< ગીતશાસ્ત્ર 28 >
1 ૧ દાઉદનું (ગીત). હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ. જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ.
Af David. Herre! til dig vil jeg raabe; min Klippe! vær ikke tavs imod mig, at du ikke holder dig stille imod mig, og jeg bliver lig dem, som fare ned i Graven.
2 ૨ જ્યારે હું તમને વિનંતી કરું, ત્યારે મારા કાલાવાલા સાંભળજો, જ્યારે હું મારા હાથ તમારા પરમપવિત્રસ્થાન તરફ જોડું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળજો.
Hør mine ydmyge Begæringers Røst, naar jeg raaber til dig, naar jeg opløfter mine Hænder til dit hellige Kor.
3 ૩ જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ.
Bortriv mig ikke med de ugudelige og med dem, som gøre Uret, dem, som tale Fred med deres Næste, enddog der er ondt i deres Hjerte.
4 ૪ તેઓનાં કૃત્ય પ્રમાણે અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો; તેઓને યોગ્ય બદલો આપો.
Giv dem efter deres Gerning og efter deres Idrætters Ondskab; giv dem efter deres Hænders Gerning, betal dem, hvad de have fortjent.
5 ૫ કેમ કે તેઓ યહોવાહના માર્ગો તથા તેમના હાથનાં કામો સમજતા નથી, તે તેઓને તોડી પાડશે અને કદી તેઓને સ્થિર કરશે નહિ.
Thi de agte ikke paa Herrens Værk, ej heller paa hans Hænders Gerning; han skal nedbryde dem og ikke bygge dem op.
6 ૬ યહોવાહની સ્તુતિ થાઓ, કારણ કે તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે!
Lovet være Herren; thi han har hørt mine ydmyge Begæringers Røst.
7 ૭ યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે; મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે. માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે અને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ.
Herren er min Styrke og mit Skjold, mit Hjerte har forladt sig paa ham, og jeg er bleven hjulpen; og mit Hjerte fryder sig, og jeg vil takke ham med min Sang.
8 ૮ યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે તે તેમના ઉદ્ધાર માટેનો કિલ્લો છે.
Herren er deres Styrke, og han er sin Salvedes Værn til Frelse.
9 ૯ તમારા લોકોનો બચાવ કરો અને તમારા વારસાને આશીર્વાદ આપો. વળી તેઓનું પાલનપોષણ કરીને સદા તેઓને ઊંચકી રાખો.
Frels dit Folk og velsign din Arv og fød dem og ophøj dem indtil evig Tid.