< અયૂબ 16 >
1 ૧ ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,
Då svara Job og sagde:
2 ૨ “મેં એવી ઘણી વાતો સાંભળી છે; તમે સર્વ કંટાળો ઊપજે એવું આશ્વાસન આપનારા છો.
«Eg hev høyrt nok av dette slag; d’er brysam trøyst de alle gjev.
3 ૩ શું તમારા નકામા શબ્દોનો અંત નથી? તમારી સાથે શું ખોટું થયું છે કે તમે આ પ્રમાણે દલીલો કરો છો.
Vert det’kje slutt på tome ord? Kva er det som til svar deg driv?
4 ૪ તમારી જેમ હું પણ બોલી શકું છું; જો તમારો આત્મા મારા આત્માની જગ્યાએ હોત, તો હું તમારી સામે ડાહી વાતો કરત, અને મેં તમારી સામે માથું હલાવ્યું હોત.
Eg skulde tala liksom de, i fall de var i staden min; eg sette ord i hop mot dykk, eg riste hovudet mot dykk;
5 ૫ અરે, મારા મુખથી હું તમને હિંમત આપી શક્યો હોત! મારા હોઠનો દિલાસો તમને આશ્વાસન આપત!
eg skulde trøysta dykk med munnen og lindra dykk med lippemedynk.
6 ૬ જો કે હું બોલું તો પણ મારું દુ: ખ દૂર થવાનું નથી; અને જો હું ચૂપ રહું તો મને કેવી રીતે આરામ મળે?
Men tale lindrar ei min verk, og ikkje kverv han um eg tegjer.
7 ૭ પણ હવે, હે ઈશ્વર, તમે મારી શક્તિ લઈ લીધી છે; તમે મારા આખા કુટુંબનો નાશ કર્યો છે.
Men no hev han meg trøytta ut, du hev øydt ut min heile huslyd.
8 ૮ તમે મને કરમાવી નાખ્યો છે, તે જ મારી વિરુદ્ધ સાક્ષી છે; અને મારા શરીરની દુર્બળતા મારી વિરુદ્ધ ઊઠીને સાક્ષી પૂરે છે.
Du klemde meg, til vitne vart det, mi liding reiste seg imot meg og vitna mot meg beint i syni.
9 ૯ ઈશ્વરે તેમના કોપથી મને ચીરી નાખ્યો છે અને મને સતાવ્યો છે; તેમણે મારી સામે તેમના દાંત પીસ્યા છે. મારા દુશ્મનોએ પોતાની આંખો મારી સામે કરડી કરી છે.
Hans vreide reiv og elte meg; han gnistra tennerne imot meg; fiendar kveste augo på meg
10 ૧૦ લોકોએ મારી વિરુદ્ધ પોતાનું મુખ પહોળું કર્યું છે. તેઓ મારા મોં પર તમાચો મારે છે; તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે.
og opna munnen sin imot meg og slo mi kinn med skjemdarslag og stima saman imot meg.
11 ૧૧ ઈશ્વર મને અધર્મીઓને સોંપી દે છે; અને મને દુર્જનોના હાથમાં ફેંકી દે છે.
Til farkar Gud meg yverlet og kastar meg i brotsmenns vald.
12 ૧૨ હું સુખચેનમાં હતો, ત્યારે તેમણે મને કચડી નાખ્યો; હા, તેમણે મને ગરદનથી પકડ્યો અને મારા ટુકડેટટુકડા કરી નાખ્યા. તેમણે મારા પર નિશાન તાકી રાખ્યું છે.
Midt i min fred han skræmde meg, treiv meg i nakken, krasa meg, til skiva sette han meg upp.
13 ૧૩ તેમના ધનુર્ધારીઓએ મને ચારેબાજુથી ઘેરી લીધો છે; તે મારું હૃદય ફાડી નાખે છે અને તે દયા રાખતા નથી; તે મારું પિત્ત જમીન પર ઢોળે છે.
Hans pilar svirrar kringum meg; bønlaust han kløyver mine nyro, mitt gall han tømer ut på jordi.
14 ૧૪ તે વારંવાર મને કચડી નાખે છે; તે યોદ્ધાની જેમ મારા પર તૂટી પડે છે.
Han bryt meg sund med brot på brot og stormar mot meg som ei kjempa.
15 ૧૫ મેં શોકના વસ્ત્રો પહેર્યા છે, અને મારું શિંગ ધૂળમાં રગદોળ્યું છે.
Sekk hev eg sytt um hudi mi og stukke hornet mitt i moldi.
16 ૧૬ રુદન કરીને મારું મોં લાલ થઈ ગયું છે. મારાં પોપચાં પર મોતની છાયા છવાયેલી છે.
Raudt er mitt andlit utav gråt, og myrkret tyngjer augneloki,
17 ૧૭ જો કે મારા હાથથી કંઈ અન્યાય થયો નથી, અને મારી પ્રાર્થના શુદ્ધ છે.
endå mi hand er rein for vald, og bøni mi er fri for svik.
18 ૧૮ હે પૃથ્વી, મારા લોહીને તું ઢાંકી દઈશ નહિ. મારા અવાજને તું દાટી દઈશ નહિ.
Løyn ikkje blodet mitt, du jord! Legg ikkje klaga mi til kvile!
19 ૧૯ જુઓ, હમણાં જ, મારો સાક્ષી આકાશમાં છે મારો શાહેદ ઉચ્ચસ્થાને છે.
Alt no mitt vitne er i himmeln, min målsmann i det høge bur.
20 ૨૦ મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે, પણ મારી આંખ ઈશ્વર આગળ આંસુ રેડે છે.
Når mine vener spottar meg; til Gud eg tårut auga vender.
21 ૨૧ એ સારુ કે ઈશ્વર માણસનાં વાજબી હકને, તથા પોતાના પડોશી સાથે મનુષ્યના હકને જાળવી રાખે!
Han døme millom Gud og mann og millom mannen og hans ven.
22 ૨૨ કેમ કે થોડાં વર્ષો પૂરાં થશે, ત્યારે જ્યાંથી હું પાછો આવી શકું નહિ તે માર્ગે હું જઈશ.
Og ikkje mange år det vert fyrr eg gjeng burt og kjem’kje att.