< Від Матвія 13 >

1 Того ж дня Ісус вийшов із дому, та й сів біля моря.
તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠા.
2 І бе́зліч наро́ду зібралась до Нього, так що Він увійшов був до чо́вна та й сів, а ввесь на́товп стояв понад берегом.
અતિ ઘણાં લોક તેમની પાસે એકઠા થયા, માટે તે હોડી પર ચઢીને બેઠા; અને સર્વ લોક કિનારે ઊભા રહ્યા.
3 І багато навчав Він їх при́тчами, кажучи:
ઈસુએ દ્રષ્ટાંતોમાં તેઓને ઘણી વાતો કહેતાં કહ્યું કે, “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.
4 І як сіяв він зе́рна, упали одні край дороги, — і пташки́ налетіли, та їх повидзьо́бували.
તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાના કિનારે પડ્યાં; એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા.
5 Другі ж упали на ґрунт кам'яни́стий, де не мали багато землі, — і негайно посхо́дили, бо земля неглибо́ка була́;
કેટલાક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં.
6 а як сонце зійшло, — то зів'яли, і коріння не мавши, — посохли.
પણ જયારે સૂર્ય ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા, તેને જડ ન હોવાથી તે સુકાઈ ગયા.
7 А інші попа́дали в те́рен, — і вигнався терен, і їх поглуши́в.
કેટલાક કાંટાનાં ઝાડવામાં પડ્યાં; કાંટાનાં ઝાડવાએ વધીને તેને દબાવી નાખ્યાં.
8 Інші ж упали на добрую землю — і зродили: одне в сто раз, друге в шістдеся́т, а те втри́дцятеро.
બીજાં સારી જમીન પર પડ્યાં, તેઓએ ફળ આપ્યાં; કેટલાકે સોગણાં, કેટલાકે સાંઠગણાં, અને કેટલાક ત્રીસગણાં.
9 Хто має ву́ха, щоб слухати, нехай слухає!“
જેને સાંભળવાને કાન છે તે સાંભળે.”
10 І учні Його приступили й сказали до Нього: „Чому́ при́тчами Ти промовляєш до них?“
૧૦પછી શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “તમે તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો?”
11 А Він відповів і промовив: „Тому́, що вам да́но пізнати таємни́ці Царства Небесного, — їм же не да́но.
૧૧ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, “સ્વર્ગના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને આપેલું નથી.
12 Бо хто має, то дасться йому́ та дода́сться, хто ж не має, — забереться від нього й те, що́ він має.
૧૨કેમ કે જેની પાસે સમજ છે તેને અપાશે, અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે સમજ નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઈ લેવાશે.
13 Я тому́ говорю́ до них при́тчами, що вони, ди́влячися, не бачать, і слухаючи, не чують, і не розуміють.
૧૩એ માટે હું તેઓને દ્રષ્ટાંતોમાં બોલું છું; કેમ કે જોતાં તેઓ જોતાં નથી, સાંભળતાં તેઓ સાંભળતાં નથી, અને સમજતા પણ નથી.
14 І над ними збувається пророцтво Ісаї, яке промовляє: „Почуєте слухом, — і не зрозумієте, дивитися бу́дете оком, — і не побачите.
૧૪યશાયાની ભવિષ્યવાણી તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે કે, ‘તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; અને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ.
15 Затовсті́ло бо серце людей цих, тяжко чують ву́хами вони, і зажму́рили очі свої, щоб коли не побачити очима й не почути ву́хами, і не зрозуміти їм серцем, і не наверну́тись, щоб Я їх уздоро́вив!“
૧૫કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ રાખી છે, એમ ન થાય કે, તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે, પશ્ચાતાપ કરે અને હું તેઓને સાજાં કરું.’”
16 Очі ж ваші блаженні, що бачать, і ву́ха ваші, що чують.
૧૬પણ તમારી આંખો આશીર્વાદિત છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનો આશીર્વાદિત છે, કેમ કે તેઓ સાંભળે છે.
17 Бо поправді кажу́ вам, що багато пророків і праведних бажали побачити, що́ бачите ви, — та не бачили, і почути, що́ чуєте ви, — і не чули.
૧૭હું તમને નિશ્ચે કહું છું કે, તમે જે જે જુઓ છો, તે ઘણાં પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યું, પણ જોયું નહિ; તમે જે જે સાંભળો છો તે સાંભળવા ચાહ્યું, પણ સાંભળ્યું નહિ.
18 Послухайте ж притчу про сіяча́.
૧૮હવે વાવનારનું દ્રષ્ટાંત સાંભળો.
19 До кожного, хто слухає слово про Царство, але не розуміє, приходить лукавий, і кра́де посіяне в серці його; це те, що посіяне понад дорогою.
૧૯‘જયારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, પણ સમજતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે; રસ્તાની કોરે જે બીજ વાવેલું તે એ જ છે.
20 А посіяне на кам'яни́стому ґрунті, — це той, хто слухає слово, і з радістю зараз приймає його;
૨૦પથ્થરવાળી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને સ્વીકારી લે છે;
21 але кореня в ньому нема, тому він непостійний; коли ж у́тиск або переслідування настають за слово, то він зараз споку́шується.
૨૧તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે પાછા પડે છે.
22 А між те́рен посіяне, — це той, хто слухає слово, але кло́поти віку цього́ та омана багатства заглу́шують слово, — і воно зостається без пло́ду. (aiōn g165)
૨૨કાંટાનાં જાળાંમાં જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ ભૌતિક જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે. (aiōn g165)
23 А посіяне в добрій землі, — це той, хто слухає слово й його розуміє, і плід він прино́сить, і дає один у сто раз, другий у шістдеся́т, а той утри́дцятеро“.
૨૩સારી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, અને તેને નિશ્ચે ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાંઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.”
24 Іншу притчу подав Він їм, кажучи: „Царство Небесне подібне до чоловіка, що посіяв був добре насіння на полі своїм.
૨૪ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય એવા માણસના જેવું છે કે જેણે પોતાના ખેતરમાં સારું બી વાવ્યું.
25 А коли люди спали, прийшов ворог його, і куколю між пшеницю насіяв, та й пішов.
૨૫પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો દુશ્મન આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો.
26 А як виросло збіжжя та кинуло колос, тоді показався і кукі́ль.
૨૬પણ જયારે છોડવા ઊગ્યા, તેમને કણસલાં આવ્યાં, ત્યારે કડવા દાણા પણ દેખાયા.
27 І прийшли господаре́ві раби, та й кажуть йому: „Пане, чи ж не добре насіння ти сіяв на полі своїм? Звідки ж узявся кукіль?“
૨૭ત્યારે તે માલિકના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?’
28 А він їм відказав: „Чоловік супроти́вник нако́їв оце“. А раби відказали йому́: „Отож, — чи не хочеш, щоб пішли ми і його повипо́лювали?“
૨૮તેણે તેઓને કહ્યું કે, ‘કોઈ દુશ્મને એ કર્યું છે.’ ત્યારે ચાકરોએ તેને કહ્યું કે, ‘તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ?’”
29 Але він відказав: „Ні, — щоб, випо́люючи той кукіль, ви не вирвали ра́зом із ним і пшеницю.
૨૯પણ તેણે કહ્યું, ‘ના, એમ ના થાય કે તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો.
30 Залиші́ть, — хай ра́зом обоє ростуть аж до жнив; а в жнива́ накажу́ я женця́м: Зберіть перше кукі́ль і його пов'яжіть у снопки́, щоб їх попали́ти; пшеницю ж спровадьте до клуні моєї“.
૩૦કાપણી સુધી બન્નેને સાથે વધવા દો. કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, “તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, બાળવા સારુ તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.”
31 Іншу притчу подав Він їм, кажучи: „Царство Небесне подібне до зе́рна гірчи́чного, що взяв чоловік і посіяв на полі своїм.
૩૧ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય રાઈના બીજ જેવું છે, જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું.
32 Воно найдрібніше з усьо́го насіння, але́, коли ви́росте, більше воно за зілля, і стає деревом, так що птаство небесне злітається, і ку́блиться в ві́ттях його“.
૩૨તે સઘળાં બીજ કરતાં નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, તે એવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.”
33 Іншу притчу Він їм розпові́в: „Царство Небесне подібне до ро́зчини, що її бере жінка, і кладе на три мірі муки, аж поки все вки́сне“.
૩૩તેમણે તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય ખમીર જેવું છે કે, જેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.”
34 Це все в при́тчах Ісус говорив до людей, і без при́тчі нічо́го Він їм не казав,
૩૪એ બધી વાતો ઈસુએ લોકોને દ્રષ્ટાંતોમાં કહી; દ્રષ્ટાંત વગર તેમણે તેઓને કંઈ કહ્યું નહિ.
35 щоб спра́вдилось те, що сказав був пророк, промовляючи: „Відкрию у при́тчах уста́ Свої, розповім таємни́ці від по́чину світу!“
૩૫એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, “હું મારું મુખ ઉઘાડીને દ્રષ્ટાંતો કહીશ, સૃષ્ટિનો પાયો નાખ્યાના વખતથી જે ચૂપ રખાયાં છે તે હું પ્રગટ કરીશ.”
36 Тоді відпустив Він наро́д і додому прийшов. І підійшли Його учні до Нього й сказали: „Поясни́ нам при́тчу про кукі́ль польови́й“.
૩૬ત્યારે લોકોને મૂકીને ઈસુ ઘરમાં ગયા; પછી તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “ખેતરનાં કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.”
37 А Він відповів і промовив до них: „Хто добре насіння посіяв був, — це Син Лю́дський,
૩૭ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “સારું બીજ જે વાવે છે તે માણસનો દીકરો છે.
38 а поле — це світ, добре ж насіння — це сини Царства, а кукі́ль — сини лукавого;
૩૮ખેતર દુનિયા છે; સારાં બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે;
39 а ворог, що всіяв його — це диявол, жнива́ — кінець віку, а женці — анголи́. (aiōn g165)
૩૯જેણે વાવ્યાં તે દુશ્મન શેતાન છે. કાપણી જગતનો અંત છે, અને કાપનારા સ્વર્ગદૂતો છે. (aiōn g165)
40 І як збирають кукі́ль, і як па́лять в огні, так буде й напри́кінці віку цього́. (aiōn g165)
૪૦એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતના અંતે થશે. (aiōn g165)
41 Пошле Лю́дський Син Своїх анголів, і вони позбирають із Царства Його всі спокуси, і тих, хто чинить беззако́ння,
૪૧માણસનો દીકરો પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, પાપમાં પાડનારી બધી વસ્તુઓને તથા દુષ્ટતા કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે,
42 і їх повкида́ють до пе́чі огне́нної, — буде там плач і скре́гіт зубів!
૪૨અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે.
43 Тоді праведники, немов сонце, засяють у Царстві свого Отця. Хто має ву́ха, нехай слухає!
૪૩ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
44 Царство Небесне подібне ще до захо́ваного в полі ска́рбу, що люди́на, знайшовши, ховає його, і з радости з того йде, та й усе, що має, продає та купує те поле.
૪૪વળી સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે; કે જે એક માણસને મળ્યું, પછી તેણે તે સંતાડી રાખ્યું. તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું.
45 Подібне ще Царство Небесне до того купця, що пошу́кує пе́рел до́брих,
૪૫વળી સ્વર્ગનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે.
46 а як зна́йде одну дорогоцінну перли́ну, то йде, і все продає, що має, і купує її.
૪૬જયારે તેને અતિ મૂલ્યવાન મોતી મળ્યું, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખરીદી લીધું.
47 Подібне ще Царство Небесне до не́вода, у море заки́неного, що зібрав він усячину.
૪૭વળી સ્વર્ગનું રાજ્ય જાળના જેવું છે, જેને સમુદ્રમાં નાખવામાં આવ્યું, અને દરેક જાતનાં સમુદ્રજીવો તેમાં સમેટાયા.
48 Коли він напо́вниться, тягнуть на берег його, і, сівши, вибирають до по́суду добре, непо́тріб же геть викидають.
૪૮જયારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, બેસીને જે સારું હતું તે તેઓએ વાસણમાં એકઠું કર્યું, પણ નરસું ફેંકી દીધું.
49 Так буде й напри́кінці віку: анголи́ повиходять, і вилучать злих з-поміж праведних, (aiōn g165)
૪૯એમ જ જગતને અંતે પણ થશે; સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે, (aiōn g165)
50 і їх повкидають до пе́чі огне́нної, — буде там плач і скре́гіт зубів!
૫૦અને તેઓ તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.
51 Чи ви зрозуміли це все?“— „Так!“відказали Йому.
૫૧શું તમે એ બધી વાતો સમજ્યા?” તેઓએ ઈસુને કહ્યું કે, “હા.”
52 І Він їм сказав: „Тому́ кожен книжник, що навче́ний про Царство Небесне, подібний до того госпо́даря, що з скарбниці своєї виносить нове́ та старе“.
૫૨ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “દરેક શાસ્ત્રી જે સ્વર્ગના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરમાલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”
53 І сталось, як скінчи́в Ісус притчі оці, Він зві́дти пішов.
૫૩ત્યારે એમ થયું કે ઈસુ એ દ્રષ્ટાંતો કહી રહ્યા, ત્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા.
54 І прийшов Він до Своєї ба́тьківщини, і навчав їх у їхнїй синаго́зі, так що стали вони дивуватися й питати: „Звідки в Нього ця мудрість та си́ли чудоді́йні?
૫૪પછી પોતાના પ્રદેશમાં આવીને તેમણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે, તેઓ આશ્ચર્યચકિત થઈને બોલ્યા કે, “આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવાં પરાક્રમી કામો ક્યાંથી?
55 Чи ж Він не син те́слі? Чи ж мати Його не Марією зветься, а брати Його — Яків, і Йо́сип, і Симон та Юда?
૫૫શું એ સુથારના દીકરા નથી? શું એમની માનું નામ મરિયમ નથી? શું યાકૂબ, યૂસફ, સિમોન તથા યહૂદા તેમના ભાઈઓ નથી?
56 І чи ж се́стри Його не всі з нами? Звідки ж Йому́ все оте?“
૫૬શું એમની સઘળી બહેનો આપણી સાથે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?”
57 І вони спокуша́лися Ним. А Ісус їм сказав: „Пророка нема без пошани, — хіба тільки в вітчи́зні своїй та в домі своїм!“
૫૭તેઓએ તેમનો સ્વીકાર કર્યો નહિ. પણ ઈસુએ તેઓને કહ્યું કે, “પ્રબોધક પોતાના વતનમાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.”
58 І Він не вчинив тут чуд багатьо́х через їхню невіру.
૫૮તેઓના અવિશ્વાસને લીધે તેમણે ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યા નહિ.

< Від Матвія 13 >