< હિબ્રૂઓને પત્ર 11 >
1 ૧ હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે.
វិឝ្វាស អាឝំសិតានាំ និឝ្ចយះ, អទ្ឫឝ្យានាំ វិឞយាណាំ ទឝ៌នំ ភវតិ។
2 ૨ કેમ કે વિશ્વાસથી પ્રાચીન સમયના આપણા પૂર્વજ ઈશ્વરભક્તો વિષે સાક્ષી આપવામાં આવી.
តេន វិឝ្វាសេន ប្រាញ្ចោ លោកាះ ប្រាមាណ្យំ ប្រាប្តវន្តះ។
3 ૩ વિશ્વાસથી આપણે જાણીએ છીએ કે, ‘ઈશ્વરના શબ્દથી સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે અને જે દ્રશ્ય છે, તે દ્રશ્ય વસ્તુઓથી ઉત્પન્ન થયાં નથી. (aiōn )
អបរម៑ ឦឝ្វរស្យ វាក្យេន ជគន្ត្យស្ឫជ្យន្ត, ទ្ឫឞ្ដវស្តូនិ ច ប្រត្យក្ឞវស្តុភ្យោ នោទបទ្យន្តៃតទ៑ វយំ វិឝ្វាសេន ពុធ្យាមហេ។ (aiōn )
4 ૪ વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારુ બલિદાન ઈશ્વરને ચઢાવ્યું, તેથી તે ન્યાયી છે, એમ તેના સંબંધી સાક્ષી આપવામાં આવી, કેમ કે ઈશ્વરે તેનાં અર્પણો સંબંધી સાક્ષી આપી; અને તેથી તે મૃત્યુ પામેલો હોવા છતાં પણ હજી બોલે છે.
វិឝ្វាសេន ហាពិល៑ ឦឝ្វរមុទ្ទិឝ្យ កាពិលះ ឝ្រេឞ្ឋំ ពលិទានំ ក្ឫតវាន៑ តស្មាច្ចេឝ្វរេណ តស្យ ទានាន្យធិ ប្រមាណេ ទត្តេ ស ធាម៌្មិក ឥត្យស្យ ប្រមាណំ លព្ធវាន៑ តេន វិឝ្វាសេន ច ស ម្ឫតះ សន៑ អទ្យាបិ ភាឞតេ។
5 ૫ વિશ્વાસથી હનોખને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મૃત્યુનો અનુભવ કરે નહિ અને તે અદ્રશ્ય થયો, કેમ કે ઈશ્વર તેને ઉપર લઈ ગયા હતા, તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે પહેલાં તેના સંબંધી એ સાક્ષી થઈ કે ‘ઈશ્વર તેના પર પ્રસન્ન હતા.’”
វិឝ្វាសេន ហនោក៑ យថា ម្ឫត្យុំ ន បឝ្យេត៑ តថា លោកាន្តរំ នីតះ, តស្យោទ្ទេឝឝ្ច កេនាបិ ន ប្រាបិ យត ឦឝ្វរស្តំ លោកាន្តរំ នីតវាន៑, តត្ប្រមាណមិទំ តស្យ លោកាន្តរីករណាត៑ បូវ៌្វំ ស ឦឝ្វរាយ រោចិតវាន៑ ឥតិ ប្រមាណំ ប្រាប្តវាន៑។
6 ૬ પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ શક્ય નથી, કેમ કે ઈશ્વરની પાસે જે આવે છે, તેણે એવો વિશ્વાસ કરવો જોઈએ કે તેઓ છે અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ પણ આપનાર છે.
កិន្តុ វិឝ្វាសំ វិនា កោៜបីឝ្វរាយ រោចិតុំ ន ឝក្នោតិ យត ឦឝ្វរោៜស្តិ ស្វាន្វេឞិលោកេភ្យះ បុរស្ការំ ទទាតិ ចេតិកថាយាម៑ ឦឝ្វរឝរណាគតៃ រ្វិឝ្វសិតវ្យំ។
7 ૭ નૂહે જે બાબત હજી સુધી જોઈ ન હતી, તે વિષે ચેતવણી પ્રાપ્ત કરીને તથા ઈશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના કુટુંબનાં ઉદ્ધારને માટે વહાણ તૈયાર કર્યું, તેથી તેણે માનવજગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે તેનો તે વારસ થયો.
អបរំ តទានីំ យាន្យទ្ឫឝ្យាន្យាសន៑ តានីឝ្វរេណាទិឞ្ដះ សន៑ នោហោ វិឝ្វាសេន ភីត្វា ស្វបរិជនានាំ រក្ឞាត៌្ហំ បោតំ និម៌្មិតវាន៑ តេន ច ជគជ្ជនានាំ ទោឞាន៑ ទឝ៌ិតវាន៑ វិឝ្វាសាត៑ លភ្យស្យ បុណ្យស្យាធិការី ពភូវ ច។
8 ૮ ઇબ્રાહિમ જે જગ્યા વારસામાં પામવાનો હતો, તેમાં જવાને તેડું પામીને આજ્ઞાધીન થયો, એટલે પોતે ક્યાં જાય છે, એ ન જાણ્યાં છતાં વિશ્વાસથી તે રવાના થયો.
វិឝ្វាសេនេព្រាហីម៑ អាហូតះ សន៑ អាជ្ញាំ គ្ឫហីត្វា យស្យ ស្ថានស្យាធិការស្តេន ប្រាប្តវ្យស្តត៑ ស្ថានំ ប្រស្ថិតវាន៑ កិន្តុ ប្រស្ថានសមយេ ក្ក យាមីតិ នាជានាត៑។
9 ૯ વિશ્વાસથી ઇબ્રાહિમે જાણે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તેની સાથે તે જ વચનના સહવારસો ઇસહાક તથા યાકૂબ તેની જેમ તંબુઓમાં રહેતા.
វិឝ្វាសេន ស ប្រតិជ្ញាតេ ទេឝេ បរទេឝវត៑ ប្រវសន៑ តស្យាះ ប្រតិជ្ញាយាះ សមានាំឝិភ្យាម៑ ឥស្ហាកា យាកូពា ច សហ ទូឞ្យវាស្យភវត៑។
10 ૧૦ કેમ કે જે શહેરનો પાયો છે, જેનાં યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, તેમની આશા તે રાખતો હતો.
យស្មាត៑ ស ឦឝ្វរេណ និម៌្មិតំ ស្ថាបិតញ្ច ភិត្តិមូលយុក្តំ នគរំ ប្រត្យៃក្ឞត។
11 ૧૧ વિશ્વાસથી સારા પણ વૃધ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવા સામર્થ્ય પામી; કેમ કે જેણે વચન આપ્યું હતું, તેમને તેણે વિશ્વાસપાત્ર ગણ્યા.
អបរញ្ច វិឝ្វាសេន សារា វយោតិក្រាន្តា សន្ត្យបិ គព៌្ហធារណាយ ឝក្តិំ ប្រាប្យ បុត្រវត្យភវត៑, យតះ សា ប្រតិជ្ញាការិណំ វិឝ្វាស្យម៑ អមន្យត។
12 ૧૨ એ માટે એકથી અને તે પણ વળી મૂએલા જેવો, તેનાથી સંખ્યામાં આકાશમાંના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠા પરની રેતી જે અગણિત છે તેના જેટલાં લોક ઉત્પન્ન થયા.
តតោ ហេតោ រ្ម្ឫតកល្បាទ៑ ឯកស្មាត៑ ជនាទ៑ អាកាឝីយនក្ឞត្រាណីវ គណនាតីតាះ សមុទ្រតីរស្ថសិកតា ឥវ ចាសំខ្យា លោកា ឧត្បេទិរេ។
13 ૧૩ એ સઘળાં વિશ્વાસમાં મૃત્યુ પામ્યા તેઓને વચનોનાં ફળ મળ્યા નહિ, પણ દૂરથી તે નિહાળીને તેમણે અભિવાદન કર્યા અને પોતા વિષે કબૂલ કર્યું છે કે અમે પૃથ્વી પર પરદેશી તથા મુસાફર છીએ.
ឯតេ សវ៌្វេ ប្រតិជ្ញាយាះ ផលាន្យប្រាប្យ កេវលំ ទូរាត៑ តានិ និរីក្ឞ្យ វន្ទិត្វា ច, ប្ឫថិវ្យាំ វយំ វិទេឝិនះ ប្រវាសិនឝ្ចាស្មហ ឥតិ ស្វីក្ឫត្យ វិឝ្វាសេន ប្រាណាន៑ តត្យជុះ។
14 ૧૪ કેમ કે એવી વાતો કહેનારા સ્પષ્ટ જણાવે છે કે, તેઓ વતનની શોધ કરે છે.
យេ តុ ជនា ឥត្ថំ កថយន្តិ តៃះ បៃត្ឫកទេឝោ ៜស្មាភិរន្វិឞ្យត ឥតិ ប្រកាឝ្យតេ។
15 ૧૫ જે દેશમાથી તેઓ બહાર આવ્યા તેના પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત, તો પાછા ફરવાનો પ્રસંગ તેઓને મળત.
តេ យស្មាទ៑ ទេឝាត៑ និគ៌តាស្តំ យទ្យស្មរិឞ្យន៑ តហ៌ិ បរាវត៌្តនាយ សមយម៑ អលប្ស្យន្ត។
16 ૧૬ પણ હવે વધારે ઉત્તમ, એટલે સ્વર્ગીય દેશની તેઓ બહુ ઇચ્છા રાખે છે; માટે ઈશ્વર તેઓના ઈશ્વર કહેવાતા શરમાતા નથી, કેમ કે તેમણે તેઓને માટે એક શહેર નિર્માણ કર્યું છે.
កិន្តុ តេ សវ៌្វោត្ក្ឫឞ្ដម៑ អត៌្ហតះ ស្វគ៌ីយំ ទេឝម៑ អាកាង្ក្ឞន្តិ តស្មាទ៑ ឦឝ្វរស្តានធិ ន លជ្ជមានស្តេឞាម៑ ឦឝ្វរ ឥតិ នាម គ្ឫហីតវាន៑ យតះ ស តេឞាំ ក្ឫតេ នគរមេកំ សំស្ថាបិតវាន៑។
17 ૧૭ ઇબ્રાહિમે, જયારે તેની કસોટી થઈ ત્યારે વિશ્વાસથી ઇસહાકનું બલિદાન આપ્યું; એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા અને જેને એવું કહેવામાં આવ્યું હતું કે,
អបរម៑ ឥព្រាហីមះ បរីក្ឞាយាំ ជាតាយាំ ស វិឝ្វាសេនេស្ហាកម៑ ឧត្សសជ៌,
18 ૧૮ ‘ઇસહાકથી તારો વંશ ગણાશે,’ તેણે પોતાના એકનાએક દીકરાનું બલિદાન આપ્યું.
វស្តុត ឥស្ហាកិ តវ វំឝោ វិខ្យាស្យត ឥតិ វាគ៑ យមធិ កថិតា តម៑ អទ្វិតីយំ បុត្រំ ប្រតិជ្ញាប្រាប្តះ ស ឧត្សសជ៌។
19 ૧૯ કેમ કે તે એવું માનતો હતો કે ઈશ્વર મૃત્યુ પામેલાઓને પણ ઉઠાડવાને સમર્થ છે; અને પુનરુત્થાનની ઉપમા પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો.
យត ឦឝ្វរោ ម្ឫតានប្យុត្ថាបយិតុំ ឝក្នោតីតិ ស មេនេ តស្មាត៑ ស ឧបមារូបំ តំ លេភេ។
20 ૨૦ વિશ્વાસથી ઇસહાકે જે બાબતો બનવાની હતી તેના સંબંધી યાકૂબ અને એસાવને આશીર્વાદ આપ્યો.
អបរម៑ ឥស្ហាក៑ វិឝ្វាសេន យាកូព៑ ឯឞាវេ ច ភាវិវិឞយានធ្យាឝិឞំ ទទៅ។
21 ૨૧ વિશ્વાસથી યાકૂબે પોતાના મૃત્યુ સમયે યૂસફના બન્ને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીના હાથા પર ટેકીને ભજન કર્યું.
អបរំ យាកូព៑ មរណកាលេ វិឝ្វាសេន យូឞផះ បុត្រយោរេកៃកស្មៃ ជនាយាឝិឞំ ទទៅ យឞ្ដ្យា អគ្រភាគេ សមាលម្ព្យ ប្រណនាម ច។
22 ૨૨ વિશ્વાસથી યૂસફે પોતાના અંતકાળે ઇઝરાયલના સંતાનના નિર્ગમન વિષેની વાત સંભળાવી અને પોતાનાં અસ્થિ સંબંધી આજ્ઞા આપી.
អបរំ យូឞផ៑ ចរមកាលេ វិឝ្វាសេនេស្រាយេល្វំឝីយានាំ មិសរទេឝាទ៑ ពហិគ៌មនស្យ វាចំ ជគាទ និជាស្ថីនិ ចាធិ សមាទិទេឝ។
23 ૨૩ વિશ્વાસથી મૂસાનાં માતાપિતાએ તેના જનમ્યાં પછી ત્રણ મહિના સુધી તેને સંતાડી રાખ્યો; કેમ કે તેઓએ જોયું, કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી ગભરાયા નહિ.
នវជាតោ មូសាឝ្ច វិឝ្វាសាត៑ ត្រាន៑ មាសាន៑ ស្វបិត្ឫភ្យាម៑ អគោប្យត យតស្តៅ ស្វឝិឝុំ បរមសុន្ទរំ ទ្ឫឞ្ដវន្តៅ រាជាជ្ញាញ្ច ន ឝង្កិតវន្តៅ។
24 ૨૪ વિશ્વાસથી મૂસાએ મોટા થયા પછી ફારુનની દીકરીનો પુત્ર ગણાવાનો ઇનકાર કર્યો.
អបរំ វយះប្រាប្តោ មូសា វិឝ្វាសាត៑ ផិរៅណោ ទៅហិត្រ ឥតិ នាម នាង្គីចការ។
25 ૨૫ પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વધારે પસંદ કર્યું.
យតះ ស ក្ឞណិកាត៑ បាបជសុខភោគាទ៑ ឦឝ្វរស្យ ប្រជាភិះ សាទ៌្ធំ ទុះខភោគំ វវ្រេ។
26 ૨૬ મિસરમાંના દ્રવ્ય ભંડારો કરતાં ખ્રિસ્ત સાથે નિંદા સહન કરવી એ અધિક સંપત્તિ છે, એમ તેણે ગણ્યું; કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ રાખ્યું.
តថា មិសរទេឝីយនិធិភ្យះ ខ្រីឞ្ដនិមិត្តាំ និន្ទាំ មហតីំ សម្បត្តិំ មេនេ យតោ ហេតោះ ស បុរស្ការទានម៑ អបៃក្ឞត។
27 ૨૭ વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો; અને રાજાના ક્રોધથી તે ગભરાયો નહિ. કેમ કે જાણે તે અદ્રશ્યને જોતો હોય એમ દૃઢ રહ્યો.
អបរំ ស វិឝ្វាសេន រាជ្ញះ ក្រោធាត៑ ន ភីត្វា មិសរទេឝំ បរិតត្យាជ, យតស្តេនាទ្ឫឝ្យំ វីក្ឞមាណេនេវ ធៃយ៌្យម៑ អាលម្ពិ។
28 ૨૮ વિશ્વાસથી તેણે પાસ્ખાપર્વની તથા લોહી છાંટવાની વિધિનું પાલન કર્યું, જેથી પ્રથમ જનિતોનો નાશ કરનાર તેઓને સ્પર્શ કરે નહિ.
អបរំ ប្រថមជាតានាំ ហន្តា យត៑ ស្វីយលោកាន៑ ន ស្ប្ឫឝេត៑ តទត៌្ហំ ស វិឝ្វាសេន និស្តារបវ៌្វីយពលិច្ឆេទនំ រុធិរសេចនញ្ចានុឞ្ឋិតាវាន៑។
29 ૨૯ વિશ્વાસથી તેઓ જેમ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા; એવો પ્રયત્ન કરતાં મિસરીઓ ડૂબીને મૃત્યુ પામ્યા.
អបរំ តេ វិឝ្វាសាត៑ ស្ថលេនេវ សូផ្សាគរេណ ជគ្មុះ កិន្តុ មិស្រីយលោកាស្តត៑ កត៌្តុម៑ ឧបក្រម្យ តោយេឞុ មមជ្ជុះ។
30 ૩૦ વિશ્વાસથી યરીખોના કોટની સાત દિવસ સુધી પ્રદક્ષિણા કર્યાં પછી તે પડી ગયો.
អបរញ្ច វិឝ្វាសាត៑ តៃះ សប្តាហំ យាវទ៑ យិរីហោះ ប្រាចីរស្យ ប្រទក្ឞិណេ ក្ឫតេ តត៑ និបបាត។
31 ૩૧ વિશ્વાસથી રાહાબ ગણિકાએ જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો તેથી યરીખોના અનાજ્ઞાંકિતોની સાથે તેનો નાશ થયો નહિ.
វិឝ្វាសាទ៑ រាហព្នាមិកា វេឝ្យាបិ ប្រីត្យា ចារាន៑ អនុគ្ឫហ្យាវិឝ្វាសិភិះ សាទ៌្ធំ ន វិននាឝ។
32 ૩૨ એનાથી વધારે શું કહું? કેમ કે ગિદિયોન, બારાક, સામસૂન, યિફતા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકો વિષે વિસ્તારથી કહેવાને મને પૂરતો સમય નથી.
អធិកំ កិំ កថយិឞ្យាមិ? គិទិយោនោ ពារកះ ឝិម្ឝោនោ យិប្តហោ ទាយូទ៑ ឝិមូយេលោ ភវិឞ្យទ្វាទិនឝ្ចៃតេឞាំ វ្ឫត្តាន្តកថនាយ មម សមយាភាវោ ភវិឞ្យតិ។
33 ૩૩ તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યાં, ન્યાયી આચરણ કર્યું, આશાવચનો પ્રાપ્ત કર્યાં, સિંહોનાં મુખ બંધ કર્યાં,
វិឝ្វាសាត៑ តេ រាជ្យានិ វឝីក្ឫតវន្តោ ធម៌្មកម៌្មាណិ សាធិតវន្តះ ប្រតិជ្ញានាំ ផលំ លព្ធវន្តះ សិំហានាំ មុខានិ រុទ្ធវន្តោ
34 ૩૪ અગ્નિનું બળ નિષ્ફળ કર્યું, તેઓ તલવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી બળવાન કરાયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓના સૈન્યને નસાડી દીધાં.
វហ្នេទ៌ាហំ និវ៌្វាបិតវន្តះ ខង្គធារាទ៑ រក្ឞាំ ប្រាប្តវន្តោ ទៅព៌្ពល្យេ សពលីក្ឫតា យុទ្ធេ បរាក្រមិណោ ជាតាះ បរេឞាំ សៃន្យានិ ទវយិតវន្តឝ្ច។
35 ૩૫ વિશ્વાસથી સ્ત્રીઓએ પોતાના સ્વજનોને જીવંત સ્વરૂપે પાછા મેળવ્યા કેટલાક રિબાઈ રિબાઈને મરણ પામ્યા, તેઓએ છુટકારાનો અંગીકાર કર્યો નહિ, કે જેથી તેઓ વધારે સારુ પુનરુત્થાન પામે;
យោឞិតះ បុនរុត្ថានេន ម្ឫតាន៑ អាត្មជាន៑ លេភិរេ, អបរេ ច ឝ្រេឞ្ឋោត្ថានស្យ ប្រាប្តេរាឝយា រក្ឞាម៑ អគ្ឫហីត្វា តាឌនេន ម្ឫតវន្តះ។
36 ૩૬ બીજા મશ્કરીઓથી તથા કોરડાઓથી, વળી સાંકળોથી અને કેદમાં પુરાયાથી પીડિત થઈને પરખાયા.
អបរេ តិរស្ការៃះ កឝាភិ រ្ពន្ធនៃះ ការយា ច បរីក្ឞិតាះ។
37 ૩૭ તેઓ પથ્થરોથી મરાયા, કરવતથી વહેરાયા, તેઓને લાલચ આપવામાં આવી, તલવારની ધારથી માર્યા ગયા, ઘેટાંના તથા બકરાંનાં ચામડાં પહેરીને ફરતાં રહ્યા. તેઓ કંગાલ, રિબાયેલા તથા પીડાયેલા હતા;
ពហវឝ្ច ប្រស្តរាឃាតៃ រ្ហតាះ ករបត្រៃ រ្វា វិទីណ៌ា យន្ត្រៃ រ្វា ក្លិឞ្ដាះ ខង្គធារៃ រ្វា វ្យាបាទិតាះ។ តេ មេឞាណាំ ឆាគានាំ វា ចម៌្មាណិ បរិធាយ ទីនាះ បីឌិតា ទុះខាត៌្តាឝ្ចាភ្រាម្យន៑។
38 ૩૮ માનવજગત તેઓને રહેવા માટે યોગ્ય ન હતું, તેઓ અરણ્યમાં, પહાડોમાં, ગુફાઓમાં તથા પૃથ્વીની ગુફાઓમાં ફરતા રહ્યા.
សំសារោ យេឞាម៑ អយោគ្យស្តេ និជ៌នស្ថានេឞុ បវ៌្វតេឞុ គហ្វរេឞុ ប្ឫថិវ្យាឝ្ឆិទ្រេឞុ ច បយ៌្យដន៑។
39 ૩૯ એ સર્વ વિષે તેમના વિશ્વાસની સારી સાક્ષી આપવામાં આવી હતી પણ તેઓને આશાવચનનું ફળ મળ્યું નહિ.
ឯតៃះ សវ៌្វៃ រ្វិឝ្វាសាត៑ ប្រមាណំ ប្រាបិ កិន្តុ ប្រតិជ្ញាយាះ ផលំ ន ប្រាបិ។
40 ૪૦ કેમ કે ઈશ્વરે આપણે માટે એથી વિશેષ કંઈ ઉત્તમ નિર્માણ કર્યું હતું; જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ થાય નહિ.
យតស្តេ យថាស្មាន៑ វិនា សិទ្ធា ន ភវេយុស្តថៃវេឝ្វរេណាស្មាកំ ក្ឫតេ ឝ្រេឞ្ឋតរំ កិមបិ និទ៌ិទិឝេ។