< Gióp 20 >
1 Sô-pha, người Na-a-ma, đáp:
૧ત્યારે સોફાર નાઅમાથીએ પ્રત્યુત્તર આપ્યો અને કહ્યું,
2 “Tôi phải trả lời vì tôi rất bối rối.
૨“મારા વિચારો મને ઉત્તર આપવાને સૂચવે છે. ચિંતાને લીધે હું અધીરો બની ગયો છું.
3 Tôi đã nghe lời trách móc sỉ nhục tôi, nhưng sự hiểu biết đã giục tôi đáp lại.
૩મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો છે, અને મારી પ્રેરકબુદ્ધિ મને ઉત્તર આપે છે.
4 Anh có biết: Từ thuở khai thiên lập địa khi loài người mới có mặt trên thế gian,
૪શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી,
5 kẻ ác dù có hân hoan chỉ tạm thời, và niềm vui của kẻ vô đạo sớm tàn tắt?
૫દુષ્ટ લોકોની કીર્તિ ક્ષણભંગુર છે, તથા અધર્મીઓનો આનંદ ક્ષણિક છે?
6 Dù kiêu hãnh của nó lên đến tận trời đầu chạm tới các tầng mây,
૬તેનો યશ આકાશ સુધી પહોંચે, અને તેનું મસ્તક આભ સુધી પહોંચે,
7 nó cũng sẽ bị tiêu diệt đời đời, bị ném đi giống như phân của nó. Ai từng quen biết nó sẽ hỏi: ‘Nó ở đâu?’
૭તોપણ તે પોતાની જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે. જેમણે એને જોયો છે તેઓ પૂછે છે, ‘તે ક્યાં છે?’
8 Nó tiêu tan như giấc mơ. Bị xóa đi như cơn mộng ban đêm.
૮સ્વપ્નની જેમ તે ઊડી જશે અને તેનો પત્તો લાગશે નહિ; રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઈ જશે.
9 Vừa thấy đó, nó liền mất hút. Chốn quê hương chẳng biết nó là ai.
૯જેણે તેને જોયો છે તે તને ફરી કદી જોઈ શકશે નહિ. તેનું સ્થળ તેને ક્યારેય જોવા પામશે નહિ.
10 Con cái nó sẽ xin ân huệ từ người nghèo khổ, chính tay nó phải trả lại của cải nó đã chiếm.
૧૦તેનાં સંતાનો ગરીબોની મહેરબાની શોધશે, અને તેના હાથો તેનું ધન પાછું આપશે.
11 Xương cốt nó đầy sinh lực thanh xuân, nhưng cũng phải nằm dưới cát bụi với nó.
૧૧તેનામાં યુવાનીનું જોર છે. પણ તે તેની સાથે ધૂળમાં મળી જશે.
12 Dù miệng nó cho tội ác là ngọt bùi, và giấu nọc độc dưới ba tấc lưỡi.
૧૨જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે. જો કે તે તેને પોતાની જીભ નીચે છુપાવી રાખે છે.
13 Dẫu nó cưu mang tội ác, không lìa bỏ, ngậm trong miệng, chẳng nhả ra.
૧૩જો કે તે તેને પાછી રાખીને જવા ન દે, પણ પોતાના મોમાં જ રાખી મૂકે છે.
14 Thức ăn nó nuốt vào bụng sẽ sình thối, trở thành mật rắn hổ trong người.
૧૪પરંતુ ખોરાક તેના પેટમાં કડવો થઈ ગયો છે; તે તેની અંદર સાપના ઝેર સમાન થઈ ગયો છે.
15 Nó nuốt của cải vào rồi phải mửa ra. Của phi nghĩa Đức Chúa Trời không cho tiêu hóa.
૧૫તે જે ધનસંપતિ ગળી ગયો છે તે તેણે ઓકી નાખવી પડશે; ઈશ્વર તેના પેટમાંથી તેને ઓકી કઢાવશે.
16 Nó sẽ mút nọc độc rắn hổ. Lưỡi rắn lục sẽ giết chết nó.
૧૬તે સર્પનું ઝેર ચૂસશે; નાગનો ડંખ તેને મારી નાખશે.
17 Nó chẳng bao giờ được thấy các dòng sông dầu ô-liu hay dòng suối mật ong và dòng mỡ sữa.
૧૭તે નદીઓ, માખણ તથા મધની વહેતી ધારાઓ જોવા પામશે નહિ.
18 Những gì nó bon chen kiếm được phải trả lại. Nó chẳng được hưởng lợi gì trong những cuộc bán buôn.
૧૮જેને માટે તેણે મહેનત કરી હશે; તે તેને પાછું આપવું પડશે; અને તે તેને ભોગવવા પામશે નહિ; તે જે ધનસંપત્તિ કમાયો હશે તેથી તેને આનંદ થશે નહિ.
19 Vì nó áp bức và bỏ bê người nghèo khổ. Cướp đoạt nhà cửa nó không xây.
૧૯કેમ કે તેણે ગરીબો પર જુલમ કર્યો છે, તથા તેઓને તરછોડ્યા છે, તેણે જે ઘર બાંધ્યું નહોતું તે તેણે જુલમથી લઈ લીધું છે.
20 Nó luôn tham lam và không bao giờ thấy đủ. Thứ gì nó đã muốn mà có thể thoát được.
૨૦તેના મનમાં કંઈ શાંતિ નહોતી, માટે જેમાં તે આનંદ માને છે તેમાંનું તે કંઈ પણ બચાવી શકશે નહિ.
21 Chẳng thứ gì còn sót lại khi nó đã ăn. Nên cuộc giàu sang nó thật chóng qua.
૨૧તેણે ખાઈ જવામાં કંઈ બાકી રાખ્યું નથી; તેની સફળતા ટકશે નહીં.
22 Đang dư dật, nó bỗng ra túng ngặt và tai họa đổ xuống liên miên.
૨૨તેની સંપત્તિ પુષ્કળ હોવા છતાં તે તંગીમાં આવી પડશે, દરેક દુઃખી જનનો હાથ તેની વિરુદ્ધ થશે.
23 Đức Chúa Trời trút lên nó cơn thịnh nộ. Tuôn tràn như mưa ngàn thác lũ.
૨૩જ્યારે તેનું પેટ ભરવાની તૈયારીમાં હશે એટલામાં, ઈશ્વરનો ક્રોધ તેના પર ઊતરશે; તે ખાતો હશે એટલામાં તેના પર તે કોપ વરસાવશે.
24 Dù nó thoát khỏi gươm giáo sắt, mũi tên đồng sẽ đâm thủng nó.
૨૪જો કે લોઢાના શસ્ત્રથી તે ભાગશે, તો પિત્તળનું બાણ એને વીંધી નાખશે.
25 Khi rút mũi tên ra khỏi người nó, đầu mũi tên sáng loáng đã cắm vào gan. Nỗi kinh hoàng của sự chết chụp lấy nó.
૨૫તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે; અને પીઠમાંથી ભોંકાઈને બહાર આવશે; તેની ચળકતી ધાર તેના પિત્તાશયને વીંધી નાખશે. તેના પર ભય આવી પડશે.
26 Tối tăm mờ mịt rình rập tài sản nó. Lửa thiên nhiên sẽ thiêu cháy nó, tiêu diệt những gì sót lại trong lều nó.
૨૬તેના ખજાનાની જગ્યાએ કેવળ અંધકાર તેને માટે રાખી મૂક્યો છે. પ્રચંડ અગ્નિ કે જેને કોઈ માનવે સળગાવ્યો નથી તે તેને ભસ્મીભૂત કરી નાખશે.
27 Tội ác nó các tầng trời tố giác, và đất nổi phong ba chống đối kẻ gian tà.
૨૭આકાશ તેનો અન્યાય પ્રગટ કરશે, પૃથ્વી તેની વિરુદ્ધ સાક્ષી પૂરશે.
28 Một cơn lũ cuốn trôi nhà nó với của cải. Trong ngày Đức Chúa Trời nổi giận.
૨૮તેના ઘરની સંપત્તિ નાશ પામશે, તે ઈશ્વરના કોપને દિવસે વહી જશે.
29 Số phận ấy Đức Chúa Trời đã dành cho kẻ ác. Là cơ nghiệp Ngài dành cho nó.”
૨૯દુષ્ટ લોકોને ઈશ્વર તરફથી મળેલો હિસ્સો, તથા ઈશ્વરે તને ઠરાવી આપેલું વતન આ જ છે.”