< Nnwom 23 >
1 Dawid dwom. Awurade ne me hwɛfo, hwee renhia me.
૧દાઉદનું ગીત. યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.
2 Ɔma meda wira frɔmfrɔm adidibea mu; ɔgya me kɔ nsuo a ɛho dwoɔ ho,
૨તે મને લીલાં ઘાસમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.
3 ɔdwodwo me kra. Ɔde me fa akwantenenee so, ne din enti.
૩તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
4 Sɛ menam owuo sum kabii mu mpo a, mensuro bɔne bi, ɛfiri sɛ, wo ne me na ɛwɔ hɔ; wʼabaa ne wo poma na ɛkyekyere me werɛ.
૪જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે.
5 Woto me ɛpono wɔ mʼatamfoɔ anim. Wode ngo afɔ me tirim; me kuruwa ayɛ ma abu so.
૫તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો તમે મારા માથા પર તેલ રેડ્યું છે; મારો પ્યાલો છલકાઈ જાય છે.
6 Yie ne adɔeɛ nko na ɛbɛdi mʼakyi me nkwa nna nyinaa; na mɛtena Awurade fie daa.
૬નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.