< 2 રાજઓ 23 >
1 ૧ પછી રાજાએ સંદેશાવાહકો મોકલીને યરુશાલેમના તથા યહૂદિયાના વડીલોને તેની પાસે એકત્ર કર્યા.
त्यसैले राजाले सन्देशवाहकहरू पठाए जसले यहूदा र यरूशलेमका सबै धर्म-गुरुलाई तिनीकहाँ भेला गराए ।
2 ૨ પછી રાજા, યરુશાલેમના રહેવાસીઓ, યહૂદિયાના બધા યાજકો, પ્રબોધકો અને નાનાથી મોટા સર્વ લોકો યહોવાહના ઘરમાં ગયા. રાજાએ યહોવાહના સભાસ્થાનમાંથી મળી આવેલા કરારના પુસ્તકનાં વચનો તેઓના સાંભળતાં વાંચ્યા.
तब राजा परमप्रभुको मन्दिरमा गए, अनि यहूदाका सबै मानिस र यरूशलेमका सबै बासिन्दा, पुजारीहरू, अगमवक्ताहरू र सानादेखि ठुलासम्म सबै मानिस पनि तिनीसँगै गए । तब तिनले परमप्रभुको मन्दिरमा भेट्टाइएका करारको पुस्तकका सबै वचन तिनीहरूले सुन्ने गरी पढे ।
3 ૩ પછી રાજા સ્તંભ પાસે ઊભો રહ્યો. આ પુસ્તકમાં લખેલાં વચનો અમલમાં લાવવા માટે, સંપૂર્ણ હૃદયથી તથા સંપૂર્ણ ભાવથી યહોવાહની પાછળ ચાલવાનો, તેમની આજ્ઞાઓ, હુકમો તથા કાનૂનો પાળવાનો તેમની આગળ કરાર કર્યો. તેની સાથે બધા લોકો આ કરારમાં સંમત થયા.
राजा खम्बानेर खडा थिए अनि आफ्नो सारा ह्रदय र सारा प्राणले परमप्रभुको पछि लाग्न र उहाँका आज्ञाहरू, उहाँका निर्देशनहरू, उहाँका विधिहरू पालन गर्न र यस पुस्तकमा लेखिएका यस करारका वचनहरू पालन गर्न परमप्रभुको सामु करार बाँधे । यसरी सबै मानिसले यो करार पालन गर्ने सहमति जनाए ।
4 ૪ તે પછી રાજાએ હિલ્કિયા યાજકને તથા મદદનીશ યાજકને તેમ જ દ્વારરક્ષકોને આજ્ઞા કરી કે, બઆલ, અશેરાની મૂર્તિ તેમ જ આકાશના તારામંડળોની સેવામાં વપરાતાં બધાં વાસણો યહોવાહના સભાસ્થાનમાંથી બહાર કાઢી લાવો. અને તેઓએ તે બધાને યરુશાલેમ બહાર કિદ્રોનની ખીણના ખેતરોમાં બાળી નાખ્યાં અને તેની રાખ બેથેલ લઈ ગયા.
तब प्रधान पुजारी हिल्कियाह, तिनको अधिनका पुजारीहरू र द्वारपालहरूलाई बाल देवता र अश्शेरा देवी अनि आकाशका सबै ताराहरूका निम्ति बनाइएका भाँडाहरू परमप्रभुको मन्दिरबाट बाहिर ल्याउन हुकुम दिए । तिनले किद्रोन उपत्यकामा भएको मैदानहरूमा तिनलाई जलाए र तिनका खरानीलाई बेथेलमा लगे ।
5 ૫ તેણે યહૂદિયાના નગરોમાં તથા યરુશાલેમની આસપાસના ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ પસંદ કર્યા હતા તેઓને તથા જેઓ બઆલને, સૂર્યને, ચંદ્રને, ગ્રહોને તથા આકાશના તારામંડળોને માટે ધૂપ બાળતા હતા તેઓને હઠાવી દીધા.
यहूदाका राजाहरूले यहूदाका सहरहरूका उच्च ठाउँहरू र यरूशलेम वरिपरिका ठाउँहरूमा धूप बाल्नलाई चुनेका मूर्तिपूजक पुजारीहरूलाई तिनले हटाइदिए । तिनीहरूले बाल देवता, सूर्य, चन्द्रमा, ग्रहहरू र आकाशका सबै ताराहरूलाई धूप बाल्थे ।
6 ૬ તે યહોવાહના સભાસ્થાનમાંથી અશેરાની મૂર્તિને કાઢી લાવ્યો, યરુશાલેમની બહાર કિદ્રોનની ખીણના ખેતરોમાં તેને બાળી. તેને કૂટીને ભૂકો કરીને તે રાખ સામાન્ય લોકોની કબરો પર ફેંકી દીધી.
परमप्रभुको मन्दिरबाट अश्शेरा देवीको खम्बालाई तिनले यरूशलेम बाहिर किद्रोन उपत्यकामा बाहिर लगे र त्यसलाई त्यहाँ जलाए । तिनले त्यसलाई पिटेर धूलो र त्यो धूलोलाई साधारण मानिसहरूका चिहानहरूमा फालिदिए ।
7 ૭ તેણે યહોવાહના ઘરમાં આવેલા સજાતીય સંબંધવાળાઓનાં નિવાસસ્થાનો, જેની અંદર સ્ત્રીઓ અશેરા માટે વસ્ત્રો સીવતી હતી, તેઓને તેણે તોડી પાડ્યાં.
तिनले परमप्रभुको मन्दिरमा भएका झुटो धर्मका वेश्याहरूका कोठाहरू सफा गरे, जहाँ स्त्रीहरूले अश्शेरा देवीका निम्ति वस्त्रहरू बुन्ने गर्थे ।
8 ૮ યોશિયાએ યહૂદિયાના નગરોમાંથી બધા યાજકોને બહાર કાઢી લાવીને ગેબાથી બેરશેબા સુધી જે ઉચ્ચસ્થાનોમાં તે યાજકોએ ધૂપ બાળ્યો હતો, તેઓને અશુદ્ધ કર્યાં. દરવાજા પાસેનાં જે ઉચ્ચસ્થાનો નગરના અધિકારી યહોશુઆના દરવાજાના પ્રવેશદ્વાર આગળ, એટલે નગરના દરવાજામાં પ્રવેશતાં ડાબી બાજુએ હતા, તેઓનો નાશ કર્યો.
योशियाहले यहूदाका सहरहरूबाट सबै पुजारीलाई ल्याए, र गेबादेखि बेर्शेबासम्म पुजारीहरूले धूप बाल्ने उच्चा ठाउँहरूलाई तिनले अपवित्र तुल्याइदिए । तिनले सहरको मूल ढोकाको देब्रेपट्टि यहोशूको ढोका (सहरका राज्यपा) को प्रवेशद्वारमा भएका ढोकाहरूमा बनाइएका उच्च ठाउँहरूलाई नष्ट पारिदिए ।
9 ૯ તોપણ ઉચ્ચસ્થાનોના યાજકો યરુશાલેમમાં યહોવાહની વેદી પાસે સેવા કરવા આવતા નહોતા, પણ તેઓ પોતાના ભાઈઓની સાથે બેખમીર રોટલી ખાતા હતા.
ती उच्च ठाउँहरूका पुजारीहरूलाई यरूशलेममा परमप्रभुको मन्दिरमा सेवा गर्न नदिए तापनि तिनीहरूले आफ्ना दाजुभाइका बिचमा अखमिरी रोटी खाए ।
10 ૧૦ યોશિયાએ બેન-હિન્નોમની ખીણમાંના તોફેથને અશુદ્ધ કર્યું હતું, કે જેથી કોઈ પોતાના દીકરા કે દીકરીને મોલેખની આગળ દહનીયાપર્ણ તરીકે અગ્નિમાં અર્પણ કરે નહિ.
मोलोखलाई बलिको रूपमा कसैले आफ्ना छोरा वा छोरी आगोमा हिंड्न नलगाओस् भनेर योशियाहले बेन-हिन्नोमको बेँसीमा अवस्थित तोपेतलाई अपवित्र तुल्याए ।
11 ૧૧ યહોવાહના સભાસ્થાનના મુખ્ય પ્રવેશદ્વાર આગળ આવેલી નાથાન મેલેખની ઓરડી પાસે, જે ઘોડાની મૂર્તિઓ યહૂદિયાના રાજાઓએ સૂર્યને અર્પણ કરી હતી, તેઓને તેણે દૂર કરી. યોશિયાએ સૂર્યના રથોને બાળી નાખ્યા.
यहूदाका राजाहरूले सूर्यको सम्मानमा बनाएका घोडाहरू तिनले हटाए । ती नातान-मेलेक नाउँका अधिकारीको कोठा नजिक परमप्रभुको मन्दिरको प्रवेशद्वारको क्षेत्रमा राखिएका थिए । योशियाहले सूर्यको सम्मानमा बनाइएका रथहरूलाई जलाए ।
12 ૧૨ આહાઝના ઉપરના ઓરડાના ધાબા પર યહૂદિયાના રાજાઓએ બાંધેલી વેદીઓનો, જે વેદીઓ મનાશ્શાએ યહોવાહના સભાસ્થાનનાં બે આંગણામાં બાંધી હતી, તેઓનો યોશિયા રાજાએ નાશ કર્યો. યોશિયાએ તેના ટુકડે ટુકડાં કરીને તેનો ભૂકો કરી કિદ્રોનની ખીણમાં નાખી દીધો.
आहाजको दरवारको कौसीमा यहूदाका राजाहरूले राखेका वेदीहरू र मनश्शेले परमप्रभुको मन्दिरका दुईवटा चोकमा बनाएका वेदीहरू राजा योशियाहले नष्ट पारे । योशियाहले तिनलाई टुक्राटुक्रा पारे र तिनलाई किद्रोनको बेँसीमा फाले ।
13 ૧૩ જે ઉચ્ચસ્થાનો ઇઝરાયલના રાજા સુલેમાને સિદોનીઓની ધિક્કારપાત્ર દેવી આશ્તારોથ માટે, મોઆબની ધિક્કારપાત્ર દેવી કમોશને માટે, આમ્મોન લોકોની ધિક્કારપાત્ર દેવી મિલ્કોમને માટે યરુશાલેમની પૂર્વ બાજુએ, વિનાશના પર્વતની દક્ષિણે બાંધેલાં હતા, તેઓને યોશિયા રાજાએ અશુદ્ધ કર્યાં.
इस्राएलका राजा सोलोमनले यरूशलेमको पूर्वपट्टि, भ्रष्टताको पर्वतको दक्षिणपट्टि बनाएका सीदोनीहरूका देवी अश्तोरेतको घिनलाग्दो मूर्ति, मोआबीहरूको देवता कमोशको घिनलाग्दो मूर्ति र अम्मोनीहरूको देवता मोलोखको घिनलाग्दो मूर्तिलाई राजाले नष्ट पारिदिए ।
14 ૧૪ યોશિયા રાજાએ સ્તંભોને તોડીને ટુકડેટુકડાં કર્યા, અશેરાની મૂર્તિઓ ભાંગી નાખીને તેની જગ્યાએ માણસોનાં હાડકાં ભર્યાં.
तिनले ढुङ्गाका खम्बाहरूलाई टुक्राटुक्रा पारे, र अश्शेरा देवीका खम्बाहरूलाई काटे र ती ठाउँ मानिसका हड्डीहरूले भरे ।
15 ૧૫ વળી બેથેલમાં જે વેદી હતી તેને તથા જે ઉચ્ચસ્થાનો નબાટના દીકરા યરોબામ કે જેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેણે બાંધેલાં હતાં, તેઓને યોશિયાએ તોડી નાખ્યા. તેણે તે ઉચ્ચસ્થાનની વેદીને ભાંગીને ભૂકો કર્યો, વળી તેણે અશેરા મૂર્તિને બાળી નાખી.
बेथेलमा भएको वेदी र नबातका छोरा यारोबाम (इस्राएललाई पाप गर्न लगाउने) ले बनाएका उच्च ठाउँहरूलाई पनि योशियाहले पूर्ण रूपमा नाश पारे । तिनले त्यो वेदी र उच्च ठाउँहरूलाई जलाए र धूलोपिठो पारे । तिनले अश्शेरा देवीको खम्बालाई पनि जलाए ।
16 ૧૬ જ્યારે યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે પર્વત પરની કબરો જોઈ. તેણે માણસો મોકલીને કબરોમાંથી હાડકાં બહાર કઢાવ્યાં, આ વાતો પ્રકટ કરનાર ઈશ્વરભક્તે યહોવાહનું જે વચન પોકાર્યું હતું તે પ્રમાણે તેઓને વેદી પર બાળીને તેને અશુદ્ધ કરી.
योशियाहले त्यस क्षेत्रमा नजर लगाए र पहाडी क्षेत्रमा तिनले चिहानहरू देखे । ती चिहानहरूबाट हड्डीहरू ल्याउन तिनले मानिसहरू पठाए । त्यसपछि तिनले ती हड्डीहरूलाई वेदीमाथि राखेर जलाए जसले त्यो अपवित्र पार्यो । परमेश्वरका मानिसले बोलेका परमप्रभुको वचनअनुसार यसो हुन आएको थियो, ती मानिसले यी कुराहरूका बारेमा पहिले नै बोलेका थिए ।
17 ૧૭ પછી તેણે પૂછ્યું, “પેલું સ્મારક જે હું જોઉં છું તે શાનું છે?” નગરના માણસોએ તેને કહ્યું, “તે તો ઈશ્વરભક્તે યહૂદિયાથી આવીને આ કૃત્યો કે જે તમે બેથેલની વેદી વિરુદ્ધ કર્યાં છે તે પોકાર્યાં હતા, તેની કબર છે.”
तब तिनले सोधे, “मैले देखेको त्यो स्मारकचाहिं केको हो?” सहरका मानिसहरूले तिनलाई जवाफ दिए, “त्यो यहूदाबाट आएका परमेश्वरका मानिसको चिहान हो जसले तपाईंले भर्खरै बेथेलको वेदीको विरुद्धमा गर्नुभएको कुराको बारेमा बोलेका थिए ।”
18 ૧૮ યોશિયાએ કહ્યું, “તેને રહેવા દો. કોઈએ તેનાં હાડકાં ખસેડવા નહિ.” તેથી તેઓએ તેનાં હાડકાં તથા સમરુનથી આવેલા પ્રબોધકોના હાડકાંને રહેવા દીધાં.
त्यसैले योशियाहले भने, “त्यसलाई छोड । तिनका हड्डीहरूलाई कसैले पनि नसारोस् । त्यसैले सामरियाबाट आएका अगमवक्ताका हड्डीहरूसँगै तिनका हड्डीहरूलाई तिनीहरूले त्यहाँ छाडे ।
19 ૧૯ વળી સમરુનનાં નગરોમાં ઉચ્ચસ્થાનોનાં બધાં મંદિરો, જે ઇઝરાયલના રાજાઓએ બનાવીને યહોવાહને ગુસ્સે કર્યા હતા તેમને યોશિયાએ દૂર કર્યાં. જે બધાં કાર્યો તેણે બેથેલમાં કર્યાં હતાં તે પ્રમાણે તેણે કર્યું.
त्यसपछि सामरियाका सहरहरूमा भएका उच्च ठाउँहरू जसलाई इस्राएलका राजाहरूले बनाएका र परमप्रभुलाई क्रुद्ध तुल्याएका थिए, ती सबैलाई योशियाहले हटाए । तिनले बेथेलमा जे गरेका थिए, तिनलाई पनि ठिक त्यही गरे ।
20 ૨૦ તેણે ત્યાંનાં ઉચ્ચસ્થાનના બધા યાજકોને વેદીઓ પર મારી નાખ્યા, તેઓના પર તેણે માણસોનાં હાડકાં બાળ્યાં, પછી તે યરુશાલેમ પાછો આવ્યો.
उच्च ठाउँहरूका सबै पुजारीलाई तिनले वेदीहरूमा मारे, र तिनले मानिसका हड्डीहरू तिनमा जलाए । तब तिनी यरूशलेममा फर्के ।
21 ૨૧ રાજાએ બધા લોકોને આજ્ઞા કરી કે, કરારના આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે “તમારા ઈશ્વર યહોવાહ માટે પાસ્ખાપર્વ પાળો.”
तब राजाले सबै मानिसलाई यसो भनरे आज्ञा दिए, “करारको पुस्तकमा लेखिएबमोजिम परमप्रभु आफ्ना परमेश्वरको निम्ति निस्तार-चाड मनाओ ।”
22 ૨૨ ઇઝરાયલનો ન્યાય કરનાર ન્યાયાધીશોના દિવસોથી ઇઝરાયલના રાજાઓ કે યહૂદિયાના રાજાઓના દિવસોમાં પણ કયારેય આવું પાસ્ખાપર્વ ઊજવાયું નહોતું.
इस्राएलमा शासन गर्ने न्यायकर्ताहरूका समयदेखि नै यसरी निस्तार-चाडको उत्सव मनाउने काम कहिलै थिएन, न त इस्राएल र यहूदाका राजाहरूको समयमा भएको थियो ।
23 ૨૩ પણ યોશિયા રાજાના કારકિર્દીને અઢારમા વર્ષે આ પાસ્ખાપર્વ યહોવાહના માટે યરુશાલેમમાં ઊજવવામાં આવ્યું.
तर राजा योशियाहको अठारौँ वर्षमा यरूशलेममा परमप्रभुको निस्तार-चाड मनाइयो ।
24 ૨૪ યોશિયાએ મરેલાંઓ અને આત્માઓ સાથે વાત કરનારનો નાશ કર્યો. વળી તેણે જાદુગરોને, મૂર્તિઓને, તથા યહૂદિયા અને યરુશાલેમમાં જોવામાં આવેલી બધી ધિક્કારપાત્ર વસ્તુઓને દૂર કરી, જેથી યહોવાહના સભાસ્થાનમાંથી હિલ્કિયા યાજકને મળેલા પુસ્તકમાં લખેલાં નિયમશાસ્ત્રનાં વચનોને તે અમલમાં લાવે.
मृतहरू र भुत आत्माहरूसित बात गर्नेहरूलाई पनि योशियाहले निश्कासन गरे । तिनले यहूदा र यरूशलेममा देखिने सबै प्रेतपुजा, मूर्तिहरू र घिनलाग्दा थोकहरूलाई पनि हटाए । यसरी हिल्कियाह पुजारीले परमप्रभुको मन्दिरमा भेट्टाएका व्यवस्थाका पुस्तकमा लिखिएका वचनहरू पालन गर्ने काम भयो ।
25 ૨૫ તેના પહેલાં એવો કોઈ રાજા થયો નહોતો કે, જે પોતાના પૂરા હૃદયથી, પૂરા મનથી તથા સંપૂર્ણ બળથી મૂસાના આખા નિયમશાસ્ત્રનું પાલન કરીને યહોવાહ તરફ વળ્યો હોય. યોશિયા પછી પણ તેના જેવો કોઈ ઊભો થયો નથી.
आफ्नो सारा ह्रदय, सारा प्राण, र सारा शक्तिले परमप्रभुतर्फ फर्केर सबै मोशाको व्यवस्थालाई पालन गर्ने योशियाहभन्दा पहिले त्यहाँ कुनै अर्को राजा थिएन । न त योशियाहले झैं तिनी पछि आएका अरू कुनै राजाले नै गर्यो ।
26 ૨૬ તેમ છતાં જે મૂર્તિપૂજા કરીને મનાશ્શાએ યહોવાહને ગુસ્સે કર્યાં હતા તેને લીધે તેમનો ગુસ્સો યહૂદિયા વિરુદ્ધ સળગ્યો હતો, તેમનો કોપ નરમ પડ્યો નહિ.
तापनि परमप्रभु आफ्नो दन्किरहेको क्रोधको आगोबाट फकर्नुभएन किनकि मनश्शेले गरेका सबै कामको कारणले यहूदाको विरुद्धमा उहाँलाई भयङ्कर रिस उठेको थियो ।
27 ૨૭ યહોવાહે કહ્યું, “મેં ઇઝરાયલીઓને દૂર કર્યા છે, તેમ જ હું યહૂદિયાના લોકોને પણ મારી દ્રષ્ટિ આગળથી દૂર કરીશ, આ નગર, યરુશાલેમ, જેને મેં પસંદ કર્યું છે, જે સભાસ્થાન વિષે મેં કહ્યું, ‘ત્યાં મારું નામ રહશે, તેમને હું તજી દઈશ નહિ.’”
त्यसैले परमप्रभुले भन्नुभयो, “जसरी मैले इस्राएललाई हटाएको छु त्यसरी नै मैले चुनेको यो यरूशलेम सहर र 'मेरो नाउँ त्यहाँ हुनेछ' भनी मैले भनेको त्यो मेरो मन्दिर समेत म यहूदालाई पनि मेरो दृष्टिबाट हटाउनेछु ।”
28 ૨૮ યોશિયાનાં બાકીનાં કાર્યો, જે બધું તેણે કર્યું, તેઓ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
योशियाह सम्बन्धमा भएका अरू कुराहरू, तिनले गरेका हरेक काम, के ती यहूदाका राजाहरूको इतिहासको पुस्तकमा लेखिएका छैनन् र?
29 ૨૯ તેના દિવસોમાં મિસરનો રાજા ફારુન-નકો આશ્શૂરના રાજા સામે લડવા ફ્રાત નદી સુધી ગયો. યોશિયા રાજા યુદ્ધમાં તેની સામે ગયો, નકો રાજાએ તેને જોયો, તેણે તેને મગિદ્દોમાં મારી નાખ્યો.
ती दिनमा मिश्रदेशका राजा फारो नेकोले आफ्ना सेना लिएर उत्तरमा यूफ्रेटिस नदी पारि अश्शूरका राजालाई युद्धमा मदत गर्न गए । राजा योशियाह नेकोलाई मगिद्दोमा रोक्ने उदेश्यले गए तर त्यहाँ युद्धमा तिनी मारिए ।
30 ૩૦ યોશિયાના ચાકરો તેના મૃતદેહને રથમાં મૂકીને મગિદ્દોથી યરુશાલેમ લાવ્યા, તેની પોતાની કબરમાં તેને દફનાવ્યો. પછી યોશિયાના દીકરા યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ નવા રાજા તરીકે અભિષિક્ત કર્યો.
योशियाहका सेवकहरूले तिनको लाशलाई रथमा राखेर मगिद्दोबाट यरूशलेममा ल्याए, र तिनको आफ्नै चिहानमा तिनलाई गाडे । तब देशका मानिसहरूले योशियाहका छोरा यहोआहाजलाई लिई तिनलाई अभिषेक गरे, र तिनका पिताको ठाउँमा तिनलाई राजा बनाए ।
31 ૩૧ યહોઆહાઝ રાજ કરવા લાગ્યો, ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં ત્રણ મહિના સુધી રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું. તે લિબ્નાહના યર્મિયાની દીકરી હતી.
यहोआहाजले राज्य गर्न सुरु गर्दा तिनी तेइस वर्षका थिए, र तिनले यरूशलेममा तिन महिना राज्य गरे । तिनकी आमाको नाउँ हमुतल थियो । उनी लिब्नाकी यर्मियाकी छोरी थिइन् ।
32 ૩૨ યહોઆહાઝે તેના પિતૃઓએ જે કર્યું હતું તે પ્રમાણે યહોવાહની દ્રષ્ટિમાં ખોટું હતું તે કર્યું.
यहोआहाजले हरेक कुरामा आफ्ना पुर्खाहरूले गरेझैँ परमप्रभुको दृष्टिमा जे खराब थियो, त्यही गरे ।
33 ૩૩ તે યરુશાલેમમાં રાજ કરતો હતો તેવામાં ફારુન નકોએ તેને હમાથ દેશમાં આવેલા રિબ્લાહમાં કેદ કર્યો. પછી નકોએ દેશ પર એકસો તાલંત ચાંદી અને એક તાલંત સોનાનો કર નાખ્યો.
तिनले यरूशलेममा राज्य नगरून् भनेर फारो नेकोले तिनलाई हमात देशको रिब्लामा साङ्लाले बाँधेर राखे । तब नेकोले यहूदालाई एक सय तोडा चाँदी र एक तोडा सुन कर तिर्न लगाए ।
34 ૩૪ ફારુન નકોએ યોશિયાના દીકરા એલ્યાકીમને તેના પિતા યોશિયા પછી રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પણ તે યહોઆહાઝને મિસર લઈ ગયો અને યહોઆહાઝ ત્યાં મરણ પામ્યો.
फारो नेकोले योशियाहका छोरा एल्याकीमलाई तिनका पिताको ठाउँमा राजा बनाए, र तिनको नाउँ बद्ली यहोयाकीम राखे । तर तिनले यहोआहाजलाई चाहिँ मिश्रदेशमा लगे, जहाँ तिनको मृत्यु भयो ।
35 ૩૫ યહોયાકીમ ફારુનને સોનું અને ચાંદી ચૂકવતો. ફારુનના હુકમ પ્રમાણે નાણાં આપવા માટે તેણે દેશ પર કર નાખ્યો. ફારુન નકોના હુકમ પ્રમાણે તે દેશના લોકો મધ્યેથી તે દરેક માણસ પાસેથી ચાંદી તથા સોનું જબરદસ્તીથી લેતો હતો.
यहोयाकीमले फारोलाई चाँदी र सुन कर तिरे । फारोको माग पुरा गर्न यहोयाकीमले देशमा कर लगाए, र देशका प्रत्येक मानिसले आफ्नो क्षमताअनुसार तिनलाई करको रूपमा चाँदी र सुन जबरदस्ती तिर्नुपर्ने भयो ।
36 ૩૬ યહોયાકીમ રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ ઝબિદા હતું, તે રૂમાહના પેદાયાની દીકરી હતી.
यहोयाकीमले राज्य सुरु गर्दा तिनी पच्चिस वर्षका थिए, र तिनले यरूशलेममा एघार वर्ष राज्य गरे । तिनकी आमाको नाउँ जबीदा थियो । उनी रूमाकी पदायाहकी छोरी थिइन् ।
37 ૩૭ યહોયાકીમે પોતાના પિતૃઓએ જે બધું કર્યું હતું તે પ્રમાણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.
आफ्ना पिता-पुर्खाहरूले गरेझैँ यहोयाकीमले परमप्रभुको दृष्टिमा जे खराब थियो, त्यही गरे ।