< Giê-rê-mi-a 21 >

1 Có lời từ nơi Đức Giê-hô-va phán cho Giê-rê-mi, khi vua Sê-đê-kia sai Pha-su-rơ, con trai Manh-ki-gia, và Sô-phô-ni, con trai thầy tế lễ Ma-a-sê-gia, đến cùng người mà rằng:
યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું, જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના દીકરા પાશહૂરને તથા માસેયા યાજકના દીકરા સફાન્યાને યર્મિયાની પાસે મોકલીને કહેવડાવ્યું કે,
2 Nê-bu-cát-nết-sa, vua Ba-by-lôn, đến đánh chúng ta, nên hãy vì chúng ta cầu hỏi Đức Giê-hô-va; có lẽ Đức Giê-hô-va sẽ vì chúng ta làm y theo mọi việc lạ lùng của Ngài, cho người lìa khỏi chúng ta.
“કૃપા કરીને તું યહોવાહને અમારી તરફથી પૂછ, કેમ કે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સામે યુદ્ધ કરે છે કદાચ યહોવાહ પોતાનાં સર્વ અદ્દ્ભુત કૃત્યો પ્રમાણે અમારી સાથે એવી રીતે વર્તશે કે જેથી તે રાજાને પાછા જવું પડે.”
3 Giê-rê-mi đáp rằng: Các ông hãy tâu lại cùng Sê-đê-kia như vầy:
ત્યારે યર્મિયાએ તેઓને કહ્યું કે, સિદકિયાને જઈને આ પ્રમાણે કહેજો કે,
4 Giê-hô-va Đức Chúa Trời của Y-sơ-ra-ên, phán như vầy: Nầy, những binh khí trong tay các ngươi đang cầm để đánh đuổi vua Ba-by-lôn và người Canh-đê hiện vây các ngươi ở ngoài tường thành, thì ta sẽ khiến lui về, và thâu lại vào giữa thành nầy.
‘યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે; “જુઓ, લડાઈનાં જે શસ્ત્રો તમારા હાથમાં છે, જે શસ્ત્રો વડે તમે કોટની બહાર તથા બાબિલના રાજાની સાથે ઘેરો ઘાલનાર ખાલદીઓ સામે લડો છો તે હું પાછાં ફેરવીશ. તેઓને આ નગરની મધ્યમાં એકઠા કરીશ.
5 Chính ta sẽ chiến đấu nghịch cùng các ngươi, dùng tay giang ra, cánh tay mạnh sức, nổi nóng, phát giận và sự thạnh nộ lớn.
લાંબા કરેલા હાથથી તથા બળવાન ભુજથી ક્રોધ તથા જુસ્સાથી તથા ભારે રોષથી હું જાતે તમારી સામે લડીશ.
6 Ta sẽ đánh dân cư thành nầy cả người và vật: chúng nó sẽ chết dịch rất lớn.
આ નગરમાં રહેનારા માણસો તથા પશુઓને હું મારી નાખીશ. તેઓ મોટી મરકીથી મૃત્યુ પામશે.
7 Đức Giê-hô-va phán: Sau đó, ta sẽ phó Sê-đê-kia, vua Giu-đa, tôi tớ và dân nó, tức những kẻ còn lại trong thành, đã tránh khỏi dịch lệ, gươm dao, đói kém, ta sẽ phó chúng nó vào tay Nê-bu-cát-nết-sa, vua Ba-by-lôn, vào tay những kẻ cừu thù và những kẻ đòi mạng chúng nó. Nê-bu-cát-nết-sa sẽ đánh chúng nó bằng lưỡi gươm, không dè tiếc, không áy náy, không thương xót.
ત્યારબાદ યહોવાહ કહે છે કે હું યહૂદિયાના રાજા સિદકિયાને, તેના સેવકોને તથા જે લોક આ નગરમાં મરકીથી, તલવારથી તથા દુકાળથી બચ્યા છે તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં તથા જેઓ તેનો જીવ શોધે છે તેઓના હાથમાં સોંપીશ અને તે તેઓને તલવારથી મારી નાખશે. તેમના પર તે ક્ષમા, દયા કે કરુણા દર્શાવશે નહિ.
8 Ngươi khá nói cùng dân nầy rằng: Đức Giê-hô-va phán như vầy: Nầy, ta đặt trước mặt các ngươi con đường sống và con đường chết.
આ લોકને તારે કહેવું કે, યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જુઓ, હું તમારી આગળ જીવનનો માર્ગ અને મરણનો માર્ગ બન્ને મૂકું છું.
9 Kẻ nào cứ ở lại trong thành nầy sẽ chết bởi gươm dao, đói kém, và ôn dịch; nhưng kẻ nào ra khỏi, đi sang cùng người Canh-đê, tức người đang vây mình, thì sẽ sống, và sự sống mình sẽ làm của cướp cho mình.
જે કોઈ આ શહેરમાં રહેશે તે તલવારથી, દુકાળથી તથા મરકીથી મૃત્યુ પામશે, પણ જે કોઈ તેમને ઘેરો ઘાલનાર ખાલદીઓને શરણે જશે તે જીવતો રહેશે. અને તેનો જીવ તે લૂંટ તરીકે ગણશે.
10 Đức Giê-hô-va phán: Vì ta để mặt ta trên thành nầy mà xuống họa cho, chớ không phải xuống phước; thành ấy sẽ bị phó vào tay vua Ba-by-lôn, người sẽ lấy lửa đốt đi.
૧૦કેમ કે આ નગરનું ભલું નહિ, પણ વિનાશ કરવાને મેં મારું મુખ ફેરવ્યું છે’ એમ યહોવાહ કહે છે. ‘તેને બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે અને તે બાળી દેવામાં આવશે.
11 Luận về nhà vua Giu-đa, hãy nghe lời của Đức Giê-hô-va:
૧૧વળી યહૂદિયાના રાજાના વંશજો વિષે યહોવાહનું વચન સાંભળો.
12 Đức Giê-hô-va phán như vầy: Hỡi nhà Đa-vít, vừa lúc ban mai hãy làm sự công bình, hãy cứu kẻ bị cướp ra khỏi tay người ức hiếp, e rằng vì các ngươi làm điều ác, mà ta phát giận ra như lửa, cháy không ai tắt được chăng.
૧૨હે દાઉદના ઘરના, યહોવાહ કહે છે કે; સવારે ન્યાય કરો, જે માણસ જુલમીઓના હાથે લૂંટાઈ ગયો છે તેને તેના હાથમાંથી છોડાવો, રખેને તમારાં દુષ્ટ કૃત્યોને કારણે મારો રોષ અગ્નિની પેઠે સળગી ઊઠશે તેને હોલવનાર કોઈ મળશે નહિ.
13 Đức Giê-hô-va phán: Nầy, hỡi kẻ ở trong nơi trũng, trên vầng đá nơi đồng bằng kia, ta nghịch cùng các ngươi, là những người nói rằng: Ai sẽ xuống nghịch cùng chúng ta? ai sẽ sấn vào nơi chúng ta ở?
૧૩જુઓ, હે ખીણમાં રહેનારી, હે મેદાનમાંના ખડકમાં રહેનારી હું તારી વિરુદ્ધ છું” એમ યહોવાહ કહે છે જે કોઈ કહે છે કે, કોણ મારા પર હુમલો કરી શકે એમ છે?” “અથવા કોણ અમારાં ઘરોમાં પ્રવેશી શકે એમ છે?’ તેઓની વિરુદ્ધ હું છું
14 Đức Giê-hô-va phán: Ta sẽ phạt các ngươi theo quả của việc làm các ngươi; ta sẽ đốt lửa trong rừng nó, lửa sẽ nuốt hết mọi vật ở chung quanh nó.
૧૪હું તમારાં કૃત્યોનાં ફળ પ્રમાણે શિક્ષા કરીશ” એમ યહોવાહ કહે છે. “હું તેના જંગલમાં અગ્નિ સળગાવીશ અને તે પોતાની આસપાસની સર્વ વસ્તુઓને બાળી નાખશે.”

< Giê-rê-mi-a 21 >