< Hesekiel 2 >

1 Ɔka kyerɛɛ me sɛ, “Onipa ba, sɔre gyina hɔ, na me ne wo nkasa.”
તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારા પગ પર ઊભો રહે, એટલે હું તારી સાથે વાત કરીશ.”
2 Ɔrekasa no, Honhom no bɛhyɛɛ me mu maa me so gyinaa hɔ, na metee sɛ ɔrekasa kyerɛ me.
તે મારી સાથે વાત કરતો હતો ત્યારે આત્માએ મારામાં પ્રવેશીને મને પગ પર ઊભો કર્યો; મારી સાથે વાત કરનારની વાણી મેં સાંભળી.
3 Ɔkaa sɛ, “Onipa ba, meresoma wo akɔ Israelfoɔ mu, atuateɛ ɔman a wayɛ dɔm atia me; wɔne wɔn agyanom ayɛ dɔm atia me abɛsi ɛnnɛ.
તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને જે બંડખોર પ્રજાએ મારી વિરુદ્ધ બંડ કર્યું તેની પાસે એટલે ઇઝરાયલ પ્રજા પાસે મોકલું છું, તેઓ તથા તેઓના પિતૃઓ આજ દિવસ સુધી મારી વિરુદ્ધ પાપ કરતા આવ્યા છે.
4 Nnipa a meresoma wo wɔn nkyɛn no yɛ nnipa a wɔn aso yɛ den na wɔn aso awu. Ka kyerɛ wɔn sɛ, ‘Yei ne deɛ Otumfoɔ Awurade seɛ.’
તેઓના વંશજો ઉદ્ધત તથા હઠીલા હૃદયના છે. તેઓની પાસે હું તને મોકલું છું. તું તેઓને કહેજે કે, પ્રભુ યહોવાહ એવું કહે છે કે,
5 Na sɛ wɔtie anaa wɔantie a, ɛsiane sɛ wɔyɛ atuatefoɔ enti, wɔbɛhunu ampa ara sɛ odiyifoɔ bi aba wɔn mu.
ભલે પછી તેઓ સાંભળે કે ન સાંભળે. તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તેઓ જાણશે કે તેઓની વચ્ચે એક પ્રબોધક થઈ ગયો છે.
6 Na wo, onipa ba, nsuro wɔn, anaasɛ wɔn nsɛm. Nsuro, ɛwom sɛ nnɛnkyɛnse ne nkasɛɛ atwa wo ho ahyia, na wote anyanyankyerɛ mu deɛ, nanso nsuro deɛ wɔka, na mma wɔmmɔ wo hu sɛ wɔyɛ atuatefoɔ.
હે મનુષ્યપુત્ર, તારે તેઓથી કે તેઓનાં વચનોથી બીવું નહિ. ભલે તારે ઝાંખરાં તથા કાંટાઓ વચ્ચે રહેવું પડે, તારે વીંછીઓ સાથે રહેવું પડે, તોપણ તું તેઓનાથી બીશ નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે તોપણ તેઓના શબ્દોથી તારે ગભરાવું નહિ, કે તેઓના ચહેરાથી ભયભીત થવું નહિ.
7 Wɔyɛ atuatefoɔ ankasa nanso ɛsɛ sɛ woka me nsɛm kyerɛ wɔn; sɛ wɔbɛtie oo sɛ wɔrentie oo.
જોકે તેઓ મારા શબ્દો સાંભળે કે ન સાંભળે, તોપણ તારે તેઓને મારા વચન કહી સંભળાવવા, કેમ કે તેઓ તો બંડખોર પ્રજા છે.
8 Nanso, wo onipa ba, tie asɛm a meka kyerɛ wo no. Ɛnte atua te sɛ saa atuatefoɔ no; bue wʼanomu na di deɛ mede ma wo no.”
હે મનુષ્યપુત્ર, હું જે કહું છું તે સાંભળ. બંડખોર પ્રજાની જેમ તું બંડખોર થઈશ નહિ. તારુ મુખ ઉઘાડ અને હું તને આપું છું તે તું ખાઈ જા!”
9 Afei mehwɛeɛ na mehunuu nsa bi a atene wɔ me so, na emu na nwoma mmobɔeɛ bi wɔ.
ત્યારે મેં જોયું, તો જુઓ, એક હાથ મારા તરફ લાંબો કરવામાં આવ્યો; તેમાં એક પુસ્તકનું ઓળિયું હતું.
10 Ɔtrɛɛ mu wɔ mʼanim. Nʼafanu no mu, na wɔatwerɛ abubuo, awerɛhoɔ ne nnome nsɛm.
૧૦તેમણે તે મારી આગળ ખુલ્લું કર્યું; તેની આગળની બાજુ તથા પાછળની બાજુ લખેલું હતું, તેમાં વિલાપ, શોક તથા દુઃખ લખેલા હતાં.

< Hesekiel 2 >