< I-sai-a 3 >
1 Nầy, Chúa, là Đức Giê-hô-va vạn quân, sẽ cất lấy chói và gậy khỏi Giê-ru-sa-lem và Giu-đa, tức là cả bánh nó cậy và cả nước nó nhờ.
૧જુઓ, સૈન્યોના પ્રભુ યહોવાહ યરુશાલેમમાંથી તથા યહૂદામાંથી આધાર, ટેકો, રોટલી તથા પાણીનો આખો પુરવઠો લઈ લેનાર છે;
2 Ngài sẽ cất lấy những người mạnh mẽ, chiến sĩ, quan xét, đấng tiên tri, thầy bói, trưởng lão,
૨શૂરવીર તથા લડવૈયા, ન્યાયાધીશ તથા પ્રબોધક, જોશી તથા વડીલ;
3 cai đội, dòng quí phái, mưu sĩ, lương công, và thuật sĩ.
૩સૂબેદાર, પ્રતિષ્ઠિત પુરુષ, સલાહકાર અને કુશળ કારીગર તથા ચતુર જાદુગરને તે લઈ લેશે.
4 Ta sẽ ban cho họ những người trai trẻ làm quan trưởng, và con nít sẽ cai trị họ.
૪“હું જુવાનોને તેઓના આગેવાન ઠરાવીશ અને બાળકો તેઓના પર રાજ કરશે.
5 Dân sự hà hiếp nhau, người với người, lân cận với lân cận; con nít lấn lướt kẻ già cả, người hèn hạ lấn lướt người tôn trọng.
૫લોકો એકબીજાથી અને દરેક વ્યક્તિ પોતાના પડોશીથી પીડા પામશે; બાળક વડીલનો અને સામાન્ય માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે.
6 Khi một người sẽ bắt anh em mình tại nhà cha mà nói với rằng: Ngươi có áo choàng; hãy làm đầu chúng ta, và sự bại hoại nầy hãy thuộc về dưới tay ngươi!
૬તે સમયે માણસ પોતાના ભાઈને તેના પિતાના ઘરમાં પકડીને, કહેશે કે, ‘તારી પાસે વસ્ત્ર છે; તું અમારો અધિપતિ થા અને આ ખંડિયેર તારા હાથ નીચે રહે.’
7 Trong ngày đó người kia lên tiếng đáp rằng: Không, ta không làm thầy chữa lành, và trong nhà ta không có bánh cũng không có áo; chớ lập ta làm quan cai dân sự.
૭ત્યારે તે મોટા અવાજથી કહેશે, ‘હું તો સુધારનાર થવાનો નથી; મારી પાસે રોટલી કે વસ્ત્ર નથી. તમે મને લોકોનો અધિપતિ ઠરાવશો નહિ.”
8 Giê-ru-sa-lem phải nghiêng úp, và Giu-đa xiêu đổ; vì lời nói việc làm của họ nghịch cùng Đức Giê-hô-va, và trêu chọc con mắt của uy nghiêm Ngài.
૮કેમ કે યરુશાલેમની પાયમાલી અને યહૂદાની પડતી થઈ છે, કારણ કે તેઓની વાણી અને કરણીએ યહોવાહની વિરુદ્ધ તેમના રાજ અધિકારની અવગણના કરી છે.
9 Bộ mặt họ làm chứng nghịch cùng mình; họ bêu tội rõ ràng như thành Sô-đôm chẳng giấu chút nào. Khốn thay cho linh hồn họ! vì họ đã làm hại cho mình!
૯તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; અને તેઓ સદોમની જેમ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. તેઓને અફસોસ છે! કેમ કે તેઓએ પોતે જ આફત વહોરી લીધી છે.
10 Hãy rao cho kẻ công bình được phước; vì họ sẽ ăn trái của việc làm mình.
૧૦ન્યાયી વ્યક્તિને કહો કે તેનું સારું થશે; કેમ કે તેઓ પોતાની કરણીનું ફળ ખાશે.
11 Khốn cho kẻ hung ác, ắt mang họa! Vì họ sẽ thâu lại việc tự tay mình làm ra!
૧૧દુષ્ટને અફસોસ! તે તેના માટે ખરાબ થશે, કેમ કે તે તેના હાથે કરેલાં કૃત્યનું ફળ ભોગવશે.
12 Dân ta bị con nít hà hiếp, và đàn bà cai trị nó. Hỡi dân ta, kẻ dẫn ngươi làm cho ngươi sai lạc, và họ phá hoại đường lối ngươi.
૧૨મારા લોક પર તો બાળકો જુલમ કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે. મારા લોક, તમારા આગેવાનો તમને કુમાર્ગે દોરે છે અને તમારા ચાલવાના માર્ગ ગૂંચવી નાખે છે.
13 Đức Giê-hô-va dấy lên đặng biện luận, Ngài đứng mà xét đoán các dân.
૧૩યહોવાહ ન્યાય કરવાને ઊઠ્યા છે; પોતાના લોકોનો ન્યાય કરવાને તે ઊભા થયા છે;
14 Đức Giê-hô-va xét đoán các trưởng lão của dân Ngài với các quan trưởng nó: Aáy chính các ngươi là kẻ đã nuốt vườn nho; của cướp bóc kẻ nghèo đang ở trong nhà các ngươi!
૧૪યહોવાહ પોતાના લોકોના વડીલોનો તથા તેમના સરદારોનો ન્યાય કરશે: “તમે દ્રાક્ષવાડીને ખાઈ ગયા છો; ગરીબોની લૂંટ તમારા ઘરમાં છે.
15 Các ngươi có ý gì mà đè ép dân ta, giày vò mặt kẻ nghèo khó? Chúa, là Đức Giê-hô-va vạn quân, phán vậy.
૧૫તમે કેમ મારા લોકોને છૂંદી નાખો છો અને દરિદ્રીઓના ચહેરાને કચડો છો?” સૈન્યોના પ્રભુ, યહોવાહ એવું કહે છે.
16 Đức Giê-hô-va lại phán rằng: Vì những con gái Si-ôn kiêu ngạo, ngóng cổ bước tới, liếc mắt trêu ngươi, vừa đi õng ẹo, vừa khua động tiếng dưới chân,
૧૬યહોવાહ કહે છે કે સિયોનની દીકરીઓ ગર્વિષ્ઠ છે અને તેઓ માથું ઊંચું રાખીને, આંખોથી કટાક્ષ મારતી, પગથી છમકારા કરતી અને ઠમકતી ઠમકતી ચાલે છે.
17 nên Chúa sẽ làm cho đỉnh đầu con gái Si-ôn đóng vảy, và Đức Giê-hô-va sẽ lột truồng chúng nó.
૧૭તેથી પ્રભુ સિયોનની દીકરીઓના માથાંને ઉંદરીવાળાં કરી નાખશે અને યહોવાહ તેમને ટાલવાળા કરી નાખશે.
18 Trong ngày đó, Chúa sẽ cất những vòng mắt cá họ trang sức đi, cái lưới và cái cài;
૧૮તે દિવસે પ્રભુ પગની ઘૂંટીના દાગીનાની શોભા લઈ લેશે, માથાબાંધણ, ચંદનહાર
19 hoa tai, xuyến và lúp;
૧૯ઝૂમખાં, બંગડીઓ, ઘૂંઘટ;
20 mão, chuyền mắt cá, nịt lưng, hợp hương và bùa đeo;
૨૦મુગટો, સાંકળા, પગનાં ઝાંઝર, અત્તરદાનીઓ, માદળિયાં.
21 cà rá và khoen đeo mũi;
૨૧વીંટી, નથ;
22 áo lễ, áo lá rộng, áo choàng, túi nhỏ;
૨૨ઉત્તમ વસ્ત્રો, ઝભ્ભાઓ, બુરખાઓ અને પાકીટ;
23 gương tay, vải mỏng, khăn bịt đầu và màn che mặt.
૨૩આરસીઓ, મલમલનાં વસ્ત્રો, પાઘડીઓ તથા બુરખા તે બધું લઈ લેવામાં આવશે.
24 Sẽ có mùi hôi hám thay vì thơm tho; dây tói thay vì nịt lưng; đầu sói thay vì tóc quăn; bao gai quấn mình thay vì áo dài phấp phới; dấu phỏng thay vì sắc đẹp.
૨૪સુગંધીઓને બદલે દુર્ગંધ; અને કમરબંધને બદલે દોરડું; ગૂંથેલા વાળને બદલે ટાલ; અને ઝભ્ભાને બદલે ટાટનું આવરણ; અને સુંદરતાને બદલે કુરૂપતા થશે.
25 Lính chiến ngươi sẽ ngã dưới gươm, những kẻ anh hùng ngươi sẽ bị tử trận.
૨૫તારા પુરુષો તલવારથી અને તારા શૂરવીરો યુદ્ધમાં પડશે.
26 Các cửa nó sẽ than khóc và thảm sầu; nó vắng vẻ ngồi trên đất.
૨૬યરુશાલેમના દરવાજા શોક તથા વિલાપ કરશે; અને તે ખાલી થઈને ભૂમિ પર બેસશે.