< II Cô-rinh-tô 7 >
1 Thưa anh chị em yêu quý! Theo lời hứa của Chúa, chúng ta hãy tẩy sạch mọi điều ô uế của thể xác và tâm hồn, để được thánh khiết trọn vẹn trong niềm kính sợ Đức Chúa Trời.
૧તે માટે, વહાલાંઓ, આપણને એવાં આશાવચનો મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ અશુદ્ધતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરીએ.
2 Hãy lấy tình tri kỷ đáp lại chúng tôi. Chúng tôi chẳng gây hại, làm hư hỏng anh chị em, hay tranh quyền đoạt lợi.
૨અમારો અંગીકાર કરો; અમે કોઈને અન્યાય કર્યો નથી; કોઈનું બગાડ્યું નથી, કોઈને છેતર્યા નથી.
3 Tôi nói thế không phải để buộc tội anh chị em, nhưng như tôi đã nói trước, anh chị em là bạn tâm giao chí thiết, cùng sống cùng chết với tôi.
૩હું તમને દોષિત ઠરાવવાંને બોલતો નથી; કેમ કે મેં પહેલેથી જ કહ્યું છે કે, તમે અમારાં હૃદયોમાં એવા વસ્યા છો કે આપણે સાથે મળીને મરવાને અને જીવવાને તૈયાર છીએ.
4 Tôi rất tin tưởng nơi anh chị em, vô cùng hãnh diện vì anh chị em. Anh chị em làm cho tôi tràn đầy an ủi và chứa chan vui mừng trong mọi cảnh gian khổ.
૪તમારી સાથે વાત કરવામાં હું બહુ ખુલાસીને બોલું છું, મને તમારે વિષે બહુ ગૌરવ છે, હું દિલાસાથી ભરપૂર થયો છું, અમારી સર્વ વિપત્તિમાં હું આનંદથી ઝૂમી ઊઠું છું.
5 Khi đến Ma-xê-đoan, chúng tôi bị khốn khổ đủ điều, chẳng lúc nào được an thân, bên ngoài phải tranh đấu không ngừng, trong lòng lo sợ hãi hùng.
૫કેમ કે અમે મકદોનિયા આવ્યા ત્યારે અમારાં શરીરોને કંઈ સુખાકારી ન હતી; પણ અમારા પર ચારેબાજુથી વિપત્તિઓ હતી; બહાર લડાઈઓ અને અંદર ઘણી જાતનાં ડર હતા.
6 Nhưng Đức Chúa Trời, Đấng khích lệ người nản lòng, đã an ủi chúng tôi, đưa Tích đến thăm chúng tôi.
૬પણ દીનજનોને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આવ્યાથી અમને દિલાસો આપ્યો;’
7 Chẳng những được an ủi vì gặp Tích, chúng tôi còn phấn khởi vì Tích được anh chị em khích lệ. Tích cho biết anh chị em đã buồn rầu khắc khoải, trông mong chờ đợi chúng tôi, anh chị em cũng hăng hái đáp ứng lời kêu gọi của tôi, nên tôi càng thêm vui mừng!
૭અને કેવળ તેના આવ્યાથી જ નહિ, પણ તમારા તરફથી તેને જે દિલાસો મળ્યો હતો તેથી પણ; અને તેણે તમારી મારા પ્રત્યેની મોટી ઉત્કંઠા, તમારો શોક અને મારે વિષે તમારી સઘન કાળજીની અમને ખબર આપી, તેથી મને વધારે આનંદ થયો.
8 Tôi không hối tiếc đã gửi bức thư làm buồn anh chị em. Tôi biết anh chị em chỉ buồn ít lâu thôi.
૮જોકે મેં મારા પત્રથી તમને દુ: ખી કર્યા અને તેનું મને દુ: ખ થતું હતું, પણ હવે મને તેનો પસ્તાવો થતો નથી કેમ કે હું જોઉં છું કે તે પત્રએ તમને થોડા જ સમય માટે દુ: ખી કર્યા હતા.
9 Hiện nay tôi vui mừng, không phải vì anh chị em buồn rầu, nhưng vì buồn rầu giúp anh chị em hối cải. Đó là đau buồn theo ý Đức Chúa Trời. Như thế, chúng tôi không làm hại gì anh chị em.
૯પણ હવે હું આનંદ કરું છું તે તમે દુ: ખી થયા એટલા માટે નહિ, પણ દુ: ખી થવાથી તમે પસ્તાવો કર્યો તે માટે; કેમ કે તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ: ખી કરાયા હતા, કે અમારાથી તમને કંઈ નુકસાન ન થાય.
10 Đau buồn theo ý Đức Chúa Trời dẫn đến sự ăn năn để được cứu rỗi, đó là thứ đau buồn không cần hối tiếc. Còn đau buồn của thế gian đưa đến sự chết.
૧૦કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થતું દુ: ખ શોક ઉપજાવતું નથી પરંતુ ઉદ્ધાર પમાડે તેવો પસ્તાવો ઉપજાવે છે; પણ જગિક દુ: ખ મરણ પમાડે છે.
11 Anh chị em xem đau buồn theo ý Đức Chúa Trời đã đem lại cho anh chị em nhiều điểm tốt, như lòng nhiệt thành, cố gắng thanh minh, ân hận sợ sệt, mong mỏi, sốt sắng, sửa trị người có lỗi. Anh chị em đã tỏ ra trong sạch trong mọi việc.
૧૧કેમ કે જુઓ, તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ: ખ થયું તેથી તમારામાં આતુરતા પોતાને નિર્દોષ ઠરાવવાંનો કેવો ગુસ્સો, કેવો ભય, કેવી તીવ્ર ઇચ્છા, કેવી આતુર આકાંક્ષા, કેવું ઝનૂન અને બદલો લેવાની કેવી આતુરતા! તમે તે કામમાં સર્વ પ્રકારે પોતાને નિર્દોષ સાબિત કર્યા.
12 Tôi viết thư ấy không vì mục đích hạ người lầm lỗi hay bênh người thiệt thòi, nhưng để thấy rõ nhiệt tâm của anh chị em đối với tôi trước mặt Đức Chúa Trời.
૧૨જોકે મેં તમને જે લખ્યું, તે જેણે અન્યાય કર્યો તેને માટે નહિ અને જેનાં પર અન્યાય થયો તેને માટે પણ નહિ, પણ ઈશ્વરની આગળ તમારા માટેની અમારી કાળજી તમને પ્રગટ થાય તે માટે લખ્યું.
13 Nhờ thế, chúng tôi được an ủi. Chúng tôi lại càng vui mừng khi thấy Tích hân hoan, phấn khởi nhờ anh chị em.
૧૩આ બધાથી અમે દિલાસો પામ્યા છીએ. તે ઉપરાંત તિતસને થયેલા આનંદથી અમે વધારે આનંદ પામ્યા; કેમ કે તમારા બધાથી તેનો આત્મા તાજગી પામ્યો છે.
14 Tôi đã khoe với anh ấy điều gì về anh chị em, cũng không bị thất vọng, vì tôi nói đúng sự thật, cũng như tất cả những điều tôi nói với anh chị em đều chân thật.
૧૪માટે જો મને તમારે વિષે તિતસ આગળ કોઈ વાતમાં ગૌરવ થયું હોય, તો તેમાં મારી શર્મિદગી થઈ નહિ; પણ જેમ અમે તમને બધી વાતો સત્યતાથી કહી, તેમ અમારું તમારા માટેનું ગૌરવ પણ તિતસ આગળ સાચું પડ્યું.
15 Tích yêu mến anh chị em vô cùng và không quên lòng vâng phục, cách tiếp đãi và lòng tôn kính của anh chị em khi tiếp đón Tích.
૧૫તમે ભય તથા ધ્રુજારીસહિત તેનો અંગીકાર કર્યો, એ તમારા આજ્ઞાપાલનના સ્મરણને લીધે તિતસનો પ્રેમ તમારા ઉપર પુષ્કળ છે.
16 Tôi vui mừng vì có thể tín nhiệm anh chị em hoàn toàn.
૧૬મને સર્વ બાબતે તમારા પર પૂરો ભરોસો છે એ માટે હું આનંદ પામું છું.