< Công Vụ Các Sứ đồ 11 >

1 Các sứ đồ và anh em tín hữu xứ Giu-đê nghe tin dân ngoại cũng đã tiếp nhận Đạo của Đức Chúa Trời.
હવે જે પ્રેરિતો તથા ભાઈઓ યહૂદિયામાં હતા તેઓએ સાંભળ્યું કે, વિદેશીઓએ પણ ઈશ્વરનાં વચનનો અંગીકાર કર્યો છે.
2 Nhưng khi Phi-e-rơ trở về Giê-ru-sa-lem, bị các tín hữu Do Thái chỉ trích.
જ્યારે પિતર યરુશાલેમ પાછો આવ્યો, ત્યારે સુન્નતીઓએ તેની ટીકા કરતા કહ્યું કે,
3 Họ nói: “Ông đã vào nhà của dân ngoại và còn ăn chung với họ nữa!”
‘તેં બેસુન્નતીઓના ઘરમાં જઈને તેઓની સાથે ભોજન કર્યું.’
4 Rồi Phi-e-rơ kể cho họ từng việc đã xảy ra:
ત્યારે પિતરે તેઓને તે વાતનો વિગતવાર ખુલાસો કરતા કહ્યું કે,
5 “Tại thành Gia-pha, tôi đang cầu nguyện thì chợt xuất thần, thấy khải tượng. Có vật gì giống như tấm vải lớn buộc bốn góc từ trời sa xuống trước mặt tôi.
‘હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો, તે વખતે મને મૂર્છા આવી; અને મેં દર્શનમાં જાણે કે એક મોટી ચાદર તેના ચાર ખૂણાથી લટકાવેલુ હોય તેવું એક વાસણ સ્વર્ગમાંથી ઊતરતું જોયું; તે મારી પાસે આવ્યું.’
6 Tôi chăm chú nhìn, thấy bên trong có các loài súc vật, dã thú, loài bò sát, và loài chim trời.
તેના પર એકીટસે જોઈને મેં ધ્યાન આપ્યું, તો મેં તેમાં પૃથ્વી પરનાં ચોપગા પ્રાણીઓ, રાની પશુઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ જોયાં.
7 Tôi nghe có tiếng gọi: ‘Hãy dậy, Phi-e-rơ; hãy dậy làm thịt ăn.’
વળી મેં એક વાણીને મને એમ કહેતી સાંભળી કે, પિતર, ઊઠ, મારીને ખા.
8 Nhưng tôi thưa: ‘Lạy Chúa, con không dám, vì con không hề ăn vật gì mà theo luật Do Thái là ô uế hay không tinh sạch.’
પણ મેં કહ્યું, પ્રભુ, એમ નહિ; કેમ કે કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ ખોરાકનો આહાર મેં કર્યો નથી.
9 Tiếng từ trời lại phán: ‘Vật gì Đức Chúa Trời đã tẩy sạch thì không nên xem là ô uế nữa!’
પણ તેના ઉત્તરમાં સ્વર્ગમાંથી બીજી વાર વાણી થઈ કે, ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.
10 Tiếng đó lặp lại ba lần rồi mọi vật được thu lên trời.
૧૦એમ ત્રણ વાર થયું; પછી તે બધાને સ્વર્ગમાં પાછા ખેંચી લેવામાં આવ્યાં.
11 Ngay lúc ấy, có ba người từ Sê-sa-rê đến, dừng chân trước nhà tôi đang trọ.
૧૧અને જુઓ, તે જ સમયે કાઈસારિયાથી મારી પાસે મોકલેલા ત્રણ માણસો, જે ઘરમાં અમે હતા તેની આગળ આવી ઊભા રહ્યા.
12 Chúa Thánh Linh bảo tôi đừng e ngại, cứ đi với họ. Ngoài ra có sáu anh em đây cùng đến nhà Cọt-nây với tôi.
૧૨આત્માએ મને કહ્યું કે, કંઈ પણ ભેદ રાખ્યા વિના તેઓની સાથે જા. આ છ ભાઈઓ પણ મારી સાથે આવ્યા; અને અમે તે વ્યક્તિના ઘરમાં ગયા;
13 Chúng tôi nghe Cọt-nây kể lại chuyện thiên sứ hiện đến bảo ông: ‘Hãy sai người đến Gia-pha mời Phi-e-rơ.
૧૩ત્યારે તેણે અમને ખબર આપી કે, મેં મારા ઘરમાં એક સ્વર્ગદૂતને ઊભેલો જોયો, તેણે મને કહ્યું કે, જોપ્પામાં માણસ મોકલી સિમોન જેમનું બીજું નામ પિતર છે, તેને બોલાવ;
14 Người ấy sẽ truyền lời Chúa cho ông, nhờ đó ông và mọi người trong nhà sẽ được cứu!’
૧૪તે તને એવી વાતો કહેશે કે તેથી તું તથા તારાં ઘરનાં સર્વ વ્યક્તિઓ ઉદ્ધાર પામશો.
15 Khi tôi bắt đầu giảng, Chúa Thánh Linh liền giáng trên họ như Ngài đã giáng trên chúng ta lúc đầu.
૧૫હું જેમ પ્રવચન કરવા લાગ્યો કે તરત જેમ પ્રથમ આપણા પર પવિત્ર આત્માએ આચ્છાદન કર્યું હતું, તેમ તેઓ પર પણ પવિત્ર આત્મા ઊતર્યો.
16 Tôi nhớ lại lời Chúa dạy: ‘Giăng làm báp-tem bằng nước, nhưng các con sẽ nhận báp-tem bằng Chúa Thánh Linh.’
૧૬ત્યારે પ્રભુની એ કહેલી વાત મને યાદ આવી કે, યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.
17 Vậy nếu Đức Chúa Trời ban ân tứ cho dân ngoại như Ngài đã ban cho chúng ta là người tin Chúa Cứu Thế Giê-xu, thì tôi là ai mà dám ngăn cản Đức Chúa Trời?”
૧૭માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણને જેવું દાન મળ્યું તેવું જ દાન ઈશ્વરે તેઓને પણ આપ્યું, તો હું કોણ કે, ઈશ્વરને અટકાવું?
18 Họ nghe xong liền thôi chỉ trích ông, và tôn vinh Đức Chúa Trời: “Thế là Chúa cũng cho các dân ngoại cơ hội ăn năn để được sự sống đời đời.”
૧૮આ વાતો સાંભળીને તેઓ ચૂપ રહ્યા, અને ઈશ્વરને મહિમા આપતા કહ્યું કે, ઈશ્વરે બિનયહૂદીઓને પણ પશ્ચાતાપ કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે.
19 Lúc các tín hữu tản mác khắp nơi vì vụ áp bức sau khi Ê-tiên qua đời, một số đến tận Phê-ni-xi, Síp, và An-ti-ốt truyền giáo, nhưng chỉ cho người Do Thái.
૧૯સ્તેફનના સંબંધમાં થયેલી સતાવણીથી જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ ફિનીકિયા, સાયપ્રસ તથા અંત્યોખ સુધી ગયા, પણ તેઓએ યહૂદીઓ સિવાય કોઈને પ્રભુની વાત પ્રગટ કરી ન હતી.
20 Tuy nhiên, mấy tín hữu quê ở Síp và Ly-bi đến An-ti-ốt giảng về Chúa Giê-xu cho người Hy Lạp.
૨૦પણ તેઓમાંના કેટલાક સાયપ્રસના તથા કુરેનીના માણસો હતા, તેઓએ અંત્યોખ આવીને ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી સંભળાવી.
21 Chúa cùng làm việc với họ, nên có đông người ăn năn tin Chúa.
૨૧પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને ઘણાં લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા.
22 Tin tức đưa về Giê-ru-sa-lem, Hội Thánh cử Ba-na-ba đến An-ti-ốt.
૨૨તેઓ વિષેના સમાચાર યરુશાલેમના વિશ્વાસી સમુદાયના કાને આવ્યા, ત્યારે તેઓએ બાર્નાબાસને અંત્યોખ સુધી મોકલ્યો;
23 Khi đến nơi, thấy công việc của Đức Chúa Trời, ông rất vui mừng, khích lệ anh chị em hết lòng trung tín với Chúa.
૨૩તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો; અને તેણે તેઓ સર્વને દ્દ્રઢ હૃદયથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો;
24 Ba-na-ba là người đạo đức, đầy dẫy Chúa Thánh Linh và đức tin. Ông dìu dắt nhiều người đến với Chúa.
૨૪કેમ કે તે સારો માણસ હતો, અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો; અને ઘણાં લોક પ્રભુના વિશ્વાસી સમુદાયમાં જોડાયાં.
25 Sau đó, Ba-na-ba lên Tạt-sơ tìm Sau-lơ.
૨૫પછી બાર્નાબાસ શાઉલની શોધ કરવા સારુ તાર્સસ ગયો;
26 Ông tìm được Sau-lơ và đưa về An-ti-ốt. Suốt một năm, hai ông nhóm họp với Hội Thánh và huấn luyện rất nhiều người. (Tại An-ti-ốt, lần đầu tiên tín hữu được gọi là Cơ Đốc nhân.)
૨૬અને તે મળ્યો ત્યારે બાર્નાબાસ તેને અંત્યોખમાં લાવ્યો. તેઓએ એક આખું વર્ષ વિશ્વાસી સમુદાયની સાથે રહીને ઘણાં લોકોને બોધ કર્યો; શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.
27 Trong khi đó, có mấy nhà tiên tri từ Giê-ru-sa-lem xuống An-ti-ốt.
૨૭હવે એ દિવસોમાં કેટલાક પ્રબોધકો યરુશાલેમથી અંત્યોખ આવ્યા.
28 Một nhà tiên tri tên A-ga-bút được Chúa Thánh Linh hướng dẫn, đứng lên giữa buổi họp báo trước rằng thế giới La Mã sẽ bị nạn đói lớn. (Quả nhiên, nạn đói xảy ra vào thời cai trị của Cơ-lốt.)
૨૮તેઓમાંના આગાબસ નામે એક જણે ઊભા થઈને આત્માની પ્રેરણાથી સૂચવ્યું કે, આખી દુનિયામાં મોટો દુકાળ સર્જાશે; અને કલોડિયસના રાજ્યકાળમાં તેમ જ થયું.
29 Các tín hữu tại An-ti-ốt quyết định mỗi người tùy theo khả năng gửi quà cứu trợ anh chị em tín hữu xứ Giu-đê.
૨૯ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે, આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદિયામાં રહેનાર ભાઈઓને કંઈ મદદ મોકલવી.
30 Họ nhờ Ba-na-ba và Sau-lơ đem tặng phẩm về trao cho các trưởng lão tại Giê-ru-sa-lem.
૩૦તેઓએ તેમ કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની મારફતે વડીલો પર નાણાં મોકલ્યાં.

< Công Vụ Các Sứ đồ 11 >