< Mmɛbusɛm 1 >
1 Dawid babarima Salomo, Israelhene, mmɛbusɛm nie:
૧ઇઝરાયલનો રાજા, જે દાઉદનો પુત્ર હતો, તે સુલેમાનનાં નીતિવચનો.
2 Ne botaeɛ ne sɛ ɛbɛkyerɛ nnipa nyansa ne ahohyɛsoɔ; ne sɛ ɛbɛboa ma wɔate nsɛm a emu dɔ ase;
૨ડહાપણ તથા શિક્ષણ સંપાદન થાય, ડહાપણની વાતો સમજવામાં આવે,
3 sɛ wɔbɛnya ahohyɛsoɔ na wɔabɔ ɔbra pa, a ɛbɛma wɔayɛ ade pa, deɛ ɛtene na ɛho nni asɛm;
૩ડહાપણભરેલી વર્તણૂકની, નેકીની, ન્યાયીપણાની અને ઇનસાફની કેળવણી મળે.
4 sɛ ɛbɛma deɛ nʼadwene mu nnɔ anya nyansa na mmabunu anya nimdeɛ ne adwene.
૪ભોળા માણસને ચતુરાઈ મળે અને જુવાનોને ડહાપણ તથા વિવેકબુદ્ધિ મળે.
5 Anyansafoɔ ntie na wɔmfa nka deɛ wɔnim ho, na deɛ ɔwɔ nhunumu nya akwankyerɛ a
૫જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્ધત્તાની વૃદ્ધિ કરે અને બુદ્ધિમાન માણસને માર્ગદર્શન મળે.
6 ɛbɛma woate mmɛ ne akasabɛbuo, anyansafoɔ nsɛnka ne aborɔme ase.
૬કહેવતો તથા અલંકારો; જ્ઞાનીઓનાં વચનો તથા તેઓના મર્મો સમજાય.
7 Awurade suro yɛ nimdeɛ ahyɛaseɛ, na nkwaseafoɔ bu nyansa ne ahohyɛsoɔ animtiaa.
૭યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે. મૂર્ખો ડહાપણને તથા શિક્ષણને ધિક્કારે છે.
8 Me ba, tie wʼagya akwankyerɛ na mpo wo maame nkyerɛkyerɛ.
૮મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ અને તારી માતાનું શિક્ષણ તજીશ નહિ.
9 Ɛbɛyɛ wo tiri animuonyam abotire ne wo kɔn mu ntweaban.
૯તેઓ તારા મસ્તકે શોભાયમાન મુગટરૂપ અને તારા ગળાના હારરૂપ થશે.
10 Me ba, sɛ nnebɔneyɛfoɔ daadaa wo a, mma wɔn ho ɛkwan.
૧૦મારા દીકરા, જો પાપીઓ તને લલચાવે, તો તું તેઓનું માનતો નહિ.
11 Sɛ wɔka sɛ, “Bra ma yɛnkɔ; ma yɛnkɔtetɛ na yɛnkum obi, ma yɛnkɔtɛ ntwɛn mmɔborɔni bi;
૧૧જો તેઓ કહે કે, “અમારી સાથે ચાલ, આપણે ખૂન કરવા માટે સંતાઈ રહીએ; આપણે નિર્દોષને વિનાકારણ હુમલો કરવાને છુપાઈ રહીએ.
12 ma yɛmmemmene wɔn anikann sɛ ɛda, yɛmmene wɔn sɛ wɔn a wɔkɔ damena mu; (Sheol )
૧૨શેઓલની જેમ આપણે તેઓને જીવતા અને જીવતા ગળી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય. (Sheol )
13 yɛbɛnya nneɛma a ɛsom bo ahodoɔ na yɛde afodeɛ ahyɛ yɛn afie ma;
૧૩વિવિધ પ્રકારનો કિંમતી માલ આપણા હાથમાં આવશે; આપણે લૂંટથી આપણાં ઘરો ભરીશું.
14 enti, fa wo ho bɛhyɛ mu, na wobɛnya wo kyɛfa wɔ ahonyadeɛ no mu” a,
૧૪તું અમારી સાથે જોડાઈ જા આપણે બધા સિલકની સહિયારી થેલી રાખીશું.”
15 Me ba, wo ne wɔn nnante, mfa wo nan nsi wɔn akwan so;
૧૫મારા દીકરા, તેઓના માર્ગમાં તેઓની સાથે ન ચાલ; તેઓના માર્ગેથી તારા પગ પાછા રાખ;
16 Wɔn nan de ntɛmpɛ kɔ bɔne mu, na wɔde ahoɔherɛ ka mogya gu.
૧૬તેઓના પગ દુષ્ટતા કરવા માટે દોડે છે અને તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે.
17 Ɛho nni mfasoɔ sɛ obi bɛsum nnomaafidie wɔ ɛberɛ a nnomaa nyinaa hwɛ!
૧૭કારણ કે જ્યારે પક્ષીઓ સાવધ હોય ત્યારે જાળ પાથરવી તે નિરર્થક છે.
18 Saa nnipa yi tetɛ pɛ wɔn ankasa mogya; wɔtetɛ wɔn ankasa wɔn ho!
૧૮આ માણસો પોતાને જ મારી નાખવાને માટે સંતાઈ રહે છે, તેઓ પોતાના જ જીવને માટે ગુપ્ત રીતે છુપાઈ રહે છે.
19 Saa na wɔn a wɔdi korɔnodeɛ akyi no awieeɛ teɛ; ɛma wɔhwere wɔn nkwa!
૧૯ધનના પ્રત્યેક લોભીના માર્ગો આવા જ હોય છે. આવું ધન તેના માલિકોનું જ સત્યાનાશ વાળે છે.
20 Nyansa team wɔ mmɔntene so, ɔma ne nne so wɔ adwaberem,
૨૦ડહાપણ શેરીએ શેરીએ મોટેથી પોકારે છે, તે જાહેર સ્થળોમાં પોતાની વાણી ઉચ્ચારે છે.
21 ɔteaam wɔ afasuo no atifi, ɔkasa wɔ kuropɔn no apono ano sɛ,
૨૧તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે અને શહેરના દરવાજે ઊભું રહીને વચનો ઉચ્ચારે છે,
22 “Mo adwenemherɛfoɔ, mobɛyɛ adwenemherɛ akɔsi da bɛn? Fɛdifoɔ bɛdi fɛ akɔsi da bɛn? Nkwaseafoɔ bɛkyiri nimdeɛ akɔsi da bɛn?
૨૨“હે અજ્ઞાનીઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ઠઠ્ઠા-મશ્કરી કરનારાઓ, તમે ક્યાં સુધી ઠઠ્ઠા-મશ્કરી કરવામાં આનંદ મેળવશો? અને ઓ મૂર્ખાઓ, તમે ક્યાં સુધી ડહાપણને ધિક્કારશો?
23 Sɛ motiee mʼaninka a, anka mekaa mʼakoma mu nsɛm nyinaa kyerɛɛ mo maa mo hunuu me nsusuiɛ.
૨૩મારી ચેતવણી પર ધ્યાન આપો; હું મારો આત્મા તમારા પર રેડીશ; હું મારાં વચનો તમને જણાવીશ.
24 Nanso, sɛ moyii mo aso ɛberɛ a mefrɛɛ mo na amfa obiara ho ɛberɛ a metenee me nsa mu,
૨૪મેં બોલાવ્યા અને તમે ઇનકાર કર્યો; મેં મારો હાથ લાંબો કર્યો છે, પણ કોઈએ તેની દરકાર કરી નહિ.
25 sɛ mopoo mʼafotuo, na moampɛ mʼanimka enti,
૨૫પણ તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી અને મારા ઠપકાને પણ ગણકારતા નથી.
26 me nso mɛsere mo wɔ mo amanehunu mu; sɛ abɛbrɛsɛ bi bu fa mo so a, medi mo ho fɛw,
૨૬માટે તમારા પર મુશ્કેલીઓ આવશે ત્યારે હું હાસ્ય કરીશ, જ્યારે તમારા પર ભય આવશે ત્યારે હું તમારી મશ્કરી કરીશ.
27 sɛ abɛbrɛsɛ bi bu fa mo so te sɛ ahum, na amanehunu bi bɔ fa mo so sɛ twahoframa, na awerɛhoɔ ne ɔhaw mene mo a,
૨૭એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે અને વંટોળિયાની જેમ તમારા પર વિપત્તિઓ ધસી આવશે; જ્યારે સંકટ તથા વેદના તમારા પર આવશે, ત્યારે હું તમારી મશ્કરી કરીશ.
28 “Afei mobɛfrɛ me, nanso meremmua mo; mobɛhwehwɛ me, nanso morenhunu me.
૨૮ત્યારે તેઓ મને પોકાર કરશે પણ હું ઉત્તર આપીશ નહિ; તેઓ ખંતથી મને શોધશે, પણ હું તેઓને મળીશ નહિ.
29 Esiane sɛ wɔkyirii nimdeɛ na wɔampɛ sɛ wobɛsuro Awurade.
૨૯કેમ કે તેઓએ વિદ્યાનો ધિક્કાર કર્યો છે અને તેઓએ યહોવાહનો ભય રાખવાનું ઇચ્છ્યું નહિ.
30 Esiane sɛ w ɔpoo mʼafotuo, na wɔbuu me ntenesoɔ animtiaa enti,
૩૦તેઓએ મારી સલાહ બિલકુલ માની નહિ અને તેઓએ મારો બધો ઠપકો તુચ્છ ગણ્યો.
31 wɔbɛdi wɔn akwan so aba na wɔn nhyehyɛeɛ mu aduane bɛmee wɔn.
૩૧તેઓ પોતાના માર્ગનું ફળ ભોગવશે અને પોતાની કુયુક્તિઓની પૂરેપૂરી શિક્ષા ભોગવશે.
32 Na ntetekwaafoɔ asoɔden bɛkum wɔn, na nkwaseafoɔ tirimudɛ bɛsɛe wɔn;
૩૨અબુદ્ધો પાછા હઠી જાય તે બાબત તેઓનો સંહાર કરશે; અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.
33 Nanso, obiara a ɔbɛtie me no, ɔbɛtena ase asomdwoeɛ mu na ne ho bɛtɔ no a ɔrensuro ɔhaw biara.”
૩૩પણ જે કોઈ મારું કહ્યું સાંભળશે તે સુરક્ષિત રહેશે અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”