< 3 Mose 24 >

1 Awurade ka kyerɛɛ Mose sɛ,
યહોવાહે મૂસાને કહ્યું,
2 “Ka kyerɛ Israelfoɔ na wɔmmrɛ wo ngo kronn na fa sɔ kanea a ɛnnum da,
ઇઝરાયલના લોકોને કહે કે, દીવીમાં અખંડ દીપ પ્રગટતો રાખવા માટે જૈતૂનનું શુદ્ધ તેલ લાવે.
3 adanseɛ ntwamutam no akyi wɔ Ahyiaeɛ Ntomadan no mu, Aaron bɛhwɛ nkanea a ɛwɔ Awurade anim no so, firi anwummerɛ kɔsi anɔpa biara. Ɛyɛ daa ahyɛdeɛ ma mo awoɔ ntoatoasoɔ nyinaa.
સાક્ષ્યપેટીના પડદાની બહાર બાજુ મુલાકાતમંડપમાં યહોવાહની સંમુખ સાંજથી સવાર સુધી તે દીપ યહોવાહ સમક્ષ પ્રગટતો રહે તેની કાળજી હારુન રાખે. તે વંશપરંપરા તમારા માટે સદાનો વિધિ થાય.
4 Ɛsɛ sɛ wɔhwɛ nkanea a ɛsisi sikakɔkɔɔ kaneadua so wɔ Awurade anim no so ɛberɛ biara.
મુખ્ય યાજકે હંમેશા શુદ્ધ સોનાની દીવી ઉપરના દીવા યહોવાહ સમક્ષ અંખડ પ્રગટતા રહે તે માટે કાળજી રાખવી.
5 “Momfa asikyiresiam muhumuhu nto burodo amuamua dumienu. Momfa esiam lita ɛnan ne fa nto burodo mua biara.
તમારે મેંદો લેવો અને તેની બાર રોટલી કરવી. દરેક રોટલી બે દશાંશ એફાહની હોય.
6 Monhyehyɛ no akyerɛpɛn mmienu, a nsia biara wɔ kyerɛpɛn baako so wɔ sikakɔkɔɔ amapa ɛpono so wɔ Awurade anim.
તમારે તે બાર રોટલી શુદ્ધ સોનાના બાજઠ ઉપર યહોવાહની સમક્ષ છ છની બે થપ્પીમાં ગોઠવવી.
7 Mode aduhwam pa bɛgu kyerɛpɛn biara ho de asi burodo no anan mu ayɛ afɔrebɔdeɛ a wɔhye wɔ ogya so ma Awurade.
તે બન્ને થપ્પી પર તમારે શુદ્ધ લોબાન મૂકવો, એ સારુ કે રોટલીને સારુ તે યાદગીરીરૂપ થાય. અને યહોવાહને સારુ હોમયજ્ઞ થાય.
8 Ɛsɛ sɛ wɔde saa burodo yi sisi Awurade anim Homeda biara; ɛbɛyɛ apam a ɛnni awieeɛ ama Israelfoɔ.
પ્રતિ વિશ્રામવારે તે યહોવાહ સમક્ષ નિયમિત રાખે. અને ઇઝરાયલીઓ તરફથી એ સદાનો કરાર છે.
9 Burodo yi yɛ Aaron ne ne mmammarima dea, na ɛsɛ sɛ wɔdi wɔ kronkronbea hɔ, ɛfiri sɛ, ɛyɛ kronkron pa ara wɔ wɔn kyɛfa a ɛwɔ afɔrebɔdeɛ a wɔhye ma Awurade no mu.”
અને આ અર્પણ હારુન તથા તેના પુત્રોનું થાય. આ રોટલી તેઓ પવિત્ર જગ્યાએ ખાય. કેમ કે તે યહોવાહને ચઢાવાતા હોમયજ્ઞોમાંનો યાજકને મળતો પવિત્ર ભાગ છે.”
10 Ɛda bi aberanteɛ bi a ne maame yɛ Israelni na nʼagya nso yɛ Misraimni ne Israelfoɔ no baako nyaa ntɔkwa wɔ wɔn atenaeɛ.
૧૦હવે એમ થયું કે, એક દિવસ ઇઝરાયલી સ્ત્રીનો દીકરો જેનો પિતા મિસરી હતો તે ઇઝરાયલના લોકો મધ્યે ફરવા નીકળ્યો.
11 Ntɔkwa no mu no, Israelni babarima no domee Onyankopɔn enti wɔde no baa Mose nkyɛn sɛ wɔmmu no atɛn. Na ne maame din de Selomit a ɔyɛ Dibri a ɔfiri Dan abusua mu.
૧૧ઇઝરાયલી સ્ત્રીના દીકરાએ યહોવાહના નામનું દુર્ભાષણ કરીને તેમને શાપ દીધો. તેથી લોકો તેને મૂસા પાસે લાવ્યા. તેની માતાનું નામ શલોમીથ હતું. તેની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. તે દાનના કુળના દિબ્રીની પુત્રી હતી.
12 Wɔde no too afiase twɛn Awurade akwankyerɛ.
૧૨યહોવાહથી તેમની ઇચ્છા જણાવવામાં ન આવે ત્યાં સુધી તેઓએ તેને ચોકીમાં રાખ્યો.
13 Awurade ka kyerɛɛ Mose sɛ,
૧૩પછી યહોવાહે મૂસાને કહ્યું,
14 “Fa obusuyɛni no firi atenaeɛ ha kɔ na kɔka kyerɛ wɔn a wɔtee asɛm a ɔkaeɛ no nyinaa na wɔmfa wɔn nsa ngu nʼapampam; afei nnipa no nyinaa nsi no aboɔ nku no.
૧૪“જે માણસે યહોવાહને શાપ આપ્યો છે તેને છાવણીથી બહાર લઈ જા. જેઓએ તેને બોલતા સાંભળ્યો હોય તે સર્વએ પોતાના હાથ તેના માથા પર મૂકવા. પછી બધા લોકો પથ્થરો મારીને તેને મારી નાખે.
15 Ka kyerɛ Israelfoɔ no sɛ, ‘Obiara a ɔbɛdome Onyankopɔn no, ɛsɛ sɛ ɔnya ho asotwe:
૧૫ત્યારબાદ તું ઇઝરાયલીઓને કહે કે, ‘જે કોઈ માણસ યહોવાહને શાપ આપે તેનું પાપ તેને માથે.
16 obiara a ɔgu Awurade din ho fi no, ɛsɛ sɛ wɔkum no. Ɛsɛ sɛ ɛdɔm no nyinaa si no aboɔ. Ɔhɔhoɔ anaa Israelni biara a ɔbɛgu Awurade din ho fi no, ɛsɛ sɛ wɔkum no.
૧૬જે કોઈ યહોવાહના નામનું દુર્ભાષણ કરે તે નિશ્ચે માર્યો જાય. અને આખી જમાત તેને નિશ્ચે પથ્થરે મારે. પછી ભલે તે ઇઝરાયલનાં વતની હોય કે પરદેશી હોય. જો કોઈ યહોવાહના નામનું દુર્ભાષણ કરે તો તે નિશ્ચે માર્યો જાય.
17 “‘Obiara a ɔkum ne yɔnko onipa no, ɛsɛ sɛ wɔkum no.
૧૭અને જે કોઈ વ્યક્તિ બીજાની હત્યા કરે તો તેને મૃત્યુદંડ આપવો.
18 Obiara a ɔkum aboa bi a ɛnyɛ ne dea no, ɛsɛ sɛ ɔhyɛ ananmu.
૧૮જે કોઈ બીજાના પશુને મારી નાખે તેણે તેનો બદલો ભરી આપવો, જીવના બદલે જીવ.
19 Sɛ obi pira ne yɔnko a, ɔyɔnko no nso bɛpira no bi saa ara.
૧૯જો કોઈ વ્યક્તિ તેના પડોશીને ઈજા પહોંચાડે તો તેણે જે કર્યુ હોય તેવું જ તેને કરવું:
20 Dompe mu bu nsi dompe mu bu ananmu; ani nsi ani ananmu; ɛse nsi ɛse ananmu. Sɛdeɛ obi pira ɔfoforɔ no, saa ara na wɔmpira ɔno nso.
૨૦ભાંગવાને બદલે ભાંગવું, આંખને બદલે આંખ, દાંત બદલે દાંત. જેવી ઈજા તેણે કોઈ વ્યક્તિને કરી હોય તેવી જ ઈજા તેને કરવી.
21 Obiara a ɔbɛkum aboa bi no, ɛsɛ sɛ ɔhyɛ anan mu; nanso sɛ obi kum onipa a, ɛsɛ sɛ wɔkum no bi.
૨૧જે કોઈ વ્યક્તિ કોઈ પશુને મારી નાખે તો તેણે બદલો ભરી આપવો. પણ જો કોઈ માણસને મારી નાખે તો તેને મૃત્યુદંડ આપવો.
22 Mmara korɔ no ara wɔ hɔ ma ɔhɔhoɔ ne kuromani. Mene Awurade, mo Onyankopɔn.’”
૨૨જેમ વતનીઓને માટે તેમ જ પરદેશીને માટે એક જ પ્રકારનો કાયદો તમારે લાગુ કરવો. કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.’
23 Enti Mose kasa kyerɛɛ Israelfoɔ no, na wɔyii obusuyɛni no firii atenaeɛ hɔ kɔsii no aboɔ. Israelfoɔ no yɛɛ sɛdeɛ Awurade hyɛɛ Mose no.
૨૩અને મૂસાએ ઇઝરાયલીઓને આ પ્રમાણે કહ્યું. પછી તેઓ યહોવાહને શાપ આપનાર માણસને છાવણી બહાર લાવ્યા. અને જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તે લોકોએ કર્યું.

< 3 Mose 24 >