< Nnwom 88 >
1 Esrahini Heman ɔhaw ne amanehunu dwom. Ao Awurade, me nkwagyeɛ Onyankopɔn mesu wɔ wʼanim adekyeeɛ ne adesaeɛ.
૧કોરાના દીકરાઓનું ગાયન; ગીત. મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ-લાનોથ. હેમાન એઝ્રાહીનું માસ્કીલ. હે યહોવાહ, મારો ઉદ્ધારકરનાર ઈશ્વર, મેં રાતદિવસ તમારી આગળ વિનંતી કરી છે.
2 Ma me mpaeɛbɔ nnuru wʼanim; brɛ wʼaso ase tie me sufrɛ.
૨મારી પ્રાર્થના સાંભળો; મારા પોકાર પર ધ્યાન આપો.
3 Ɔhaw ahyɛ me kra ma na me nkwa rebɛn owuo. (Sheol )
૩કારણ કે મારો જીવ ઘણો દુઃખી છે અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે. (Sheol )
4 Wɔkan me fra wɔn a wɔrekɔ damena mu; mete sɛ obi a ɔnni ahoɔden.
૪કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું.
5 Wɔayi me asi nkyɛn wɔ awufoɔ mu, te sɛ atɔfoɔ a wɔdeda ɛda mu, wɔn a wonkae wɔn bio, na wonhwɛ wɔn bio.
૫મને તજીને મૃત્યુ પામેલાઓની સાથે ગણી લીધો છે; મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે સ્મરણ કરતા નથી, જેઓ તમારા હાથથી દૂર થયેલા છે, તેમના જેવો હું છું.
6 Woato me atwene damena ase tɔnn, wɔ esum kabii mu.
૬તમે મને છેક નીચલા ખાડામાં ધકેલી દીધો છે, તે સ્થળો અંધકારથી ભરેલાં અને ઊંડાં છે.
7 Wʼabofuhyeɛ ayɛ duru wɔ me so; woama wʼasorɔkye nyinaa abu afa me so.
૭મારા પર તમારો કોપ અતિ ભારે છે અને તમારાં સર્વ મોજાં મારા પર ફરી વળ્યાં છે.
8 Woafa me nnamfonom a wɔbɛn me afiri me nkyɛn woama me ho ayɛ wɔn ahi. Woaka me ahyɛ mu na mentumi nnwane;
૮કેમ કે તમે મારા ઓળખીતાઓને મારી પાસેથી દૂર કર્યા છે. તેઓ મારાથી આંચકો પામે એવો તમે મને કર્યો છે. હું ફાંદામાં ફસાઈ ગયો છું અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
9 awerɛhoɔ ama mʼani so ayɛ kusuu. Ao Awurade mesu frɛ wo da biara; metrɛ me nsam kyerɛ wo.
૯દુ: ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવાહ, મેં દરરોજ તમને અરજ કરી છે; તમારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
10 Woyɛ anwanwadeɛ kyerɛ awufoɔ anaa? Wɔn a wɔawuwu no sɔre kamfo wo anaa?
૧૦શું તમે મરણ પામેલાઓને ચમત્કાર બતાવશો? શું મરણ પામેલા ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે? (સેલાહ)
11 Wɔka wʼadɔeɛ ho asɛm wɔ ɛda mu anaa, anaasɛ wo nokorɛ ho asɛm wɔ ɔsɛeɛ kurom?
૧૧શું કબરમાં તમારી કૃપા કે, વિનાશમાં તમારું વિશ્વાસપણું જાહેર કરવામાં આવશે?
12 Wɔhunu wʼanwanwadeɛ wɔ beaeɛ a ɛhɔ aduru sum, anaa wo tenenee nnwuma wɔ awerɛfirie asase so?
૧૨શું અંધકારમાં તમારાં આશ્ચર્યકારક કૃત્યો અને વિસ્મરણના દેશમાં તમારા ન્યાયીપણાનાં કૃત્યો વિષે જણાવવામાં આવશે?
13 Nanso Ao Awurade, mesu frɛ wo sɛ boa me; me mpaeɛbɔ duru wʼanim adekyeeɛ mu
૧૩પણ, હે યહોવાહ, હું પોકાર કરીશ; સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
14 Ao Awurade, adɛn nti na wopo me na wode wʼanim hinta me?
૧૪હે યહોવાહ, તમે મને કેમ તજી દીધો છે? શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
15 Mahunu amane firi me mmɔfraase na mabɛn owuo; wʼahunahuna ama mabrɛ na mapa aba.
૧૫મારી યુવાવસ્થાથી મારા પર દુ: ખ આવી પડ્યાં છે અને હું મરણતોલ થઈ ગયો છું. તમારો ત્રાસ વેઠતાં હું ગભરાઈ ગયો, હું કંઈ કરી શકતો નથી.
16 Wʼabofuhyeɛ abu afa me so; wʼahunahuna asɛe me.
૧૬તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે અને તમારા ત્રાસે મારો નાશ કર્યો છે.
17 Daa nyinaa wɔtwa me ho hyia sɛ nsuyire, na wɔabu afa me so koraa.
૧૭તેઓએ પાણીની જેમ દરરોજ મને ઘેર્યો છે; તેઓ ભેગા થઈને મારી આસપાસ ફરી વળ્યા છે.
18 Woafa mʼayɔnkofoɔ ne mʼadɔfoɔ afiri me nkyɛn kɔ; na esum ayɛ mʼadamfo brɛboɔ.
૧૮તમે મારા મિત્રોને અને સંબંધીઓને મારાથી દૂર કર્યા છે. મારા સંબંધીઓમાં હવે તો અંધકાર જ રહ્યો છે.