< Hiob 7 >

1 “Asase so som nyɛ den mma onipa anaa? Ne nkwa nna nte sɛ ɔpaani deɛ?
“શું પૃથ્વી પર માણસને સંકટ સહન કરવાનું નથી? શું તેના દિવસો મજૂરના જેવા નથી?
2 Sɛdeɛ akoa ani gyina anwummerɛ sunsumma, anaasɛ ɔpaani ho pere no nʼakatua ho no,
આતુરતાથી છાંયડાની રાહ જોનાર ગુલામની જેમ. અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની જેમ,
3 saa ara na wɔatwa abosome hunu ato me hɔ, ne anadwo a ɔhaw wɔ mu ama me.
તેથી મારે અર્થહીન મહિનાઓ ફોકટ કાઢવા પડે છે; અને કંટાળાભરેલી રાત્રિઓ મારા માટે ઠરાવેલી છે.
4 Sɛ meda a, medwene bisa sɛ, ‘Ɛberɛ bɛn na adeɛ bɛkye?’ Nanso anadwo twam nkakrankakra, na mepere kɔsi ahemadakye.
સૂતી વેળાએ હું વિચારું છું કે, ‘હું ક્યારે ઊઠીશ અને રાત્રી ક્યારે પસાર થશે?’ સૂર્યોદય થતાં સુધી હું આમતેમ પડખાં ફેરવ્યા કરું છું.
5 Asonsono ne aporɔporɔ ahyɛ me honam ma, me honam asɛe na ɛrefiri nsuo.
મારું શરીર કીડાઓથી તથા ધૂળના ઢેફાંથી ઢંકાયેલું છે. મારી ચામડી સૂકાઈને ફાટી ગઈ છે.
6 “Me nna kɔ ntɛm sene ɔnwomfoɔ akurokurowa, na ɛkɔ awieeɛ a anidasoɔ biara nni muo.
મારા દિવસો વણકરના કાંટલા કરતા વધુ ઝડપી છે, અને આશા વિના તેનો અંત આવે છે.
7 Ao Onyankopɔn, kae sɛ me nkwanna te sɛ ahomeɛ; na merennya anigyeɛ bio da.
યાદ રાખજો કે, મારું જીવન માત્ર શ્વાસ છે; મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.
8 Ani a ɛhunu me seesei renhunu me bio; mobɛhwehwɛ me, nanso na menni hɔ bio.
જેઓ મને જુએ છે, તેઓ મને ફરી જોશે નહિ; તું મને દેખતો હોઈશ એટલામાં હું લોપ થઈશ.
9 Sɛdeɛ omununkum yera na ɛtu korɔ no, saa ara na deɛ ɔkɔ damena mu no nsane mma bio. (Sheol h7585)
જેમ વાદળાં ઓગળીને અલોપ થઈ જાય છે, તેમ શેઓલમાં ઊતરનારા ફરી કદી ઉપર આવશે નહિ. (Sheol h7585)
10 Ɔrensane mma ne fie da biara da; nʼatenaeɛ renkae no bio.
૧૦તે પોતાને ઘરે ફરી કદી આવશે નહિ; હવે પછી તેનું સ્થાન તેને જાણશે નહિ.
11 “Ɛno enti meremmua mʼano; mɛfiri me honhom ahoyera mu akasa, mɛfiri me kra ɔyea mu anwiinwii.
૧૧માટે હું મારું મુખ બંધ નહિ રાખું; મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ; મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ: ખ રડીશ.
12 Meyɛ ɛpo anaa aboa kɛseɛ a ɔwɔ ebunu mu anaa, na mode me ahyɛ ɔwɛmfoɔ nsa yi?
૧૨શું હું સમુદ્ર છું કે સમુદ્રનું અજગર છું કે, તમે મારો ચોકી-પહેરો રાખો છો?
13 Sɛ medwene sɛ menya awerɛkyekyerɛ wɔ me mpa so, na mʼakonwa adwodwo mʼanwiinwii ano a,
૧૩જ્યારે હું એમ કહું છું કે, ‘મારી પથારી મને શાંતિ આપશે, મારો પલંગ મારો ત્રાસ હલકો કરશે,’
14 ɛno mpo na wode adaeɛso yi me hu na wode anisoadehunu hunahuna me,
૧૪ત્યારે સ્વપ્નો દ્વારા તમે મને એવો ત્રાસ ઉપજાવો છો અને સંદર્શનોથી મને ગભરાવો છો.
15 ɛno enti mepɛ akɔmfohyɛ ne owuo, sene me onipadua yi.
૧૫ત્યારે મારો જીવ ગૂંગળાઈ મરવાને, અને મારાં આ હાડકાં કરતાં મોત વધારે પસંદ છે.
16 Memmu me nkwa; mentena ase afebɔɔ. Monnyaa me; na me nna nka hwee.
૧૬મને કંટાળો આવે છે; મારે કાયમ માટે જીવવું નથી; મને એકલો રહેવા દો કેમ કે મારી જિંદગી વ્યર્થ છે.
17 “Ɔdasani ne hwan a ne ho hia wo sei, na wʼani ku ne ho,
૧૭મનુષ્ય કોણ માત્ર છે કે તમે તેને મોટો કરો, અને તમે તેના પર મન લગાડો,
18 na wohwehwɛ ne mu anɔpa biara na wosɔ no hwɛ ɛberɛ biara?
૧૮રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો?
19 Worenyi wʼani mfiri me so da, anaasɛ worennyaa me ɛberɛ tiawa bi mpo anaa?
૧૯ક્યાં સુધી મારા પરથી તમે તમારી નજર દૂર કરશો નહિ? હું મારું થૂંક ગળું એટલો સમય પણ તમે મને નહિ આપો?
20 Sɛ mayɛ bɔne a, ɛdeɛn na mayɛ woɔ, Ao adasamma so wɛmfoɔ? Adɛn enti na watu wʼani asi me soɔ? Mayɛ adesoa ama wo anaa?
૨૦જો મેં પાપ કર્યુ હોય તો, હે મારા રખેવાળ હું તમને શું અડચણરૂપ છું? તમે શા માટે મને મારવાના નિશાન તરીકે બેસાડી રાખ્યો છે, તેથી હું પોતાને બોજારૂપ થઈ ગયો છું?
21 Adɛn enti na wonkata me mmarato so na womfa me bɔne nkyɛ me? Ɛrenkyɛre biara, mɛda mfuturo mu. Wobɛhwehwɛ me nanso na menni hɔ bio.”
૨૧તમે મારા અપરાધો કેમ માફ કરતા નથી? અને મારા અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળમાં ભળી જઈશ; તમે મને સવારે ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”

< Hiob 7 >