< પ્રકટીકરણ 6 >
1 ૧ જયારે હલવાને તે સાત મહોરમાંથી એકને તોડ્યું ત્યારે મેં જોયું, તો ચાર પ્રાણીઓમાંના એકને મેં બોલતાં સાંભળ્યું જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી તેણે કહ્યું કે, ‘આવ.’”
ⲁ̅ⲁⲩⲱ ⲁⲓⲛⲁⲩ ⲛⲧⲉⲣⲉϥⲟⲩⲱⲛ ⲛϭⲓ ⲡⲉϩⲓⲉⲓⲃ ⲛⲟⲩⲉⲓ ⲛⲛⲉⲥⲫⲣⲁⲅⲓⲥ ⲁⲓⲥⲱⲧⲙ ⲉⲟⲩⲁ ⲙⲡⲉϥⲧⲟⲟⲩ ⲛⲍⲱⲟⲛ ⲛⲑⲉ ⲛⲟⲩⲥⲙⲏ ⲛϩⲣⲟⲩ ⲙⲡⲉ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲁⲙⲟⲩ
2 ૨ મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું; તેને મુગટ આપવામાં આવ્યો, તે પોતે વિજેતા હજી વધુ જીતવા સારુ નીકળ્યો.
ⲃ̅ⲁⲓⲛⲁⲩ ⲁⲩⲱ ⲉⲓⲥ ⲟⲩϩⲧⲟ ⲉϥⲟⲩⲟⲃϣ ⲉⲣⲉⲟⲩⲡⲓⲧⲉ ⲛⲧⲟⲟⲧϥ ⲙⲡⲉⲧⲧⲁⲗⲏⲩ ⲉⲣⲟϥ ⲁⲩⲱ ⲁⲩϯ ⲛⲁϥ ⲛⲟⲩⲕⲗⲟⲙ ⲁϥⲉⲓ ⲉⲃⲟⲗ ⲉϥϫⲣⲁⲉⲓⲧ ⲁⲩⲱ ⲁϥϫⲣⲟ
3 ૩ જ્યારે હલવાને બીજુ મહોર તોડ્યું, ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’”
ⲅ̅ⲛⲧⲉⲣϥⲟⲩⲱⲛ ⲇⲉ ⲛⲧⲙⲉϩⲥⲛⲧⲉ ⲛⲥⲫⲣⲁⲅⲓⲥ ⲁⲓⲥⲱⲧⲙ ⲉⲡⲙⲉϩⲥⲛⲁⲩ ⲛⲍⲱⲟⲛ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲁⲙⲟⲩ
4 ૪ ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો; તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ નષ્ટ કરવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે; વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી.
ⲇ̅ⲁⲩⲱ ⲁϥⲉⲓ ⲉⲃⲟⲗ ⲛϭⲓ ⲟⲩϩⲧⲟ ⲉϥⲧⲣⲉϣⲣⲱϣ ⲁⲩⲱ ⲡⲉⲧⲧⲁⲗⲏⲩ ⲉⲣⲟϥ ⲁⲩϯ ⲛⲁϥ ⲉⲧⲣⲉϥϥⲓ ⲛⲧⲉⲓⲣⲏⲛⲏ ⲉⲃⲟⲗ ϩⲓϫⲙ ⲡⲕⲁϩ ϫⲉⲕⲁⲥ ⲉⲩⲉϩⲱⲧⲃ ⲛⲛⲉⲩⲉⲣⲏⲩ ⲁⲩⲱ ⲁⲩϯ ⲛⲁϥ ⲛⲟⲩⲛⲟϭ ⲛⲥⲏϥⲉ
5 ૫ જયારે તેણે ત્રીજું મહોર તોડ્યુ, ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’” ત્યારે મેં જોયું, તો જુઓ, એક કાળો ઘોડો હતો; અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવાં હતાં.
ⲉ̅ⲛⲧⲉⲣⲉϥⲟⲩⲱⲛ ⲇⲉ ⲛⲧⲙⲉϩϣⲟⲙⲧⲉ ⲛⲥⲫⲣⲁⲅⲓⲥ ⲁⲓⲥⲱⲧⲙ ⲉⲡⲙⲉϩϣⲟⲙⲛⲧ ⲛⲍⲱⲟⲛ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲁⲙⲟⲩ ⲁⲩⲱ ⲉⲓⲥ ⲟⲩϩⲧⲟ ⲛⲕⲁⲙⲏ ⲁⲩⲱ ⲡⲉⲧⲧⲁⲗⲏⲩ ⲉⲣⲟϥ ⲉⲟⲩⲛ ⲟⲩⲙⲁϣⲉ ϩⲛ ⲧⲉϥϭⲓϫ
6 ૬ અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે, ‘અડધે રૂપિયે પાંચસો ગ્રામ ઘઉં, અડધે રૂપિયે દોઢ કિલો જવ; પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર.’”
ⲋ̅ⲁⲓⲥⲱⲧⲙ ⲉⲩⲥⲙⲏ ⲛⲧⲙⲏⲧⲉ ⲙⲡⲉϥⲧⲟⲟⲩ ⲛⲍⲱⲟⲛ ϫⲉ ⲟⲩϭⲁⲡⲓϫⲉ ⲛⲥⲟⲩⲟ ϩⲁ ⲟⲩⲥⲁⲧⲉⲉⲣⲉ ⲁⲩⲱ ϣⲟⲙⲧⲉ ⲛϭⲁⲡⲓϫⲉ ⲛⲉⲓⲱⲧ ϩⲁ ⲟⲩⲥⲁⲧⲉⲉⲣⲉ ⲡⲛⲉϩ ⲇⲉ ⲛⲧⲟϥ ⲙⲛ ⲡⲏⲣⲡ ⲙⲡⲣⲧⲁⲕⲟⲟⲩ
7 ૭ જયારે તેણે ચોથું મહોર તોડ્યું, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે, ‘આવ.’”
ⲍ̅ⲛⲧⲉⲣⲉϥⲟⲩⲱⲛ ⲇⲉ ⲛⲧⲙⲉϩϥⲧⲟⲉ ⲛⲥⲫⲣⲁⲅⲓⲥ ⲁⲓⲥⲱⲧⲙ ⲉⲧⲉⲥⲙⲏ ⲙⲡⲙⲉϩϥⲧⲟⲟⲩ ⲛⲍⲱⲟⲛ ⲉⲥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲁⲙⲟⲩ
8 ૮ મેં જોયું, તો જુઓ, આછા રંગનો એક ઘોડો; તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું; પાતાળ તેની પાછળ પાછળ ચાલતું હતું, તલવારથી, દુકાળથી, મરકીથી તથા પૃથ્વી પરનાં હિંસક પશુઓથી જગતમાંનાં ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેને આપવામાં આવ્યો. (Hadēs )
ⲏ̅ⲁⲩⲱ ⲉⲓⲥ ⲟⲩϩⲧⲟ ⲉϥⲟⲩⲉⲧⲟⲩⲱⲧ ⲁⲩⲱ ⲡⲉⲧⲧⲁⲗⲉ ⲉⲣⲟϥ ⲉⲡⲉϥⲣⲁⲛ ⲡⲉ ⲡⲙⲟⲩ ⲉⲣⲉⲁⲙⲛⲧⲉ ⲟⲩⲏϩ ⲛⲥⲱϥ ⲁⲩϯ ⲛⲁϥ ⲛⲟⲩⲉⲝⲟⲩⲥⲓⲁ ⲉϫⲙ ⲡⲟⲩⲛ ϥⲧⲟⲟⲩ ⲙⲡⲕⲁϩ ⲉⲙⲟⲟⲩⲧⲟⲩ ϩⲛ ⲧⲥⲏϥⲉ ⲙⲛ ⲡϩⲉⲃⲱⲛ ⲙⲛ ⲡⲙⲟⲩ ⲙⲛ ⲛⲉⲑⲏⲣⲓⲟⲛ ⲙⲡⲕⲁϩ (Hadēs )
9 ૯ જયારે તેણે પાંચમુ મહોર તોડ્યું, ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતાની મક્કમ સાક્ષીને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં યજ્ઞવેદી નીચે જોયા.
ⲑ̅ⲛⲧⲉⲣⲉϥⲟⲩⲱⲛ ⲇⲉ ⲛⲧⲙⲉϩϯⲉ ⲛⲥⲫⲣⲁⲅⲓⲥ ⲁⲓⲛⲁⲩ ϩⲁⲡⲉⲥⲏⲧ ⲙⲡⲉⲑⲩⲥⲓⲁⲥⲧⲏⲣⲓⲟⲛ ⲉⲛⲉⲯⲩⲭⲟⲟⲩ ⲛⲛⲣⲱⲙⲉ ⲛⲧⲁⲩϩⲟⲧⲃⲟⲩ ⲉⲧⲃⲉ ⲡϣⲁϫⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲙⲛ ⲧⲙⲛⲧⲙⲛⲧⲣⲉ ⲉⲛⲉⲟⲩⲛⲧⲁⲩⲥ
10 ૧૦ તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, ‘હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇનસાફ કરવાનું તથા પૃથ્વી પર રહેનારાંઓની પાસેથી અમારા લોહીનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો?’
ⲓ̅ⲁⲩⲱ ⲁⲩⲁϣⲕⲁⲕ ⲉⲃⲟⲗ ϩⲛ ⲟⲩⲛⲟϭ ⲛⲥⲙⲏ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ϣⲁⲛⲧⲉⲟⲩ ϣⲱⲡⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲡⲡⲉⲧⲟⲩⲁⲁⲃ ⲙⲙⲉ ⲛⲅⲕⲣⲓⲛⲉ ⲁⲛ ⲁⲩⲱ ⲛⲅϫⲓ ⲁⲛ ⲙⲡⲉⲕⲃⲁ ⲙⲡⲉⲛⲥⲛⲟϥ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲧⲟⲩⲏϩ ϩⲓϫⲙ ⲡⲕⲁϩ
11 ૧૧ પછી તેઓમાંના દરેકને સફેદ વસ્ત્ર આપવામાં આવ્યું; અને તેઓને એમ કહેવામાં આવ્યું કે ‘તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી માફક માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડીવાર તમે વિસામો લો.’”
ⲓ̅ⲁ̅ⲁⲩⲱ ⲁⲩϯ ⲛⲁⲩ ⲡⲟⲩⲁ ⲡⲟⲩⲁ ⲛⲟⲩⲥⲧⲟⲗⲏ ⲛⲟⲩⲱⲃϣ ⲁⲩⲱ ⲁⲩϫⲟⲟⲥ ⲛⲁⲩ ϫⲉⲕⲁⲥ ⲉⲩⲉⲙⲧⲟⲛ ⲙⲙⲟⲟⲩ ⲛⲕⲉⲕⲟⲩⲓ ⲛⲟⲩⲟⲉⲓϣ ϣⲁⲛⲧⲟⲩϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲛϭⲓ ⲛⲉⲩⲕⲉⲥⲛⲏⲩ ⲛⲉⲩϣⲃⲏⲣϩⲙϩⲁⲗ ⲛⲁⲓ ⲉⲧⲟⲩⲛⲁⲙⲟⲟⲩⲧⲟⲩ ϩⲱⲟⲩ ⲛⲧⲉⲩϩⲉ
12 ૧૨ જયારે તેણે છઠ્ઠું મહોર તોડ્યું, ત્યારે મેં જોયું, તો મોટો ધરતીકંપ થયો; સૂર્ય નિમાળાના કામળા જેવો કાળો થયો, અને આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો,
ⲓ̅ⲃ̅ⲁⲩⲱ ⲁⲓⲛⲁⲩ ⲛⲧⲉⲣⲉϥⲟⲩⲱⲛ ⲛⲧⲙⲉϩⲥⲟ ⲛⲥⲫⲣⲁⲅⲓⲥ ⲁⲩⲛⲟϭ ⲛⲕⲙⲧⲟ ϣⲱⲡⲉ ⲡⲣⲏ ⲁϥⲕⲙⲟⲙ ⲛⲑⲉ ⲛⲟⲩϭⲟⲟⲩⲛⲉ ⲁⲩⲱ ⲡⲟⲟϩ ⲁϥⲣ ⲥⲛⲟϥ
13 ૧૩ જેમ ભારે પવનથી અંજીરી હાલી ઊઠે છે, અને તેનાં કાચાં ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર ખરી પડ્યા.
ⲓ̅ⲅ̅ⲛⲥⲓⲟⲩ ⲛⲧⲡⲉ ⲁⲩϩⲉ ⲉϩⲣⲁⲓ ⲉϫⲙ ⲡⲕⲁϩ ⲛⲑⲉ ⲛⲟⲩⲃⲱ ⲛⲕⲛⲧⲉ ⲉⲥⲛⲟⲩϫⲉ ⲉⲃⲟⲗ ⲛⲛⲉⲥϭⲱⲱⲃⲉ ⲉⲣⲉⲟⲩⲛⲟϭ ⲛⲧⲏⲩ ⲕⲓⲙ ⲉⲣⲟⲥ
14 ૧૪ વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ અદ્રશ્ય થઈ ગયું; દરેક પહાડ તથા બેટને તેમની જગ્યાએથી ખસેડવામાં આવ્યા.
ⲓ̅ⲇ̅ⲧⲡⲉ ⲁⲥϭⲱⲗ ⲛⲑⲉ ⲛⲟⲩϫⲱⲱⲙⲉ ⲉϥϭⲏⲗ ⲧⲟⲟⲩ ⲛⲓⲙ ϩⲓ ⲛⲏⲥⲟⲥ ⲛⲓⲙ ⲁⲩⲕⲓⲙ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲩⲙⲁ
15 ૧૫ દુનિયાના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર, એ તમામ લોકો ગુફાઓમાં તથા પહાડોના ખડકોને પાછળ સંતાઈ ગયા;
ⲓ̅ⲉ̅ⲁⲩⲱ ⲛⲣⲣⲱⲟⲩ ⲙⲡⲕⲁϩ ⲙⲛ ⲛⲛⲟϭ ⲙⲛ ⲛⲭⲓⲗⲓⲁⲣⲭⲟⲥ ⲙⲛ ⲛⲣⲙⲙⲁⲟ ⲙⲛ ⲛϫⲱⲱⲣⲉ ⲁⲩⲱ ϩⲙϩⲁⲗ ⲛⲓⲙ ϩⲓ ⲣⲙϩⲉ ⲁⲩϩⲟⲡⲟⲩ ϩⲛ ⲛⲉⲥⲡⲏⲗⲁⲓⲟⲛ ⲙⲛ ⲛⲥⲓⲃⲧ ⲛⲛⲧⲟⲩⲉⲓⲏ
16 ૧૬ તેઓએ પહાડોને તથા ખડકોને કહ્યું કે, ‘અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો.’”
ⲓ̅ⲋ̅ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲛⲧⲟⲟⲩ ⲙⲛ ⲛⲥⲓⲃⲧ ϫⲉ ϩⲉ ⲉϩⲣⲁⲓ ⲉϫⲱⲛ ⲛⲧⲉⲧⲛϩⲟⲡⲛ ⲙⲡⲙⲧⲟ ⲉⲃⲟⲗ ⲙⲡⲉⲧϩⲙⲟⲟⲥ ϩⲓ ⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲁⲩⲱ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲟⲣⲅⲏ ⲙⲡⲉϩⲓⲉⲓⲃ
17 ૧૭ કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે; એટલે કોણ તેનાથી બચી શકે?
ⲓ̅ⲍ̅ϫⲉ ⲁϥⲉⲓ ⲛϭⲓ ⲡⲛⲟϭ ⲛϩⲟⲟⲩ ⲛⲧⲉϥⲟⲣⲅⲏ ⲛⲓⲙ ⲡⲉⲧⲛⲁϣⲁϩⲉⲣⲁⲧϥ