< I-sai-a 50 >
1 Ðức Giê-hô-va phán như vầy: Chớ nào từ để mà ta đã để mẹ các ngươi ra ở đâu? Ai là người chủ nợ mà ta đã bán các ngươi cho? Nầy, các ngươi bị bán, là tại tội lỗi mình; mẹ các ngươi bị bỏ, là tại sự bội nghịch các ngươi.
૧યહોવાહ પૂછે છે કે, “છૂટાછેડાનો પત્ર ક્યાં છે જેનાથી મેં તારી માને છૂટાછેડા આપ્યા? અને મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા હતા? જો, તમારાં પાપોને લીધે તમે વેચાયા હતા અને તમારા બળવાને કારણે તમારી માને મેં તજી દીધી હતી.
2 Cớ sao khi ta đến, chẳng thấy có người nào? Cớ sao khi ta gọi, chẳng có ai thưa lại? Tay ta há ngắn quá không chuộc được sao? hay là sức ta không đủ mà cứu được sao? Nầy, ta chỉ nạt một cái thì biển liền cạn. Ta biến sông thành đồng vắng; cá dưới sông vì khan nước phải chết khát, hóa ra hôi thối.
૨હું શા માટે આવ્યો પણ ત્યાં કોઈ હતું નહિ? મેં શા માટે પોકાર કર્યો પણ કોઈએ જવાબ આપ્યો નહિ? શું મારો હાથ એટલો બધો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી શકે નહિ? શું તમને બચાવવા માટે મારામાં શક્તિ નથી? જુઓ, મારા ઠપકાથી હું સમુદ્રને સૂકવી નાખું છું; હું નદીઓને રણ કરી નાખું છું; તેમાંની માછલીઓ પાણી વિના મરી જાય છે અને ગંધાઈ ઊઠે છે.
3 Ta lấy sự tối tăm mặc cho các từng trời, và khoác cho một cái bao gai.
૩હું આકાશને અંધકારથી ઢાકું છું; હું ટાટથી તેનું આચ્છાદન કરું છું.”
4 Chúa Giê-hô-va đã ban cho ta cái lưỡi của người được dạy dỗ, hầu cho ta biết dùng lời nói nâng đỡ kẻ mệt mỏi. Ngài đánh thức tai ta để nghe lời Ngài dạy, như học trò vậy.
૪હું થાકેલાઓને આશ્વાસનના શબ્દો બોલી શકું માટે, પ્રભુ યહોવાહે મને શીખેલાની જીભ આપી છે. તે દર સવારે મને જગાડે છે અને મારા કાનને ઉઘાડે છે કે હું શીખેલાની જેમ સાંભળું.
5 Thật, Chúa Giê-hô-va đã mở tai ta, ta không trái nghịch, cũng không giựt lùi.
૫પ્રભુ યહોવાહે મારા કાન ઉઘાડ્યાં છે અને મેં બંડ કર્યું નથી કે, પાછો હટ્યો નથી.
6 Ta đã đưa lưng cho kẻ đánh ta, và đưa má cho kẻ nhổ râu ta; ai mắng hoặc giổ trên ta, ta chẳng hề che mặt.
૬મેં મારા મારનારની આગળ મારી પીઠ તથા વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા; અપમાનિત તથા થૂંકાવા છતાં મેં મારું મુખ સંતાડ્યું નહિ.
7 Chúa Giê-hô-va sẽ giúp ta, nên ta chẳng bị mắc cỡ; vậy ta làm cho mặt ta cứng như đá; vì biết mình sẽ chẳng có điều chi xấu hổ.
૭કેમ કે પ્રભુ યહોવાહ મારી સહાય કરશે; તેથી હું ફજેત થનાર નથી; તેથી મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું કર્યું છે, કેમ કે હું જાણું છું કે હું લજ્જિત થઈશ નહિ.
8 Ðấng xưng ta công bình đã đến gần; ai dám kiện với ta? Hãy cùng ta đều đứng lên! Ai là kẻ đối địch ta? Hãy lại gần ta!
૮મને ન્યાયી ઠરાવનાર પાસે છે. કોણ મારો વિરોધ કરશે? આવો આપણે સાથે ઊભા રહીને એક બીજાની સરખામણી કરીએ. મારા પર આરોપ મૂકનાર કોણ છે? તેને મારી પાસે આવવા દો.
9 Thật, Chúa Giê-hô-va sẽ đến giúp ta: Ai định tội lỗi ta được? Nầy, hết thảy chúng nó sẽ cũ đi như áo, bị sâu cắn rách.
૯જુઓ, પ્રભુ યહોવાહ મને સહાય કરશે. મને અપરાધી ઠરાવનાર કોણ છે? જુઓ, તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; ઉધાઈ તેઓને ખાઈ જશે.
10 Trong vòng các ngươi nào có ai kính sợ Ðức Giê-hô-va, và nghe tiếng của tôi tớ Ngài? Kẻ nào đi trong tối tăm và không có sự sáng thì hãy trông cậy danh Ðức Chúa Trời mình.
૧૦તમારામાં યહોવાહની બીક રાખનાર કોણ છે? કોણ પોતાના સેવકની વાણી સાંભળે છે? કોણ ઘોર અંધકારમાં પ્રકાશ વિના ચાલે છે? તેણે યહોવાહના નામ પર ભરોસો રાખવો અને તેના ઈશ્વર પર આધાર રાખવો.
11 Kìa, hết thảy các ngươi là kẻ thắp lửa và đốt đuốc vây lấy mình, thì hãy đi giữa ngọn lửa mình và giữa những đuốc mình đã đốt! Ấy là sự tay ta đã làm cho các ngươi, các ngươi sẽ nằm trong sự buồn bực!
૧૧જુઓ, તમે સર્વ અગ્નિ સળગાવનારા, જે મશાલોથી સજ્જ છો: તમારી સળગાવેલ જ્યોતમાં અને તમારી મશાલોના પ્રકાશમાં ચાલો. યહોવાહ કહે છે, ‘મારા હાથથી,’ ‘આ તમારી પાસે આવશે: તમે વિપત્તિના સ્થાનમાં પડી રહેશો.’”