Preface
Read
+
Publisher
Nainoia, Inc.
PO Box 462, Bellefonte, PA 16823
(814) 470-8028
Nainoia Inc, Publisher
LinkedIn/NAINOIA-INC
Third Party Publisher Resources
Request Custom Formatted Verses
Please contact us below
Submit your proposed corrections
I understand that the Aionian Bible republishes public domain and Creative Commons Bible texts and that volunteers may be needed to present the original text accurately. I also understand that apocryphal text is removed and most variant verse numbering is mapped to the English standard. I have entered my corrections under the verse(s) below. Proposed corrections to the Gujarati Bible, Psalms Chapter 28 https://www.AionianBible.org/Bibles/Gujarati---Gujarati-Bible/Psalms/28 1 ૧) દાઉદનું (ગીત). હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ. જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ. 2 ૨) જ્યારે હું તમને વિનંતી કરું, ત્યારે મારા કાલાવાલા સાંભળજો, જ્યારે હું મારા હાથ તમારા પરમપવિત્રસ્થાન તરફ જોડું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળજો. 3 ૩) જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ. 4 ૪) તેઓનાં કૃત્ય પ્રમાણે અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો; તેઓને યોગ્ય બદલો આપો. 5 ૫) કેમ કે તેઓ યહોવાહના માર્ગો તથા તેમના હાથનાં કામો સમજતા નથી, તે તેઓને તોડી પાડશે અને કદી તેઓને સ્થિર કરશે નહિ. 6 ૬) યહોવાહની સ્તુતિ થાઓ, કારણ કે તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે! 7 ૭) યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે; મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે. માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે અને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ. 8 ૮) યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે તે તેમના ઉદ્ધાર માટેનો કિલ્લો છે. 9 ૯) તમારા લોકોનો બચાવ કરો અને તમારા વારસાને આશીર્વાદ આપો. વળી તેઓનું પાલનપોષણ કરીને સદા તેઓને ઊંચકી રાખો. Additional comments?
Refresh Captcha
The world's first Holy Bible un-translation!