< Lê-vi 6 >
1 Chúa Hằng Hữu phán bảo Môi-se:
૧યહોવાહે મૂસાને કહ્યું,
2 “Nếu có ai phạm tội cùng Chúa Hằng Hữu vì gian dối trong các khoản ký thác hoặc bảo chứng của người khác, hay vì trộm cắp hoặc bức hiếp anh em láng giềng,
૨“જો કોઈ વ્યક્તિ પાપ કરીને યહોવાહની આજ્ઞાનો ઉલ્લંઘન કરે, એટલે ખોટા વ્યવહારમાં, ગીરવે મૂકવાની બાબતમાં, લૂંટફાટની બાબતમાં પોતાના પડોશીને દગો કરે અથવા તેણે પોતાના પડોશી પર જુલમ ગુજાર્યો હોય,
3 hay vì tìm được vật người khác đã mất nhưng chối đi, thề thốt dối trá, hoặc vì một lỗi nào mà người ta thường phạm,
૩અથવા કોઈની ખોવાયેલી વસ્તુ તેને મળી હોય તે વિષે તે દગો કરે અને જૂઠા સોગન ખાય અથવા જો કોઈ માણસ આ બધામાંથી કંઈપણ કરીને પાપ કરે,
4 thì vào ngày tội trạng được xác nhận, đương sự phải hoàn trả vật mình đã lấy, hoặc đã lừa gạt, hoặc vật được ký thác cho mình, hoặc vật người khác mất mà mình tìm được,
૪જો તે પાપ કરીને દોષિત થયો હોય, તો એમ થાય કે, જે તેણે પડાવી લીધું હોય અથવા જે વસ્તુ તેણે જુલમથી મેળવી હોય અથવા જે અનામત તેને સોંપાયેલી હોય અથવા જે ખોવાયેલી વસ્તુ તેને મળી હોય.
5 hay bất cứ vật gì mình đã lấy do thề dối, đồng thời phải bồi thường một số tiền bằng một phần năm giá trị của vật ấy cho sở hữu chủ.
૫અથવા જે કોઈ ચીજ વિષે તેણે જૂઠા સોગન ખાધા હોય, તે તે પાછી આપે, તે ભરીપૂરીને પાછું આપે એટલું જ નહિ, પણ તેમાં એક પંચમાંશ ઉમેરે, તે દોષિત ઠરે તે જ દિવસે તેણે જેનું તે હોય તેને તે આપવું
6 Người có tội cũng phải đem đến cho thầy tế lễ một con chiên đực không tì vít, làm sinh tế chuộc tội dâng lên Chúa Hằng Hữu; giá trị con chiên bằng giá định sẵn.
૬પછી તે યહોવાહની આગળ પોતાનું દોષાર્થાર્પણ લાવે: ટોળાંમાંનો એક ખોડખાંપણ વગરનો ઘેટો યાજક પાસે દોષાર્થાર્પણને માટે લાવે.
7 Khi thầy tế lễ làm lễ chuộc tội với Chúa Hằng Hữu, lỗi người sẽ được tha.”
૭યાજક યહોવાહ સમક્ષ તેને માટે પ્રાયશ્ચિત કરે અને જે કોઈ કૃત્યથી તે દોષિત થયો હશે, તેની તેને ક્ષમા કરવામાં આવશે.”
8 Chúa Hằng Hữu lại phán bảo Môi-se:
૮પછી યહોવાહે મૂસાને કહ્યું,
9 “Hãy cho A-rôn và các con trai người biết các thể lệ về tế lễ thiêu sau đây: Lễ vật phải được giữ giữa bàn thờ suốt đêm, lửa trên bàn thờ phải cháy luôn cho đến sáng.
૯“હારુન તથા તેના પુત્રોને આજ્ઞા કર કે, ‘આ દહનીયાર્પણના નિયમો છે: દહનીયાર્પણો આખી રાત સવાર સુધી વેદી પરની કઢાઈ ઉપર રહે અને વેદીના અગ્નિને તેની ઉપર સળગતો રાખવો.
10 Thầy tế lễ sẽ mặc áo và quần ngắn vải gai vào, lấy tro của lễ vật đã cháy tàn trên bàn thờ đem đổ bên cạnh bàn thờ.
૧૦અને યાજક અંદર તથા બહાર શણનાં વસ્ત્રો પહેરે. અગ્નિએ ભસ્મ કરેલા વેદી પરના દહનીયાર્પણની રાખ લઈને તે વેદીની બાજુમાં ભેગી કરે.
11 Xong, thầy tế lễ sẽ thay áo, đem tro ra khỏi nơi đóng trại, đến một nơi sạch sẽ.
૧૧તે પોતાના વસ્ત્રો બદલે અને બીજા વસ્ત્રો પહેરીને તે રાખને છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ લઈ જાય.
12 Lửa trên bàn thờ phải cháy luôn, không được tắt. Mỗi buổi sáng, thầy tế lễ phải đốt củi trên bàn thờ, đặt của lễ thiêu trên củi, và đốt mỡ của sinh tế tạ ơn.
૧૨વેદી પરનો અગ્નિ સતત સળગતો રાખવો. તેને હોલવાઈ જવા ન દેવો અને પ્રતિદિન સવારે યાજક તે પર લાકડાં બાળે. તે તેના ઉપર દહનીયાર્પણ ગોઠવે અને તેના ઉપર શાંત્યર્પણની ચરબીનું દહન કરે.
13 Lửa phải được cháy luôn trên bàn thờ, không lúc nào được tắt.”
૧૩વેદીનો અગ્નિ સતત સળગતો રાખવો. તેને હોલવાઈ જવા ન દેવો.
14 “Sau đây là thể lệ dâng ngũ cốc: Các con trai A-rôn sẽ dâng ngũ cốc trên bàn thờ, trước mặt Chúa Hằng Hữu.
૧૪ખાદ્યાર્પણનો નિયમ આ છે: હારુનના પુત્રો ખાદ્યાર્પણને યહોવાહની સમક્ષ વેદી સામે ચઢાવે.
15 Thầy tế lễ sẽ bốc đầy một nắm tay bột mịn của ngũ cốc đem dâng, luôn với dầu và nhũ hương đã rắc lên trên bột, đem đốt phần bột tượng trưng này trên bàn thờ, dâng hương thơm lên Chúa Hằng Hữu.
૧૫યાજક ખાદ્યાર્પણોમાંથી એક મુઠ્ઠી ભરીને મેંદો, તેલ અને બધું જ લોબાન પ્રતીક તરીકે લઈને યહોવાહને માટે સુવાસને અર્થે વેદી પર તેનું દહન કરે.
16 Phần ngũ cốc còn lại sẽ dùng làm thực phẩm cho A-rôn và các con trai người, nhưng phải ăn ở một nơi thánh và không được ăn với men; họ sẽ ăn tại sân Đền Tạm.
૧૬તેમાંથી જે બાકી રહે તે હારુન તથા તેના પુત્રો ખાય. તેને પવિત્ર જગ્યામાં ખમીર વગર ખાવું. મુલાકાતમંડપનાં આંગણામાં તેઓ તે ખાય.
17 Tuyệt đối không được pha men vào bột này, ngay cả khi dùng bột để nướng bánh. Ta cho họ một phần lễ vật dâng cho Ta bằng lửa, phần này rất thánh, cũng như lễ vật chuộc tội và lễ vật chuộc lỗi.
૧૭તેને ખમીર સહિત શેકવું નહિ. મેં અગ્નિ દ્વારા મળેલ ખાદ્યાર્પણના તેમના ભાગરૂપે તેમને આપેલા છે. પાપાર્થાર્પણની જેમ તથા દોષાર્થાર્પણની જેમ તે પરમપવિત્ર છે.
18 Nam giới trong dòng họ A-rôn đều được phép ăn những lễ vật dâng lên Chúa Hằng Hữu này. Đây là một quy luật áp dụng qua các thế hệ. Chỉ người thánh, hiến dâng mình lên Chúa mới được đụng đến tế lễ thiêu của Ngài.”
૧૮હારુનના વંશજોમાંની કોઈ પણ વ્યક્તિ તે ખાઈ શકશે, યહોવાહને અગ્નિથી ચઢાવેલા ખાદ્યાર્પણના અર્પણનો તેમને પેઢી દર પેઢી કાયમનો ભાગ મળશે. જે કોઈ તેનો સ્પર્શ કરશે તે શુદ્ધ બની જશે.’”
19 Chúa Hằng Hữu phán bảo Môi-se:
૧૯તેથી યહોવાહે મૂસાને ફરીથી કહ્યું,
20 “Vào ngày lễ xức dầu thánh cho A-rôn và các con trai người, họ sẽ dâng lên Chúa Hằng Hữu một lễ vật ngũ cốc, thông thường gồm 2,2 lít bột mịn, phân nửa dâng vào buổi sáng, phân nửa buổi tối.
૨૦“હારુનનો અભિષેક થાય તે દિવસે તેણે તથા તેના પુત્રોએ યહોવાહને માટે આ અર્પણ કરવું: એટલે ખાદ્યાર્પણને માટે નિયમિત એક દશાંશ એફાહ મેંદાનો લોટ, તેમાંથી અર્ધો સવારે તથા અર્ધો સાંજે અર્પણ કરવામાં આવે.
21 Bột sẽ được pha với dầu, nướng thật kỹ trên vỉ, dâng hương thơm lên Chúa Hằng Hữu.
૨૧તેને ભઠ્ઠીમાં તવી ઉપર તેલથી તળવામાં આવે. જ્યારે તે તળાઈ જાય ત્યારે તેને અંદર લાવવો. તળેલા મેંદાના ચોસલાં પાડીને યહોવાહ સમક્ષ સુવાસને અર્થે તારે ખાદ્યાર્પણ ચઢાવવું.
22 Người được xức dầu thánh trong dòng họ A-rôn để kế vị A-rôn làm thầy tế lễ sẽ dâng lễ vật như vậy lên Chúa Hằng Hữu. Đây là một quy lệ áp dụng đời đời.
૨૨તેના પુત્રોમાંનો જે અભિષિક્ત યાજક તેની પદવીએ આવે તે તે ચઢાવે. હંમેશના વિધિથી તેનું યહોવાહને માટે પૂરેપૂરું દહન કરાય.
23 Toàn thể lễ vật ngũ cốc này sẽ được thiêu đốt, không ai được ăn.”
૨૩યાજકના પ્રત્યેક ખાદ્યાર્પણનું પૂરેપૂરું દહન કરવું. તે ખાવું નહિ.”
24 Chúa Hằng Hữu phán bảo Môi-se:
૨૪યહોવાહે ફરીથી મૂસાને કહ્યું,
25 “Hãy cho A-rôn và các con trai người biết các thể lệ về tế lễ chuộc tội sau đây: Phải giết con sinh tế chuộc tội trước mặt Chúa Hằng Hữu, tại nơi dùng để giết sinh tế lễ thiêu. Sinh tế này rất thánh.
૨૫“હારુન તથા તેના પુત્રોને એમ કહે કે, ‘પાપાર્થાર્પણનો નિયમ આ છે: જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં યહોવાહની આગળ પાપાર્થાર્પણ પણ કપાય છે. તે પરમપવિત્ર છે.
26 Thầy tế lễ đứng hành lễ chuộc tội sẽ ăn thịt con sinh tế ấy tại sân Đền Tạm, một nơi thánh.
૨૬જે યાજક પાપને માટે તેનું અર્પણ કરે, તે એ ખાય. મુલાકાતમંડપના આંગણામાં, એટલે પવિત્રસ્થાને જમવું.
27 Chỉ người thánh được đụng đến thịt sinh tế. Nếu máu sinh tế vấy vào áo thầy tế lễ, thì áo phải được giặt tại một Nơi Thánh.
૨૭જે કોઈ તેના માંસનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય અને જો તેનું રક્ત કોઈપણના વસ્ત્ર પર પડે, તો જેના પર તે પડ્યું હોય, તેને તારે પવિત્રસ્થાને ધોઈ નાખવું.
28 Nếu đã dùng chậu đất để ngâm áo, thì phải đập vỡ chậu. Nếu dùng thùng đồng, thì phải chùi thùng và rửa cho sạch.
૨૮પણ માટીનાં જે વાસણમાં માંસને બાફ્યું હોય તે માટીના વાસણને ભાંગી નાખવું. જો માંસ પિત્તળના વાસણમાં બાફ્યું હોય, તો તેને ઘસીને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું.
29 Nam giới trong nhà các thầy tế lễ đều được phép ăn thịt sinh tế rất thánh này.
૨૯યાજકમાંનો કોઈ પણ પુરુષ તેમાંથી થોડું ખાય કેમ કે તે પરમપવિત્ર છે.
30 Nhưng nếu máu của sinh tế chuộc tội được đem vào Đền Tạm để làm lễ chuộc tội trong Nơi Thánh, thì sinh tế này phải được thiêu rụi bằng lửa, không được ăn.”
૩૦અને જેના રક્તમાંનું પવિત્રસ્થાનમાં પ્રાયશ્ચિત કરવા માટે મુલાકાતમંડપમાં કંઈ લાવવામાં આવ્યું હોય, તેવું કોઈ પાપાર્થાર્પણ ખવાય નહિ. તેને અગ્નિમાં બાળી નાખવું.