< हिज़ि 48 >
1 और क़बीलों के नाम यह हैं: इन्तिहा — ए — उत्तर पर हतल्लून के रास्ते के साथ साथ हमात के मदख़ल से होते हुए हसर 'ऐनान तक, जो दमिश्क़ की उत्तरी सरहद पर हमात के पास है, पूरब से पच्छिम तक दान के लिए एक हिस्सा।
૧કુળોનાં નામ આ પ્રમાણે છે. દાનનું કુળ દેશનો એક ભાગ પ્રાપ્ત કરશે: તેની સરહદ ઉત્તરની સરહદથી હેથ્લોનના રસ્તાની બાજુએ લબો હમાથ સુધી. દમસ્કસની સરહદ ઉપરના હસાર-એનાન સુધી અને ઉત્તરે હમાથ સુધી, તે પ્રદેશની પૂર્વ તથા પશ્ચિમ તરફની આ સરહદો છે.
2 और दान की सरहद से मुत्तसिल पूरबी सरहद से पच्छिमी सरहद तक, आशर के लिए एक हिस्सा।
૨દાનની સરહદની બાજુમાં પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ આશેરનો છે.
3 और आशर की सरहद से मुत्तसिल पूरबी सरहद से पच्छिमी सरहद तक, नफ़्ताली के लिए एक हिस्सा।
૩આશેરની સરહદની લગોલગ પૂર્વ બાજુથી તે છેક પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ નફતાલીનો.
4 और नफ़्ताली की सरहद से मुत्तसिल पूरबी सरहद से पच्छिमी सरहद तक, मनस्सी के लिए एक हिस्सा।
૪નફતાલીની સરહદની લગોલગ પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુનો એક ભાગ મનાશ્શાનો.
5 और मनस्सी की सरहद से मुत्तसिल पूरबी सरहद से पच्छिमी सरहद तक, इफ़्राईम के लिए एक हिस्सा।
૫મનાશ્શાની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ એફ્રાઇમનો છે.
6 और इफ़्राईम की सरहद से मुत्तसिल पूरबी सरहद से पच्छिमी सरहद तक, रूबिन के लिए एक हिस्सा।
૬એફ્રાઇમની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ રુબેનનો છે.
7 और रूबिन की सरहद से मुत्तसिल पूरबी सरहद से पच्छिमी सरहद तक, यहूदाह के लिए एक हिस्सा।
૭રુબેનની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ યહૂદિયાનો છે.
8 और यहूदाह की सरहद से मुत्तसिल पूरबी सरहद से पच्छिमी सरहद तक, हदिये का हिस्सा होगा जो तुम वक्फ़ करोगे; उसकी चौड़ाई पच्चीस हज़ार और लम्बाई बाक़ी हिस्सों में से एक के बराबर पूरबी सरहद से दक्खिनी सरहद तक और हैकल उसके बीच में होगा।
૮યહૂદિયાની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો ભાગ તમારે અર્પણ કરવો; તે પચીસ હજાર હાથ પહોળો હતો. તેની લંબાઈ વંશજોને આપેલા ભાગ જેટલી પૂર્વથી તે પશ્ચિમ તરફ લાંબી હશે. તેની મધ્યમાં સભાસ્થાન આવશે.
9 हदिये का हिस्सा जो तुम ख़ुदावन्द के लिए वक़्फ़ करोगे, पच्चीस हज़ार लम्बा और दस हज़ार चौड़ा होगा।
૯યહોવાહને અર્પણ કરે તે ભૂમિ પચીસ હજાર હાથ લાંબી તથા દસ હજાર હાથ પહોળી હશે.
10 और यह पाक हदिये का हिस्सा उनके लिए, हाँ, काहिनों के लिए होगा; उत्तर की तरफ़ पच्चीस हज़ार उसकी लम्बाई होगी और दस हज़ार उसकी चौड़ाई पच्छिम की तरफ़ और दस हज़ार उसकी चौडाई पूरब की तरफ़ और पच्चीस हज़ार उसकी लम्बाई दक्खिन की तरफ़ और ख़ुदावन्द का हैकल उसके बीच में होगा।
૧૦આ પવિત્ર હિસ્સો યાજકોને મળશે. તે ઉત્તર તરફ તેની લંબાઈ પચીસ હજાર હાથ તથા પશ્ચિમ તરફ તેની પહોળાઈ દસ હજાર હાથ, પૂર્વ તરફ પહોળાઈ દસ હાથ, દક્ષિણ તરફ લંબાઈ પચીસ હજાર હાથ હોય, યહોવાહનું સભાસ્થાન તેની મધ્યે આવશે.
11 यह उन काहिनों के लिए होगा जो सदूक़ के बेटों में से पाक किए गए हैं; जिन्होंने मेरी अमानतदारी की तरफ़ गुमराह न हुए, जब बनी — इस्राईल गुमराह हो गए जैसे बनी लावी गुमराह हुए।
૧૧આ સાદોકના વંશના પવિત્ર થયેલા યાજકો જેઓ મારી સેવા કરતા હતા, જ્યારે ઇઝરાયલી લોકો ભટકી ગયા ત્યારે જેમ લેવીઓ ભટકી ગયા તેમ ભટકી ન ગયા, તેઓને સારુ થાય.
12 और ज़मीन के हदिये में से बनी लावी के हिस्से से मुत्तसिल, यह उनके लिए हदिया होगा जो बहुत पाक ठहरेगा।
૧૨તો ભૂમિના અર્પણમાંથી તેઓના હકનું પરમ પવિત્ર અર્પણ, લેવીઓની સરહદ લગોલગ થાય.
13 और काहिनों की सरहद के सामने बनी लावी के लिए एक हिस्सा होगा, पच्चीस हज़ार लम्बा और दस हज़ार चौड़ा; उसकी कुल लम्बाई पच्चीस हज़ार और चौड़ाई दस हज़ार होगी।
૧૩યાજકોના દેશની સરહદની લગોલગ લેવીઓનો દેશ છે, તે પચીસ હાથ લાંબો અને દસ હજાર હાથ પહોળો છે. તેની આખી લંબાઈ પચીસ હજાર હાથ લાંબી અને વીસ હજાર હાથ પહોળી છે.
14 और वह उसमें से न बेचे और न बदलें और न ज़मीन का पहला फल अपने क़ब्ज़े से निकलने दें, क्यूँकि वह ख़ुदावन्द के लिए पाक है।
૧૪તેઓ તેનો કોઈ ભાગ વેચે નહિ, તેમ જ બદલે નહિ; ઇઝરાયલ દેશનું પ્રથમ ફળ આ વિસ્તારથી અલગ હશે, કેમ કે આ બધું યહોવાહને પવિત્ર છે.
15 और वह पाँच हज़ार की चौड़ाई का बाक़ी हिस्सा, उस पच्चीस हज़ार के सामने बस्ती और उसकी 'इलाक़े के लिए 'आम जगह होगी; और शहर उसके बीच में होगा।
૧૫બાકી રહેલી ભૂમિ પચાસ હજાર હાથ પહોળી અને પચીસ હજાર હાથ લાંબી છે, પણ લોકોના સામાન્ય ઉપયોગ માટે છે. લોકો ત્યાં રહે અને જમીનનો ઉપયોગ કરે; તેની મધ્યમાં શહેર છે.
16 और उसकी पैमाइश यह होगी, उत्तर की तरफ़ चार हज़ार पाँच सौ, और दक्खिन की तरफ़ चार हज़ार पाँच सौ, और पूरब की तरफ़ चार हज़ार पाँच सौ, और पच्छिम की तरफ़ चार हज़ार पाँच सौ,
૧૬આ નગરનું માપ: તેની ઉત્તર બાજુ ચાર હજાર પાંચસો હાથ લાંબી; તેની દક્ષિણ બાજુ ચાર હજાર પાંચસો લાંબી; તેની પૂર્વ બાજુ ચાર હજાર હાથ લાંબી; તેની પશ્ચિમ ચાર હજાર પાંચસો હાથ લાંબી.
17 और शहर के 'इलाक़े उत्तर की तरफ़ दो सौ पचास, और दक्खिन की तरफ़ दो सौ पचास, और पूरब की तरफ़ दो सौ पचास, और पच्छिम की तरफ़ दो सौ पचास।
૧૭નગરના ગૌચરો ઉત્તર તરફ અઢીસો હાથ ઊંડાં, દક્ષિણે અઢીસો હાથ ઊંડાં, પૂર્વે અઢીસો હાથ ઊંડાં તથા પશ્ચિમે અઢીસો હાથ ઊંડાં થશે.
18 और वह पाक हदिये के सामने बाक़ी लम्बाई पूरब की तरफ़ दस हज़ार और पच्छिम की तरफ़ दस हज़ार होगी, और वह पाक हदिये के सामने होगी और उसका हासिल उनकी ख़ुराक के लिए होगा जो शहर में काम करते हैं।
૧૮પવિત્ર અર્પણનો બચેલો ભાગ પૂર્વ તરફ દસ હજાર હાથ અને પશ્ચિમ તરફ દસ હજાર હાથ હોય. તે પવિત્ર અર્પણની લગોલગ હોય, તે નગરમાં કામ કરતા લોક માટે ખોરાકને અર્થે થાય.
19 और शहर में काम करने वाले इस्राईल के सब क़बीलों में से उसमें काश्तकारी करेंगे।
૧૯નગરમાં કામ કરતા લોકો, જેઓ ઇઝરાયલ કુળના છે તેઓ તે જમીન ખેડે.
20 हदिये के तमाम हिस्से की लम्बाई पच्चीस हज़ार और चौड़ाई पच्चीस हज़ार होगी; तुम पाक हदिये के हिस्से को मुरब्बा' शक्ल में शहर की मिल्क़ियत के साथ वक़्फ़ करोगे।
૨૦આ બધી અર્પણની લંબાઈ પચીસ હજાર હાથ અને પહોળાઈ પચીસ હજાર હાથ હોય, આ રીતે તું બધા સાથે મળીને નગરની ભૂમિ માટે પવિત્ર અર્પણ કરે.
21 और बाक़ी जो पाक हदिये का हिस्सा और शहर की मिल्क़ियत की दोनों तरफ़ जो हदिये के हिस्से के पच्चीस हज़ार के सामने पच्छिम की तरफ़ फ़रमरवा के हिस्सों के सामने है; वह फ़रमारवा के लिए होगा और वह पाक हदिये का हिस्सा होगा, और पाक घर उसके बीच में होगा।
૨૧પવિત્ર અર્પણની બીજી બાજુની બાકીની ભૂમિ તથા નગરનો ભાગ તે સરદારનો ગણાશે. સરદારની ભૂમિનો વિસ્તાર પૂર્વબાજુ પૂર્વ સરહદ સુધીનો પ્રદેશ પચીસ હજાર હાથ અને એ જ પ્રમાણે પશ્ચિમ બાજુ પશ્ચિમ સરહદ સુધીનો પ્રદેશ પચીસ હજાર હાથ વધારવો. આ બન્ને પ્રદેશોની મધ્યમાં પવિત્ર મંદિર અને પવિત્ર ભૂમિ આવશે.
22 और बनी लावी की मिल्क़ियत से और शहर की मिल्क़ियत से जो फ़रमरवा की मिल्क़ियत के बीच में है, यहूदाह की सरहद और बिनयमीन की सरहद के बीच फ़रमरवा के लिए होगी।
૨૨લેવીઓની સંપત્તિ તથા નગરની સંપત્તિ જેઓ સરદારની મધ્યે છે તેઓમાંથી પણ સરદારને યહૂદિયાની તથા બિન્યામીનની સરહદની વચ્ચે મળે.
23 और बाक़ी क़बाइल के लिए यूँ होगा: कि पूरबी सरहद से पच्छिमी सरहद तक, बिनयमीन के लिए एक हिस्सा।
૨૩બાકીનાં કુળોને આપવામાં આવેલો જમીનનો ભાગ આ પ્રમાણે છે: પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ બિન્યામીનનો.
24 और बिनयमीन की सरहद से मुत्तसिल पूरबी सरहद से पच्छिमी सरहद तक, शमौन के लिए एक हिस्सा।
૨૪બિન્યામીનના સરહદની દક્ષિણે પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ શિમયોનનો.
25 और शमौन की सरहद से मुत्तसिल पूरबी सरहद से पच्छिमी सरहद तक, इश्कार के लिए एक हिस्सा।
૨૫શિમયોનની સરહદની લગોલગ, પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ ઇસ્સાખારનો.
26 और इश्कार की सरहद से मुत्तसिल पूरबी सरहद से पच्छिमी सरहद तक, ज़बूलून के लिए एक हिस्सा।
૨૬ઇસ્સાખારની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ ઝબુલોનનો.
27 और ज़बूलून की सरहद से मुत्तसिल पूरबी सरहद से पच्छिमी सरहद तक, जद्द के लिए एक हिस्सा।
૨૭ઝબુલોનની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ ગાદનો.
28 और जद्द की सरहद से मुत्तसिल दक्खिन की तरफ़ दक्खिनी किनारे की सरहद तमर से लेकर मरीबूत क़ादिस के पानी से नहर — ए — मिस्र से होकर बड़े समन्दर तक होगी।
૨૮ગાદની દક્ષિણ સરહદની લગોલગ તામારથી મરીબા કાદેશનાં પાણી સુધી અને આગળ મિસરના ઝરણાં સુધી અને મહાસમુદ્ર સુધી હોય.
29 यह वह सरज़मीन है जिसको तुम मीरास के लिए पर्ची डालकर क़बाइल — ए — इस्राईल में तक्सीम करोगे और यह उनके हिस्से हैं, ख़ुदावन्द ख़ुदा फ़रमाता है।
૨૯આ એ દેશ છે જેના માટે તમે ચિઠ્ઠીઓ નાખી હતી, તે ઇઝરાયલ કુળનો વારસો છે. આ તેમના હિસ્સા છે. આમ પ્રભુ યહોવાહ કહે છે.
30 और शहर के मख़ारिज यह हैं: उत्तर की तरफ़ की पैमाइश चार हज़ार पाँच सौ।
૩૦નગરના દરવાજા આ પ્રમાણે છે: ઉત્તરની બાજુનું માપ ચાર હજાર પાંચસો હાથ લાંબું છે.
31 और शहर के फाटक क़बाइल — ए — इस्राईल से नामज़द होंगे: तीन फाटक उत्तर की तरफ़ — एक फाटक रूबिन का, एक यहूदाह का, एक लावी का;
૩૧નગરના દરવાજાનાં નામ ઇઝરાયલનાં કુળોનાં નામો પ્રમાણે રાખવાં; ઉત્તરે ત્રણ દરવાજા એક રુબેનનો દરવાજો, એક યહૂદિયાનો દરવાજો, એક લેવીનો દરવાજો;
32 और पूरब की तरफ़ की पैमाईश चार हज़ार पाँच सौ, और तीन फाटक एक यूसुफ़ का एक बिनयमीन का और एक दान का।
૩૨પૂર્વ બાજુની દીવાલનું માપ ચાર હજાર પાંચસો હાથ હશે. તેના ત્રણ દરવાજાઓ: યૂસફનો દરવાજો, બિન્યામીનનો દરવાજો તથા દાનનો દરવાજો.
33 और दक्खिन की तरफ़ की पैमाईश चार हज़ार पाँच सौ, और तीन फाटक — एक शमौन का, एक इश्कार का, और एक ज़बूलून का।
૩૩દક્ષિણ બાજુની દીવાલની લંબાઈ ચાર હજાર પાંચસો હાથ છે. તેના ત્રણ દરવાજા શિમયોનનો દરવાજો, ઇસ્સાખારનો દરવાજો તથા ઝબુલોનનો દરવાજો.
34 और पच्छिम की तरफ़ की पैमाइश चार हज़ार पाँच सौ और तीन फाटक — एक जद्द का, एक आशर का और एक नफ़्ताली का।
૩૪પશ્ચિમ બાજુની દીવાલની લંબાઈ ચાર હજાર પાંચસો હાથ છે અને તેના ત્રણ દરવાજા ગાદનો દરવાજો, આશેરનો દરવાજો, અને નફતાલીનો દરવાજો.
35 उसका मुहीत अठारह हज़ार और शहर का नाम उसी दिन से यह होगा कि “ख़ुदावन्द वहाँ है।”
૩૫નગરની ચારેતરફનું માપ અઢાર હજાર હાથ થાય, અને તે દિવસથી તે નગરનું નામ ‘યહોવાહ શામ્માહ’ એટલે “યહોવાહ ત્યાં છે,” એવું પડશે.