< Падишаһлар 1 7 >
1 Сулайман өз ордисини болса, он үч жилда ясап пүттүрди.
૧સુલેમાનને પોતાનો મહેલ બાંધતાં તેર વર્ષ લાગ્યાં હતાં.
2 У ясиған бу «Ливан ормини сарийи»ниң узунлуғини йүз гәз, кәңлигини әллик гәз вә егизлигини оттуз гәз қилди. Кедир яғичи түврүгидин төрт қатар вә түврүкләрниң үстигә кедир лимлири қоюлған еди.
૨તેણે જે રાજમહેલ બાંધ્યો તેનું નામ ‘લબાનોન વનગૃહ’ રાખ્યું. તેની લંબાઈ સો હાથ, પહોળાઈ પચાસ હાથ તથા તેની ઊંચાઈ ત્રીસ હાથ હતી. તે દેવદાર વૃક્ષના ચાર સ્તંભોની હારમાળાઓ પર બાંધેલું હતું.
3 Түврүкләрниң үстидики лим көтирип турған өгүзиму кедир яғичидин еди. Лимлар җәмий қириқ бәш болуп һәр қатарда он бәштин еди.
૩દર હારે પંદર પ્રમાણે સ્તંભો પરની પિસ્તાળીસ વળીઓ પર દેવદારનું આવરણ કરવામાં આવ્યું હતું.
4 Униң үч қәвәт деризиси бар еди, үч қәвәттики деризиләр бир-биригә удулму удул еди.
૪બારીઓની ત્રણ હાર હતી અને સામસામા પ્રકાશના ત્રણ માળ હતા.
5 Барлиқ ишикләр вә кешәкләр төрт часилиқ қилинғанди; ишикләр үч көзнәклик болуп, ишикләр бир-биригә удулму удул еди.
૫બધા દરવાજા તથા દરવાજાના ચોકઠાં સમચોરસ આકારના હતા અને તે એકબીજાની સામસામે પ્રકાશના ત્રણ માળ હતા.
6 У узунлуғини әллик гәз, тоғрисини оттуз гәз қилип, түврүклүк бир дәһлиз ясиди; униң алдида йәнә бир дәһлиз бар еди, вә униң алдида йәнә түврүклүк айван бар еди.
૬તેણે સ્તંભોથી પરસાળ બનાવી; તેની લંબાઈ પચાસ હાથ અને તેની પહોળાઈ ત્રીસ હાથ હતી. તેની આગળ પણ પરસાળ હતી, તેની આગળ સ્તંભો તથા જાડા મોભ હતા.
7 Андин кейин у сорақ сорайдиған тәхти үчүн «Сорақ дәһлизи» дәп аталған йәнә бир дәһлизни ясиди. У дәһлизниң тегидин тартип торусниң лимлириғичә кедир яғичи билән қапланған еди.
૭સુલેમાને ન્યાય કરવા માટે ન્યાયાસન માટે એટલે ન્યાયની પરસાળ બનાવી. તળિયાથી તે મથાળા સુધી તેને દેવદારથી મઢવામાં આવી.
8 [Сулайман] өзи олтиридиған сарай, йәни дәһлизниң арқа һойлисиға җайлашақан сарайниң лайиһиси «[сорақ] өйи»ниңкигә охшаш еди. Сулайман өз әмригә алған Пирәвнниң қизи үчүн шу дәһлизгә охшаш бир сарайни ясатти.
૮સુલેમાનને રહેવાનો મહેલ, એટલે પરસાળની અંદરનું બીજું આંગણું, તે પણ તેવી જ કારીગરીનું હતું. ફારુનની દીકરી જેની સાથે તેણે લગ્ન કર્યું હતું. તેને માટે તેણે તે મહેલ બાંધ્યો.
9 Бу имарәтләрниң һәммиси ичкирики тамлиридин тартип чоң һойлиниң тамлириғичә, улидин тартип өгүзниң пәвазиғичә қиммәт ташлардин, йәни өлчәм бойичә оюлуп андин ич-теши һәрә билән кесилгән ташлардин ясалған еди.
૯રાજમહેલના આ ઓરડાઓનાં બાંધકામ માટે અતિ મૂલ્યવાન પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા તથા કરવતથી વહેરેલા પથ્થરનાં કરેલાં હતાં.
10 Һуллири болса чоң вә қиммәт ташлардин, узунлуғи он гәз вә сәккиз гәз болған ташлардин қилинған еди.
૧૦તેનો પાયો કિંમતી પથ્થરોનો, એટલે મોટા દસ હાથનાં તથા આઠ હાથનાં પથ્થરોનો હતો.
11 Һулларниң үстигә йәнә бекитилгән өлчәм бойичә оюлған қиммәт есил ташлар вә кедир лимлири қоюлған еди.
૧૧ઉપર કિંમતી પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા પથ્થરો તથા દેવદારનાં લાકડાં હતા.
12 Чоң һойлиниң чөрисидики там үч қәвәт оюлған таш вә бир қәвәт ойулған кедир лимлиридин ясалған еди. Пәрвәрдигарниң ибадәтханисиниң ичкирики һойлисиниң теми вә йәнә ордидики дәһлизиниң темиму шундақ ясалған еди.
૧૨યહોવાહના સભાસ્થાનની અંદરનાં આંગણાં તથા સભાસ્થાનની પરસાળની જેમ મોટા આંગણાની ચારેબાજુ ઘડેલા પથ્થરની ત્રણ હાર તથા દેવદારના મોભની એક હાર હતી.
13 Сулайман падиша адәм әвәтип Һирамни турдин кәлтүрди.
૧૩સુલેમાન રાજાના માણસો તૂરમાંથી હીરામને લઈ આવ્યા.
14 У киши Нафтали қәбилисидин болған бир тул хотунниң оғли болуп, атиси турлуқ бир мискәр еди. Һирам мискәрчиликтә түрлүк ишларни қилишқа толиму уста, пәм-парасәтлик вә билимлик еди. У Сулайман падишаниң қешиға келип, униң һәммә ишини қилди.
૧૪હુરામ નફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તૂરનો રહેવાસી હતો. તે પિત્તળનો કારીગર હતો. હુરામ પિત્તળનાં સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલ તથા ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેનાં તમામ કામ કરી આપ્યાં.
15 У өзи икки түврүкни мистин ясиди. Һәр бир түврүкниң егизлиги он сәккиз гәз болуп, айланмиси он икки гәз еди.
૧૫હુરામે પિત્તળના અઢાર હાથ ઊંચા બે સ્તંભો બનાવ્યા. દરેક સ્તંભોની આસપાસ ફરી વળવા બાર હાથ લાંબી દોરી જતી હતી.
16 Бу түврүкләрниң үстигә қоюш үчүн мистин икки таҗни қуюп ясап, униң үстигә қойди. Бир таҗниң егизлиги бәш гәз, иккинчи таҗниң егизлигиму бәш гәз еди.
૧૬સ્તંભની ટોચ પર મૂકવા માટે તેણે પિત્તળના બે કળશ બનાવ્યા; દરેકની ઊંચાઈ પાંચ હાથ હતી.
17 Түврүкләрниң төписидики таҗлар торларға охшаш зиннәтлинип, зәнҗирләр вә торланған һалқилар билән тоқуқлуқ еди. Бир таҗниң шундақ йәттә қатар тор һалқилири бар еди, иккинчи таҗниңму һәм шундақ йәттә қур тор һалқилири бар еди.
૧૭સ્તંભની ટોચો પરના કળશને શણગારવા માટે પિત્તળની સાંકળીઓ વડે ઝાલરો બનાવી. દરેક કળશની ચારેબાજુ પિત્તળની સાત સાંકળો બનાવેલી હતી.
18 У йәнә анарларни, йәни түврүкләрниң үстидики һәр бир таҗни йепип туридиған тор һалқиларниң үстигә икки қатар анарни ясиди. У биринчи вә иккинчи таҗғиму охшашла шундақ қилди.
૧૮આ પ્રમાણે હુરામે બે સ્તંભો બનાવ્યા. હુરામે એક સ્તંભની ટોચ પરનો કળશ ઢાંકવાની જે જાળી તે પર ચારેબાજુ દાડમની બે હારમાળા બનાવી, બીજા કળશ માટે પણ તેણે એમ જ કર્યું.
19 Айвандики түврүкләрниң үстидики таҗлири нилупәр шәкиллик болуп, егизлиги төрт гәздин еди.
૧૯પરસાળમાંના સ્તંભની ટોચો પરના કળશ તે કમળના જેવા કોતરકામના હતા, તે ચાર હાથ લાંબા હતા.
20 Икки түврүкниң таҗлиридики тор һалқилириға йеқин томпийип чиққан җайниң үстидә қәвәтму-қәвәт чөридигән икки йүз анар нусхиси бар еди. Иккинчи таҗниң чөрисиму охшаш еди.
૨૦એ બે સ્તંભની ટોચો પર પણ એટલે જાળીની છેક પાસેના ભાગે કળશ હતા અને બીજા કળશ પર ચારેબાજુ બસો દાડમ હારબંધ બનાવેલાં હતા.
21 У түврүкләрни ибадәтханиниң алдидики айванға тиклиди. Оң тәрипигә бирни тикләп намини «Яқин», сол тәрипигә бирни тикләп, намини «Боаз» атиди.
૨૧તેણે સ્તંભો સભાસ્થાનની પરસાળ આગળ ઊભા કર્યા. જમણે હાથે આવેલા સ્તંભનું નામ યાખીન પાડ્યું અને ડાબે હાથે આવેલા સ્તંભનું નામ બોઆઝ પાડ્યું.
22 Түврүкләрниң үсти нилупәр шәклидә ясалған еди. Буниң билән түврүкләрниң ишлири пүткән еди.
૨૨સ્તંભની ટોચ પર કમળનું કોતરકામ હતું. એમ સ્તંભો બાંધવાનું કામ પૂર્ણ થયું.
23 У мистин «деңиз» дәп аталған йоған дас ясиди. Униң бир гирвикидин йәнә бир гирвикигичә он гәз келәтти. Униң айламиси оттуз гәз еди.
૨૩હુરામે ભરતરનો હોજ બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુધી દસ હાથ હતો. તેનો આકાર ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી.
24 Дасниң гирвики асти чөридәп қапақ нусхилири билән зиннәтләнгән еди. Булар дасниң чөрисиниң һәр бир гезигә ундин, икки қатар қоюлған еди. Улар дас билән бир вақитта қуюп чиқирилған еди.
૨૪તેની ધારની નીચે ચારે તરફ ફરતી કળીઓ પાડેલી હતી, દર હાથે દસ કળીઓ પ્રમાણે હોજની આસપાસ પાડેલી હતી. એ કળીઓની બે હારો હોજની સાથે જ ઢાળવામાં આવી હતી.
25 Дас он икки буқа шәкли үстидә турғузулған еди. Буларниң үчи шимал тәрәпкә, үчи ғәрип тәрәпкә, үчи җәнуп тәрәпкә, үчи шәриқ тәрәпкә йүзләнгән еди. «деңиз» буларниң үстидә еди; уларниң арқиси ич тәрипидә еди.
૨૫હોજ બાર બળદના શિલ્પ પર મૂકેલો હતો. એ બળદોનાં ત્રણનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં દક્ષિણ તરફ, ત્રણનાં પશ્ચિમ તરફ અને ત્રણનાં પૂર્વ તરફ હતાં. હોજ તેમના પર મૂકેલો હતો અને તે બધાની પૂઠો અંદરની બાજુએ હતી.
26 Дасниң қелинлиғи алиқанниң кәңлигидәк болуп, униң гирвики пиялиниң гирвикидәк, шәкли ечилған нилупәрдәк еди. Униңға икки миң бат су сиғатти.
૨૬હોજની જાડાઈ ચાર આંગળ જેટલી હતી, તેની ધારની બનાવટ વાટકાની ધારની બનાવટની જેમ કમળના ફૂલ જેવી હતી. હોજ બે હજાર બાથ પાણી સમાઈ શકે એટલી ક્ષમતા ધરાવતો હતો.
27 Униңдин башқа у мистин он тәгликни ясиди. Һәр бир тәгликниң узунлуғи төрт гәз, кәңлиги төрт гәз болуп, егизлиги үч гәз еди.
૨૭તેણે પિત્તળના દસ ચોતરા બનાવ્યા. દરેક ચોતરાની લંબાઈ ચાર હાથ અને તેની ઊંચાઈ ત્રણ હાથ હતી.
28 Бу тәгликләр шундақ ясалған едики, уларниң [рәсимлик] тахтилири бар еди; тахтилири рамкилар ичигә орнитилған еди.
૨૮તે ચોતરાની બનાવટ આ પ્રમાણે હતી. તેઓને તકતીઓ હતી અને તકતીઓ ચોકઠાંની વચ્ચે હતી.
29 Рамкиларниң оттурисидики рәсим тахтайлирида вә рамкиларниң өзидиму ширлар, буқилар вә керубларниң сүрәтлик зиннәтлири бар еди; ширлар вә буқиларниң асти вә үсти зәнҗирсиман гүл чәмбирәк шәклидә зиннәтләнгән еди.
૨૯ચોકઠાંની વચ્ચેની તકતીઓ પર, સિંહો, બળદો તથા કરુબો કોતરેલા હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા બળદોની નીચે ઝાલરો લટકતી હતી.
30 Һәр бир тәгликниң мис оқлири билән төрт чақи бар еди; тәгликниң дасни көтирип туридиған төрт бүҗигидә җазиси бар еди; дас астидики путлириниң һәр тәрипидә торланған қуйма гүл шахлири орнитилған еди.
૩૦તે દરેક ચોતરાને પિત્તળનાં ચાર પૈડાં અને પિત્તળની ધરીઓ હતી. તેના ચાર પાયાને ટેકો હતો. એ ટેકા કૂંડાની નીચે ભરતરના બનાવેલા હતા અને દરેકની બાજુએ ઝાલરો હતી.
31 Һәр тәгликниң ичидә чоңқурлуғи бир гәз келидиған «кичик тәглик» болуп, ағзи дүгиләк еди; кичик тәгликниң узунлуғи бир йерим гәз еди; ағзиниң әтрапида нәқишләр бар еди; уларниң рамкилири дүгиләк әмәс, бәлки төрт часилиқ еди.
૩૧મથાળાનું ખામણું અંદરની તરફ ઉપર સુધી એક હાથનું હતું. અને તેનું ખામણું બેસણીની બનાવટ પ્રમાણે ગોળ તથા ઘેરાવામાં દોઢ હાથ હતું. તેના કાના પર કોતરકામ હતું અને તેમની તકતીઓ ગોળ નહિ પણ ચોરસ હતી.
32 Төрт чақи рәсимлик тахтайлири астида болуп, уларниң оқлири тәгликкә бекитилгән еди. Һәр бир чақниң егизлиги бир йерим гәз еди.
૩૨ચાર પૈડાં તકતીઓની નીચે હતાં. પૈડાંની ધરીઓ ચોતરામાં જડેલી હતી. દરેક પૈડાંની ઊંચાઈ દોઢ હાથ હતી.
33 Чақларниң қурулмиси җәң һарвулириниң чақлиридәк еди. Уларниң қазанлири, қасқанлири, четиқлири вә оқлириниң һәммиси мистин қуюлған еди.
૩૩પૈડાંની બનાવટ રથના પૈડાંની બનાવટ જેવી હતી. તેમની ધરીઓ, તેમની વાટો, તેમના આરા તથા તેમનાં નાભિચક્કરો એ બધા ઢાળેલાં હતાં.
34 Һәр бир тәгликниң төрт бүҗигидә бирдин төрт тутқучи бар еди; улар тәгликтин чиқип туратти вә улар тәглик билән тәң қуюлған.
૩૪દરેક ચોતરાને ચાર ખૂણે ચાર ટેકાઓ હતા, તેના ટેકા ચોતરાની સાથે જ સળંગ બનાવેલા હતા.
35 Һәр бир тәгликниң төписидә егизлиги йерим гәз келидиған бир жумилақ җаза бар еди. Һәр бир тәгликниң төписидә тирәк вә рәсимлик тахтайлар бар еди. Улар тәглик билән тәң қуюлған.
૩૫ચોતરાને મથાળે અડધો હાથ ઊંચો ઘુંમટ હતો. ચોતરાને મથાળે તેના ટેકા અને તેની તકતીઓ તેની સાથે સળંગ હતાં.
36 У мошу тирәк вә рәсим тахтайлиридики бош орунларға керуб, шир вә хорма дәрәқлириниң нусхилирини вә чөрисигә торланған гүл шахлирини нәқиш қилди.
૩૬તે પાટિયાં પર જયાં ખાલી જગ્યા હતી ત્યાં કરુબ, સિંહો અને ખજૂરનાં વૃક્ષો કોતરેલાં હતાં અને તેની ફરતે ઝાલરો હતી.
37 Шу тәриқидә у мошу он тәгликни ясап болди. Һәммиси бир нусхида қуюлуп, охшаш чоңлуқта вә шәкилдә еди.
૩૭આ રીતે તેણે દસ ચોતરા બનાવ્યા. તે બધા જ ઘાટમાં, માપમાં અને આકારમાં એક સરખા હતા.
38 У мистин он дас ясиған болуп, һәр бир дасқа қириқ бат су сиғатти; һәр бир дасниң тоғриси төрт гәз еди. Он тәгликниң һәр бириниң төписидә бирдин дас бар еди.
૩૮તેણે પિત્તળનાં દસ કૂંડાં બનાવ્યાં. દરેક કૂંડામાં ચાળીસ બાથ પાણી સમાતું હતું. તે દરેક કૂંડું ચાર હાથનું હતું. પેલા દશ ચોતરામાંના પ્રત્યેક પર એક કૂંડું હતું.
39 У бәш дасни ибадәтханиниң оң йенида вә бәшни ибадәтханиниң сол йенида қойди; мис деңизни ибадәтханиниң оң тәрипигә, йәни шәрқий җәнуп тәрипигә қойди.
૩૯તેણે પાંચ કૂંડાં સભાસ્થાનની દક્ષિણ તરફ અને બીજા પાંચ કૂંડા ઉત્તર તરફ મૂક્યાં. તેણે હોજને સભાસ્થાનની જમણી દિશાએ અગ્નિખૂણા પર રાખ્યો.
40 Һирам шуларға тәәллуқ дас, күрәк вә қача-қучиларниму ясап тәйяр қилди. Шундақ қилип Һирам Сулайман падиша үчүн Пәрвәрдигарниң өйиниң барлиқ қурулуш хизмитини пүткүзди: —
૪૦તે ઉપરાંત હીરામે કૂંડાં, પાવડા તથા છંટકાવ માટેના વાટકા બનાવ્યા. આ પ્રમાણે હુરામે સઘળું કામ પૂરું કર્યું કે જે તેણે સુલેમાન રાજાને માટે યહોવાહનું ભક્તિસ્થાનમાં કર્યું હતું.
41 икки түврүк, икки түврүкниң үстидики апқурсиман икки баш вә бу икки башни йепип туридиған икки торни яситип пүттүрди,
૪૧એટલે બે સ્તંભો, સ્તંભોની ટોચ પરના કળશના બે ઘુંમટ તથા સ્તંભોની ટોચ પરના કળશના બે ઘુંમટ ઢાંકવા બે જાળી બનાવી હતી.
42 шу икки тор үстигә қайчилаштурулған төрт йүз анарни ясатти. Бир торда икки қатар анар болуп, түврүк үстидики; апқурсиман икки башни йепип туратти.
૪૨તેણે તે બે જાળીને માટે ચારસો દાડમ; એટલે થાંભલાની ટોચ પરના બે કળશના બન્ને ઘુંમટ ઢાંકવાની પ્રત્યેક જાળીને માટે દાડમની બબ્બે હારો;
43 У он дас тәглиги вә дас тәглигигә қоюлидиған он «жуюш деси»ни,
૪૩દસ ચોતરા અને તેને માટે દસ કૂંડાં બનાવ્યાં.
44 «мис деңиз» вә униң астидики он икки мис буқини ясатқузди,
૪૪તેણે એક મોટો હોજ અને તેની નીચેના બાર બળદો બનાવ્યા.
45 қазанларни, күрәкләрни вә қача-қучиларниму тәйяр қилди. Һирам Пәрвәрдигарниң өйи үчүн Сулайман падишаниң әмри билән ясиған бу һәммә нәрсиләр пақирайдиған мистин еди.
૪૫હીરામે દેગડા, પાવડા, વાસણો અને બીજા બધાં સાધનો યહોવાહનો ભક્તિસ્થાનના વપરાશ તથા રાજા સુલેમાન માટે ચળકતા પિત્તળનાં બનાવ્યાં હતાં.
46 Падиша уларни Иордан түзләңлигидә, Суккот билән Зарәтанниң оттурисида, [шу йәрдики] сеғизлайда қелип ясап, қуйдуруп чиқти.
૪૬રાજાએ યર્દન નદીના સપાટ પ્રદેશમાં સુક્કોથ અને સારેથાનની વચ્ચે ચીકણી માટીમાં તેનો ઘાટ ઘડ્યો.
47 Бу нәрсиләр шунчә көп болғачқа, Сулайман уларниң еғирлиғини өлчимиди. Шуниң билән мисниң еғирлиғи мәлум болмиди.
૪૭સુલેમાને એ સર્વ વજન કર્યા વિના રહેવા દીધાં, કારણ તેમની સંખ્યા ઘણી હતી. તેથી પિત્તળનું કુલ વજન જાણી શકાયું નહિ.
48 Сулайман йәнә Пәрвәрдигарниң өйи ичидики барлиқ әсвапларни ясатти: — йәни алтун хушбуйгаһни, «тәқдим нан» қоюлидиған алтун ширәни,
૪૮સુલેમાને યહોવાહના ભક્તિસ્થાન માટે પાત્રો બનાવ્યાં એટલે સોનાની વેદી અને જેના પર અર્પિત રોટલી રહેતી હતી તે સોનાનો બાજઠ;
49 Каламхана алдида туридиған сап алтун чирақданларни (бәшни оң йенида, бәшни сол йенида) ясатти; вә шуларниң гүлсиман зиннәтлирини, чирақлирини, чирақ қисқучлирини алтундин ясатти;
૪૯તેણે શુદ્ધ સોનાનાં પાંચ દીપવૃક્ષ દક્ષિણ બાજુએ અને બીજાં પાંચ ઉત્તર બાજુએ પરમ પવિત્રસ્થાનની સામે મૂક્યાં. દરેક પર ફૂલો, દીવીઓ અને ચીપિયાઓ હતાં જે બધાં સોનાનાં બનેલાં હતાં.
50 дас-пиялилирини, пичақлирини, қачилирини, тәхсилирини вә күлданларниң һәммисини сап алтундин ясатти; у ичкирики ханиниң, йәни әң муқәддәс җайниң қатлинидиған, қош қанатлиқ ишикләрниң гирәлирини вә өйдики муқәддәс җайниң [ишиклириниң] гирәлирини алтундин ясатти.
૫૦શુદ્વ સોનાના પ્યાલા, કાતરો, તપેલાં, વાટકા, અને ધૂપદાનીઓ; અને અંદરનાં ઘરનાં એટલે પરમપવિત્રસ્થાનના બારણાં માટે મિજાગરાં પણ સોનાનાં બનાવડાવ્યાં.
51 Сулайман падиша Пәрвәрдигарниң өйи үчүн қилдуридиған һәммә қурулушлар тамам болғанда, у атиси Давут [Худаға] атиған нәрсиләрни (йәни күмүч, алтун вә түрлүк башқа буюмларни) әкәлтүрүп Пәрвәрдигарниң өйиниң ғәзнилиригә қойдурди.
૫૧આમ યહોવાહના સભાસ્થાનનું બાંધકામ પૂર્ણ થયું. અને સુલેમાન રાજાએ તેના પિતા દાઉદે અર્પણ કરેલાં સોનાનાં અને ચાંદીનાં પાત્રો લઈ જઈને યહોવાહના ભક્તિસ્થાનના ભંડારમાં મૂક્યાં.