< યોહાન 11 >
1 ૧ બેથાનિયા ગામનો લાજરસ નામે એક માણસ બીમાર હતો. તેની બહેનો માર્થા અને મરિયમ પણ એ જ ગામના હતા.
ⲁ̅ⲛⲉⲩⲛ ⲟⲩⲁ ⲇⲉ ϣⲱⲛⲉ ϫⲉ ⲗⲁⲍⲁⲣⲟⲥ ⲉⲃⲟⲗ ϩⲛ ⲃⲏⲑⲁⲛⲓⲁ ⲡϯⲙⲉ ⲙⲙⲁⲣⲓⲁ ⲙⲛ ⲙⲁⲣⲑⲁ ⲧⲉⲥⲥⲱⲛⲉ
2 ૨ મરિયમે ઈસુને અત્તર લગાવ્યું હતું અને પોતાના વાળથી તેમના પગ લૂછ્યા હતા. લાજરસ કે જે બીમાર હતો તે આ જ મરિયમનો ભાઈ હતો.
ⲃ̅ⲧⲁⲓ ⲇⲉ ⲧⲉ ⲙⲁⲣⲓⲁ ⲧⲉⲛⲧⲁⲥⲧⲉϩⲥ ⲡϫⲟⲉⲓⲥ ⲛⲥⲟϭⲛ ⲁⲩⲱ ⲁⲥϥⲉⲧ ⲛⲉϥⲟⲩⲉⲣⲏⲧⲉ ϩⲙ ⲡⲉⲥϥⲱ ⲧⲁⲓ ⲉⲛⲉⲣⲉⲡⲉⲥⲥⲟⲛ ⲗⲁⲍⲁⲣⲟⲥ ϣⲱⲛⲉ
3 ૩ તેથી બહેનોએ તેમને ખબર મોકલી કે, પ્રભુ, જેમનાં પર તમે પ્રેમ રાખો છે, તે બીમાર છે.
ⲅ̅ⲁⲩϫⲟⲟⲩ ϭⲉ ϣⲁⲣⲟϥ ⲛϭⲓ ⲛⲉϥⲥⲱⲛⲉ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲉⲓⲥ ϩⲏⲏⲡⲉ ϥϣⲱⲛⲉ ⲛϭⲓ ⲡⲉⲧⲕⲙⲉ ⲙⲙⲟϥ
4 ૪ પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે, મૃત્યુ થાય એવી આ બીમારી નથી; પણ તે ઈશ્વરના મહિમાર્થે છે, જેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.
ⲇ̅ⲛⲧⲉⲣⲉϥⲥⲱⲧⲙ ⲇⲉ ⲛϭⲓ ⲓⲥ ⲡⲉϫⲁϥ ϫⲉ ⲡⲉⲓϣⲱⲛⲉ ⲛⲛⲉϥϣⲟⲟⲡ ⲁⲛ ⲉⲡⲙⲟⲩ ⲁⲗⲗⲁ ⲉⲧⲃⲉ ⲡⲉⲟⲟⲩ ⲙⲡⲛⲟⲩⲧⲉ ϫⲉⲕⲁⲥ ⲉⲣⲉⲡⲉϥϣⲏⲣⲉ ϫⲓ ⲉⲟⲟⲩ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲟⲟⲧϥ
5 ૫ માર્થા, તેની બહેન મરિયમ તથા લાજરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા.
ⲉ̅ⲛⲉⲣⲉⲓⲥ ⲇⲉ ⲙⲉ ⲙⲙⲁⲣⲑⲁ ⲙⲛ ⲙⲁⲣⲓⲁ ⲧⲉⲥⲥⲱⲛⲉ ⲙⲛ ⲗⲁⲍⲁⲣⲟⲥ
6 ૬ તે બીમાર છે, એવા સમાચાર તેમને મળ્યા ત્યારે પોતે જ્યાં હતા, તે જ સ્થળે તે બે દિવસ સુધી રહ્યા.
ⲋ̅ⲛⲧⲉⲣⲉϥⲥⲱⲧⲙ ϭⲉ ϫⲉ ϥϣⲱⲛⲉ ⲧⲟⲧⲉ ⲁϥϭⲱ ⲛϩⲟⲟⲩ ⲥⲛⲁⲩ ϩⲙ ⲡⲙⲁ ⲉⲛⲉϥⲛϩⲏⲧϥ
7 ૭ ત્યાર પછી શિષ્યોને કહે છે કે, ‘ચાલો, આપણે ફરીથી યહૂદિયા જઈએ.
ⲍ̅ⲙⲛⲛⲥⲱⲥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ϫⲉ ⲙⲁⲣⲟⲛ ⲟⲛ ⲉϯⲟⲩⲇⲁⲓⲁ
8 ૮ શિષ્યો તેમને કહે છે કે, ‘ગુરુજી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થરે મારવાનો પ્રયત્ન કરતા હતા, તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?’”
ⲏ̅ⲡⲉϫⲁⲩ ⲛⲁϥ ⲛϭⲓ ⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ϫⲉ ϩⲣⲁⲃⲃⲉⲓ ⲧⲉⲛⲟⲩ ⲛⲉⲣⲉⲛⲓⲟⲩⲇⲁⲓ ϣⲓⲛⲉ ⲛⲥⲁ ϩⲓ ⲱⲛⲉ ⲉⲣⲟⲕ ⲁⲩⲱ ⲟⲛ ⲕⲛⲁⲃⲱⲕ ⲉⲙⲁⲩ
9 ૯ ઈસુએ જવાબ આપ્યો કે, ‘શું દિવસના બાર કલાક નથી? જો દિવસે કોઈ ચાલે, તો તે આ દુનિયાનું અજવાળું જુએ છે, માટે ઠોકર ખાતો નથી.
ⲑ̅ⲁϥⲟⲩⲱϣⲃ ⲛϭⲓ ⲓⲥ ⲡⲉϫⲁϥ ϫⲉ ⲙⲏ ⲙⲛ ⲙⲛⲧⲥⲛⲟⲟⲩⲥ ⲛⲟⲩⲛⲟⲩ ϩⲙ ⲡⲉϩⲟⲟⲩ ⲉⲣϣⲁ ⲟⲩⲁ ⲙⲟⲟϣⲉ ϩⲙ ⲡⲉϩⲟⲟⲩ ⲙⲉϥϫⲓϫⲣⲟⲡ ϫⲉ ϥⲛⲁⲩ ⲉⲡⲟⲩⲟⲓⲛ ⲙⲡⲉⲓⲕⲟⲥⲙⲟⲥ
10 ૧૦ પણ જો કોઈ રાત્રે ચાલે, તો તેનામાં અજવાળું ન હોવાથી ઠોકર ખાય છે.’”
ⲓ̅ⲉⲣϣⲁ ⲟⲩⲁ ⲙⲟⲟϣⲉ ϩⲛ ⲧⲉⲩϣⲏ ϣⲁϥϫⲓ ϫⲣⲟⲡ ϫⲉ ⲙⲡⲟⲩⲟⲓⲛ ϣⲟⲟⲡ ⲁⲛ ϩⲣⲁⲓ ⲛϩⲏⲧϥ
11 ૧૧ તેમણે એ વાતો કહી, ત્યાર પછી તે તેઓને કહે છે કે, ‘આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.’”
ⲓ̅ⲁ̅ⲛⲁⲓ ⲁϥϫⲟⲟⲩ ⲙⲛⲛⲥⲱⲥ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲗⲁⲍⲁⲣⲟⲥ ⲡⲉⲛϣⲃⲏⲣ ⲁϥⲛⲕⲟⲧⲕ ⲁⲗⲗⲁ ϯⲛⲁⲃⲱⲕ ϫⲉⲕⲁⲥ ⲉⲉⲓⲉⲧⲟⲩⲛⲟⲥϥ
12 ૧૨ ત્યારે શિષ્યોએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે.’”
ⲓ̅ⲃ̅ⲡⲉϫⲁⲩ ϭⲉ ⲛⲁϥ ⲛϭⲓ ⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲉϣϫⲉ ⲛⲧⲁϥⲛⲕⲟⲧⲕ ϥⲛⲁⲧⲱⲟⲩⲛ
13 ૧૩ ઈસુએ તો તેના મૃત્યુ વિષે કહ્યું હતું, પણ તેઓને એમ લાગ્યું કે તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું.
ⲓ̅ⲅ̅ⲛⲧⲁⲓⲥ ⲇⲉ ϫⲟⲟⲥ ⲡⲉ ⲉⲧⲃⲉ ⲡⲉϥⲙⲟⲩ ⲛⲏ ⲇⲉ ⲁⲩⲙⲉⲩⲉ ϫⲉ ⲉϥϫⲉ ⲡⲉⲛⲕⲟⲧⲕ ⲙⲡⲱⲃϣ
14 ૧૪ ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, ‘લાજરસ મૃત્યુ પામ્યો છે.
ⲓ̅ⲇ̅ⲧⲟⲧⲉ ϭⲉ ⲁⲓⲥ ϫⲟⲟⲥ ⲛⲁⲩ ϩⲛ ⲟⲩⲡⲁⲣⲣⲏⲥⲓⲁ ϫⲉ ⲗⲁⲍⲁⲣⲟⲥ ⲁϥⲙⲟⲩ
15 ૧૫ હું ત્યાં નહોતો, માટે હું તમારે માટે હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો; પણ ચાલો, આપણે તેમની પાસે જઈએ.’”
ⲓ̅ⲉ̅ⲁⲩⲱ ϯⲣⲁϣⲉ ⲉⲧⲃⲉ ⲧⲏⲩⲧⲛ ϫⲉⲕⲁⲥ ⲉⲧⲉⲧⲛⲉⲡⲓⲥⲧⲉⲩⲉ ϫⲉ ⲛⲉⲓⲙⲙⲁⲩ ⲁⲛ ⲡⲉ ⲁⲗⲗⲁ ⲙⲁⲣⲟⲛ ϣⲁⲣⲟϥ
16 ૧૬ ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના સાથી શિષ્યોને કહ્યું કે, ‘આપણે પણ જઈએ અને તેની સાથે મરણ પામીએ.’”
ⲓ̅ⲋ̅ⲡⲉϫⲉ ⲑⲱⲙⲁⲥ ⲡⲉϣⲁⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲇⲓⲇⲩⲙⲟⲥ ⲛⲛⲉϥϣⲃⲣ ⲙⲁⲑⲏⲧⲏⲥ ϫⲉ ⲙⲁⲣⲟⲛ ϩⲱⲱⲛ ϫⲉ ⲉⲛⲉⲙⲟⲩ ⲛⲙⲙⲁϥ
17 ૧૭ હવે જયારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, લાજરસને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે.
ⲓ̅ⲍ̅ⲛⲧⲉⲣⲉϥⲉⲓ ϭⲉ ⲛϭⲓ ⲓⲥ ⲁϥϩⲉ ⲉⲣⲟϥ ⲉⲡⲉϥϥⲧⲟⲟⲩ ⲡⲉ ⲉϥϩⲙ ⲡⲧⲁⲫⲟⲥ
18 ૧૮ હવે બેથાનિયા યરુશાલેમની નજદીક, એટલે માત્ર ત્રણેક કિલોમિટર દૂર હતું.
ⲓ̅ⲏ̅ⲃⲏⲑⲁⲛⲓⲁ ⲇⲉ ⲛⲉⲥϩⲏⲛ ⲉϩⲟⲩⲛ ⲉⲑⲓⲉⲣⲟⲩⲥⲁⲗⲏⲙ ⲛⲁⲙⲛⲧⲏ ⲛⲥⲧⲁⲇⲓⲟⲛ
19 ૧૯ માર્થા તથા મરિયમની પાસે તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે યહૂદીઓમાંના ઘણાં આવ્યા હતા.
ⲓ̅ⲑ̅ⲟⲩⲙⲏⲏϣⲉ ⲇⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲓⲟⲩⲇⲁⲓ ⲛⲉⲁⲩⲉⲓ ⲡⲉ ϣⲁ ⲙⲁⲣⲑⲁ ⲙⲛ ⲙⲁⲣⲓⲁ ϫⲉ ⲉⲩⲉⲥⲗⲥⲱⲗⲟⲩ ⲉⲧⲃⲉ ⲡⲉⲩⲥⲟⲛ
20 ૨૦ ઈસુ આવે છે, એ સાંભળીને માર્થા તેમને મળવા ગઈ; પણ મરિયમ ઘરમાં જ બેસી રહી.
ⲕ̅ⲙⲁⲣⲑⲁ ϭⲉ ⲛⲧⲉⲣⲉⲥⲥⲱⲧⲙ ϫⲉ ⲓⲥ ⲛⲏⲩ ⲁⲥⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲏⲧϥ ⲙⲁⲣⲓⲁ ⲇⲉ ⲛⲉⲥϩⲙⲟⲟⲥ ⲡⲉ ϩⲙ ⲡⲏⲉⲓ
21 ૨૧ ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહિ.
ⲕ̅ⲁ̅ⲡⲉϫⲉ ⲙⲁⲣⲑⲁ ϭⲉ ⲛⲓⲥ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲉⲛⲉⲕⲙⲡⲉⲓⲙⲁ ⲛⲉⲣⲉⲡⲁⲥⲟⲛ ⲛⲁⲙⲟⲩ ⲁⲛ ⲡⲉ
22 ૨૨ પણ તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો, તે ઈશ્વર તમને આપશે, એ હું જાણું છું.’”
ⲕ̅ⲃ̅ⲁⲗⲗⲁ ⲧⲉⲛⲟⲩ ⲟⲛ ϯⲥⲟⲟⲩⲛ ϫⲉ ϩⲱⲃ ⲛⲓⲙ ⲉⲧⲕⲛⲁⲁⲓⲧⲓ ⲙⲙⲟⲟⲩ ⲛⲧⲙ ⲡⲛⲟⲩⲧⲉ ⲡⲛⲟⲩⲧⲉ ⲛⲁⲧⲁⲁⲩ ⲛⲁⲕ
23 ૨૩ ઈસુએ તેને કહ્યું કે, ‘તારો ભાઈ પાછો ઊઠશે.’”
ⲕ̅ⲅ̅ⲡⲉϫⲉ ⲓⲥ ⲛⲁⲥ ϫⲉ ⲡⲟⲩⲥⲟⲛ ⲛⲁⲧⲱⲟⲩⲛϥ
24 ૨૪ માર્થાએ કહ્યું કે, ‘છેલ્લે દિવસે તે પુનરુત્થાન પામશે, એ હું જાણું છું.’”
ⲕ̅ⲇ̅ⲡⲉϫⲉ ⲙⲁⲣⲑⲁ ⲛⲁϥ ϫⲉ ϯⲥⲟⲟⲩⲛ ⲇⲉ ϥⲛⲁⲧⲱⲟⲩⲛ ϩⲛ ⲧⲁⲛⲁⲥⲧⲁⲥⲓⲥ ϩⲙ ⲡϩⲁⲉ ⲛϩⲟⲟⲩ
25 ૨૫ ઈસુએ તેને કહ્યું કે, ‘પુનરુત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે, તે જોકે મૃત્યુ પામે તોપણ તે સજીવન થશે.
ⲕ̅ⲉ̅ⲡⲉϫⲉ ⲓⲥ ⲛⲁⲥ ϫⲉ ⲁⲛⲟⲕ ⲡⲉ ⲧⲁⲛⲁⲥⲧⲁⲥⲓⲥ ⲁⲩⲱ ⲡⲱⲛϩ ⲡⲉⲧⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟⲉⲓ ⲕⲁⲛ ⲉϥϣⲁⲛⲙⲟⲩ ϥⲛⲁⲱⲛϩ
26 ૨૬ અને જે કોઈ જીવંત વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે, તે કદી મરશે નહીં જ; તું શું એવો વિશ્વાસ રાખે છે?’” (aiōn )
ⲕ̅ⲋ̅ⲁⲩⲱ ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲟⲛϩ ⲉⲧⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟⲉⲓ ⲛϥⲛⲁⲙⲟⲩ ⲁⲛ ϣⲁ ⲉⲛⲉϩ ⲧⲉⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲡⲁⲓ (aiōn )
27 ૨૭ તેણે તેમને કહ્યું કે, ‘હા પ્રભુ, મેં વિશ્વાસ કર્યો છે કે તમે ઈશ્વરના દીકરા ખ્રિસ્ત છો, જે દુનિયામાં આવનાર છે, તે જ તમે છો.
ⲕ̅ⲍ̅ⲡⲉϫⲁⲥ ⲛⲁϥ ϫⲉ ⲥⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲁⲛⲟⲕ ϯⲡⲓⲥⲧⲉⲩⲉ ϫⲉ ⲛⲧⲟⲕ ⲡⲉ ⲡⲉⲭⲥ ⲡϣⲏⲣⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉⲧⲛⲏⲩ ⲉⲡⲕⲟⲥⲙⲟⲥ
28 ૨૮ એમ કહીને માર્થા ચાલી ગઈ, અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું કે, ગુરુ આવ્યા છે, અને તને બોલાવે છે.’”
ⲕ̅ⲏ̅ⲁⲩⲱ ⲛⲧⲉⲣⲉⲥϫⲉ ⲛⲁⲓ ⲁⲥⲃⲱⲕ ⲁⲥⲙⲟⲩⲧⲉ ⲉⲙⲁⲣⲓⲁ ⲧⲉⲥⲥⲱⲛⲉ ⲉⲥϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲁⲥ ⲛϫⲓⲟⲩⲉ ϫⲉ ⲁⲡⲥⲁϩ ⲉⲓ ⲁⲩⲱ ϥⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟ
29 ૨૯ એ સાંભળતાં જ મરિયમ તરત જ ઊઠીને તેમની પાસે ગઈ.
ⲕ̅ⲑ̅ⲛⲧⲟⲥ ⲇⲉ ⲛⲧⲉⲣⲉⲥⲥⲱⲧⲙ ⲁⲥⲧⲱⲟⲩⲛⲥ ϩⲛ ⲟⲩϭⲉⲡⲏ ⲁⲥⲉⲓ ⲉⲃⲟⲗ ϣⲁⲣⲟϥ
30 ૩૦ ઈસુ તો હજી ગામમાં આવ્યા ન હતા, પણ જ્યાં માર્થા તેમને મળી હતી તે જગ્યાએ હતા.
ⲗ̅ⲓⲥ ⲇⲉ ⲛⲉⲙⲡⲁⲧϥⲉⲓ ⲉϩⲟⲩⲛ ⲉⲡϯⲙⲉ ⲁⲗⲗⲁ ⲉⲧⲓ ⲛⲉϥϩⲙ ⲡⲙⲁ ⲉⲛⲧⲁⲙⲁⲣⲑⲁ ⲧⲱⲙⲛⲧ ⲉⲣⲟϥ ⲛϩⲏⲧϥ
31 ૩૧ ત્યારે જે યહૂદીઓ તેમની સાથે ઘરમાં હતા અને તેને સાંત્વના આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલદી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર પર રડવાને જાય છે, એવું ધારીને તેઓ મરિયમની પાછળ ગયા.
ⲗ̅ⲁ̅ⲛⲓⲟⲩⲇⲁⲓ ϭⲉ ⲉⲧϩⲙ ⲡⲏⲓ ⲛⲙⲙⲁⲥ ⲁⲩⲱ ⲉⲧⲥⲟⲗⲥⲗ ⲙⲙⲟⲥ ⲛⲧⲉⲣⲟⲩⲛⲁⲩ ⲉⲙⲁⲣⲓⲁ ϫⲉ ⲁⲥⲧⲱⲟⲩⲛⲥ ϩⲛ ⲟⲩϭⲉⲡⲏ ⲁⲥⲉⲓ ⲉⲃⲟⲗ ⲁⲩⲟⲩⲁϩⲟⲩ ⲛⲥⲱⲥ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲉⲥⲛⲁⲃⲱⲕ ⲉⲃⲟⲗ ⲉⲡⲧⲁⲫⲟⲥ ϫⲉ ⲉⲥⲉⲣⲓⲙⲉ ⲙⲙⲁⲩ
32 ૩૨ ઈસુ જ્યાં હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે પડીને ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહીં.
ⲗ̅ⲃ̅ⲙⲁⲣⲓⲁ ϭⲉ ⲛⲧⲉⲣⲉⲥⲉⲓ ⲉⲃⲟⲗ ⲉⲡⲙⲁ ⲉⲛⲉⲣⲉⲓⲥ ⲛϩⲏⲧϥ ⲁⲥⲛⲟϫⲥ ϩⲁ ⲛⲉϥⲟⲩⲉⲣⲏⲧⲉ ⲉⲥϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲁϥ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲉⲛⲉⲕⲙⲡⲉⲉⲓⲙⲁ ⲛⲉⲣⲉⲡⲁⲥⲟⲛ ⲛⲁⲙⲟⲩ ⲁⲛ ⲡⲉ
33 ૩૩ ત્યારે ઈસુએ તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, મનમાં નિસાસો મૂકી તથા આત્મામાં વ્યાકુળ થઈને,
ⲗ̅ⲅ̅ⲓⲥ ϭⲉ ⲛⲧⲉⲣⲉϥⲛⲁⲩ ⲉⲣⲟⲥ ⲉⲥⲣⲓⲙⲉ ⲁⲩⲱ ⲛⲓⲟⲩⲇⲁⲓ ⲉⲛⲧⲁⲩⲉⲓ ⲛⲙⲙⲁⲥ ⲉⲩⲣⲓⲙⲉ ⲁϥϣⲧⲟⲣⲧⲣ ϩⲙ ⲡⲉⲡⲛⲁ ⲛⲑⲉ ⲛⲛⲉⲧⲟⲟⲧ
34 ૩૪ પૂછ્યું કે, ‘તમે તેને ક્યાં મૂક્યો છે?’ તેઓ તેમને કહે છે કે, પ્રભુ આવીને જુઓ.
ⲗ̅ⲇ̅ⲁⲩⲱ ⲡⲉϫⲁϥ ϫⲉ ⲛⲧⲁⲧⲉⲧⲛⲕⲁⲁϥ ⲧⲱⲛ ⲡⲉϫⲁⲩ ⲛⲁϥ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲁⲙⲟⲩ ⲛⲅⲛⲁⲩ
36 ૩૬ એ જોઈને યહૂદીઓએ કહ્યું કે, ‘જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતા હતા!
ⲗ̅ⲋ̅ⲛⲉⲩϫⲱ ϭⲉ ⲙⲙⲟⲥ ⲛϭⲓ ⲛⲓⲟⲩⲇⲁⲓ ϫⲉ ⲁⲛⲁⲩ ⲉⲑⲉ ⲉⲧϥⲙⲉ ⲙⲙⲟϥ
37 ૩૭ પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, જેમણે અંધજનોની આંખો ઉઘાડી, તેમનાંમાં શું આ માણસ મૃત્યુ ન પામે એવું કરવાની પણ શક્તિ ન હતી?’”
ⲗ̅ⲍ̅ϩⲟⲓⲛⲉ ⲇⲉ ⲛϩⲏⲧⲟⲩ ⲡⲉϫⲁⲩ ϫⲉ ⲡⲁⲓ ⲉⲛⲧⲁϥⲟⲩⲱⲛ ⲛⲃⲃⲁⲗ ⲙⲡⲃⲗⲗⲉ ⲉⲓⲉ ⲛⲉⲙⲙⲛ ϭⲟⲙ ⲙⲙⲟϥ ⲟⲛ ⲡⲉ ⲉⲧⲙⲧⲣⲉ ⲡⲁⲓ ⲙⲟⲩ
38 ૩૮ ફરીથી ઈસુ નિસાસો નાખીને કબર પાસે આવ્યા. તે તો ગુફા હતી, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો.
ⲗ̅ⲏ̅ⲓⲥ ϭⲉ ⲟⲛ ⲉϥⲟⲟⲧ ϩⲣⲁⲓ ⲛϩⲏⲧϥ ⲁϥⲉⲓ ⲉⲡⲧⲁⲫⲟⲥ ⲛⲉⲟⲩⲥⲡⲏⲗⲁⲓⲟⲛ ⲇⲉ ⲡⲉ ⲉⲣⲉⲟⲩⲱⲛⲉ ϩⲓ ⲣⲱϥ
39 ૩૯ ઈસુએ કહ્યું કે, ‘પથ્થરને ખસેડો.’ મૃત્યુ પામેલાની બહેન માર્થાએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે.’”
ⲗ̅ⲑ̅ⲡⲉϫⲉ ⲓⲥ ϫⲉ ϥⲓ ⲡⲱⲛⲉ ⲙⲙⲁⲩ ⲡⲉϫⲉ ⲙⲁⲣⲑⲁ ⲛⲁϥ ⲧⲥⲱⲛⲉ ⲙⲡⲉⲛⲧⲁϥⲙⲟⲩ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲏⲇⲏ ⲁϥⲣ ⲥⲧⲟⲓ ⲡⲉϥϥⲧⲟⲟⲩ ⲅⲁⲣ ⲡⲉ
40 ૪૦ ઈસુ તેને કહે છે કે, ‘જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું શું?’”
ⲙ̅ⲡⲉϫⲉ ⲓⲥ ⲛⲁⲥ ϫⲉ ⲙⲡⲓϫⲟⲟⲥ ⲛⲉ ϫⲉ ⲉⲣϣⲁⲛⲡⲓⲥⲧⲉⲩⲉ ⲧⲉⲛⲁⲛⲁⲩ ⲉⲡⲉⲟⲟⲩ ⲙⲡⲛⲟⲩⲧⲉ
41 ૪૧ ત્યારે તેઓએ પથ્થર ખેસેડ્યો, ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘ઓ બાપ, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું.
ⲙ̅ⲁ̅ⲁⲩϥⲓ ⲡⲱⲛⲉ ϭⲉ ⲙⲙⲁⲩ ⲓⲥ ⲇⲉ ⲁϥϥⲓ ⲛⲉϥⲃⲁⲗ ⲉϩⲣⲁⲓ ⲉⲧⲡⲉ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲡⲁⲓⲱⲧ ϯϣⲡϩⲙⲟⲧ ⲛⲧⲟⲟⲧⲕ ϫⲉ ⲁⲕⲥⲱⲧⲙ ⲉⲣⲟⲉⲓ
42 ૪૨ તમે નિત્ય મારું સાંભળો છો, એ હું જાણતો હતો; પણ જે લોક આસપાસ ઊભા રહેલા છે, તેઓ વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું.’”
ⲙ̅ⲃ̅ⲁⲛⲟⲕ ⲇⲉ ⲛⲉⲓⲥⲟⲟⲩⲛ ϫⲉ ⲕⲥⲱⲧⲙ ⲉⲣⲟⲉⲓ ⲛⲟⲩⲟⲓϣ ⲛⲓⲙ ⲁⲗⲗⲁ ⲛⲧⲁⲓϫⲟⲟⲥ ⲉⲧⲃⲉ ⲡⲙⲏⲏϣⲉ ⲉⲧⲁϩⲉⲣⲁⲧϥ ϫⲉⲕⲁⲥ ⲉⲩⲉⲡⲓⲥⲧⲉⲩⲉ ϫⲉ ⲛⲧⲟⲕ ⲡⲉ ⲛⲧⲁⲕⲧⲛⲛⲟⲟⲩⲧ
43 ૪૩ એમ બોલ્યા પછી તેમણે મોટા અવાજે હાંક મારી કે, ‘લાજરસ, બહાર આવ.’”
ⲙ̅ⲅ̅ⲁⲩⲱ ⲛⲧⲉⲣⲉϥϫⲉ ⲛⲁⲓ ⲁϥⲁϣⲕⲁⲕ ⲉⲃⲟⲗ ϩⲛ ⲟⲩⲛⲟϭ ⲛⲥⲙⲏ ϫⲉ ⲗⲁⲍⲁⲣⲉ ⲁⲙⲟⲩ ⲉⲃⲟⲗ
44 ૪૪ ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે દફનના વસ્ત્રો બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલ વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો.
ⲙ̅ⲇ̅ⲁϥⲉⲓ ⲉⲃⲟⲗ ⲛϭⲓ ⲡⲉⲛⲧⲁϥⲙⲟⲩ ⲉϥⲙⲏⲣ ⲛⲛⲉϥⲟⲩⲉⲣⲏⲧⲉ ⲙⲛ ⲛⲉϥϭⲓϫ ϩⲛ ϩⲉⲛⲕⲉⲣⲉⲁ ⲁⲩⲱ ⲉⲣⲉⲡⲉϥϩⲟ ⲙⲏⲣ ϩⲛ ⲟⲩⲥⲟⲩⲇⲁⲣⲓⲟⲛ ⲡⲉϫⲉ ⲓⲥ ⲛⲁⲩ ϫⲉ ⲃⲟⲗϥ ⲉⲃⲟⲗ ⲛⲧⲉⲧⲛⲕⲁⲁϥ ⲛϥⲃⲱⲕ
45 ૪૫ તેથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા, અને તેમણે ઈસુએ જે કર્યું તે જોયું હતું, તેઓમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.
ⲙ̅ⲉ̅ⲟⲩⲙⲏⲏϣⲉ ⲇⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲓⲟⲩⲇⲁⲓ ⲉⲛⲧⲁⲩⲉⲓ ϣⲁ ⲙⲁⲣⲓⲁ ⲛⲧⲉⲣⲟⲩⲛⲁⲩ ⲉⲡⲉⲛⲧⲁϥⲁⲁϥ ⲁⲩⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟϥ
46 ૪૬ પણ તેઓમાંના કેટલાકે ફરોશીઓની પાસે જઈને ઈસુએ જે કામ કર્યાં હતા, તે તેઓને કહી સંભળાવ્યાં.
ⲙ̅ⲋ̅ϩⲟⲓⲛⲉ ⲇⲉ ⲉⲃⲟⲗ ⲛϩⲏⲧⲟⲩ ⲁⲩⲃⲱⲕ ϣⲁ ⲛⲉⲫⲁⲣⲓⲥⲁⲓⲟⲥ ⲁⲩⲧⲁⲙⲟⲟⲩ ⲉⲛⲉⲛⲧⲁⲓⲥ ⲁⲁⲩ
47 ૪૭ એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે, ‘આપણે શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણાં ચમત્કારિક ચિહ્નો કરે છે.
ⲙ̅ⲍ̅ⲛⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ϭⲉ ⲙⲛ ⲛⲉⲫⲁⲣⲓⲥⲁⲓⲟⲥ ⲁⲩⲥⲱⲟⲩϩ ⲉϩⲟⲩⲛ ⲙⲡⲥⲩⲛϩⲉⲇⲣⲓⲟⲛ ⲁⲩⲱ ⲡⲉϫⲁⲩ ϫⲉ ⲟⲩ ⲡⲉⲧⲛⲛⲁⲁⲁϥ ϫⲉ ⲡⲉⲓⲣⲱⲙⲉ ⲣ ϩⲁϩ ⲙⲙⲁⲓⲛ
48 ૪૮ જો આપણે તેમને એમ જ રહેવા દઈશું, તો સર્વ તેના પર વિશ્વાસ કરશે અને રોમનો આવીને આપણું રહેઠાણ તથા આપણો દેશ લઈ લેશે.
ⲙ̅ⲏ̅ⲉⲛϣⲁⲕⲁⲁϥ ⲛⲧⲉⲓϩⲉ ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲛⲁⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟϥ ⲁⲩⲱ ⲛⲥⲉⲉⲓ ⲛϭⲓ ⲛⲉϩⲣⲱⲙⲁⲓⲟⲥ ⲛⲥⲉϥⲓ ⲛⲧⲟⲟⲧⲛ ⲙⲡⲉⲛⲙⲁ ⲁⲩⲱ ⲡⲉⲛϩⲉⲑⲛⲟⲥ
49 ૪૯ પણ કાયાફા નામે તેઓમાંનો એક જે તે વર્ષે પ્રમુખ યાજક હતો, તેણે તેઓને કહ્યું કે, ‘તમે કંઈ જાણતા નથી,
ⲙ̅ⲑ̅ⲟⲩⲁ ⲇⲉ ⲉⲃⲟⲗ ⲛϩⲏⲧⲟⲩ ϫⲉ ⲕⲁⲓⲫⲁⲥ ⲉⲡⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲡⲉ ⲛⲧⲉⲣⲟⲙⲡⲉ ⲉⲧⲙⲙⲁⲩ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲛⲧⲱⲧⲛ ⲛⲧⲉⲧⲛⲥⲟⲟⲩⲛ ⲁⲛ ⲛⲗⲁⲁⲩ
50 ૫૦ વિચારતા નથી કે લોકોને માટે એક માણસ બલિદાન આપે અને તેથી સર્વ પ્રજાનો નાશ થાય નહિ, એ તમારે માટે હિતકારક છે.’”
ⲛ̅ⲟⲩⲇⲉ ⲛⲧⲉⲧⲛⲗⲟⲅⲓⲍⲉ ⲁⲛ ϫⲉ ⲥⲣⲛⲟϥⲣⲉ ⲛⲁⲛ ϫⲉⲕⲁⲥ ⲉⲣⲉⲟⲩⲣⲱⲙⲉ ⲛⲟⲩⲱⲧ ⲙⲟⲩ ϩⲁ ⲡⲗⲁⲟⲥ ⲁⲩⲱ ⲛⲧⲉⲧⲙⲡϩⲉⲑⲛⲟⲥ ⲧⲏⲣϥ ϩⲉ ⲉⲃⲟⲗ
51 ૫૧ તેણે તો એ પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે, લોકોને માટે ઈસુ મૃત્યુ પામશે.
ⲛ̅ⲁ̅ⲛⲧⲁϥϫⲉ ⲡⲁⲓ ⲇⲉ ⲁⲛ ϩⲁⲣⲟϥ ⲙⲙⲁⲩⲁⲁϥ ⲁⲗⲗⲁ ⲉⲡⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲡⲉ ⲛⲧⲉⲣⲟⲙⲡⲉ ⲉⲧⲙⲙⲁⲩ ⲁϥⲡⲣⲟⲫⲏⲧⲉⲩⲉ ϫⲉ ⲛⲉⲣⲉⲓⲥ ⲛⲁⲙⲟⲩ ϩⲁ ⲡϩⲉⲑⲛⲟⲥ
52 ૫૨ અને એકલા યહૂદી લોકોના માટે નહિ, પણ એ માટે કે ઈશ્વરનાં વિખૂટાં પડેલાં બાળકોને પણ તે એકઠાં કરીને તેઓને એક કરે.
ⲛ̅ⲃ̅ⲁⲩⲱ ϩⲁ ⲡϩⲉⲑⲛⲟⲥ ⲁⲛ ⲙⲙⲁⲧⲉ ⲁⲗⲗⲁ ϫⲉⲕⲁⲥ ⲟⲛ ⲛϣⲏⲣⲉ ⲛⲧⲉ ⲡⲛⲟⲩⲧⲉ ⲉⲧϫⲟⲟⲣⲉ ⲉⲃⲟⲗ ⲉϥⲉⲥⲟⲟⲩϩⲟⲩ ⲉⲩⲙⲁ ⲛⲟⲩⲱⲧ
53 ૫૩ તેથી તે દિવસથી માંડીને તેમને મારી નાખવાની તેઓ યોજના કરવા લાગ્યા.
ⲛ̅ⲅ̅ϫⲓⲛ ⲡⲉϩⲟⲟⲩ ϭⲉ ⲉⲧⲙⲙⲁⲩ ⲁⲩϫⲓϣⲟϫⲛⲉ ϫⲉⲕⲁⲥ ⲉⲩⲉⲙⲟⲩⲟⲩⲧ ⲙⲙⲟϥ
54 ૫૪ તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઈસુ જાહેર રીતે ફર્યા નહિ, પણ ત્યાંથી અરણ્ય પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયા અને પોતાના શિષ્યો સહિત ત્યાં રહ્યાં.
ⲛ̅ⲇ̅ⲓⲥ ⲇⲉ ⲛⲉϥⲙⲟⲟϣⲉ ϭⲉ ⲁⲛ ⲡⲉ ⲡⲁⲣⲣⲏⲥⲓⲁ ϩⲛ ⲓⲟⲩⲇⲁⲓ ⲁⲗⲗⲁ ⲁϥⲃⲱⲕ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲙⲁ ⲉⲧⲙⲙⲁⲩ ⲉⲧⲉⲭⲱⲣⲁ ⲉⲧϩⲏⲛ ⲉⲧⲉⲣⲏⲙⲟⲥ ⲉⲩⲡⲟⲗⲓⲥ ⲉⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟⲥ ϫⲉ ⲉⲫⲣⲁⲓⲙ ⲁϥϣⲱⲡⲉ ⲙⲙⲁⲩ ⲙⲛ ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ
55 ૫૫ હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, પાસ્ખા અગાઉ ઘણાં લોકો પોતાને શુદ્ધ કરવાને બીજા ગામથી યરુશાલેમમાં ગયા હતા.
ⲛ̅ⲉ̅ⲛⲉϥϩⲏⲛ ⲇⲉ ⲉϩⲟⲩⲛ ⲡⲉ ⲛϭⲓ ⲡⲡⲁⲥⲭⲁ ⲛⲓⲟⲩⲇⲁⲓ ⲁⲩⲱ ⲁⲩⲙⲏⲏϣⲉ ⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ ⲉⲑⲓⲉⲣⲟⲩⲥⲁⲗⲏⲙ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲉⲭⲱⲣⲁ ϩⲁ ⲑⲏ ⲙⲡⲡⲁⲥⲭⲁ ϫⲉⲕⲁⲥ ⲉⲩⲉⲧⲃⲃⲟⲟⲩ
56 ૫૬ માટે તેઓએ ઈસુની શોધ કરી અને ભક્તિસ્થાનમાં ઊભા રહેલાઓએ પરસ્પર કહ્યું કે, તમને શું લાગે છે? શું પર્વમાં તે આવવાના નથી?’”
ⲛ̅ⲋ̅ⲛⲉⲩϣⲓⲛⲉ ϭⲉ ⲡⲉ ⲛⲥⲁ ⲓⲥ ⲁⲩⲱ ⲛⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲛⲉⲩⲉⲣⲏⲩ ⲉⲩⲁϩⲉⲣⲁⲧⲟⲩ ϩⲙ ⲡⲉⲣⲡⲉ ϫⲉ ⲟⲩ ⲡⲉⲧⲥⲛⲇⲟϭⲓ ⲛⲏⲧⲛ ϫⲉ ⲛϥⲛⲏⲩ ⲁⲛ ⲉϩⲣⲁⲓ ⲉⲡϣⲁ
57 ૫૭ હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ એવી આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસને માલૂમ પડે કે તે ઈસુ ક્યાં છે તો તેણે ખબર આપવી, એ માટે કે તેઓ ફરોશીઓ તેમને પકડે.
ⲛ̅ⲍ̅ⲛⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲇⲉ ⲙⲛ ⲛⲉⲫⲁⲣⲓⲥⲁⲓⲟⲥ ⲛⲉⲁⲩϯ ⲛⲟⲩⲉⲛⲧⲟⲗⲏ ⲡⲉ ϫⲉⲕⲁⲥ ⲉⲣϣⲁ ⲟⲩⲁ ⲉⲓⲙⲉ ϫⲉ ⲉϥⲧⲱⲛ ⲉϥⲉⲧⲁⲙⲟⲟⲩ ϫⲉⲕⲁⲥ ⲉⲩⲉϭⲟⲡϥ