< ગીતશાસ્ત્ર 107 >

1 યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
הדו ליהוה כי-טוב כי לעולם חסדו
2 જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.
יאמרו גאולי יהוה-- אשר גאלם מיד-צר
3 તેમણે તેઓને દેશવિદેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા.
ומארצות קבצם ממזרח וממערב מצפון ומים
4 અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા અને તેઓને રહેવા માટે કોઈ નગર મળ્યું નહિ.
תעו במדבר בישימון דרך עיר מושב לא מצאו
5 તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા; તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા.
רעבים גם-צמאים-- נפשם בהם תתעטף
6 પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યાં અને તેમણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા.
ויצעקו אל-יהוה בצר להם ממצוקותיהם יצילם
7 તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા કે જેથી તેઓ વસવાલાયક નગરમાં જાય અને ત્યાં વસવાટ કરે.
וידריכם בדרך ישרה-- ללכת אל-עיר מושב
8 તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે, તો કેવું સારું!
יודו ליהוה חסדו ונפלאותיו לבני אדם
9 કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.
כי-השביע נפש שקקה ונפש רעבה מלא-טוב
10 ૧૦ કેટલાક અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા, આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા.
ישבי חשך וצלמות אסירי עני וברזל
11 ૧૧ કેમ કે તેઓએ ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યા, પરાત્પર ઈશ્વરની સૂચનાઓનો ઇનકાર કર્યો.
כי-המרו אמרי-אל ועצת עליון נאצו
12 ૧૨ તેઓનાં હૃદયો તેમણે કષ્ટથી નમ્ર કર્યાં; તેઓ લથડી પડ્યા અને તેઓને સહાય કરનાર કોઈ ન હતું.
ויכנע בעמל לבם כשלו ואין עזר
13 ૧૩ પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યા અને તેમણે તેઓને દુઃખમાંથી ઉગાર્યા.
ויזעקו אל-יהוה בצר להם ממצקותיהם יושיעם
14 ૧૪ તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી બહાર લાવ્યા અને તેમણે તેઓનાં બંધન તોડી નાખ્યાં.
יוציאם מחשך וצלמות ומוסרותיהם ינתק
15 ૧૫ તેમની કૃપા તથા માનવજાત માટેના તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
יודו ליהוה חסדו ונפלאותיו לבני אדם
16 ૧૬ કેમ કે તેમણે પિત્તળના દરવાજા ભાંગી નાખ્યા અને તેઓની લોખંડની ભૂંગળો તોડી નાખી.
כי-שבר דלתות נחשת ובריחי ברזל גדע
17 ૧૭ તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા.
אולים מדרך פשעם ומעונתיהם יתענו
18 ૧૮ તેઓના જીવો સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે અને તેઓ મરણ દ્વાર સુધી આવી પહોંચે છે.
כל-אכל תתעב נפשם ויגיעו עד-שערי מות
19 ૧૯ પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી ઉગારે છે.
ויזעקו אל-יהוה בצר להם ממצקותיהם יושיעם
20 ૨૦ તેઓ પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે અને તેમણે તેઓને દુર્દશામાંથી છોડાવ્યા છે.
ישלח דברו וירפאם וימלט משחיתותם
21 ૨૧ આ તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
יודו ליהוה חסדו ונפלאותיו לבני אדם
22 ૨૨ તેઓને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવવા દો અને તેઓનાં કામ ગીતોથી પ્રગટ કરે.
ויזבחו זבחי תודה ויספרו מעשיו ברנה
23 ૨૩ જેઓ વહાણમાં બેસીને સમુદ્રમાં ઊતરે છે અને સમુદ્રપાર વ્યાપાર કરે છે.
] יורדי הים באניות עשי מלאכה במים רבים
24 ૨૪ તેઓ યહોવાહનાં કાર્યો તથા સમુદ્ર પરનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો જુએ છે.
] המה ראו מעשי יהוה ונפלאותיו במצולה
25 ૨૫ કેમ કે તે આજ્ઞા આપે છે અને તોફાની પવનો ચડી આવે છે; તેથી સમુદ્રના મોજાંઓ ઊંચાં ઊછળે છે.
] ויאמר--ויעמד רוח סערה ותרומם גליו
26 ૨૬ મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે. તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.
] יעלו שמים ירדו תהומות נפשם ברעה תתמוגג
27 ૨૭ તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
] יחוגו וינועו כשכור וכל-חכמתם תתבלע
28 ૨૮ પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.
] ויצעקו אל-יהוה בצר להם וממצוקתיהם יוציאם
29 ૨૯ તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં.
יקם סערה לדממה ויחשו גליהם
30 ૩૦ પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
וישמחו כי-ישתקו וינחם אל-מחוז חפצם
31 ૩૧ આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
יודו ליהוה חסדו ונפלאותיו לבני אדם
32 ૩૨ લોકોની સભામાં તેમને મોટા મનાવો અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.
וירוממוהו בקהל-עם ובמושב זקנים יהללוהו
33 ૩૩ તે નદીઓને સ્થાને અરણ્ય, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,
ישם נהרות למדבר ומצאי מים לצמאון
34 ૩૪ અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે.
ארץ פרי למלחה מרעת יושבי בה
35 ૩૫ તે અરણ્યને સ્થાને સરોવર અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.
ישם מדבר לאגם-מים וארץ ציה למצאי מים
36 ૩૬ તેમાં તે ભૂખ્યાજનોને વસાવે છે અને તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે.
ויושב שם רעבים ויכוננו עיר מושב
37 ૩૭ તેઓ ખેતરમાં વાવેતર કરે છે; અને દ્રાક્ષવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ મેળવે છે.
ויזרעו שדות ויטעו כרמים ויעשו פרי תבואה
38 ૩૮ તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે. તે તેઓનાં જાનવરોને ઓછા થવા દેતા નથી.
ויברכם וירבו מאד ובהמתם לא ימעיט
39 ૩૯ તેઓના જુલમ, વિપત્તિ તથા શોક પાછા ઘટાડવામાં આવે છે અને તેઓને નીચા પાડવામાં આવે છે.
וימעטו וישחו-- מעצר רעה ויגון
40 ૪૦ તે શત્રુઓના સરદારો પર અપમાન લાવે છે અને માર્ગ વિનાના અરણ્યમાં તેઓને રખડાવે છે.
] שפך בוז על-נדיבים ויתעם בתהו לא-דרך
41 ૪૧ પણ તે જરૂરિયાતમંદોને સંકટમાંથી છોડાવીને તેઓનું રક્ષણ કરે છે અને ટોળાંની જેમ તેઓના કુટુંબની સંભાળ લે છે.
וישגב אביון מעוני וישם כצאן משפחות
42 ૪૨ તે જોઈને ન્યાયીઓ આનંદ પામશે અને સઘળા અન્યાયીઓનાં મુખ બંધ થશે.
יראו ישרים וישמחו וכל-עולה קפצה פיה
43 ૪૩ જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાહની કૃપા વિષે મનન કરશે.
מי-חכם וישמר-אלה ויתבוננו חסדי יהוה

< ગીતશાસ્ત્ર 107 >