< Yohana 7 >
1 Ni kogon kpi biyi Yesu zren kagon mi gbu Galili, ni tu wa ana son ri ni mi ingbu Yahudiya nitu Yahudawa ba mla ki si gben ndi ba wu'u.
૧અને પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતાં હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા.
2 U igan idin u Yahudawa tewhire.
૨હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું.
3 U miri vayi ma ba hla niwu, “Lunde hi ni Yahudiya ni ndu almajeran me ndu ba to ikpi wa u si tre ba'a.
૩માટે તેમના ભાઈઓએ તેને કહ્યું કે, ‘અહીંથી યહૂદિયામાં જાઓ કે, તમે જે કામો કરો છો તે તમારા શિષ્યો પણ જુએ.
4 Idiori, nati kperi ririna inde ani son ndu indji ndu ba to wawuu, nitu wa u tie ikpi biyi u tsoro tume ni rira ni ngbungbulu'a
૪કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી; જો તમે એ કામો કરો છો, તો દુનિયાની આગળ પોતાને જાહેર કરો.’”
5 Nitu wa imri vayi ma me bana kpanyime niwu na.
૫કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો.
6 Yesu hla ni bawu, iton mu na tsira rina, ka iton bi ni he ni tan.
૬ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘મારો સમય હજી આવ્યો નથી; પણ તમારા માટે સર્વ સમય એક સમાન છે.
7 Gbungbulu'a ba na ya kamba niyi na, a kama ni me nitu wa mi hla ni bawu andi indu a hi memme.
૭જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ દુષ્ટ છે.
8 Bika lunde hi ni idin, ime mi na hi na iton mu tsira rina.
૮તમે આ પર્વમાં જાઓ; મારો સમય હજી પરિપૂર્ણ થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી.’”
9 Ni kogon iwa a hla ikpi biyi, a kuk'ri ni Galili.
૯ઈસુ તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા.
10 Ni kogon wa imiri vayi ma ba hi ni rira na.
૧૦પરંતુ ઈસુના ભાઈઓ પર્વમાં ગયા, તે પણ જાહેરમાં નહિ, પણ ખાનગી રીતે ગયા.
11 Nitu iwa Yahudawa ba si wa'u ni bubu indji'a, nani minye, a he ni ntsen?
૧૧ત્યારે યહૂદીઓએ પર્વમાં તેમની શોધ કરતાં કહ્યું કે, ‘તે ક્યાં છે?’”
12 Rju, rju itre ba he nituma gbugbu'u nimi kuson'a, bari mba tre a hi Indji ndindi, “Ahi Ndji u toh ti.” Bari mba ba tisan, andi an, an aye kpa soron ndji ni kasran.
૧૨તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી; કેમ કે કેટલાકે કહ્યું કે, ‘તે સારો માણસ છે;’ બીજાઓએ કહ્યું કે, ‘એમ નથી, પણ લોકોને તે ગેરમાર્ગે દોરે છે.’”
13 Ni naki me idiori na tre ni rira ni tumana nitu sisir Yahudawa.
૧૩તોપણ યહૂદીઓના ડરને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે કંઈ બોલ્યું નહિ.
14 Niwa ba ri igan indji ka ri ni zuzma, u Yesu lu ri ye hekali na (fara) ni tsroroba.
૧૪પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ ભક્તિસ્થાનમાં જઈને ઉપદેશ કર્યો.
15 Yahudawa ba luni ti sisir na ni tre, “Ani he iguyi he ni bibi kpran gbugbu'u na yi? Iwa na hi ni magrata na.
૧૫ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘એ માણસ કદી પણ શીખ્યો નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે?’”
16 Yesu kasa ni bawu, “Itsroro mu'a ana umu na, a u Indji wa a ton me ye'a.”
૧૬માટે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મારો ઉપદેશ મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે.
17 Indji wa ani son ti kpi iwa ani son'a ani ya to tsoro mu'a ko a rji ni Irji, ko mi tre u mu kimu.
૧૭જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, તે ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.
18 Ko inha wa ani tre u tuma, ani wa kpandema mu, ko ahi nha iwa awa kpande Indji iwa a ton me, Indji ki a wu njanji, ikpiri meme ma na he niwu na.
૧૮જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે; પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે, તે જ સત્ય છે અને તેનામાં કંઈ અન્યાય નથી.
19 Musa na nuyi ndu na? Ni naki iriri ni mi mbi ana hu ndu'a na. U ahi geri mba ni yoyui ni ndu yi wu me?
૧૯શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો?’”
20 Ison indji ba hla niwu, “U he ni brji. Ahi nha mba ni son wu'u?”
૨૦લોકોએ જવાબ આપ્યો કે, ‘તારામાં દુષ્ટાત્મા છે; કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?’”
21 Yesu hla bawu, mi ti indu iriri migen, u bi ti sisir wawu mbi.
૨૧ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મેં એક કાર્ય કર્યું અને તમે સર્વ આશ્ચર્ય પામ્યા છો.
22 Musa noyi ji (ana ri ni Musa na, a rji ni ba Ti-Iti, Tima), ni ivi u Asabar bi no indji iji.
૨૨આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે તે મૂસાથી છે એમ તો નહિ, પણ પૂર્વજોથી છે; અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો.
23 Indji nita kpa ji, ni ivi u asabar nitu, nduba na lahtre ni du Musa na, ahi ngeri mba noyi infu ni wa ndi mi chu lilo wawu rju ni indji wa a hi lo'a ni ivi asabar?
૨૩મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય, માટે જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે; તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો?
24 Na tron ni ya shishi na, tron ni u njanji.”
૨૪દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ સચ્ચાઈપૂર્વક ન્યાય કરો.’”
25 Bari mba rji ni Urushelima ba tre, “Iwa ana indji iwa ki si wa ndi ki wu ana?
૨૫ત્યારે યરુશાલેમમાંના કેટલાકે કહ્યું કે, ‘જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે, તે શું એ જ નથી?
26 To, a tre dedeme, u ba na tre kperi meniwu na. Ana bi na ni ndu bi chu ndi ba to a ndi i wayi a hi Kristi na, ka ana naki na?
૨૬પણ જુઓ, તે તો જાહેર રીતે બોલે છે અને તેઓ તેમને કંઈ કહેતાં નથી! અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે?
27 Naki, kito i wurji iwa a rji. Ni ton iwa Kristi ni ye, idiori ana to iwurji wa ani rji'a na.”
૨૭તોપણ અમે તે માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી આવેલો છે; પણ જયારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહિ કે તે ક્યાંથી આવ્યો છે.’”
28 Yesu tre ngbngban me ni mi heke li'a na ni tsoro ba na ni tre, “Bi to me ni to i wurji iwa mi rji. Mina ye ni tu muna, mi ye nitu indji wa a ton ye a hi njanji biyi bina to wu na.
૨૮એ માટે ઈસુએ ભક્તિસ્થાનમાં બોધ કરતાં બૂમ પાડીને કહ્યું કે, ‘તમે મને જાણો છો અને હું ક્યાંથી આવ્યો છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી પોતાની રીતે નથી આવ્યો, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી.
29 Ime mi to mi rji ni wawuyi, a wawuyi ton me.”
૨૯હું તેમને જાણું છું; કેમ કે હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.’”
30 Balu ni son vu u diori na ya bre wo niwu na iton na tsira rina.
૩૦માટે તેઓએ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો, માટે કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ.
31 Indji gbugbu ni mi mba ba kpa nyeme niwu, u ba tre, “Yesu ni ta ye, ani ti zan wayi wa ndi ati ba yi?
૩૧પણ લોકોમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો અને તેઓએ કહ્યું કે, ‘ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કારિક ચિહ્નો કર્યા છે તે કરતાં શું તેઓ વધારે કરશે?’”
32 Farisawa ba wo indji ba tre toto nitu Yesu, Malami bi nikon ni Farisawa ba ton bi gben ndu ba hi vu.
૩૨તેમને વિષે લોકો એવી ગણગણાટ કરતા હતા, તે ફરોશીઓએ સાંભળ્યું, ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને પકડવાને અધિકારીઓ મોકલ્યા.
33 Yesu tre, “Miri he ni yi za mi ni vi ton ni k'ban hi ni Indji wa a ton Me.
૩૩ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી જેમણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું.
34 Bi wa me bi na to mena, bubu iwa mi hi'a, bina ya hina.
૩૪તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ; અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.’”
35 Yahudawa ba lu ni miyen kpamba, ani tsen iguyi ni hi wa kina ya hi to'a na? Ko ani hi ni Helinawa ba si yar ani hi tsoro Helinawa?
૩૫ત્યારે યહૂદીઓએ અંદરોઅંદર કહ્યું કે, ‘આ માણસ ક્યાં જશે કે આપણને જડશે જ નહિ? શું ગ્રીકોમાં વેરાઈ ગયેલાઓની પાસે જઈને તે ગ્રીકોને બોધ કરશે?
36 A hi lan birime a ni tre naki, bi wa me u bina to me na, iwurji me hi'a na, bina ya hi na?”
૩૬‘તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ અને જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી એવી જે વાત તેણે કહી તે શી છે?’”
37 Ni vi u kekle'a, ki kle ivi u idin, Yesu lu kri kri na yar yin gbangban, na hla, “Indji wa lan ma nita ni tiwu wa ka ye nime na so.
૩૭હવે પર્વના છેલ્લાં તથા મહાન દિવસે ઈસુએ ઊભા રહીને ઊંચા અવાજે કહ્યું કે, ‘જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ.
38 Indji wa a kpayenme ni me, ina wa itre Irji'a a la, ni mi ma iba u re (iviri) ba gukbon ni mi ne ma.”
૩૮શાસ્ત્રવચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.’”
39 A tre naki nitu Ruhu (Ibrji ndindi), ni biwa ba kpa yeme niwu'a iki ba kpa, bana nu Ruhu (ibrji) rina, nitu wa bana gbre Yesu san rina.
૩૯પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો.
40 Bari ni mi son'a ba lan tre ba naki, na tre, gbigbi iwa yin a hi ana ebi yi.”
૪૦તે માટે લોકોમાંથી કેટલાકે તે વાતો સાંભળીને કહ્યું કે, ‘આવનાર પ્રબોધક ખરેખર તે જ છે.’”
41 Bari ba tre, iwayi a hi Almasihu.” U bari ba tre, “Almasihu ni rji ni Galili?
૪૧બીજાઓએ કહ્યું, ‘એ જ ખ્રિસ્ત છે.’ પણ કેટલાકે કહ્યું કે, ‘શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?’”
42 Nda tre Irji hla Almasihu ni rji ni mi mla Dauda ni Batalami na, rji ni mi vi gbu wa Dauda rji?
૪૨શું શાસ્ત્રવચનોમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?’”
43 U ba ga kpa ni mi son nitu ma.
૪૩એ માટે તેને વિષે લોકોમાં ભાગલાં પડ્યાં.
44 Wa bari mba ba vu, idiori na yowo na.
૪૪તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું; પણ તેમના પર કોઈએ હાથ નાખ્યો નહિ.
45 Niki bi gben'a ba kaban ye ni Firistoci bi nonkon'a ni Farisawa biwa ba tre, “Ahi ngyeri sa bina njiwu ye na?
૪૫ત્યારે અધિકારીઓ મુખ્ય યાજકોની તથા ફરોશીઓની પાસે આવ્યા; અધિકારીઓએ તેઓને પૂછ્યું કે, ‘તમે તેને કેમ લાવ્યા નહિ?’”
46 Bi gben ba tre, ko diori na ti bre tre nayi.
૪૬ત્યારે અધિકારીઓએ ઉત્તર આપ્યો કે ‘એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.’”
47 Farisawa ba sa ni bawa, “Ba kpayi kasran?
૪૭ત્યારે ફરોશીઓએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘શું, તમે પણ ગેરમાર્ગે ખેંચાયા?
48 Ka iri ni mi chuba a kpanyeme niwu, ka ni mi Farisawa?
૪૮અધિકારીઓ અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે?
49 Indji bi son yi ba na to tron na, ba ti meme ye.
૪૯પણ આ જે લોકો નિયમશાસ્ત્ર નથી જાણતા તેઓ શાપિત છે.’”
50 Nikodimus hla ni bawu, wawu wa a ye ni Yesu, ni ri ni mi Farisawa,
૫૦નિકોદેમસ તેઓમાંનો એક, જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે તેઓને પૂછે છે,
51 Indu mbu tre ni ndu fu ton nidi ndi ri ni wo ikpe iwa a ti'a?
૫૧‘માણસનું સાંભળ્યાં અગાઉ અને જે તે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય કરે છે?’”
52 U ba minye, iwume u rji ni Galili? ban ya ni hla anibi wa ani ya rji Galili'a.
૫૨તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘શું તું પણ ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્ન થવાનો નથી.’”
53 Niki indji wawu ba lu shan hi ni ko'mba.
૫૩પછી તેઓ પોતપોતાને ઘરે ગયા.