< Korintliⱪlarƣa 2 5 >
1 Qünki bu zeminƣa tǝwǝ ɵyimiz, yǝni bu qedirimiz yoⱪitilsimu, Huda tǝripidin bolƣan, insan ⱪoli bilǝn yasalmiƣan bir ɵy, yǝni asmanlarda ǝbǝdiy bir makanimiz bardur dǝp bilimiz. (aiōnios )
૧કેમ કે અમને ખબર છે કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી શરીર નષ્ટ થઈ જાય, તો સ્વર્ગમાં ઈશ્વરે સર્જેલું, હાથોથી બાંધેલું નહિ એવું અનંતકાળનું અમારું ઘર છે. (aiōnios )
2 Əmdi bu [kona ɵyimizdǝ] turƣinimizda asmandiki ɵyimizni kiyiwelixⱪa zor intizar bilǝn aⱨ urmaⱪtimiz
૨કેમ કે અમારું જે ઘર સ્વર્ગમાં છે તેને પામવાની બહુ અભિલાષા રાખીને અમે આ માંડવારૂપી ઘરમાં નિસાસા નાખીએ છીએ.
3 (bǝrⱨǝⱪ, [asmandiki ɵyimizni] kiyiwalsaⱪ yalingaq ⱪalmaymiz).
૩અને જો સ્વર્ગીય ઘર પામીએ તો અમે નિ: વસ્ત્ર ન દેખાઈએ.
4 Qünki muxu qedirda turƣinimizda, eƣirqiliⱪta aⱨ urmaⱪtimiz; bu bizning yalingaqlinixni haliƣinimiz ǝmǝs, bǝlki kiyindürülüxni, yǝni bizdǝ ɵlidiƣan nemǝ bolsa, uning ⱨayat tǝripidin yutuluxini halaymiz.
૪કેમ કે અમે આ માંડવારૂપી શરીરના ભારને લીધે નિસાસા નાખીએ છીએ; તેને ઉતારવા કરતાં સ્વર્ગીય ઘરથી વેષ્ટિત થવા ઇચ્છીએ છીએ એ સારુ કે જીવન મરણમાં ગરકાવ થઈ જાય.
5 Əmdi bizni dǝl muxu ixⱪa tǝyyarliƣuqi bolsa Hudadur; U bizgǝ «kapalǝt» bolƣan Ɵz Roⱨinimu ata ⱪildi.
૫હવે જેમણે અમને એને અર્થે તૈયાર કર્યા તે ઈશ્વર છે તેમણે અમને આત્માની ખાતરી પણ આપી છે.
6 Xuning bilǝn biz ⱨǝmixǝ yurǝklik bolimiz; ⱨǝmdǝ tenimizdǝ makan tutⱪinimizda Rǝbdin neri bolƣan musapir bolimiz dǝp bilimiz
૬માટે અમે સદા હિંમતવાન છીએ અને એવું જાણીએ છીએ કે શરીરમાં રહીએ છીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી દૂર રહેતાં પ્રવાસી છીએ.
7 (qünki biz kɵrüx sezimi bilǝn ǝmǝs, etiⱪad bilǝn mangimiz);
૭કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દૃષ્ટિથી નહિ.
8 biz yurǝklik bolup, xuningdǝk tǝndin neri bolup Rǝb bilǝn billǝ bir makanda boluxⱪa tehimu hursǝnmiz.
૮માટે હિંમતવાન છીએ અને શરીરથી અલગ થવું તથા પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે.
9 Xuning bilǝn, mǝyli tǝndǝ bolayli, tǝndin neri bolayli, uni hursǝn ⱪilixni istǝk-nixan ⱪilip intilimiz.
૯એ માટે કે અમે જો શરીરમાં હોઈએ કે શરીર બહાર હોઈએ તોપણ તેમને પસંદ પડીએ એવી ઉત્કંઠા અમે ધરાવીએ છીએ અને પ્રયાસ કરીએ છીએ.
10 Qünki tǝndǝ ⱪilƣan ǝmǝllirimizni, yahxiliⱪ bolsun, yamanliⱪ bolsun, ⱨǝrbirimizgǝ ⱪayturuluxi üqün Mǝsiⱨning soraⱪ tǝhti aldida ⱨazir boluximiz lazim bolidu.
૧૦કેમ કે દરેકે શરીરથી જે કર્યું છે, સારુ કે ખરાબ હોય, તે પ્રમાણે તે બદલો પામવા સારુ આપણને સર્વને ખ્રિસ્તનાં ન્યાયાસનની આગળ હાજર થવું પડશે.
11 Xuning bilǝn Rǝbning dǝⱨxitini bilgǝnlikimiz üqün, insanlarni ixǝndürüxkǝ tiriximiz; lekin biz Hudaƣa oquⱪ-axkarimiz, xuningdǝk silǝrning wijdaninglardimu axkarǝ tonulsaⱪ dǝp ümid ⱪilimǝn.
૧૧માટે પ્રભુનો ડર રાખીને અમે માણસોને સમજાવીએ છીએ; અમે ઈશ્વર આગળ પ્રગટ થયા છીએ તે સાથે મારી આશા છે કે તમારાં અંતઃકરણોમાં પણ પ્રગટ થયા છીએ.
12 Biz ⱨazir ɵzimizni ⱪaytidin silǝrgǝ tǝwsiyǝ ⱪilƣinimiz yoⱪ, bǝlki pǝⱪǝt silǝrdǝ ⱪǝlbdiki ixlardin ǝmǝs, taxⱪi ⱪiyapǝttin pǝhirlinidiƣanlarƣa bǝrgüdǝk jawab bolsun dǝp, silǝrgǝ bizlǝrdin pǝhirlinix imkaniyitini yaritip beriwatimiz.
૧૨અમે ફરીથી તમારી આગળ પોતાને વખાણતા નથી પણ અમારે વિષે તમને ગૌરવ કરવાનો પ્રસંગ આપીએ છીએ, એ માટે કે જેઓ હૃદયથી નહિ, પણ દંભથી અભિમાન કરે છે, તેઓને તમે ઉત્તર આપી શકો.
13 Qünki iq-iqimizgǝ siƣmay ⱪalƣan bolsaⱪmu Huda aldida xundaⱪ bolduⱪ, salmaⱪ bolsaⱪmu silǝr üqün xundaⱪ bolimiz.
૧૩કેમ કે જો અમે ઘેલા હોઈએ તો ઈશ્વરને અર્થે છીએ અથવા જો જાગૃત હોઈએ તો તમારે અર્થે છીએ.
14 Qünki Mǝsiⱨning muⱨǝbbiti bizni [xundaⱪ ⱪilixⱪa] ündǝydu; qünki biz birsi ⱨǝmmǝylǝn üqün ɵldi, xunga ⱨǝmmǝylǝnnimu ɵldi, dǝp ⱨesablaymiz.
૧૪કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને પ્રેરણા આપે છે, કારણ કે અમે એવું સમજીએ છીએ કે, જો એક સર્વને માટે મરણ પામ્યા માટે સર્વ મરણ પામ્યા.
15 Wǝ U ⱨǝmmǝylǝnni dǝp ɵldi, buningdin mǝⱪsǝt, ⱨayat bolƣanlar ɵzliri üqün ǝmǝs, bǝlki ularni dǝp ɵlüp tirilgüqi üqün yaxixi üqündur.
૧૫અને સર્વને માટે તે મૃત્યુ પામ્યા, એ સારુ કે જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને માટે નહિ, પણ જે તેઓને વાસ્તે મૃત્યુ પામ્યા તથા ઊઠ્યાં તેમને માટે જીવે.
16 Xuning bilǝn biz buningdin keyin ⱨeqkimni insanlarqǝ tonumaymiz; ⱨǝtta biz Mǝsiⱨni insanlarqǝ tonuƣan bolsaⱪ, buningdin keyin uni yǝnǝ xundaⱪ tonumaymiz.
૧૬એ માટે હવેથી અમે માનવીય ધોરણથી કોઈનો ન્યાય કરતા નથી, જો કે ખ્રિસ્તને અમે પહેલા માનવીય ધોરણથી જોયા હતા પણ હવેથી અમે આ રીતે કોઈનો ન્યાય કરતા નથી.
17 Xunga ǝmdi birsi Mǝsiⱨdǝ bolsa, u yengi bir yaritilƣuqidur! Kona ixlar ɵtüp, mana, ⱨǝmmǝ ix yengi boldi!
૧૭માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવું સર્જન થયો છે; જે જૂનું હતું તે જતું રહ્યું છે; જુઓ, તે નવું થયું છે.
18 Wǝ barliⱪ ixlar Hudadindur; U bizni Mǝsiⱨ arⱪiliⱪ Ɵzigǝ inaⱪlaxturdi, xundaⱪla bizgǝ inaⱪlaxturux hizmitini tapxurdi: —
૧૮આ સર્વ ઈશ્વરથી છે, જેમણે ઈસુ ખ્રિસ્તની મારફતે પોતાની સાથે આપણું સમાધાન કરાવ્યું અને તે સમાધાન કરાવવાનું સેવાકાર્ય અમને આપ્યું છે;
19 demǝk, Huda Mǝsiⱨdǝ adǝmlǝrning itaǝtsizliklirini ularning ǝyibi bilǝn ⱨesablaxmay, alǝmni Ɵzigǝ inaⱪlaxturdi; xuningdǝk bizgǝ inaⱪlaxturux hǝwirini amanǝt ⱪilip tapxurdi.
૧૯એટલે, ઈશ્વર ખ્રિસ્તમાં પોતાની સાથે માનવજગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધો માટે તેઓને જવાબદાર ગણતા નથી, અને તેમણે અમને સમાધાનના સંદેશાની સેવા સોંપેલી છે.
20 Xunga huddi Huda biz arⱪiliⱪ [adǝmlǝrdin inaⱪliⱪⱪa kelixni] ɵtünginidǝk, biz Mǝsiⱨkǝ wakalitǝn ǝlqilǝrdurmiz; Mǝsiⱨning ornida «Hudaƣa inaⱪlaxturulƣaysilǝr!» dǝp ɵtünimiz.
૨૦એ માટે અમે ખ્રિસ્તનાં પ્રતિનિધિ છીએ, જાણે કે ઈશ્વર અમારી મારફતે વિનંતી કરતા હોય, તેમ અમે ખ્રિસ્તને વાસ્તે તમને વિનંતી કરીએ છીએ કે, ઈશ્વર સાથે સમાધાન કરો.
21 Gunaⱨⱪa ⱨeq tonux bolmiƣan kixini Huda bizni dǝp gunaⱨning ɵzi ⱪildi; mǝⱪsiti xuki, bizning Uningda Hudaning ⱨǝⱪⱪaniyliⱪi boluximiz üqündur.
૨૧જેમણે પાપ જાણ્યું ન હતું, તેમને આપણે માટે તેમણે પાપરૂપ કર્યા, એ સારુ કે આપણે તેમનાંમાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ.