< Hesekiel 16 >
1 Awurade asɛm baa me nkyɛn sɛ:
૧યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
2 “Onipa ba, fa akyiwadeɛ a Yerusalem yɛ no si nʼanim
૨“હે મનુષ્યપુત્ર, યરુશાલેમને તેનાં તિરસ્કારપાત્ર કૃત્યો વિષે જણાવ.
3 na ka sɛ, ‘Yei ne deɛ Otumfoɔ Awurade ka kyerɛ Yerusalem: Wo nananom ne wʼawoɔ firi Kanaanfoɔ asase so; na wʼagya yɛ Amorini ɛnna wo maame nso yɛ Hetini.
૩તેને કહે કે, ‘પ્રભુ યહોવાહ યરુશાલેમ નગરીને આમ કહે છે: “તારી ઉત્પત્તિ તથા તારો જન્મ કનાનીઓના દેશમાં થયેલાં છે; તારા પિતા અમોરી અને મા હિત્તી હતી.
4 Ɛda a wɔwoo wo no, wɔantwa wo funuma, na wɔamfa nsuo annware wo sɛ wo ho bɛte nso, wɔamfa nkyene ansra wo, na wɔamfa ntoma ankyekyere wo ho.
૪તારો જન્મ જે દિવસે થયો તારી માએ તારી નાળ કાપી ન હતી, કે તને પાણીથી શુદ્ધ કરી ન હતી કે તને મીઠું લગાડ્યું ન હતું, કે તને વસ્ત્રોમાં લપેટી ન હતી.
5 Obiara anhunu wo mmɔbɔ, na obiara yam anhyehye no sɛ ɔbɛyɛ yeinom biara ama wo. Mmom wɔtoo wo twenee wiram, ɛfiri sɛ ɛda a wɔwoo woɔ no, wɔbuu wo animtiaa.
૫આમાંનુ કોઈ પણ કામ કરવાની કોઈએ તારા પર કૃપાદ્રષ્ટિ કરી નહિ. જે દિવસે તારો જન્મ થયો તે દિવસે તને ખેતરોમાં નાખી દેવામાં આવી હતી. તું તિરસ્કૃત હતી.
6 “‘Mebɛpuee wo so, na mehunuu sɛ worewɔ wo nan na woda mogya mu, na sɛdeɛ na woda hɔ no, meka kyerɛɛ wo sɛ, “Nya nkwa!”
૬પણ હું ત્યાંથી પસાર થયો અને મેં તને તારા રક્તમાં આળોટતી જોઈ; ત્યારે મેં તને કહ્યું, તારા રક્તમાં પડેલી તું, ‘જીવ!’
7 Mehwɛɛ wo ma wonyiniiɛ sɛ afifideɛ. Wonyiniiɛ, wofɛeɛ bɛyɛɛ abohemaa mu deɛ ne ho fɛ pa ara. Wo nufu bobɔeɛ na wo ho nwi fuiɛ, wo a na anka woda adagya.
૭મેં તને ખેતરમાં ઊગેલા છોડની જેમ ઉછેરી. અને તું વૃદ્ધિ પામીને મોટી થઈ, તેં સૌદર્ય સંપાદન કર્યું, તારાં સ્તન ઉપસી આવ્યાં અને તારા વાળ પણ વધ્યા; તેમ છતાં તું નિર્વસ્ત્રાવસ્થામાં હતી.
8 “‘Akyire yi mebɛpuee wo so, na mehwɛɛ woɔ na mehunuu sɛ woaso awadeɛ no, mede mʼatadeɛ fa bi kataa wʼadagya so. Mesuae kyerɛɛ wo na mene wo yɛɛ apam na wobɛyɛɛ me dea, Otumfoɔ Awurade na ɔseɛ.
૮ફરી તારી પાસેથી હું પસાર થયો ત્યારે મેં તને જોઈ, તારી ઉંમર પ્રેમ કરવા યોગ્ય હતી, તેથી મેં મારો ઝભ્ભો તારા પર પસારીને તારી નિર્વસ્ત્રા ઢાંકી. મેં તારી આગળ સમ ખાધા અને તારી સાથે કરાર કર્યો,” “તું મારી થઈ. આમ પ્રભુ યહોવાહ કહે છે.
9 “‘Mede nsuo dwaree wo, na mehohoroo wo ho mogya na mede sradeɛ ahodoɔ srasraa wo.
૯મેં તને પાણીથી નવડાવી અને તારા પરથી તારું લોહી ધોઈ નાખ્યું, મેં તને તેલ લગાવ્યું.
10 Mede atadeɛ a wɔanwono ano hyɛɛ wo, na mehyɛɛ wo mmoa wedeɛ mpaboa. Mede nwera papa firaa wo na mede ntadeɛ aboɔden guguu so.
૧૦વળી મેં તને ભરતકામનાં વસ્ત્રો તથા તારા પગમાં ચામડાનાં ચંપલ પહેરાવ્યાં. મેં તારી કમરે શણનો કમરબંધ બાંધ્યો અને તને રેશમી વસ્ત્રો પહેરાવ્યાં.
11 Mede agudeɛ siesiee wo. Mede nkapo guu wʼabakɔn, mede kɔnmuadeɛ too wo kɔn mu,
૧૧મેં તને કિંમતી આભૂષણોથી શણગારી હાથે બંગડીઓ પહેરાવી અને તારા ગળામાં હાર પહેરાવ્યો.
12 na mede kawa hyɛɛ wo hwene mu, ɛnna mede asomuadeɛ hyɛɛ wʼasom na mebɔɔ wo abotire a ɛyɛ fɛ.
૧૨નાકમાં વાળી અને કાનમાં બુટ્ટી પહેરાવી અને માથે સુંદર મુગટ મૂક્યો.
13 Enti wɔde sikakɔkɔɔ ne dwetɛ siesiee wo. Wʼaduradeɛ yɛɛ nwera papa ne ntoma a ne boɔ yɛ den ne deɛ wɔadi mu adwini. Wʼaduane yɛɛ esiam papa, ɛwoɔ ne ngo. Wo ho yɛɛ fɛ na wobɛyɛɛ ɔhemmaa.
૧૩સોનાચાંદીથી તને શણગારી તને શણ, રેશમ તથા ભરતકામનાં વસ્ત્રો પહેરાવ્યાં; તેં ઉત્તમ લોટ, મધ તથા તેલ ખાધાં, તું વધારે સુંદર લાગતી હતી, તું રાણી થઈ.
14 Na wʼahoɔfɛ enti, wo din hyetaa wɔ amanaman mu, ɛfiri sɛ animuonyam a mahyɛ wo no ma wʼahoɔfɛ no di mu, Awurade asɛm nie.
૧૪તારી સુંદરતાને કારણે તારી કીર્તિ સર્વ પ્રજાઓમાં ફેલાઈ ગઈ છે, કેમ કે યહોવાહ કહે છે કે, જે મારા પ્રતાપથી મેં તને વેષ્ટિત કરી હતી, તેથી કરીને તારું સૌદર્ય પરિપૂર્ણ થયું હતું.
15 “‘Nanso wʼahoɔfɛ enti, wogyee wo ho diiɛ na wode wo din a ahyeta no bɔɔ adwaman. Wogyaa wo ho maa obiara a ɔretwam na woyɛɛ wɔn adɔeɛ.
૧૫“પણ તેં તારી પોતાની સુંદરતા પર ભરોસો કર્યો છે, તારી કીર્તિને લીધે વ્યભિચારી સ્ત્રી થઈ, તેં પાસે થઈને જનાર દરેકની સાથે વ્યભિચાર કર્યો.
16 Wode wo ntadeɛ no bi kɔyɛɛ sorɔnsorɔmmea hɔ hyirenn, ɛhɔ na wokɔbɔɔ adwaman. Ɛnsɛ sɛ nneɛma a ɛtete sei sisi koraa, na ɛnsɛ sɛ ɛba nso.
૧૬તેં તારા વસ્ત્રોમાંથી લઈને અલગ અલગ રંગના વસ્ત્રોથી પોતાને માટે ઉચ્ચસ્થાનો બનાવ્યાં, ત્યાં વ્યભિચાર કર્યો. એવું કદી થયું ન હતું અને થશે પણ નહિ.
17 Afei wode wo nnwinneɛ fɛfɛ a mede maa wo no, deɛ mede sikakɔkɔɔ ne dwetɛ yɛeɛ no yɛɛ ahoni maa wo ho na wo ne wɔn bɔɔ adwaman.
૧૭મારાં સોનાચાંદીનાં તારાં જે ઘરેણાં મેં તને આપ્યાં હતાં, તે લઈને તેં પોતાને માટે પૂતળાં બનાવ્યાં, તેની સાથે વ્યભિચાર કર્યો.
18 Wode wo ntadeɛ a wɔadi mu adwini hyehyɛɛ wɔn na wode me ngo ne nnuhwam brɛɛ wɔn.
૧૮તેં તારા ભરતકામનાં વસ્ત્રો લઈને તેઓને ઓઢાડ્યાં, મારું તેલ તથા મારો ધૂપ તેઓને ચઢાવ્યાં.
19 Bio, aduane a mede maa woɔ no, esiam papa, ɛwoɔ ne ngo a mede maa wo sɛ di no, wode brɛɛ wɔn sɛ afɔrebɔdeɛ a ɛyi hwa. Saa na ɛsiiɛ, Otumfoɔ Awurade asɛm nie.
૧૯અને મારા ઉત્તમ લોટની રોટલી, મધ તથા તેલ જે તને ખાવા આપ્યાં હતાં, તે તેં સુવાસિત સુવાસને સારુ તેઓને ચઢાવી દીધાં. એમ જ થયું!” એવું પ્રભુ યહોવાહ કહે છે.
20 “‘Wofaa wo mmammarima ne wo mmammaa, a me ne wo woo wɔn no kɔbɔɔ afɔdeɛ sɛ aduane maa ahoni. Wʼadwamammɔ no nnɔɔso anaa?
૨૦“વળી મેં તને જે દીકરા-દીકરીઓના દાન આપ્યાં તેઓને લઈને તેં તેઓને બલિદાન તરીકે આપ્યાં. શું તારો આ વ્યભિચાર તને નાની વાત લાગે છે? એટલું જ શું તારે માટે પૂરતું નહોતું,
21 Wokumm me mma de wɔn bɔɔ afɔdeɛ maa ahoni no.
૨૧તેં મારાં બાળકોને તેઓને માટે અગ્નિમાં બલિદાન કરીને મારી નાખ્યાં.
22 Akyiwadeɛ a woyɛeɛ ne wʼadwamammɔ akyi no, woankae wo mmabunu ɛberɛ a na wo ho da hɔ na worewowɔ wo nan wɔ mogya mu no.
૨૨તારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તથા વ્યભિચાર કરતી વખતે તારી જુવાનીના દિવસો વિષે વિચાર કર્યો નહિ, તારા બાળપણમાં તું નગ્ન અને રક્તમાં આળોટતી હતી તેં તે દિવસોનું સ્મરણ કર્યું નહિ.
23 “‘Nnome! Nnome nka wo, Otumfoɔ Awurade na ɔseɛ. Wʼamumuyɛ nyinaa akyi no,
૨૩“માટે, તારી સર્વ દુષ્ટતાને કારણે, પ્રભુ યહોવાહ આમ કહે છે, અફસોસ, તને અફસોસ!”
24 wosii banbɔ pie maa wo ho, na woyɛɛ abosonnan tentene wɔ adwabɔeɛ biara.
૨૪તેં તારા પોતાને માટે ઘૂમટ બંધાવ્યો છે, દરેક જગ્યાએ ભક્તિસ્થાનો બનાવ્યા છે.
25 Borɔno so baabiara wosisii abosonnan atentene, na wosɛee wʼahoɔfɛ ɛfiri sɛ honam akɔnnɔ bɔne enti wode wo ho maa obiara a ɔretwam.
૨૫તેં રસ્તાના દરેક મથક આગળ સભાસ્થાનો બંધાવ્યા છે, પોતાની સુંદરતાને કંટાળો આવે એવું તેં કરી નાખ્યું છે, કેમ કે તેં પાસે થઈને જનાર દરેકની આગળ પોતાના પગ ખુલ્લા કરીને વ્યભિચાર કર્યો છે.
26 Wo ne Misraimfoɔ a honam akɔnnɔ ayɛ wɔn ma no bɔɔ adwaman, na wode honam akɔnnɔ bɔne hyɛɛ me abufuo.
૨૬તેં પુષ્કળ વિલાસી ઇચ્છાવાળા મિસરવાસીઓ સાથે વ્યભિચાર કર્યો છે, તેં મને ગુસ્સે કરવા ઘણો બધો વ્યભિચાર કર્યો છે.
27 Enti metenee me nsa wɔ wo so na metee wʼahyeɛ so. Mede wo maa wʼatamfoɔ aniberefoɔ, Filistifoɔ mmammaa a wʼahohwi bra no yɛɛ wɔn nwanwa.
૨૭તેથી જો, હું તારી સામે મારો હાથ લંબાવીશ અને તારો ખોરાક ઓછો કરી નાખીશ. હું તારું જીવન તારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. પલિસ્તીઓની પુત્રીઓ તારાં શરમજનક કાર્યોથી શરમાઈ ગઈ છે.
28 Wo ne Asiriafoɔ nso bɔɔ adwaman, ɛfiri sɛ biribiara mmee wo. Na ɛno akyi koraa woammee ara.
૨૮તને સંતોષ ન થતાં તેં આશ્શૂરના લોકોની સાથે પણ વ્યભિચાર કર્યો છે. તેઓની સાથે વ્યભિચાર કર્યો છતાંય તું સંતોષ પામી નહિ.
29 Afei wotoaa wo honam akɔnnɔ bɔne no so de Babilonia, a ɛyɛ adwadifoɔ asase kaa ho, nanso yei ammee wo ara.
૨૯વળી તેં કનાન દેશથી માંડીને ખાલદી દેશ સુધી તારો વ્યભિચાર વધારી દીધો તેમ છતાં તને તૃપ્તિ થઈ નહિ.
30 “‘Wonni ahohyɛsoɔ koraa, Otumfoɔ Awurade asɛm nie, sɛ wotumi yɛ saa nneɛma yi nyinaa te sɛ odwamanfoɔ a nʼani nwu hwee.
૩૦“તું આવાં બધાં કાર્યો એટલે સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રીનાં કાર્યો કરે છે માટે તારું હૃદય નબળું પડ્યું છે? “એવું પ્રભુ યહોવાહ કહે છે.
31 Wosisii banbɔ pie wɔ mmorɔno so na wosisii abosonnan atentene wɔ adwaberem biara, na wonsɛ odwamanfoɔ, ɛfiri sɛ wopoo akatua.
૩૧તું તારો ઘૂમટ દરેક શેરીને મથકે બાંધે છે અને દરેક જગ્યાએ તું તારાં મંદિરો બાંધે છે, તું ખરેખર ગણિકા નથી, કેમ કે તું તારા કામના પૈસા લેવાનું ધિક્કારે છે.
32 “‘Wo, ɔyere waresɛefoɔ, wopɛ ahɔhoɔ sene wo ara wo kunu!
૩૨તું વ્યભિચારી સ્ત્રી, તું તારા પતિને બદલે પરદેશીઓનો અંગીકાર કરનારી.
33 Odwamanfoɔ biara gye akatua, nanso wodeɛ, wode nneɛma kyekyɛ wʼadɔfoɔ nyinaa de hyɛ wɔn afono mu sɛ, wɔmfiri baabiara mmra wo nkyɛn.
૩૩લોકો દરેક ગણિકાઓને પૈસા આપે છે, પણ તું તારું વેતન તારા પ્રેમીઓને તથા જેઓ ચારેબાજુથી તારી સાથે વ્યભિચાર કરવાને આવે છે તેઓને લાંચ તરીકે આપે છે.
34 Enti wʼadwamammɔ mu no wonte sɛ afoforɔ; obiara mma wo hɔ sɛ yɛ no adɔeɛ. Wo ne wɔn bɔ abira koraa, ɛfiri sɛ wotua ka na obiara mma wo hwee.
૩૪તેથી તારી અને બીજી ગણિકાઓ વચ્ચે તફાવત છે, કેમ કે કોઈ તારી સાથે સૂવાને તારી પાછળ આવતું નથી, પણ તું તેઓને વેતન આપે છે, કોઈ તને આપતું નથી.”
35 “‘Enti, wo odwamanfoɔ, tie Awurade asɛm!
૩૫તેથી હે ગણિકા, યહોવાહનું વચન સાંભળ.
36 Yei ne deɛ Otumfoɔ Awurade seɛ. Esiane sɛ wohwie wʼahonya guiɛ na wodaa wʼadagya adi, wo ho a woma ɛyɛɛ wo dɛ dodo wɔ wo ne wʼadɔfoɔ nhyiamu, wʼahoni a ɛyɛ akyiwadeɛ na afei wo mma mogya a wode maa wɔn no enti,
૩૬પ્રભુ યહોવાહ એવું કહે છે: “તારી મલિનતા રેડવામાં આવી અને તારા પ્રેમીઓ સાથેના વ્યભિચારથી તારી નિર્વસ્ત્રતા ઉઘાડી થઈ છે તેને કારણે તથા તારાં બધા ધિક્કારપાત્ર કૃત્યોની બધી મૂર્તિઓને લીધે અને તારાં અર્પણ કરેલાં બાળકોના લોહીને લીધે;
37 merebɛboaboa wʼadɔfoɔ a wode wɔn gyee wʼani nyinaa ano; wɔn a wodɔɔ wɔn ne wɔn a woampɛ wɔn. Mɛboaboa wɔn nyinaa ano atia wo afiri wo ho baabiara, na mɛpa wo ho wɔ wɔn anim, na wɔbɛhunu wʼadagya nyinaa.
૩૭જો, હું તારા પ્રેમીઓને-જેઓને તું મળી હતી તેઓને, જે બધાઓને તું પ્રેમ કરતી હતી, જે બધાને તું ધિક્કારતી હતી તેઓને પણ હું ભેગા કરીશ, તેઓને હું ચારેબાજુથી ભેગા કરીશ. તેઓની આગળ તને ઉઘાડી કરીશ, જેથી તેઓ તારું સર્વ ઉઘાડુંપણું જુએ.
38 Mede asotwe a wɔde ma mmaa awaresɛefoɔ ne mogya hwiegufoɔ bɛyɛ wʼatemmuo. Mede me mogya aweretɔ a ɛfiri mʼabufuhyeɛ ne me ninkunutweɛ abufuo mu bɛba wo so.
૩૮ખૂની તથા વ્યભિચારી સ્ત્રીને જે પ્રમાણે શિક્ષા થાય છે તેવી શિક્ષા હું તને કરીશ. હું તારા પર મારો ક્રોધ તથા આવેશ ઉતારીશ.
39 Afei, mede wo bɛma wʼadɔfoɔ na wɔbɛbubu banbɔ pie a woahɔre, asɛe abosonnan atentene no. Wɔbɛpa wo ho ntoma. Wɔbɛfa wo nnwinneɛ fɛfɛ no, na wagya wo hɔ adagya mu.
૩૯હું તને તેઓના હાથમાં આપી દઈશ જેથી તેઓ તારો ઘૂમટ પાડી નાખશે અને તારાં મંદિરો તોડી નાખશે, તેઓ તારાં વસ્ત્ર તારા શરીર પરથી ઉતારી લેશે. તારાં સુંદર ઘરેણાં લઈ લેશે; તેઓ તને નિર્વસ્ત્ર તથા ઉઘાડી મૂકી જશે.
40 Wɔde nnipadɔm a wɔbɛsi wo aboɔ na wɔde wɔn akofena atwitwa wo mu nketenkete bɛba wo so.
૪૦તેઓ તારી સામે ટોળું લાવશે અને તને પથ્થરે મારશે અને પોતાની તલવારથી તને કાપી નાખશે.
41 Wɔbɛhyehye wʼafie na wɔatwe wʼaso wɔ mmaa bebree anim. Mɛtwa wʼadwamammɔ no so na woagyae akatua a wotua wʼadɔfoɔ no.
૪૧તેઓ તારાં મકાનો બાળી મૂકશે અને ઘણી સ્ત્રીઓના દેખતાં તને સજા કરશે. આમ, હું તારા વ્યભિચારનો અંત લાવીશ અને ત્યાર પછી તું કોઈને કંઈ પણ વેતન આપશે નહિ.
42 Afei mʼabufuhyeɛ ano bɛdwo na me ninkunutweɛ abufuo no bɛfiri wo so. Mɛyɛ bɔkɔɔ na mebo remfu bio.
૪૨ત્યારે હું તારા પરનો મારો રોષ શાંત કરીશ; મારો ગુસ્સો શમી જશે, કેમ કે મને સંતોષ થશે અને ત્યાર પછી હું ગુસ્સો કરીશ નહિ.
43 “‘Sɛ woankae wo mmabunu nna, na wode yeinom nyinaa hyɛɛ me abufuo enti, ɛkwan biara so mɛma deɛ woayɛ no abɔ wo tiri so, Otumfoɔ Awurade na ɔseɛ. Woanyɛ nneɛma fi anka akyiwadeɛ no ho anaa?
૪૩પણ તેં તારી જુવાનીના દિવસો યાદ ન કરતાં, આ બધી બાબતોથી મને ગુસ્સો ચડાવ્યો છે-જો, હું તને તારાં કૃત્યો માટે સજા કરીશ” એવું પ્રભુ યહોવાહ કહે છે, “તારાં ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત શું તેં આ દુષ્ટ કામ નથી કર્યું?
44 “‘Obiara a ɔbu bɛ no bɛbu saa bɛ yi afa wo ho: “Sɛdeɛ ɛna teɛ no saa ara na ne babaa teɛ.”
૪૪જો, કહેવતોનો ઉપયોગ કરનાર દરેક તારે માટે આ કહેવત કહેશે, જેવી મા તેવી દીકરી.
45 Wo maame sopaa ne kunu ne ne mma. Wo nso saa ara na woteɛ. Wote te sɛ wo nuanom mmaa a wɔsopaa wɔn kununom ne wɔn mma. Wo maame yɛ Hetini ɛnna wʼagya yɛ Amorini.
૪૫તું તારી માની દીકરી છે. જેણે પોતાના પતિને તથા પોતાના સંતાનોને ધિક્કાર્યાં હતાં. તું તારી બહેનોની બહેન છે, જેઓએ પોતાના પતિને તથા સંતાનોને ધિક્કાર્યાં હતાં. તારી મા હિત્તી તથા પિતા અમોરી હતા.
46 Na wo nuabaa panin ne Samaria a na ɔne ne mmammaa te wʼatifi fam, ɛnna wo nuabaa kumaa a ɔne ne mmammaa te wʼanafoɔ fam yɛ Sodom.
૪૬તારી મોટી બહેન સમરુન હતી, જે પોતાની દીકરીઓ સાથે તારી ઉત્તર બાજુએ રહે છે, તારી દક્ષિણબાજુ રહેનારી તારી નાની બહેન તે સદોમ તથા તેની દીકરીઓ છે.
47 Woannante wɔn akwan mu, ansuasua wɔn akyiwadeɛ nko, na mmom, akwan nyinaa mu, wobɛyɛɛ porɔeɛ sene wɔn.
૪૭તેઓને પગલે ચાલીને તથા તેઓનાં જેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તું તૃપ્ત થઈ નથી; તે નાની બાબત હોય તેમ સમજીને તું તારા સર્વ માર્ગોમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ છે.
48 Sɛ mete ase yi, Otumfoɔ Awurade na ɔseɛ, wo nuabaa Sodom ne ne mmammaa anyɛ deɛ wo ne wo mmammaa ayɛ no da.
૪૮પ્રભુ યહોવાહ કહે છે કે, મારા જીવના સમ” સદોમ તથા તેની દીકરીઓએ, તારી તથા તારી દીકરીઓના જેટલું દુષ્ટ કાર્ય કર્યું નથી.
49 “‘Yei ne bɔne a wo nuabaa Sodom yɛeɛ: Ɔno ne mmammaa yɛɛ ahantan. Wɔdidi traa so na hwee amfa wɔn ho, wɔammoa ahiafoɔ ne mmɔborɔfoɔ.
૪૯જો, તારી બહેન સદોમનાં પાપ આ પ્રમાણે હતાં: અભિમાન, આળસ તથા અન્નની પુષ્કળતા તથા જાહોજલાલીને લીધે તે તથા તેની દીકરીઓ અભિમાની થઈ ગઈ હતી. વળી તેઓ ગરીબોને કે દુ: ખીઓને કદી મદદ કરતી નહોતી.
50 Wɔyɛɛ ahomasoɔ ne akyiwadeɛ wɔ mʼanim. Ɛno enti meyii wɔn sii nkyɛn sɛdeɛ woahunu no.
૫૦તે અભિમાની હતી અને મારી આગળ ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી, તેથી મને યોગ્ય લાગ્યું તે પ્રમાણે મેં તેઓને દૂર કરી.
51 Samaria anyɛ bɔne a woyɛeɛ no mu fa. Woayɛ akyiwadeɛ a ɛboro deɛ wo nuammaanom no yɛeɛ no so koraa, na woama ayɛ sɛ wo nuammaa no tene, ɛsiane saa nneɛma a woayɛ no enti.
૫૧સમરુને તો તારાથી પ્રમાણમાં અડધા પાપ પણ કર્યા નથી; પણ તેં તેઓએ કર્યાં તેના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે, જે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તેં કર્યા છે તેના કરતાં તેં તારી બહેનોને સારી બતાવી છે.
52 Gye wʼanimguaseɛ, ɛfiri sɛ woama wo nnuammaa adi bem. Wo bɔne mu yɛ duru sene wɔn deɛ, enti ayɛ sɛ wɔtene sene wo. Ɛnneɛ afei gye wʼanimguaseɛ na wama ayɛ sɛ wo nnuammaa tene.
૫૨તેં બતાવ્યું છે કે તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે, તેથી તું લજ્જિત થા; કેમ કે તેં તારા પાપના લીધે તેઓના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે. તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે. તું, લજ્જિત થા, આ પ્રમાણે તેં બતાવ્યું છે કે તારા કરતાં તારી બહેનો ઉત્તમ છે.
53 “‘Nanso, mede Sodom siadeɛ ne ne mmammaa, Samaria siadeɛ ne ne mmammaa bɛma wɔn, na mede wo siadeɛ bɛka ho,
૫૩હું સદોમ તથા તેની દીકરીઓની, સમરુન તથા તેની દીકરીઓની આબાદી તેઓને પાછી આપીશ. તારી આબાદી તને પાછી આપીશ.
54 sɛdeɛ ɛbɛyɛ a wobɛgye wʼanimguaseɛ na wʼani bɛwu wɔ deɛ woayɛ de ama wɔn ahotɔ nyinaa ho.
૫૪આને કારણે તું લજ્જિત થશે, તેં જે જે કર્યું છે, જેથી તું તેઓને દિલાસારૂપ થઈ છે. તે સર્વને લીધે તું અપમાનિત થશે.
55 Na wo nuammaa Sodom ne ne mmammaa, Samaria ne ne mmammaa bɛsane akɔ wɔn tebea dada mu, na wo ne wo mmammaa nso bɛsane akɔ mo dada mu.
૫૫તારી બહેનો સદોમ તથા તેની દીકરીઓ પોતાની અગાઉની સ્થિતિમાં પાછી આવશે, સમરુન તથા તેની દીકરીઓ પણ અગાઉની સ્થિતિમાં પાછી આવશે. તેમ જ તું તથા તારી દીકરીઓ પણ અગાઉની સ્થિતિમાં પાછાં આવશો.
56 Anka woremmɔ wo nuabaa Sodom din wɔ wʼahohoahoa ɛda,
૫૬તારા ઘમંડના દિવસોમાં તેં તારી બહેન સદોમ નું નામ તારા મુખેથી લીધું ન હતું,
57 kɔsi sɛ wʼamumuyɛ ho daa hɔ. Ɛbɛsi ɛnnɛ Edom mmammaa bɔ wo ahohora, wɔne wɔn a atwa wɔn ho ahyia ne Filistifoɔ mmammaa, ɛne wɔn a atwa wo ho ahyia a wɔbɔ wo ahohora nyinaa.
૫૭પણ હવે અરામની દીકરીઓ અને પલિસ્તીઓની દીકરીઓ જેઓ ચારેબાજુ તને ધિક્કારે છે, તેઓએ તારું અપમાન કર્યું ત્યારે તારી દુષ્ટતા પ્રગટ થઈ છે.
58 Deɛ ɛbɛfiri nneɛma fi a woyɛ ne wʼakyiwadeɛ mu aba no bɛda wo so, Awurade asɛm nie.
૫૮તું તારાં શરમજનક કાર્યો તથા તારાં ધિક્કારપાત્ર કાર્યોની ફળ ભોગવે છે એવું પ્રભુ યહોવાહ કહે છે.
59 “‘Yei ne deɛ Otumfoɔ Awurade seɛ: Me ne wo bɛdi no sɛdeɛ ɛfata, ɛfiri sɛ woasɛe mʼapam de abu me ntam animtiaa.
૫૯પ્રભુ યહોવાહ કહે છે, “તેં કરાર તોડીને સમનો તિરસ્કાર કર્યો છે, માટે હું તને શિક્ષા કરીશ.
60 Nanso mɛkae apam a me ne wo yɛɛ wo mmabunu berɛ mu, na me ne wo bɛyɛ apam a ɛbɛtena hɔ afebɔɔ.
૬૦પણ હું તારી જુવાનીમાં તારી સાથે કરેલો કરાર યાદ રાખીને, હું તારી સાથે સદાકાળનો કરાર સ્થાપીશ.
61 Afei wobɛkae wʼakwan na wʼani awu ɛberɛ a wo nsa aka wo nuammaa; wɔn a wɔanyini sene woɔ ne nkumaa nyinaa. Mede wɔn bɛma wo sɛ wo mmammaa, nanso ɛrennyina apam a me ne wo ayɛ no so.
૬૧જ્યારે તું તારા માર્ગો યાદ કરશે અને શરમાશે, ત્યારે તું તારી મોટી બહેન તથા તારી નાની બહેનનો સ્વીકાર કરશે.
62 Enti me ne wo bɛyɛ apam na wobɛhunu sɛ mene Awurade.
૬૨હું તારી સાથે મારો કરાર સ્થાપીશ ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું.
63 Afei sɛ meyɛ mpata ma wo wɔ deɛ woayɛ nyinaa ho a, wobɛkae na wʼani bɛwu na woremmue wʼano bio wɔ brɛ a wɔabrɛ wo ase enti, Otumfoɔ Awurade asɛm nie.’”
૬૩જ્યારે હું તને તારાં બધાં કૃત્યોની માફી આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને તું શરમના લીધે પોતાનું મુખ પણ ફરીથી નહિ ખોલે. “એવું પ્રભુ યહોવાહ કહે છે.”