< 2 રાજઓ 22 >
1 ૧ યોશિયા રાજ કરવા લાગ્યો, ત્યારે તે આઠ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યદીદા હતું. તે બોસ્કાથના અદાયાની દીકરી હતી.
योशियाहले राज्य गर्न सुरु गर्दा तिनी आठ वर्षका थिए । तिनले यरूशलेममा एकतिस वर्ष राज्य गरे । तिनकी आमाको नाउँ यदीता थियो (उनी बोस्कतकी अदायाहकी छोरी थिइन्) ।
2 ૨ તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તે તેના પિતૃ દાઉદને માર્ગે ચાલ્યો અને ડાબે કે જમણે ફર્યો નહિ.
परमप्रभुको दृष्टिमा जे ठिक थियो, तिनले त्यही गरे । तिनी आफ्ना पुर्खा दाऊदका सबै मार्गमा हिंडे, र तिनी दायाँ र बायाँ लागेनन् ।
3 ૩ યોશિયા રાજાના કારકિર્દીને અઢારમા વર્ષે એવું બન્યું કે, તેણે મશુલ્લામના દીકરા અસાલ્યાના દીકરા શાફાન નાણામંત્રીને યહોવાહના ઘરમાં એમ કહીને મોકલ્યો કે,
राजा योशियाहको अठारौँ वर्षमा तिनले मशुल्लामका नाति, असल्याहका छोरा सचिव शापानलाई यसो भनेर परमप्रभुको मन्दिरमा पठाए,
4 ૪ “મુખ્ય યાજક હિલ્કિયા પાસે જા અને કહે કે, જે નાણાં યહોવાહના ઘરમાં લાવવામાં આવ્યાં છે, દ્વારરક્ષકોએ જે નાણાં લોકો પાસેથી ભેગા કર્યાં છે તેની ગણતરી તે કરે.
“प्रधान पुजारी हिल्कियाहकहाँ जाऊ, र परमप्रभुको मन्दिरमा ल्याइएको रुपियाँ-पैसा जसलाई मन्दिरका पहरादारहरूले मानिसहरूबाट जम्मा गरेका छन्, त्यो गन्न तिनलाई भन ।
5 ૫ તેઓ તે યહોવાહના સભાસ્થાનની દેખરેખ રાખનાર કામદારોની પાસે લાવીને તેઓના હાથમાં સોંપે, તેઓ તે નાણાં સભાસ્થાનના સમારકામ કરનારને આપે.
परमप्रभुको मन्दिरको रेखदेख गर्ने मानिसहरूका हातमा त्यो दिनू, र तिनीहरूले परमप्रभुको मन्दिर मर्मत गर्ने कारिन्दाहरूलाई मन्दिरको मरम्मत गर्ने कामको निम्ति त्यो देऊन् ।
6 ૬ તેઓ તે નાણાં સભાસ્થાનનાં સમારકામ કરનારા સુથારો, કડિયા, સલાટોને તથા સભાસ્થાનના સમારકામ માટે લાકડાં અને ટાંકેલા પથ્થર ખરીદવા માટે આપતા હતા.
मन्दिरको मर्मत गर्ने सिकर्मीहरू, निर्माण गर्नेहरू, र डकर्मीहरूलाई अनि काठपात किन्न र ढुङ्गा काटनलाई तिनीहरूले त्यो रुपियाँ-पैसा देऊन् ।”
7 ૭ જે નાણાં તેઓને આપવામાં આવતાં તેનો હિસાબ તેઓની પાસેથી લેવામાં આવતો નહિ. કેમ કે, તેઓ વિશ્વાસુપણે વર્તતા હતા.
तर तिनीहरूलाई दिइएको रुपियाँ-पैसाको हरहिसाब लिइएन किनकि तिनीहरूले यो कामलाई विश्वासका साथ सम्हालेका थिए ।
8 ૮ મુખ્ય યાજક હિલ્કિયાએ નાણામંત્રી શાફાનને કહ્યું, “મને યહોવાહના સભાસ્થાનમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે.” હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું અને તેણે તે વાંચ્યું.
प्रधान पुजारी हिल्कियाहले सचिव शापानलाई भने, “मैले परमप्रभुको मन्दिरमा व्यवस्थाको पुस्तक भेट्टाएको छु ।” त्यसैले हिल्कियाहले त्यो पुस्तक शापानलाई दिए, र तिनले यो पढे ।
9 ૯ પછી શાફાને જઈને રાજાને પુસ્તક આપીને કહ્યું કે, “તમારા ચાકરોને જે નાણાં સભાસ્થાનમાંથી મળ્યાં, તે તેમણે યહોવાહનું સભાસ્થાનની સંભાળ રાખનાર કામદારોને આપી દીધાં છે.”
शापानले त्यो किताब राजाकहाँ लगे, र तिनलाई यसो भनी विवरण दिए, “तपाईंका दासहरूले मन्दिरमा भेट्टाइएका रुपियाँ-पैसा खर्च गरेका छन्, र तिनीहरूले यो परमप्रभुको मन्दिरको रेखदेख गर्ने कारिन्दहरूका हातमा दिएका छन् ।”
10 ૧૦ પછી નાણામંત્રી શાફાને રાજાને કહ્યું, “હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે.” શાફાને તે રાજાની આગળ વાંચ્યું.
तब सचिव शापानले राजालाई भने, “प्रधान पुजारी हिल्कियाहले मलाई एउटा पुस्तक दिएका छन् ।” तब शापानले त्यो राजाको लागि पढे ।
11 ૧૧ રાજાએ નિયમશાસ્ત્રનાં પુસ્તકનાં વચનો સાંભળ્યાં ત્યારે એવું બન્યું કે, તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં
जब राजाले व्यवस्थाका वचनहरू सुने तिनले आफ्ना लुगा च्याते ।
12 ૧૨ રાજાએ હિલ્કિયા યાજકને, શાફાનના દીકરા અહિકામને, મિખાયાના દીકરા આખ્બોરને, નાણામંત્રી શાફાનને તથા પોતાના ચાકર અસાયાને આજ્ઞા કરી,
राजाले पुजारी हिल्कियाह, शापानका छोरा अहीकाम, मीकायाका छोरा अक्बोर, सचिव शापान र राजाका आफ्नै सेवक असायाहलाई हुकुम गरे,
13 ૧૩ “જાઓ અને આ મળેલાં પુસ્તકનાં વચનો વિષે મારા માટે, મારા લોકો માટે અને યહૂદિયા માટે યહોવાહને પૂછો. કેમ કે, આપણા વિષે જે બધું તે પુસ્તકમાં લખેલું છે તે પાળવા માટે આ પુસ્તકનાં વચનને આપણા પિતૃઓએ સાંભળ્યું નથી, તે કારણથી યહોવાહનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે.”
“जाओ, र यस पुस्तकमा पाइएका वचनहरूको कारणले मेरो लागि र सारा यहूदाका लागि परमप्रभुको सल्लाह खोज । किनकि हाम्रा विरुद्धमा भएको परमप्रभुको क्रोध भयानक छ, किनभने यस पुस्तकमा भएका हाम्रा सम्बन्धका वचनलाई हाम्रा पुर्खाहरूले जसरी पालन गर्नुपर्थ्यो त्यसरी तिनीहरूले गरेनन् ।”
14 ૧૪ માટે હિલ્કિયા યાજક, અહિકામ, આખ્બોર, શાફાન તથા અસાયા યાજાકોના વસ્ત્રભંડારના ઉપરી હાર્હાસના દીકરા તિકવાના દીકરા શાલ્લુમની પત્ની પ્રબોધિકા હુલ્દા પાસે ગયા. તે યરુશાલેમમાં બીજા વિસ્તારમાં રહેતી હતી, તેઓએ તેની સાથે વાત કરી.
त्यसैले पुजारी हिल्कियाह, अहीकाम, अक्बोर, शापान र असायाह अगमवादिनी हुल्दाकहाँ गए । उनी दरबारका लुगाफाटो हेरचाह गर्ने हरहसका नाति, तिक्भाका छोरा शल्लूमकी पत्नी थिइन् । (उनी यरूशलेमको दोस्रो टोलमा बस्थिन्) । तिनीहरूले उनीसित कुरा गरे ।
15 ૧૫ તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એમ કહે છે, “તમને મારી પાસે મોકલનાર માણસને કહો કે,
उनले तिनीहरूलाई भनिन्, “इस्राएलका परमप्रभु परमेश्वर यसो भन्नुहुन्छ, 'तिमीहरूलाई मकहाँ पठाउने मानिसलाई भन्,
16 ૧૬ “યહોવાહ એવું કહે છે, “જુઓ, યહૂદિયાના રાજાએ આ બધાં વચનો તે પુસ્તકમાં વાંચ્યાં તે પ્રમાણે, હું આ દેશ અને તેના રહેવાસીઓ પર આપત્તિ લાવીશ.
“परमप्रभु यसो भन्नुहुन्छः हेर्, यहूदाका राजाले यस पुस्तकमा पढेअनुसार यस ठाउँ र यसका बासिन्दाहरूमा म विपत्ति ल्याउनेछु ।
17 ૧૭ કેમ કે, તેઓએ મને તજી દઈને બીજા દેવોની આગળ ધૂપ બાળ્યું છે. આ બધાં કુકર્મોથી તેઓએ મને ગુસ્સે કર્યો છે, માટે આ જગા પર મારો ગુસ્સો પ્રગટશે અને શાંત થશે નહિ.”
किनकि तिनीहरूले मलाई त्यागे अनि अन्य देवताहरूलाई धूप बाले, यसरी तिनीहरूले गरेका सबै कामले तिनीहरूले मलाई रिस उठाए— यसकारण यस ठाउँको विरुद्धमा मेरो क्रोध दन्केको छ, र यो निभाइने छैन' ।”
18 ૧૮ પણ યહૂદિયાના રાજા જેણે તને યહોવાહની ઇચ્છા જાણવા મોકલ્યો છે, તેને એમ કહેજે, ઇઝરાયલના ઈશ્વર યહોવાહ તમે સાંભળેલી વાતો વિષે એમ કહે છે કે,
तर परमप्रभुको इच्छा जान्न तिमीहरूलाई पठाउने यहूदाका राजालाई चाहिं तिमीहरूले यसो भन, 'तपाईंले सुन्नुभएको वचनको विषयमा इस्राएलका परमप्रभु परमेश्वर यसो भन्नुहुन्छः
19 ૧૯ હું આ જગા વિષે તથા તેમાંના રહેવાસીઓ વિષે બોલ્યો કે તેઓ પાયમાલ તથા શ્રાપિત થશે તે સાંભળીને તમારું હૃદય નમ્ર થયું, તું યહોવાહ આગળ દિન થયો, તારાં વસ્રો ફાડીને મારી આગળ રડ્યો, માટે મેં તારું પણ સાંભળ્યું. આ યહોવાહનું નિવેદન છે.
तिनीहरू उजाड र श्रापित हुनेछन् भनी मैले यस ठाउँ र यसका बासिन्दाहरूको विरुद्धमा भनेको सुनेर तैँले आफ्नो ह्रदय कोमल बनाएको र तैँले परमप्रभुको सामु आफैलाई विनम्र तुल्याएको अनि तैँले आफ्ना लुगा च्यातेको र मेरो सामु रोएका हुनाले मैले तेरो कुरा पनि सुनेको छु—यो परमप्रभुको घोषणा हो ।
20 ૨૦ ‘જો, હું તને તારા પિતૃઓ ભેગો મેળવી દઈશ, તું શાંતિમાં પોતાની કબરમાં જશે. જે સઘળી આપત્તિ હું આ દેશ અને તેના રહેવાસીઓ પર લાવીશ, તે તારી આંખો જોશે નહિ.” તેઓ આ ખબર લઈને રાજા પાસે પાછા ગયા.
हेर्, म तँलाई तेरा पुर्खाहरूसित जम्मा गर्नेछु, र तँ शान्तिसित तेरो चिहानमा जानेछस् । मैले यस ठाउँमा ल्याउने सबै विपत्तिलाई तेरा आँखाले देख्नेछैनस् । यसरी मानिसहरूले राजाकहाँ यो सन्देश लिएर गए ।