< Romafoɔ 6 >
1 Afei, asɛm bɛn na yɛbɛka? Yɛbɛkɔ so atena bɔne mu, sɛdeɛ ɛbɛyɛ a adom bɛdɔɔso anaa?
૧ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ?
2 Ɛnte saa koraa! Yɛawu ama bɔne, na adɛn enti na ɛsɛ sɛ yɛkɔ so tena bɔne mu?
૨ના, એવું ન થાઓ; આપણે પાપના સંબંધી મૃત્યુ પામ્યા, તો પછી એમાં કેમ જીવીએ?
3 Anaa monnim sɛ ɛberɛ a wɔbɔɔ yɛn asu hyɛɛ Kristo Yesu mu no, wɔbɔɔ yɛn asu hyɛɛ ne wuo mu?
૩શું તમે નથી જાણતા કે, આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા.
4 Ɛberɛ a wɔbɔɔ yɛn asu no, yɛwuiɛ, na wɔsiee yɛn ne Kristo. Sɛdeɛ Agya Onyankopɔn nam nʼanimuonyam so nyanee Kristo firii awufoɔ mu baa nkwa mu no, saa ara nso na seesei yɛte ase wɔ nkwa foforɔ mu.
૪તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવાયા, કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ.
5 Na sɛ yɛne no ayɛ baako wɔ ne wuo mu a, wɔbɛfa saa ɛkwan korɔ no ara so anyane yɛn aba nkwa mu, na yɛne no ayɛ baako.
૫કેમ કે જો આપણે તેમના મરણની સમાનતામાં તેમની સાથે જોડાયાં, તો તેમના મરણોત્થાનની સમાનતામાં પણ જોડાયેલાં થઈશું.
6 Yɛnim sɛ wɔbɔɔ yɛn nipadua dada no ne Kristo asɛnnua mu. Wɔyɛɛ yei sɛdeɛ nipadua dada a ɛyɛ bɔne no renyɛ bɔne nkoa bio,
૬આપણે જાણીએ છીએ કે આપણું જૂનું મનુષ્યત્વ તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય; એટલે હવે પછી આપણે પાપના દાસત્વમાં રહીએ નહિ.
7 ɛfiri sɛ, sɛ onipa wu a, na wɔayi no afiri bɔne tumi ase.
૭કેમ કે જે મૃત્યુ પામેલો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે.
8 Sɛ yɛne Kristo awu a, yɛwɔ gyidie sɛ yɛne no bɛtena.
૮પણ જો આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામેલા છીએ, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા.
9 Ɛfiri sɛ, yɛnim sɛ wɔanyane Kristo afiri owuo mu na ɔrenwu bio. Owuo nni ne so tumi bio.
૯કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા અને તે ફરી મૃત્યુ પામનાર નથી; હવે પછી મૃત્યુનો અધિકાર તેમના પર નથી.
10 Owuo a ɔwuiɛ no, ɔwuu prɛko maa bɔne, na ase a ɔte yi, ɔte ase ma Onyankopɔn.
૧૦કેમ કે તેઓ મર્યા, એટલે પાપ સંબંધી એક જ વાર મૃત્યુ પામ્યા, પણ તેઓ જીવે છે એટલે ઈશ્વર સંબંધી જીવે છે.
11 Ɛno enti, saa ɛkwan korɔ ara so no, ɛsɛ sɛ mofa mo ho sɛ moawu ama bɔne, na mote ase ma Onyankopɔn wɔ Kristo Yesu mu.
૧૧તેમ તમે પોતાને પણ પાપ સંબંધી મૃત્યુ પામેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સંબંધી જીવતા ગણો.
12 Ɛnsɛ sɛ bɔne di mo nipadua a ɛwuiɛ no so na amma mo anyɛ bɔne.
૧૨તે માટે તમે પાપની દુર્વાસનાઓને આધીન થઈને પાપને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો.
13 Saa ara nso, ɛnsɛ sɛ mogyaa mo honam akwaa biara ma bɔne sɛ nneɛma a wɔde di amumuyɛsɛm. Na mmom, momfa mo ho mma Onyankopɔn sɛ nnipa a wɔanyane mo afiri owuo mu aba nkwa mu. Momfa mo ho nyinaa mma no, na ɔmfa mo nyɛ tenenee nnwuma.
૧૩અને તમારા અવયવોને અન્યાયનાં સાધનો થવા માટે પાપને ન સોંપો; પણ મૃત્યુમાંથી સજીવન થયેલા જેવા તમે પોતાને ઈશ્વરને સોંપો તથા તમારા અવયવોને ન્યાયીપણાનાં સાધનો થવા માટે ઈશ્વરને સોંપો.
14 Ɛnsɛ sɛ bɔne di mo so, ɛfiri sɛ monnhyɛ mmara ase, na mmom, mohyɛ adom ase.
૧૪પાપને તમારા પર રાજ કરવા ન દો, કેમ કે તમે નિયમશાસ્ત્રને નહિ, પણ કૃપાને આધીન છો.
15 Ɛdeɛn bio? Esiane sɛ yɛnhyɛ mmara ase na yɛhyɛ adom ase no enti, ɛsɛ sɛ yɛkɔ so yɛ bɔne anaa? Dabi!
૧૫તો શું, આપણે નિયમશાસ્ત્રને નહિ, પણ કૃપાને આધીન છીએ, તેથી શું પાપ કર્યા કરીએ? ના, એવું ન થાઓ.
16 Monnim sɛ, deɛ motie no ara na ne nkoa ne mo anaa? Sɛ ɛyɛ bɔne a ɛde kɔ owuo mu, anaasɛ ɔsetie a ɛde kɔ tenenee mu.
૧૬શું તમે નથી જાણતા કે, જેની આજ્ઞા પાળવા માટે તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો, તેના દાસ તમે છો; ગમે તો મોતને અર્થે પાપના, અથવા ન્યાયીપણાને અર્થે આજ્ઞાપાલનના?
17 Nanso, yɛda Onyankopɔn ase! Ɛfiri sɛ, berɛ bi a atwam no a na moyɛ bɔne nkoa no, mode mo akoma nyinaa tiee nkyerɛkyerɛ a wɔde maa mo no.
૧૭પણ ઈશ્વરનો આભાર કે તમે પાપના દાસ હોવા છતાં જે બોધ તમને કરવામાં આવ્યો, તે તમે હૃદયપૂર્વક સ્વીકાર્યો.
18 Wɔagye mo afiri bɔne mu ma moabɛyɛ nkoa ama tenenee.
૧૮તે રીતે તમે પાપથી મુક્ત થઈને, ન્યાયીપણાના દાસ થયા.
19 Esiane mo nipasu enti, mede nkoasom ho mfonitwa reboa mo ama moate yeinom nyinaa ase. Sɛdeɛ mmerɛ bi mode mo ho nyinaa maeɛ sɛ afideɛ ne amumuyɛsɛm nkoa no, afei deɛ momfa nyɛ nkoa mma tenenee nkɔ kronkronyɛ mu.
૧૯તમારા દેહની નિર્બળતાને લીધે હું મનુષ્યની રીતે વાત કરું છું. જેમ તમે પોતાનાં અંગોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યાં હતા, તેમ હમણાં પોતાનાં અંગો પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો.
20 Ɛberɛ a na moyɛ bɔne nkoa no, na teneneeyɛ nni mo so tumi.
૨૦કેમ કે જેવા તમે પાપના દાસ હતા તેવા તમે ન્યાયીપણાથી સ્વતંત્ર હતા.
21 Moyɛɛ nneɛma a afei deɛ mo ani wu wɔ ho no, mfasoɔ bɛn na monyaeɛ? Deɛ ɛkɔwieɛ ne owuo.
૨૧તો જે ખરાબ કામોથી તમે હમણાં શરમાઓ છો, તેનાથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે કામોનું પરિણામ મૃત્યુ છે.
22 Nanso, seesei wɔagye mo afiri owuo mu ama moabɛyɛ Onyankopɔn nkoa. Mfasoɔ a monya wɔ mu no kɔ kronkronyɛ mu, na deɛ ɛfiri mu ba yɛ nkwa a ɛnni awieeɛ. (aiōnios )
૨૨પણ હમણાં પાપથી મુક્ત થઈને ઈશ્વરના દાસ થયા હોવાથી તમને પવિત્રતાને અર્થે પ્રતિફળ અને અંતે અનંતજીવન મળે છે. (aiōnios )
23 Na bɔne so akatua yɛ owuo, nanso Onyankopɔn akyɛdeɛ yɛ nkwa a ɛnni awieeɛ, wɔ Kristo Yesu yɛn AWURADE mu. (aiōnios )
૨૩કેમ કે પાપનું પરિણામ મૃત્યુ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે. (aiōnios )