< Yohana 6 >

1 Ni kogon biyi, Yesu rugran ba-ne Galili iwa ba yo ndji mba-ne Tibaniya.
પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેની સામે બાજુએ ગયા.
2 Gbirjubu ndji gbugbuu ba lu ni hu ni kpe wa asi tie'a ni bi lilo ba.
ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.
3 Yesu lu hon hi ka son ni tu ngbulu ba-ba almajeran ma.
પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.
4 (Gan ri igan idin u za gran igan Yahudawa a te whir).
હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું.
5 Yesu zun tu hon na toh gbugbu ndji ba gyen klan si ye niwu na hla ni filibu, “ni tsen ki fe bredi, wa ki no indji biyi?”
માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, ‘તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?’”
6 (A tre naki na tsar to ni tu iwa wawu me a toh ikpe iwa ani tie.)
જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.
7 Filibu ka ha sa niwu “bredi dena rii deri hari me ana zrani ndji fie fie me na.”
ફિલિપે તેમને જવાબ આપ્યો, ‘બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.’”
8 Iri ni mi Almajere ma Andarawus, vayi siman Bitrus, hla ni Yesu,
તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે,
9 Ige Ivren ri a nji igbele ton u shai'ir ni lambe hari. a geri iwa yi ni tie ni gbugbu indji bi yi?”
‘એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?’”
10 Yesu tre ndu indji kuson.” (Bubu'a me a tie gega.) U lilon ba ba kusun, tsra indji dubu ton.
૧૦ઈસુએ કહ્યું કે, ‘લોકોને બેસાડો.’ તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી.
11 U Yesu a ban bredi ni kogon wa, a gira na ga bi wa ba kusun meme na la ga lambe naki, na wa ba ba son.
૧૧ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેચ્યું.
12 Niwa indji ba-ba whurji wa hla ni almajere ma, “ni ndu ba vu gburugbuma iwa a don ba shutie, ni ndu na tie meme na (asara na).”
૧૨તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠા કરો.’”
13 U ba vu shu ni sisen wulon don hari gburugbu bredi u sisen iton wa ba don mbru ma, ni kogon wa bari whrji.
૧૩માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની પાંચ રોટલીમાંના જે વધેલા ટુકડાં જમનારાંઓએ રહેવા દીધાં હતા, તેઓની બાર ટોપલી ભરી.
14 U indji ba toh gban iwa a tie, u ba tre, “A njanji iwa yi ahi anabin iwa ani ye ni gbungbunluyi.”
૧૪માટે તે લોકોએ ઈસુએ કરેલું એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, ‘જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.’”
15 U Yesu toh ndi ba lu ni ye ban wuni gbengbenle na nye-wu tie Ichu, na lu k'ban hi ni tu gbulu kima.
૧૫લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.
16 U yalu tie almajere ma ba lu grji hi ni teku.
૧૬સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા.
17 Na ri ni mi ghu, na rugran hi ni Kafarnahum, (ni ton wa ibwu tie ye, Yesu na ye ni ba rina.)
૧૭હોડીમાં બેસીને તેઓ કપરનાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા.
18 Gyugyu ri u gbengbenle ma u njanji ni rhi, teku ni lu ni kinkir.
૧૮ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.
19 Nikogon wa ba dran ghu hi na mil ashiri don ton ko talatin, u ba kushi ni Yesu a zren nitu teku siye na te whiwhir ni jirgi'a, u ba ti sisir.
૧૯જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા.
20 Iwa hla ni ba wu, ahi me, na tisisir na.”
૨૦પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘એ તો હું છું, ગભરાશો નહિ.’”
21 Niki u ba kpayenmen na kpa ni jirgi'a, hihari me jirgi ka ri ni gacci (bubu u jundi zi'a).
૨૧ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.
22 Ni ivi u ha ibrun klan ndi wa ba krhi ni gran teku ni korima ba tra andi jirgi ri na la don gan na niki se iri, iwa ndi Yesu na ri hu almajeran ma na u ba luhi ni grji ba.
૨૨બીજે દિવસે, જે લોકો સમુદ્રને પેલે કિનારે ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી. અને તે હોડીમાં ઈસુ પોતાના શિષ્યો સાથે ગયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા.
23 Se jirgi bari wa ba rji ni Tibariya whiewhir ni bubu wa indi ba son na tan gurasa ni kogon wa Yesu a ngiri'a.
૨૩તોપણ જ્યાં પ્રભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી બીજી હોડીઓ આવી.
24 Niwa indji ba ye toh andi Yesu ni almajaren ma ba he ni ba niki na, ni tie tu mba ba lu ri ni mi jirgi ba na hi ni Kafarnahum ni wa Yesu.
૨૪માટે જયારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપરનાહૂમ આવ્યા.
25 Na ka toh ni gran teku'a, na miyen “Mallam, anitan mba u ye ni wayi?”
૨૫પછી સમુદ્રને પેલે કિનારે તેઓએ તેમને મળીને પૂછ્યું કે, ‘ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?’”
26 Yesu a sa ni bawu andi, “Njanji, bi si wame yi, ana ni tu wa bi toh igban ikpe wa mi tie'a ni ye na, a nitu wa bi tan gurasar ni wherji.
૨૬ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમે ચમત્કારિક ચિહ્નો જોયા તે માટે મને શોધતાં નથી, પણ તમે રોટલી ખાઈને તૃપ્ત થયા તે માટે શોધો છો.
27 Ban chuwo ni tie kpabi ya ni bubu wa biri wa ani tie meme na, se bi ka wa biri iwa ani son kubon na nji yi hi ni viri (re) u tunturu iwa vren ndi ni no yin'a. (aiōnios g166)
૨૭જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.’” (aiōnios g166)
28 Bika miyen, “ahi geri ki tie iwa ani hu son u Rji'a?
૨૮ત્યારે તેઓએ તેમને પૂછ્યું કે, ‘અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?’”
29 Yesu sa ni bawu, “iwa yi a hi ndu Rji, ni ndu yi kpayenmen ni indi iwa a ton'a.
૨૯ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.’”
30 U ba miyen, “ahi nkpan geri u tie, ni ndu ta toh, u ni kpayenmen ni wu'a?
૩૦માટે તેઓએ તેમને કહ્યું, “તમે કયું ચમત્કારિક ચિહ્ન દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો?
31 Ahi geri u tie? Ba tietie-mbu ba tan manna ni miji nawa ba nhan, “Iwa no ba gurasar rji ni shu ni ndu ba tan.'”
૩૧અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્ના ખાધું, જેમ લખેલું છે કે, તેમણે સ્વર્ગમાંથી તેઓને ખાવાને રોટલી આપી.”
32 Yesu hla ni bawu, “Njanji, mi si hla ni yiwu, ana Musa yi noyi gurasar rji ni shuna ahi Itie mu mba a no yi gurasar u njanji rji ni shulu.
૩૨ત્યારે ઈસુએ તેઓને કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘તે રોટલી મૂસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી, પણ સ્વર્ગમાંથી જે ખરી રોટલી આવે છે, તે મારા પિતા તમને આપે છે.
33 Gurasar u Rji ani krji rji ni shu na no iviri ni gbungbulu'a.”
૩૩કેમ કે સ્વર્ગમાંથી જે ઊતરીને માનવજગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.’”
34 U ba hla niwu, “mallam, ta nota gurasar bi kima ko ni ton rime.”
૩૪ત્યારે તેઓએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે રોટલી સદા અમને આપો.’”
35 Yesu hla ni bawu, ahi meyi mi gurasar iwa ani ano iviri (re) indji wa a ye ni me iyon na tiwu na, indji wa a kpa yenmen ni me hlan ma nala tie wu gana.
૩૫ઈસુએ તેઓને કહ્યું, ‘જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.
36 Ndi mi hla ni yiwu, njanji bi toh me, naki me bina kpayenmen na.
૩૬પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ કરતા નથી.
37 Indji wa Itie a ne niwu'a ani ye nime, iwa a ye nimea mina zu menmelen mu na.
૩૭પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.
38 Mina grji rji ni shu ye, nitu mi tie ikpe iwa me son ki mu na, se de ikpe u son Indji iwa a ton Me.
૩૮કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું.
39 A hi wa yiyi ikpe u son indji wa a ton me, ni ndu mina wa kperi hanma ni mi biyina niwa ani se mika taba shimen ni vi u klakla'a.
૩૯જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે સર્વ આપ્યું છે, તેમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લાં દિવસે તેને પાછું ઉઠાડું.
40 Ahi wayi, i ahi son Itiemu, ndi indji iwa a toh vren na kpayenmen wu ani fe viri u son kuk'bon. Ime ni tashimen ni vi u klakla'a. (aiōnios g166)
૪૦કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.’” (aiōnios g166)
41 Yahudawa balu ni chaba gburgbu ni tuma, nitu iwa atra, “Ahi meyi mi Gurasar iwa grji ni shu'a.
૪૧એ માટે યહૂદીઓએ તેમને વિષે બડબડાટ કર્યો; કેમ કે તેમણે કહ્યું હતું કે, ‘સ્વર્ગમાંથી ઊતરેલી રોટલી હું છું.’”
42 Ba tre ana wayi, i ahi Yesu Ivren Yusufu, iwa Itima ni Iyima wa ki toh ba na? A ni he ri zizan ani tre andi mi grji rji ni shu?
૪૨તેઓએ કહ્યું કે, ‘યૂસફનો દીકરો, ઈસુ જેનાં માતાપિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, સ્વર્ગમાંથી હું ઊતર્યો છું?’”
43 Yesu hla ni bawu, “Ba chuwo ni chaba mlama ni kpabi.
૪૩ઈસુએ જવાબ આપ્યો કે, ‘તમે અંદરોઅંદર બડબડાટ ન કરો.
44 Ba iri iwa ani ya ye ni me, se Iti mu wa a ton me ye a njiwu ye, mit tawu shimechachu u kekle.
૪૪જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.
45 Ba nha nyi nha zi ni mi littatafe ana bawa andi, wawu mbawu Irji Bachi ni tsoro ba, u indji wa a wo ni tie, ani ye ni me.
૪૫પ્રબોધકના પુસ્તકમાં એમ લખેલું છે કે, ‘તેઓ સઘળા ઈશ્વરથી શીખેલા થશે. તો જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.
46 Niwa idiori ti bre to ni tie'ana, se wawu iwa a rji ni Bachi - a to Bachi.
૪૬કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી; ઈશ્વરની પાસેથી જે આવ્યો છે; તેણે જ પિતાને જોયા છે.’”
47 Njanji, njanji, indji wa a kpawu nyeme ahe ni iviri u tuntru. (aiōnios g166)
૪૭હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે. (aiōnios g166)
48 Ihe me nyi mi bredi u viri.
૪૮જીવનની રોટલી હું છું.
49 Ba ti bi ba ri mana ni miji, na kwu.
૪૯તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મૃત્યુ પામ્યા.
50 I wa nyi ahi bredi u wa a grji rji ni shu ndi indji wa a ri ngbala ma wa ka na kwu na.
૫૦પણ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મૃત્યુ પામે નહિ.
51 Ime nyi mi gurasa u re (iviri) wa a grji rji ni shu. Indji iwa a ri ni mi gurasa, ani son hi tuntru gurasa yi wa mi no ahi kpamu nitu kpa gbungbulu chu wo.” (aiōn g165)
૫૧સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે હું આપીશ.’” (aiōn g165)
52 Yahudawa ba tifu nimi mba na ni sen nyu ni kpamba'a andi ani he iguyi ani ya nota inan ma kpama ki tan?
૫૨તે માટે યહૂદીઓએ અંદરોઅંદર વાદવિવાદ કરતાં કહ્યું કે, ‘એ માણસ પોતાનું માંસ આપણને ખાવાને શી રીતે આપી શકે?’”
53 U Yesu hla bawu, “Njanji, njanji, bita na tan inanma kpa ivren indji na ni nan so iyin mana, bi na fe iviri ni mi bina.
૫૩ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું રક્ત ન પીઓ, તો તમારામાં જીવન નથી.
54 Indji iwa a tan nanma mu na so inyi mu ani Iviri tuntru, mila zun lude ni ivi u kekle. (aiōnios g166)
૫૪જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ. (aiōnios g166)
55 A hla bawu, “Ikisa mi nhla ni yiwu. Nitu inanma mu ahi biri u njanji, iyi mu me ahi ikpe u so u njanji.
૫૫કેમ કે મારું માંસ ખરેખરો ખોરાક છે અને મારું રક્ત ખરેખરું પીણું છે.
56 Indji iwa a tan nanma mu, na so iyi mu a son ni mi mu, imeme mi son niwu.
૫૬જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.
57 Na wa itimbu u iviri a ton me, naki mi zren na ti'a, ana ki indji iwa a tan nmma mu, ani son nitu mu.
૫૭જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતા દ્વારા જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે સહારે જીવશે.
58 Iwa yi ahi gurasa iwa a grji rji ni shulu, ana iri u ba tibi wa ba tan na kwu na, indji iwa a tan gurasa ani son tuntru.” (aiōn g165)
૫૮જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ તમારા પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.’” (aiōn g165)
59 Yesu hla kpi biyi ni mi ma, njamiya niwa a si tsoro ba ni Kafarnahum.
૫૯તેમણે કપરનાહૂમના સભાસ્થાનમાં બોધ કરતાં એ વાતો કહી.
60 Ni wo naki, gbugbuwu ni mi almajaranma ba tre, itre yi a hi ni krifi, i he nha ani ya wo wu?”
૬૦એ માટે તેમના શિષ્યોમાંના ઘણાંએ તે સાંભળીને કહ્યું કે, ‘આ વાત કઠણ છે, તે કોણ સાંભળી શકે?’”
61 Yesu ato ni mi soron ma andi almajereanma, basi chabangbu ru ngbu kima, na miyen ba, “Iwa yi kati lahtre?
૬૧પણ મારા શિષ્યો જ તે વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે, ‘શું તમને આ વાતથી માઠું લાગ્યું છે?
62 Ani he nihe bi ti to ivren indji ni hon ni hi ni bubuma u sen na?
૬૨ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ?
63 Ruhu ni iviri, ikpa na ti kperi na. Ahi tre wa mi tre ni yiwu hi Ruhu, u ba ivri.
૬૩જે જીવાડે છે તે આત્મા છે; શરીરથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.
64 Ni naki bari mbi ni wayi bana kpa nyime na.” U Yesu toh rji ni mumla'a wawu biwa bana kpa nyime na nda toh ndji wa ani ka'u no dun ba wu'u.
૬૪પણ તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.’ કેમ કે કોણ અવિશ્વાસી છે અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, તે ઈસુ પહેલેથી જાણતા હતા.
65 A hla ndi, “A nitu kii mba mi hla ni yiwu ndi ndrjo ri na ye nime na se to Bachi mu no'u nkon dun ye nime.”
૬૫તેમણે કહ્યું કે, ‘મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.’”
66 Ni kogon kima, gbugbuu ba k'ban hi ni kogon nimi almajanre ma, bati bre hla zren ni wu ngana.
૬૬આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાં પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ.
67 Yesu minye wulon don hari ba, biyi bi na son hi na, ka nan nakina?
૬૭તે માટે ઈસુએ બાર શિષ્યો ને પૂછ્યું કે, ‘શું તમે પણ જતા રહેવા ચાહો છો?’”
68 Bitrus a sa niwu, iwu timbu, ni nha ki hi niwu? Iwu nyi u he ni itre re (ivir) son hi tuntru. (aiōnios g166)
૬૮સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે. (aiōnios g166)
69 Kita ki to ni kpanyeme iwu yi u tsatsra ichu u Rji.”
૬૯અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે છો.’”
70 Yesu hla bawu, “Ana me mi chu yi na, biyi wulon don hari na, iri ni mi bi ani ahi ibirji?”
૭૦ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘શું મેં તમો બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંની એક વ્યક્તિ તો શેતાન છે.’”
71 Asi tre ni Yahuda vivren Siman Iskariyoti, a hi ri ni mi wulon don hari ba, iwa ani ka yesu noba'a.
૭૧તેમણે તો સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોત વિષે તે કહ્યું; કેમ કે તે, બાર શિષ્યોમાંનો હોવા છતાં, તેમને પરાધીન કરનાર હતો.

< Yohana 6 >