< પ્રેરિતોનાં કૃત્યો 1 >

1 પ્રિય થિયોફિલ, ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી જે આજ્ઞા આપી,
ⲁ̅ⲡϣⲟⲣⲡ ⲙⲉⲛ ⲛⲗⲟⲅⲟⲥ ⲁⲓⲧⲁⲙⲓⲟϥ ⲱ ⲑⲉⲟⲫⲓⲗⲉ ⲉⲧⲃⲉ ϩⲱⲃ ⲛⲓⲙ ⲛⲧⲁⲓⲥ ⲁⲣⲭⲉⲓ ⲛⲁⲁⲩ ⲁⲩⲱ ⲛϯ ⲥⲃⲱ ⲛϩⲏⲧⲟⲩ
2 અને તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, તે દિવસ સુધી તેઓ જે કાર્ય કરતા તથા શિક્ષણ આપતા રહ્યા, તે બધી બિના વિષે મેં પહેલું પુસ્તક લખ્યું છે;
ⲃ̅ϣⲁϩⲣⲁⲓ ⲉⲡⲉϩⲟⲟⲩ ⲛⲧⲁⲩⲁⲛⲁⲗⲁⲙⲃⲁⲛⲉ ⲙⲙⲟϥ ⲉⲁϥϩⲱⲛ ⲉⲧⲟⲟⲧⲟⲩ ⲛⲛⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ϩⲓⲧⲙ ⲡⲉⲡⲛⲁ ⲉⲧⲟⲩⲁⲁⲃ ⲉⲧⲁϣⲉⲟⲉⲓϣ ⲙⲡⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲟⲛ ⲛⲁⲓ ⲛⲧⲁϥⲥⲟⲧⲡⲟⲩ
3 ઈસુએ મરણ સહ્યાં પછી તેઓને ઘણી સાબિતીઓથી પોતાને સજીવન થયેલા બતાવ્યા, ચાળીસ દિવસ સુધી તે તેઓની સમક્ષ પ્રગટ થતાં અને ઈશ્વરના રાજ્ય વિશેની વાતો કહેતાં રહ્યા.
ⲅ̅ⲛⲁⲓ ⲟⲛ ⲛⲧⲁϥⲧⲁϩⲟϥ ⲉⲣⲁⲧϥ ⲛⲁⲩ ⲉϥⲟⲛϩ ⲙⲛⲛⲥⲁ ⲧⲣⲉϥⲙⲟⲩ ϩⲛ ϩⲁϩ ⲙⲙⲁⲉⲓⲛⲛϩⲙⲉ ⲛϩⲟⲟⲩ ⲉϥⲟⲩⲱⲛϩ ⲛⲁⲩ ⲉⲃⲟⲗ ⲁⲩⲱ ⲉϥϣⲁϫⲉ ⲉⲧⲃⲉ ⲧⲙⲛⲧⲉⲣⲟ ⲙⲡⲛⲟⲩⲧⲉ
4 તેઓની સાથે મળીને ઈસુએ તેઓને આજ્ઞા આપી કે, તમે યરુશાલેમથી જતા ના, પણ ઈશ્વરપિતાનું જે આશાવચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતાં રહેજો;
ⲇ̅ⲁⲩⲱ ⲉϥⲟⲩⲱⲙ ⲛⲙⲙⲁⲩ ⲛⲉϥⲡⲁⲣⲁⲅⲅⲓⲗⲉ ⲛⲁⲩ ⲉⲧⲙⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲛ ⲑⲓⲗⲏⲙ ⲁⲗⲗⲁ ⲉϭⲱ ⲉⲡⲉⲣⲏⲧ ⲙⲡⲉⲓⲱⲧ ⲡⲁⲓ ⲛⲧⲁⲧⲉⲧⲛⲥⲟⲧⲙⲉϥ ⲛⲧⲟⲟⲧ
5 કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું હતું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.
ⲉ̅ⲡⲉϫⲁϥ ϫⲉ ⲓⲱϩⲁⲛⲛⲏⲥ ⲙⲉⲛ ⲁϥⲃⲁⲡⲧⲓⲍⲉ ϩⲛ ⲟⲩⲙⲟⲟⲩ ⲛⲧⲱⲧⲛ ⲇⲉ ⲥⲉⲛⲁⲃⲁⲡⲧⲓⲍⲉ ⲙⲙⲱⲧⲛ ϩⲛ ⲟⲩⲡⲛⲁ ⲉϥⲟⲩⲁⲁⲃ ⲙⲛⲛⲥⲁ ϩⲁϩ ⲁⲛ ⲛϩⲟⲟⲩ ⲁⲗⲗⲁ ϣⲁ ⲧⲡⲉⲛⲧⲏⲕⲟⲥⲧⲏ
6 હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ ઈસુને પૂછ્યું કે, પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયલના રાજ્યને પુનઃસ્થાપિત કરશો?
ⲋ̅ⲛⲧⲟⲟⲩ ϭⲉ ⲁⲩⲥⲱⲟⲩϩ ⲁⲩϫⲛⲟⲩϥ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲉⲛ ϩⲣⲁⲓ ϩⲙ ⲡⲉⲓⲟⲩⲟⲉⲓϣ ⲕⲛⲁϯ ⲛⲧⲙⲛⲧⲉⲣⲟ ⲙⲡⲓⲏⲗ
7 ઈસુએ તેઓને જણાવ્યું કે, જે યુગો તથા સમયો પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે, તે જાણવાનું કામ તમારું નથી.
ⲍ̅ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲙⲡⲱⲧⲛ ⲁⲛ ⲡⲉ ⲥⲟⲩⲛ ⲛⲉⲩⲟⲓϣ ⲙⲛ ⲛⲉⲭⲣⲟⲛⲟⲥ ⲛⲁⲓ ⲛⲧⲁⲡⲉⲓⲱⲧ ⲕⲁⲁⲩ ϩⲛ ⲧⲉϥⲉⲝⲟⲩⲥⲓⲁ ⲙⲁⲩⲁⲁϥ
8 પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, સમગ્ર યહૂદિયામાં, સમરુનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.
ⲏ̅ⲁⲗⲗⲁ ⲧⲉⲧⲛⲁϫⲓ ⲛⲟⲩϭⲟⲙ ⲉⲣϣⲁⲛⲡⲉⲡⲛⲁ ⲉⲧⲟⲩⲁⲁⲃ ⲉⲓ ⲉϩⲣⲁⲓ ⲉϫⲱⲧⲛ ⲛⲧⲉⲧⲛϣⲱⲡⲉ ⲛⲁⲓ ⲙⲙⲛⲧⲣⲉ ϩⲛ ⲑⲓⲗⲏⲙ ⲙⲛ ϯⲟⲩⲇⲁⲓⲁ ⲧⲏⲣⲥ ⲙⲛ ⲧⲥⲁⲙⲁⲣⲓⲁ ⲁⲩⲱ ϣⲁ ⲁⲣⲏϫϥ ⲙⲡⲕⲁϩ
9 એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતા તેમને ઉપર લઈ લેવાયા; અને વાદળોએ તેઓની દૃષ્ટિથી તેમને ઢાંકી દીધાં.
ⲑ̅ⲛⲁⲓ ⲇⲉ ⲛⲧⲉⲣⲉϥϫⲟⲟⲩ ⲁⲩⲕⲗⲟⲟⲗⲉ ϫⲓⲧϥ ⲁⲩⲱ ⲁⲩϥⲓ ⲙⲙⲟϥ ⲉϩⲣⲁⲓ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲟⲟⲧⲟⲩ
10 ૧૦ તે જતા હતા ત્યારે તેઓ સ્વર્ગ તરફ અનિમેષ નયને જોઈ રહ્યા હતા, એવામાં ચળકતાં વસ્ત્ર પહેરેલા બે દૂત તેઓની પાસે ઊભા રહ્યા.
ⲓ̅ⲉⲩⲉⲓⲟⲣⲙ ⲇⲉ ⲛⲥⲱϥ ⲉϥⲃⲏⲕ ⲉϩⲣⲁⲓ ⲉⲧⲡⲉ ⲉⲓⲥ ⲣⲱⲙⲉ ⲥⲛⲁⲩ ⲛⲉⲩⲁϩⲉⲣⲁⲧⲟⲩ ϩⲓϫⲱⲟⲩ ϩⲛ ϩⲉⲛϩⲃⲥⲱ ⲉⲩⲟⲩⲟⲃϣ
11 ૧૧ તેઓએ કહ્યું કે, ગાલીલના માણસો, તમે સ્વર્ગ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા છે, તેઓને જેમ તમે સ્વર્ગમાં જતા જોયા તે જ રીતે તેઓ પાછા આવશે.
ⲓ̅ⲁ̅ⲁⲩⲱ ⲡⲉϫⲁⲩ ⲛⲁⲩ ϫⲉ ⲛⲣⲱⲙⲉ ⲛⲅⲁⲗⲓⲗⲁⲓⲟⲥ ⲁϩⲣⲱⲧⲛ ⲧⲉⲧⲛⲁϩⲉⲣⲁⲧ ⲧⲏⲩⲧⲛ ⲉⲧⲉⲧⲛϭⲱϣⲧ ⲉϩⲣⲁⲓ ⲉⲧⲡⲉ ⲡⲁⲓ ⲡⲉ ⲓⲥ ⲛⲧⲁⲩϥⲓⲧϥ ⲛⲧⲉ ⲧⲏⲩⲧⲛ ⲉϩⲣⲁⲓ ⲉⲧⲡⲉ ⲧⲁⲓ ⲧⲉ ⲑⲉ ⲉⲧϥⲛⲏⲩ ⲙⲙⲟⲥ ⲛⲑⲉ ⲛⲧⲁⲧⲉⲧⲛⲛⲁⲩ ⲉⲣⲟϥ ⲉϥⲛⲁⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ ⲉⲧⲡⲉ
12 ૧૨ ત્યારે જૈતૂન નામનો પહાડ જે યરુશાલેમની પાસે, વિશ્રામવારની મુસાફરી જેટલે દૂર છે, ત્યાંથી તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.
ⲓ̅ⲃ̅ⲧⲟⲧⲉ ⲁⲩⲕⲟⲧⲟⲩ ⲉⲑⲓⲗⲏⲙ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲧⲟⲟⲩ ⲉϣⲁⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲡⲧⲟⲟⲩ ⲛⲛϫⲟⲉⲓⲧ ⲉϥⲟⲩⲏⲩ ⲉⲃⲟⲗ ϩⲛ ⲑⲓⲗⲏⲙ ⲛⲟⲩϩⲓⲏ ⲛⲥⲁϣϥ ⲛϩⲟⲟⲩⲧⲛ
13 ૧૩ તેઓ ત્યાં આવ્યા ત્યારે જે ઉપરના માળ પર તેઓ રહેતા હતા ત્યાં ગયા. એટલે પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝેલોતસ, તથા યાકૂબનો ભાઈ યહૂદા મેડી પર ગયા.
ⲓ̅ⲅ̅ⲁⲩⲱ ⲛⲧⲉⲣⲟⲩⲉⲓ ⲉϩⲟⲩⲛ ⲁⲩⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ ⲉⲡⲙⲁ ⲛⲧⲡⲉ ⲉⲛⲉⲩⲟⲩⲏϩ ⲛϩⲏⲧϥⲛϭⲓ ⲡⲉⲧⲣⲟⲥ ⲙⲛ ⲓⲱϩⲁⲛⲛⲏⲥ ⲙⲛ ⲓⲁⲕⲱⲃⲟⲥ ⲁⲩⲱ ⲁⲛⲇⲣⲉⲁⲥ ⲫⲓⲗⲓⲡⲡⲟⲥ ⲙⲛ ⲑⲱⲙⲁⲥ ⲃⲁⲣⲑⲟⲗⲟⲙⲁⲓⲟⲥ ⲙⲛ ⲙⲁⲑⲑⲁⲓⲟⲥ ⲓⲁⲕⲕⲱⲃⲟⲥ ⲡϣⲏⲣⲉ ⲛⲁⲗⲫⲁⲓⲟⲥ ⲁⲩⲱ ⲥⲓⲙⲱⲛ ⲡⲍⲏⲗⲱⲧⲏⲥ ⲙⲛ ⲓⲟⲩⲇⲁⲥ ⲡϣⲏⲣⲉ ⲛⲓⲁⲕⲕⲱⲃⲟⲥ
14 ૧૪ તેઓ સર્વ સ્ત્રીઓ સહિત, ઈસુની મા મરિયમ તથા તેમના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતાં હતાં.
ⲓ̅ⲇ̅ⲛⲁⲓ ⲧⲏⲣⲟⲩ ⲛⲉⲩⲡⲣⲟⲥⲕⲁⲣⲧⲉⲣⲓ ⲉⲡⲉϣⲗⲏⲗ ⲙⲛ ϩⲉⲛⲥϩⲓⲙⲉ ⲙⲛ ⲙⲁⲣⲓⲁ ⲧⲙⲁⲁⲩ ⲛⲓⲥ ⲁⲩⲱ ⲛⲉϥⲥⲛⲏⲩ
15 ૧૫ તે દિવસોમાં પિતરે, આશરે એકસો વીસ વિશ્વાસી લોકોની વચ્ચે ઊભા થઈને કહ્યું કે,
ⲓ̅ⲉ̅ϩⲣⲁⲓ ⲇⲉ ϩⲛ ⲛⲉⲓϩⲟⲟⲩ ⲁϥⲧⲱⲟⲩⲛ ⲛϭⲓ ⲡⲉⲧⲣⲟⲥ ⲛⲧⲙⲏⲧⲉ ⲛⲛⲉⲥⲛⲏⲩ ⲉⲩⲛ ⲟⲩⲙⲏⲏϣⲉ ⲙⲙⲁⲩ ⲉⲩⲛⲁⲣⲁϣⲉ ϫⲟⲩⲱⲧ ⲛⲣⲁⲛ ⲁⲩⲱ ⲡⲉϫⲁϥ ϫⲉ
16 ૧૬ ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યા તેઓને દોરનાર યહૂદા વિષે દાઉદના મુખદ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્ત્રવચન પૂર્ણ થવાની આવશ્યકતા હતી.
ⲓ̅ⲋ̅ⲛⲣⲱⲙⲉ ⲛⲉⲥⲛⲏⲩ ⲛⲉϩⲁⲡⲥ ⲉⲧⲣⲉⲧⲉⲓⲅⲣⲁⲫⲏ ϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲧⲁⲓ ⲛⲧⲁϥϫⲟⲟⲥ ϫⲓⲛ ⲛϣⲟⲣⲡ ⲛϭⲓ ⲡⲉⲡⲛⲁ ⲉⲧⲟⲩⲁⲁⲃ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲧⲧⲁⲡⲣⲟ ⲛⲇⲁⲩⲓⲇ ⲉⲧⲃⲉ ⲓⲟⲩⲇⲁⲥ ⲡⲉⲛⲧⲁϥϣⲱⲡⲉ ⲛⲣⲉϥϫⲓ ⲙⲟⲉⲓⲧ ⲛⲛⲉⲛⲧⲁⲩϭⲱⲡⲉ ⲛⲓⲥ
17 ૧૭ કેમ કે તે આપણામાંનો એક ગણાયો હતો, અને આ સેવાકાર્યમાં તેને ભાગ મળ્યો હતો.
ⲓ̅ⲍ̅ϫⲉ ⲛⲉⲁⲩⲟⲡϥ ⲡⲉ ϩⲣⲁⲓ ⲛϩⲏⲧⲛ ⲁⲩⲱ ⲁϥϫⲓ ⲙⲡⲉⲕⲗⲏⲣⲟⲥ ⲛⲧⲉⲓⲇⲓⲁⲕⲟⲛⲓⲁ
18 ૧૮ હવે એ માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યથી એક ખેતર વેચાતું લીધું. અને પછી પ્રથમ તે ઊંધા મોઢે પટકાયો, વચમાંથી ફાટી ગયો અને તેનાં બધાં આંતરડાં નીકળી પડ્યાં.
ⲓ̅ⲏ̅ⲡⲁⲓ ϭⲉ ⲁϥϣⲱⲡ ⲛⲁϥ ⲛⲟⲩϭⲱⲙ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲃⲉⲕⲉ ⲙⲡⲉϥϫⲓ ⲛϭⲟⲛⲥ ⲁⲩⲱ ⲁϥϩⲉ ⲉϫⲙ ⲡⲉϥϩⲟ ⲁϥⲡⲱϣ ⲉⲧⲉϥⲙⲏⲧⲉ ⲁⲛⲉⲧⲡⲉϥϩⲟⲩⲛ ⲧⲏⲣⲟⲩ ⲡⲱⲛ ⲉⲃⲟⲗ
19 ૧૯ યરુશાલેમના બધા રહેવાસીઓએ તે જાણ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં હકેલ્દમા, એટલે લોહીનું ખેતર, એવું પાડવામાં આવ્યું.
ⲓ̅ⲑ̅ⲁⲩⲱ ⲁⲡⲉⲓϩⲱⲃ ϭⲱⲗⲡ ⲉⲃⲟⲗ ⲛⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲟⲩⲏϩ ϩⲛ ⲑⲓⲗⲏⲙ ϩⲱⲥⲧⲉ ⲛⲥⲉⲙⲟⲩⲧⲉ ⲉⲡϭⲱⲙ ⲉⲧⲙⲙⲁⲩ ϩⲛ ⲧⲉⲩⲁⲥⲡⲉ ϫⲉ ⲁⲕⲉⲗⲇⲁⲙⲁⲭ ⲉⲧⲉ ⲡⲁⲓ ⲡⲉ ⲡϭⲱⲙ ⲙⲡⲉⲥⲛⲟϥ
20 ૨૦ કેમ કે ગીતશાસ્ત્રમાં લખેલું છે કે, “તેની રહેવાની જગ્યા ઉજ્જડ થાઓ; અને તેમાં કોઈ ન વસે,” અને, “તેનું અધ્યક્ષપદ બીજો લે.”
ⲕ̅ϥⲥⲏϩ ⲅⲁⲣ ϩⲙ ⲡϫⲱⲱⲙⲉ ⲛⲛⲉⲯⲁⲗⲙⲟⲥ ϫⲉ ⲙⲁⲣⲉⲧⲉϥⲣⲥⲱ ϣⲱⲡⲉ ⲛϫⲁⲓⲉ ⲁⲩⲱ ⲙⲡⲣⲧⲣⲉϥϣⲱⲡⲉ ⲛϭⲓ ⲡⲉⲧⲟⲩⲏϩ ϩⲛ ⲛⲉϥⲙⲁ ⲛϣⲱⲡⲉ ⲁⲩⲱ ⲧⲉϥⲙⲛⲧⲉⲡⲓⲥⲕⲟⲡⲟⲥ ⲙⲁⲣⲉⲕⲉⲟⲩⲁ ϫⲓⲧⲥ
21 ૨૧ માટે યોહાનના બાપ્તિસ્માથી માંડીને પ્રભુ ઈસુને આપણી પાસેથી ઉપર લઈ લેવામાં આવ્યા તે દિવસ સુધી ઈસુએ આપણામાં આવ જા કરી.
ⲕ̅ⲁ̅ϣϣⲉ ϭⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲣⲱⲙⲉ ⲉⲧⲙⲟⲟϣⲉ ⲛⲙⲙⲁⲛ ϩⲙ ⲡⲉⲓⲟⲩⲟⲉⲓϣ ⲧⲏⲣϥ ⲛⲧⲁϥⲉⲓ ⲉϩⲟⲩⲛ ⲁⲩⲱ ⲁϥⲃⲱⲕ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲟⲟⲧⲛ ⲛϭⲓ ⲡϫⲟⲉⲓⲥ ⲓⲥ
22 ૨૨ તે સઘળા સમયોમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જણે આપણી સાથે ઈસુના મરણોત્થાનના સાક્ષી થવું જોઈએ.
ⲕ̅ⲃ̅ⲉⲁϥⲁⲣⲭⲉⲓ ϫⲓⲛ ⲡⲃⲁⲡⲧⲓⲥⲙⲁ ⲛⲓⲱϩⲁⲛⲛⲏⲥ ϣⲁϩⲣⲁⲓ ⲉⲡⲉϩⲟⲟⲩ ⲛⲧⲁⲩϥⲓⲧϥ ⲉϩⲣⲁⲓ ⲛⲧⲟⲟⲧⲛ ⲉⲧⲣⲉⲟⲩⲁ ⲛⲛⲁⲓ ϣⲱⲡⲉ ⲛⲙⲙⲁⲛ ⲙⲙⲛⲧⲣⲉ ⲛⲧⲉϥⲁⲛⲁⲥⲧⲁⲥⲓⲥ
23 ૨૩ ત્યારે યૂસફ જે બર્સબા કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી તેને તથા માથ્થિયાસને તેઓએ રજૂ કર્યા.
ⲕ̅ⲅ̅ⲁⲩⲱ ⲁⲩⲧⲁϩⲉ ⲥⲛⲁⲩ ⲉⲣⲁⲧⲟⲩ ⲓⲱⲥⲏⲥ ⲡⲉⲧⲉϣⲁⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲃⲁⲣⲥⲁⲃⲁⲥ ⲡⲁⲓ ⲛⲧⲁⲩϯⲣⲓⲛϥ ⲉⲓⲟⲩⲥⲧⲟⲥ ⲁⲩⲱ ⲙⲁⲑⲓⲁⲥ
24 ૨૪ તેઓએ પ્રાર્થના કરી કે, હે અંતર્યામી પ્રભુ,
ⲕ̅ⲇ̅ⲁⲩϣⲗⲏⲗ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲛⲧⲟⲕ ⲉⲧⲥⲟⲟⲩⲛ ⲙⲫⲏⲧ ⲛⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲟⲩⲱⲛϩ ⲉⲃⲟⲗ ⲛⲟⲩⲁ ⲙⲡⲉⲓⲥⲛⲁⲩ ⲡⲉⲛⲧⲁⲕⲥⲟⲧⲡϥ
25 ૨૫ જે સેવાકાર્ય તથા પ્રેરિતપદમાંથી પતિત થઈને યહૂદા પોતાને ઠેકાણે ગયો, તેની જગ્યા પૂરવાને આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે અમને બતાવો.
ⲕ̅ⲉ̅ⲉϫⲓ ⲙⲡⲙⲁ ⲛⲧⲉⲓⲇⲓⲁⲕⲟⲛⲓⲁ ⲁⲩⲱ ⲧⲙⲛⲧⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ⲛⲧⲁϥⲡⲁⲣⲁⲃⲁ ⲛϩⲏⲧⲥ ⲛϭⲓ ⲓⲟⲩⲇⲁⲥ ⲉⲧⲣⲉϥⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ ⲉⲡⲉϥⲙⲁ ⲙⲙⲓⲛ ⲙⲙⲟϥ
26 ૨૬ પછી તેઓએ તેઓને સારુ ચિઠ્ઠીઓ નાખી. તેમાં માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો.
ⲕ̅ⲋ̅ⲁⲩⲱ ⲁⲩϯ ⲛⲁⲩ ⲛϩⲉⲛⲕⲗⲏⲣⲟⲥ ⲁⲡⲉⲕⲗⲏⲣⲟⲥ ⲉⲓ ⲉϩⲣⲁⲓ ⲉϫⲙ ⲙⲁⲑⲓⲁⲥ ⲁⲩⲟⲡϥ ⲙⲛ ⲡⲙⲛⲧⲟⲩⲉ ⲛⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ

< પ્રેરિતોનાં કૃત્યો 1 >