< Romafoɔ 7 >
1 Nokorɛm, me nuanom, ɛsiane sɛ mo nyinaa nim Mmara no enti, mote deɛ mepɛ sɛ meka no ase; mmerɛ dodoɔ a onipa te ase no, mmara di ne so.
૧વળી ભાઈઓ, શું તમે એ નથી જાણતા જેઓ નિયમશાસ્ત્ર જાણે છે તેઓને હું કહું છું કે, મનુષ્ય જીવે ત્યાં સુધી તે નિયમશાસ્ત્રના નિયંત્રણમાં હોય છે?
2 Ɔbaa warefoɔ sei, sɛ ɔte ase nko ara deɛ a, ɔhyɛ ne kunu mmara ase, na sɛ okunu no wu deɛ a, na ɔnhyɛ ne kunu mmara ase bio.
૨કેમ કે જે સ્ત્રીને પતિ છે, તે તેના જીવતાં સુધી નિયમથી તેની સાથે બંધાયેલી છે, પણ જો તે મરી જાય તો તેના નિયમથી તે મુક્ત થાય છે.
3 Ɛno enti, sɛ ɔkɔ ɔbarima foforɔ ho ɛberɛ a ne kunu te ase a, wɔfrɛ no ɔwaresɛefoɔ; na sɛ ne kunu no wu a, na ɔnhyɛ saa mmara no ase bio, ɛno enti sɛ ɔware ɔbarima foforɔ a, ɔnyɛ ɔwaresɛefoɔ.
૩તેથી જો પતિ જીવતો હોય અને તે બીજો પતિ કરે, તો તે વ્યભિચારિણી કહેવાશે; પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત છે, તેથી જો તે બીજો પતિ કરે તોપણ તે વ્યભિચારિણી નથી.
4 Afei me nuanom, mo nso, Yesu wu a ɔwuiɛ enti moawu afiri mmara no tumi aseɛ. Ne saa enti, mone ɔno a wɔnyanee no firii awufoɔ mu abom sɛdeɛ mobɛtumi asom Onyankopɔn.
૪તે માટે, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તનાં શરીરદ્વારા નિયમશાસ્ત્ર સંબંધી મૃત છો, કે જેથી તમે બીજાના, એટલે જે મૃત્યુમાંથી સજીવન થયા છે તેમના થાઓ, કે આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્ન કરીએ.
5 Ɛberɛ a na yɛte ase ma yɛn ho no, yɛn bɔnesu nam mmara no so kanyanee yɛn wɔ yɛn mu maa yɛyɛɛ adwuma maa owuo.
૫કેમ કે જયારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર વડે પાપવાસનાઓ આપણાં અંગોમાં મૃત્યુ માટે ફળ ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરતી હતી.
6 Afei deɛ, yɛnhyɛ mmara biara ase ɛfiri sɛ, yɛwu firii deɛ ɛkyekyeree yɛn sɛ nneduafoɔ no ase. Afei deɛ, yɛnhyɛ mmara biara a wɔatwerɛ no dada ase bio, na mmom, yɛnam honhom foforɔ kwan so na ɛsom.
૬પણ હમણાં જેમાં આપણે બંધાયા હતા તેમાં આપણું મૃત્યુ થયાથી નિયમશાસ્ત્રથી મુક્ત થયા છીએ. તેથી નિયમશાસ્ત્રની જૂની રીતથી નહિ, પણ આત્માની નવી રીતથી સેવા કરીએ.
7 Enti, asɛm bɛn na yɛnka? Mmara no yɛ bɔne anaa? Dabi! Mmom, ɛnam mmara so na mehunuu sɛdeɛ bɔne teɛ. Sɛ ɛnyɛ mmara no na ɛkaa sɛ, “Mma wʼani mmere obi adeɛ” a, anka mennim anibereɛ.
૭ત્યારે આપણે શું કહીએ? શું નિયમશાસ્ત્ર પાપરૂપ છે? ના, એવું ન થાઓ; પરંતુ નિયમશાસ્ત્ર ન હોત તો મેં પાપ જાણ્યું ન હોત; કેમ કે નિયમશાસ્ત્રે જો કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો હું લોભ વિષે સમજ્યો ન હોત.
8 Bɔne nyaa kwan nam mmaransɛm no so kekaa ne ho wɔ me mu, maa mʼani beree nneɛma ahodoɔ bebree. Sɛ mmara no nni hɔ a, bɔne nso nni tumi.
૮પણ પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞાથી મારામાં સઘળા પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો; કેમ કે નિયમશાસ્ત્ર વિના પાપ નિર્જીવ છે.
9 Ansa na mɛhunu mmara no na mewɔ nkwa. Nanso mmaransɛm no baeɛ no, metee bɔne ase, na mewuiɛ.
૯હું તો અગાઉ નિયમશાસ્ત્ર વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું અને હું મૃત્યુ પામ્યો;
10 Mehunuu sɛ, mmaransɛm a anka ɛde nkwa bɛba no de owuo baeɛ.
૧૦જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મૃત્યુને અર્થે છે તેવું મને માલૂમ પડ્યું.
11 Bɔne nam mmaransɛm no so nyaa ɛkwan daadaa me; ɛnam mmaransɛm no so ma bɔne kumm me.
૧૧કેમ કે પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞાથી મને છેતર્યો અને તે દ્વારા મને મારી નાખ્યો.
12 Nanso mmara no yɛ kronkron; na mmaransɛm no nso yɛ kronkron. Ɛtene na ɛyɛ nso.
૧૨તે માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારી છે.
13 Adeɛ a ɛyɛ no bɛyɛɛ owuo maa me anaa? Dabi! Nanso sɛdeɛ ɛbɛyɛ a yɛbɛhunu bɔne sɛ bɔne no, ɛfaa deɛ ɛyɛ so de owuo brɛɛ me. Enti bɔne nam mmaransɛm so maa me hunuu sɛ bɔne yɛ adeɛ a ɛyɛ hu.
૧૩ત્યારે જે હિતકારી છે, તે શું મને મૃત્યુકારક થયું? ના, કદી નહિ; પણ પાપ તે પાપ જ દેખાય અને આજ્ઞા દ્વારા તો પાપનો વ્યાપ વધી જાય, એ માટે જે હિતકારી છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું.
14 Yɛnim sɛ mmara no yɛ honhom mu adeɛ nanso meyɛ ɔhonam muni a wɔatɔn me sɛ akoa ama bɔne.
૧૪કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર આત્મિક છે, પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું.
15 Mente deɛ meyɛ ase; ɛfiri sɛ, menyɛ deɛ ɛsɛ sɛ meyɛ, na mmom, meyɛ deɛ mekyi.
૧૫કેમ કે હું જે કરું છું, તે હું સમજથી કરતો નથી, કારણ કે હું જે ઇચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે કરું છું.
16 Sɛ meyɛ deɛ mempɛ sɛ meyɛ a, na ɛkyerɛ sɛ, mepene so sɛ mmara no yɛ.
૧૬પણ હું જે ઇચ્છતો નથી તે જો કરું છું, તો હું નિયમશાસ્ત્ર વિષે માનું છું કે, નિયમશાસ્ત્ર સારું છે.
17 Sɛdeɛ ɛteɛ no, ɛnyɛ mʼankasa na meyɛ yei; na mmom bɔne a ɛte me mu no.
૧૭તો હવે જે ન કરવું જોઈએ તે હું નથી કરતો, પણ મારામાં જે પાપ વસે છે તે કરે છે.
18 Menim sɛ ade pa biara nte me mu, me bɔne nipasu yi mu. Ɛfiri sɛ, mepɛ sɛ meyɛ deɛ ɛyɛ, nanso mentumi nyɛ.
૧૮કેમ કે હું જાણું છું કે મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી.
19 Papa mepɛ sɛ meyɛ no, menyɛ; mmom bɔne a mempɛ sɛ meyɛ no na meyɛ.
૧૯કેમ કે જે સારું કરવાની હું ઇચ્છા રાખું છું તે કરતો નથી; પણ જે દુષ્ટતા હું ઇચ્છતો નથી તે કરું છું.
20 Sɛ meyɛ deɛ mempɛ sɛ meyɛ a, na ɛkyerɛ sɛ ɛnyɛ me na meyɛeɛ, na mmom ɛyɛ bɔne a ɛte me mu no.
૨૦હવે જે હું ઇચ્છતો નથી તે હું કરું છું કેમ કે મારામાં જે પાપ વસે છે તે, તે કાર્ય કરે છે.
21 Mmara no ama mahunu sɛ biribi te me mu a ɛmma mennyɛ deɛ menim sɛ ɛyɛ.
૨૧તો મને એવો નિયમ માલૂમ પડે છે, કે જયારે સારું કરવા હું ઇચ્છું છું ત્યારે દુષ્ટતા મારામાં હાજર હોય છે.
22 Mʼakoma nyinaa mu, megye Onyankopɔn mmara to mu.
૨૨કેમ કે હું આંતરિક મનુષ્યત્વ પ્રમાણે ઈશ્વરના નિયમશાસ્ત્રમાં આનંદ કરું છું.
23 Nanso, mefiri mʼakwaa nyinaa mu hunu sɛ biribi ne mʼadwene di apereapereɛ. Ɛma me yɛ bɔne akoa, na ɛno na ɛhyɛ me ma me yɛ biribiara.
૨૩પણ મારાં અંગોમાં હું એક અલગ નિયમ જોઉં છું, જે મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવોમાં પાપનો જે નિયમ છે તેના બંધનમાં મને લાવે છે.
24 Menni ahotɔ! Hwan na ɔbɛgye me afiri saa ɔhonam a ɛde me rekɔ owuo mu yi?
૨૪હું કેવો દુઃખિત મનુષ્ય! કે મને આ મરણના શરીરથી કોણ છોડાવશે?
25 Menam yɛn Awurade Yesu Kristo so meda Onyankopɔn ase. Na afei, mʼankasa mʼadwene mu, meyɛ akoa ma Onyankopɔn mmara, nanso bɔne nipasu mu no, meyɛ akoa ma bɔne.
૨૫આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું, તે માટે હું પોતે મનથી ઈશ્વરના નિયમશાસ્ત્રની, પણ દેહથી પાપના સિદ્ધાંતની, સેવા કરું છું.