< પ્રકટીકરણ 5 >
1 ૧ રાજ્યાસન પર જે બિરાજેલા હતા તેમના જમણાં હાથમાં મેં એક ઓળિયું જોયું, તેની અંદરની તથા બહારની બન્ને બાજુએ લખેલું હતું, તથા સાત મુદ્રાથી તે મહોરબંધ કરેલું હતું.
ⲁ̅ⲁⲩⲱ ⲁⲓⲛⲁⲩ ⲉⲩϫⲱⲱⲙⲉ ϩⲛ ⲧⲟⲩⲛⲁⲙ ⲙⲡⲉⲧϩⲙⲟⲟⲥ ϩⲓ ⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲉϥⲥⲏϩ ϩⲓⲑⲏ ⲁⲩⲱ ϩⲓⲡⲁϩⲟⲩ ⲉϥⲧⲟⲟⲃⲉ ⲛⲥⲁϣϥⲉ ⲛⲥⲫⲣⲁⲅⲓⲥ
2 ૨ તેવામાં મેં એક બળવાન સ્વર્ગદૂતને જોયો, તેણે મોટા અવાજે પોકારીને કહ્યું કે, ‘આ ઓળિયું ખોલવાને અને તેનું મહોર તોડવાને કોણ યોગ્ય છે?’”
ⲃ̅ⲁⲩⲱ ⲁⲓⲛⲁⲩ ⲉⲩⲁⲅⲅⲉⲗⲟⲥ ⲉϥϭⲙϭⲟⲙ ⲉϥⲕⲏⲣⲩⲥⲥⲉ ⲛϯⲟⲩ ⲛⲥⲟⲡ ϩⲛ ⲟⲩⲛⲟϭ ⲛⲥⲙⲏ ϫⲉ ⲛⲓⲙ ⲡⲉⲧⲙⲡϣⲁ ⲛⲟⲩⲱⲛ ⲙⲡϫⲱⲱⲙⲉ ⲁⲩⲱ ⲉⲃⲱⲗ ⲉⲃⲟⲗ ⲛⲛⲉϥⲥⲫⲣⲁⲅⲓⲥ
3 ૩ પણ સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા પાતાળમાં, તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ સમર્થ નહોતો.
ⲅ̅ⲁⲩⲱ ⲙⲡⲉⲗⲁⲁⲩ ⲉϣϭⲙϭⲟⲙ ⲟⲩⲇⲉ ϩⲛ ⲧⲡⲉ ⲟⲩⲇⲉ ϩⲓϫⲙ ⲡⲕⲁϩ ⲟⲩⲇⲉ ϩⲁⲡⲉⲥⲏⲧ ⲙⲡⲕⲁϩ ⲉⲟⲩⲱⲛ ⲙⲡϫⲱⲱⲙⲉ ⲏ ⲉⲛⲁⲩ ⲉⲣⲟϥ
4 ૪ ત્યારે હું બહુ રડ્યો, કારણ કે તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ યોગ્ય વ્યક્તિ મળી નહિ.
ⲇ̅ⲁⲛⲟⲕ ⲇⲉ ⲁⲓⲣⲓⲙⲉ ⲉⲙⲁⲧⲉ ϫⲉ ⲙⲡⲟⲩϩⲉ ⲉⲗⲁⲁⲩ ⲉϥⲙⲡϣⲁ ⲛⲟⲩⲱⲛ ⲙⲡϫⲱⲱⲙⲉ ⲏ ⲉⲛⲁⲩ ⲉⲣⲟϥ
5 ૫ ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં; જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત મહોર તોડવાને વિજયી થયો છે.
ⲉ̅ⲡⲉϫⲉ ⲟⲩⲁ ⲛⲁⲓ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ ϫⲉ ⲙⲡⲣⲣⲓⲙⲉ ⲉⲓⲥ ϩⲏⲏⲧⲉ ⲁϥϫⲣⲟ ⲛϭⲓ ⲡⲙⲟⲩⲓ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲉⲫⲩⲗⲏ ⲛⲓⲟⲩⲇⲁ ⲧⲛⲟⲩⲛⲉ ⲛⲇⲁⲩⲉⲓⲇ ⲉⲧⲣⲉϥⲟⲩⲱⲛ ⲙⲡϫⲱⲱⲙⲉ ⲙⲛ ⲧⲉϥⲥⲁϣϥⲉ ⲛⲥⲫⲣⲁⲅⲓⲥ
6 ૬ રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને સાત શિંગડાં તથા સાત આંખ હતી; એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે.
ⲋ̅ⲁⲩⲱ ⲁⲓⲛⲁⲩ ⲛⲧⲙⲏⲧⲉ ⲙⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲙⲛ ⲡⲉϥⲧⲟⲟⲩ ⲛⲍⲱⲟⲛ ⲁⲩⲱ ⲛⲧⲙⲏⲧⲉ ⲛⲛⲉⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ ⲉⲩϩⲓⲉⲓⲃ ⲉϥⲁϩⲉⲣⲁⲧϥ ⲉⲁⲩⲕⲟⲛⲥϥ ⲉⲟⲩⲛⲧϥ ⲥⲁϣϥ ⲛⲧⲁⲡ ⲁⲩⲱ ⲥⲁϣϥ ⲛⲃⲁⲗ ⲉⲧⲉⲛⲁⲓ ⲛⲉ ⲡⲥⲁϣϥ ⲙⲡⲛⲁ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉⲧⲟⲩϫⲟⲟⲩ ⲙⲙⲟⲟⲩ ⲉⲃⲟⲗ ⲉϫⲙ ⲡⲕⲁϩ ⲧⲏⲣϥ
7 ૭ તેમણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણાં હાથમાંથી તે ઓળિયું લીધું.
ⲍ̅ⲁⲩⲱ ⲁϥⲉⲓ ⲁϥϫⲓ ⲙⲡϫⲱⲱⲙⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲟⲩⲛⲁⲙ ⲙⲡⲉⲧϩⲙⲟⲟⲥ ϩⲓ ⲡⲉⲑⲣⲟⲛⲟⲥ
8 ૮ જયારે તેમણે તે ઓળિયું લીધું, ત્યારે ચારેય પ્રાણી તથા ચોવીસ વડીલોએ હલવાન આગળ દંડવત પ્રણામ કર્યું; અને દરેકની પાસે વીણા તથા ધૂપથી ભરેલાં સુવર્ણ પાત્ર હતાં, જે સંતોની પ્રાર્થનાઓ છે.
ⲏ̅ⲁⲩⲱ ⲛⲧⲉⲣⲉϥϫⲓⲧϥ ⲁⲩⲡⲁϩⲧⲟⲩ ⲛϭⲓ ⲡⲉϥⲧⲟⲟⲩ ⲛⲍⲱⲟⲛ ⲙⲛ ⲡϫⲟⲩⲧⲁϥⲧⲉ ⲙⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ ⲙⲡⲙⲧⲟ ⲉⲃⲟⲗ ⲙⲡⲉϩⲓⲉⲓⲃ ⲉⲟⲩⲛ ⲕⲓⲑⲁⲣⲁ ⲛⲧⲙ ⲡⲟⲩⲁ ⲡⲟⲩⲁ ⲙⲛ ϩⲉⲛⲫⲓⲁⲗⲏ ⲛⲛⲟⲩⲃ ⲉⲩⲙⲉϩ ⲛϣⲟⲩϩⲏⲛⲉ ⲉⲧⲉⲛⲁⲓ ⲛⲉ ⲛⲉϣⲗⲏⲗ ⲛⲛⲉⲧⲟⲩⲁⲁⲃ
9 ૯ તેઓ નવું ગીત ગાતાં કહે છે કે, તમે ઓળિયું લેવાને તથા તેનું મહોર તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, તમે તમારા રક્તથી ઈશ્વરને સારુ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે.
ⲑ̅ⲁⲩⲱ ⲁⲩϫⲱ ⲛⲟⲩϫⲱ ⲛⲃⲣⲣⲉ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲕⲙⲡϣⲁ ⲛϫⲓ ⲙⲡϫⲱⲱⲙⲉ ⲁⲩⲱ ⲉⲟⲩⲱⲛ ⲛⲛⲉϥⲥⲫⲣⲁⲅⲓⲥ ϫⲉ ⲁⲩⲕⲟⲛⲥⲕ ⲁⲩⲱ ⲁⲕϣⲟⲡ ⲛⲡⲉⲛⲛⲟⲩⲧⲉ ϩⲣⲁⲓ ϩⲙ ⲡⲉⲕⲥⲛⲟϥ ⲉⲃⲟⲗ ϩⲛ ⲫⲩⲗⲏ ⲛⲓⲙ ϩⲓ ⲁⲥⲡⲉ ϩⲓ ⲗⲁⲟⲥ ϩⲓ ϩⲉⲑⲛⲟⲥ
10 ૧૦ તમે તેઓને અમારા ઈશ્વરને સારુ રાજ્ય તથા યાજકો બનાવ્યા છે; અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.
ⲓ̅ⲁⲕⲉⲓⲣⲉ ⲙⲙⲟⲛ ⲛⲟⲩⲙⲛⲧⲉⲣⲟ ⲙⲡⲉⲛⲛⲟⲩⲧⲉ ⲁⲩⲱ ⲛⲟⲩⲏⲏⲃ ⲁⲩⲱ ⲥⲉⲛⲁⲣ ⲣⲣⲟ ⲉϩⲣⲁⲓ ⲉϫⲙ ⲡⲕⲁϩ
11 ૧૧ મેં જોયું, તો રાજ્યાસન, પ્રાણીઓ તથા વડીલોની આસપાસ ઘણાં સ્વર્ગદૂતોની વાણી સાંભળી; તેઓની સંખ્યા લાખોલાખ અને હજારોહજાર હતી.
ⲓ̅ⲁ̅ⲁⲓⲛⲁⲩ ⲁⲩⲱ ⲁⲓⲥⲱⲧⲙ ⲉⲩⲥⲙⲏ ⲛⲑⲉ ⲛϩⲉⲛⲁⲅⲅⲉⲗⲟⲥ ⲉⲛⲁϣⲱⲟⲩ ⲙⲡⲕⲱⲧⲉ ⲙⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲙⲛ ⲛⲉⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ ⲙⲛ ⲛⲍⲱⲟⲛ ⲉⲣⲉⲧⲉⲩⲏⲡⲉ ⲉⲓⲣⲉ ⲛϩⲉⲛⲧⲃⲁ ⲛⲧⲃⲁ ⲙⲛ ϩⲉⲛϣⲟ ⲛϣⲟ
12 ૧૨ તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, ‘જે હલવાન મારી નંખાયેલું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે.’”
ⲓ̅ⲃ̅ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϩⲛ ⲛⲟϭ ⲛⲥⲙⲏ ϫⲉ ϥⲙⲡϣⲁ ⲛϭⲓ ⲡⲉϩⲓⲉⲓⲃ ⲛⲧⲁⲩⲕⲟⲛⲥϥ ⲉⲧⲣⲉϥϫⲓ ⲛⲧⲙⲛⲧⲛⲟϭ ⲙⲛ ⲧⲙⲛⲧⲣⲙⲙⲁⲟ ⲙⲛ ⲧⲥⲟⲫⲓⲁ ⲁⲩⲱ ⲡⲁⲙⲁϩⲧⲉ ⲙⲛ ⲡⲧⲁⲓⲟ ⲙⲛ ⲡⲉⲟⲟⲩ ⲙⲛ ⲡⲉⲥⲙⲟⲩ
13 ૧૩ વળી બધા પ્રાણીઓ જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો. (aiōn )
ⲓ̅ⲅ̅ⲁⲩⲱ ⲥⲱⲛⲧ ⲛⲓⲙ ϩⲛ ⲧⲡⲉ ⲁⲩⲱ ϩⲓϫⲙ ⲡⲕⲁϩ ⲁⲩⲱ ϩⲁⲡⲉⲥⲏⲧ ⲙⲡⲕⲁϩ ⲁⲩⲱ ⲑⲁⲗⲁⲥⲥⲁ ⲙⲛ ⲛⲉⲧⲛϩⲏⲧⲟⲩ ⲧⲏⲣⲟⲩ ⲁⲓⲥⲱⲧⲙ ⲉⲣⲟⲟⲩ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲡⲉⲥⲙⲟⲩ ⲙⲡⲉⲧϩⲙⲟⲟⲥ ϩⲓ ⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲙⲛ ⲡⲉϩⲓⲉⲓⲃ ⲁⲩⲱ ⲡⲧⲁⲓⲟ ⲙⲛ ⲡⲉⲟⲟⲩ ⲙⲛ ⲡⲁⲙⲁϩⲧⲉ ϣⲁ ⲛⲓⲉⲛⲉϩ ⲛⲉⲛⲉϩ (aiōn )
14 ૧૪ ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, આમીન! પછી વડીલોએ દંડવત પ્રણામ કરીને તેમની આરાધના કરી.
ⲓ̅ⲇ̅ⲁⲩⲱ ⲡⲉϥⲧⲟⲟⲩ ⲛⲍⲱⲟⲛ ⲛⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ϩⲁⲙⲏⲛ ⲁⲩⲱ ⲛⲉⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ ⲁⲩⲡⲁϩⲧⲟⲩ ⲁⲩⲟⲩⲱϣⲧ