< Nnwom 101 >
1 Dawid Dwom. Mɛto wo dɔ ne wo tenenee ho dwom; Ao Awurade, mɛto ayɛyie dwom ama wo.
૧દાઉદનું ગીત. કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ.
2 Mɛhwɛ yie abu ɔbra a ɛho teɛ. Dabɛn na wobɛba me nkyɛn? Mede akoma a afɔdie nni mu bɛnante me fie.
૨હું સીધા માર્ગમાં ચાલીશ. તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ.
3 Meremfa mʼani nsi adeɛ a ɛyɛ tane biara so. Mekyiri nnipa a wɔnni gyidie; Me ne wɔn nni hwee yɛ.
૩હું કંઈ ખોટું કાર્ય મારી દ્રષ્ટિમાં રાખીશ નહિ; પીછેહઠ કરનારાનાં કામથી હું કંટાળું છું; તેમની કંઈ અસર મને થશે નહિ.
4 Nnipa a wɔn akoma yɛ kontonkyi remmɛn me; me ne bɔne nni hwee yɛ.
૪અનુચિત લોકોને હું મારાથી દૂર રાખીશ; હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ.
5 Obiara a ɔdi ne yɔnko ho nsekuro wɔ kɔkoam no, ɔno na mɛsɛe; deɛ ɔwɔ ahantan ani ne ahomasoɔ akoma, ɔno na merennyegye ne so.
૫જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેનો હું નાશ કરીશ. જેની દ્રષ્ટિ અભિમાની અને જેનું હૃદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.
6 Mʼani bɛkɔ anokwafoɔ a wɔwɔ asase no soɔ no so na me ne wɔn atena; deɛ ne nanteɛ ho nni asɛm no, ɔno na ɔbɛsom me.
૬દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રહેમ નજર રાખીશ. જે કોઈ સીધા માર્ગમાં ચાલે છે તે મારી સેવા કરશે.
7 Deɛ ɔyɛ ɔdaadaafoɔ biara rentena me fie; deɛ ɔtwa nkontompo no rennyina mʼanim.
૭કપટી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ; જૂઠું બોલનારા કોઈ મારી આંખ આગળ રહેશે નહિ.
8 Adekyeeɛ biara, mɛsɛe amumuyɛfoɔ a wɔwɔ asase yi so nyinaa; na mapam ɔdebɔneyɛfoɔ biara afiri Awurade kuropɔn mu.
૮આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું દરરોજ નાશ કરીશ; સર્વ દુષ્ટ કરનારાઓને યહોવાહના નગરમાંથી કાપી નાખીશ.