨૬ માટે જો બેસુન્નતી માણસ નિયમશાસ્ત્રના વિધિઓ પાળે તો શું તેની બેસુન્નત સુન્નત તરીકે નહિ ગણાય?
未受割礼之人如果谨遵律法,仍然可以被视为已经接受了割礼。
27 ૨૭ શરીરથી જે બેસુન્નતીઓ છે તેઓ નિયમ પાળીને તને એટલે કે જેની પાસે પવિત્રશાસ્ત્ર અને સુન્નત હોવા છતાં નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારને, શું અપરાધી નહિ ઠરાવશે?
即使你们有成文律法并进行了割礼,如果违背律法规定,也可以由未接受割礼却遵守律法的人进行审判。
28 ૨૮ કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી અને જે દેખીતી એટલે શરીરની સુન્નત તે સુન્નત નથી.
让你成为犹太人并非由外在条件决定,也不是割礼在身体上的标记所证明。
29 ૨૯ પણ જે આંતરિક રીતે યહૂદી છે તે જ સાચો યહૂદી છે; અને જે સુન્નત હૃદયની, એટલે કેવળ શાસ્ત્રવચન પ્રમાણેની નહિ પણ આત્મિક, તે જ સાચી સુન્નત છે; અને તેની પ્રશંસા મનુષ્ય તરફથી નથી, પણ ઈશ્વર તરફથી છે.
只有内在实行了“心之割礼”,追寻圣灵而非律法的文字,才是真正的犹太人。这样的人寻求的是来自上帝而非人类的赞美,。