< રોમનોને પત્ર 12 >
1 ૧ તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવું, અર્પણ કરો; તે તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે.
I beseech you, therefore, my brethren, by the mercies of God, that ye present your bodies a living sacrifice, holy and acceptable to God, by a rational service of him.
2 ૨ આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે પરિવર્તન પામો, જેથી ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે જાણી શકો. (aiōn )
And be not conformed to this world; but be ye transformed, by the renovation of your minds: and discern ye what is the good and acceptable and perfect pleasure of God. (aiōn )
3 ૩ વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો; પણ જે પ્રમાણે ઈશ્વરે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં દરેકે પોતાને યોગ્ય ગણવો.
And, by the grace given to me, I say to you all: Do not carry thoughts, beyond what ye ought to think; but think with modesty, as God hath distributed to each one his measure of faith.
4 ૪ કેમ કે જેમ આપણા શરીરનાં ઘણાં અંગો છે અને તેઓને બધાને એક જ કામ કરવાનું હોતું નથી;
For as we severally have many members in one body, and all those members have not the same functions;
5 ૫ તેમ આપણે ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસપરસ એકબીજાનાં અંગો છીએ.
so also we, who are collectively many persons, are one body in Messiah, and are naturally members of each other.
6 ૬ આપણને જે કૃપા આપવામાં આવી છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં કૃપાદાન મળ્યાં છે; તેથી જો બોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય, તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે બોધ કરવો;
But we have different gifts, according to the grace given to us. There is that of prophecy, according to the measure of his faith.
7 ૭ અથવા જો સેવાનું, તો સેવામાં લાગુ રહેવું; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં લાગુ રહેવું;
And there is that of ministration, possessed by one in his ministry. And there is that of a teacher, in his teaching.
8 ૮ જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં વ્યસ્ત રહેવું; જે દાન આપે છે, તેણે ઉદારતાથી આપવું; જે અધિકારી છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો; અને જે દયા રાખે છે તેણે હર્ખથી દયા રાખવી.
And there is that of a consoler, in his consoling: And that of a giver, with simplicity: And that of a presider, with dexterity: And of a sympathizer, with cheerfulness.
9 ૯ તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ખરાબ છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.
Let not your love be guileful: but be haters of evil things, and adherers to good things.
10 ૧૦ ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.
Be affectionate to your brethren: and love one another. Be foremost in honoring one another.
11 ૧૧ ઉદ્યોગમાં આળસુ ન થાઓ; આત્મામાં ઉત્સાહી થાઓ; પ્રભુની સેવા કરો;
Be active; and not slothful. Be fervent in spirit. Be laborers for our Lord.
12 ૧૨ આશામાં આનંદ કરો; સંકટમાં ધીરજ રાખો; પ્રાર્થનામાં લાગુ રહો;
Be joyful in your hope. Be patient under your afflictions. Be persevering in prayer.
13 ૧૩ સંતોની જરૂરિયાતો પૂરી પાડો; પરોણાગત કરવામાં તત્પર રહો.
Be communicators to the wants of the saints. Be kind to strangers.
14 ૧૪ તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો અને શ્રાપ આપતા નહિ.
Bless your persecutors: bless, and curse not.
15 ૧૫ આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો.
Rejoice with them who rejoice: and weep with them who weep.
16 ૧૬ અરસપરસ એક મનના થાઓ; તમારું મન મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો.
What estimation ye make of yourselves, make also of your brethren. And indulge not high thoughts; but unite yourselves with the lowly minded. And be not wise in your own estimation.
17 ૧૭ દુષ્ટતાની સામે દુષ્ટતા ન આચરો. બધા માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો.
And repay to no man evil for evil: but let it be your study to do good before all men.
18 ૧૮ જો શક્ય હોય, તો ગમે તેમ કરીને બધાં માણસોની સાથે હળીમળીને રહો.
And if possible, so far as it dependeth on you, live in peace with every man.
19 ૧૯ ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહે છે કે, ‘વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.’”
And be ye not avengers of yourselves, my beloved: but give place to wrath. For it is written: If thou dost not execute judgment for thyself, I will execute judgment for thee, saith God.
20 ૨૦ પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.
And if thy adversary be hungry, feed him: and if he be thirsty, give him drink. For if thou doest these things to him, thou wilt heap coals of fire on his head.
21 ૨૧ દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.
Be ye not overcome by evil; but overcome evil with good.