< Kolosefoɔ 2 >
1 Mepɛ sɛ mema mo ne nnipa a wɔwɔ Laodikea no ne wɔn a wɔnhunuu me da no hunu aperepereɛ denden a meredi wɔ wɔn ho.
૧હું ચાહું છું કે તમે એ જાણો કે, તમારા વિષે તથા જેઓ લાઓદિકિયામાં છે તેઓ વિષે તથા જેટલાંએ મને રૂબરૂ જોયો નથી તેઓને વિષે હું કેટલો બધો યત્ન કરું છું કે,
2 Me botaeɛ ne sɛ, wɔbɛnya nkuranhyɛ wɔ wɔn akoma mu na wɔatena ase ɔdɔ mu sɛdeɛ ɛbɛyɛ a, wɔbɛnya nteaseɛ a ɛwie pɛyɛ. Na wɔbɛhunu Onyankopɔn ahintasɛm a ɛne Kristo no.
૨તેઓનાં હૃદયો દિલાસો પામે અને ઈશ્વરનો મર્મ એટલે ખ્રિસ્તને સમજવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, પ્રેમથી સંગતમાં રહે.
3 Ɔno so na wɔnam hunu Onyankopɔn nyansa ne nʼadwene.
૩તેમનાંમાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ ખજાનો ગુપ્ત રહેલો છે.
4 Meka kyerɛ mo sɛ, mommma obiara mfa akyinnyehunu nnaadaa mo.
૪કોઈ માણસ મીઠી વાતોથી તમને છેતરે નહિ માટે હું તે કહું છું.
5 Ɛwom sɛ menni mo nkyɛn wɔ ɔhonam fam deɛ, nanso mewɔ mo nkyɛn wɔ honhom fam. Ɛyɛ me anigye nso sɛ monam Kristo mu gyidie so aka mo ho abom gyina hɔ pintinn.
૫કેમ કે શારીરિક રીતે હું તમારાથી દૂર છું, તોપણ આત્મામાં તમારી સાથે છું; તમારી સુવ્યવસ્થા તથા ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની દ્રઢતા જોઈને હું આનંદ પામું છું.
6 Esiane sɛ moagye Kristo sɛ mo wura enti, mo ne no mmom ntena.
૬તે માટે જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યાં છે તેમ તેમનાંમાં ચાલો,
7 Monnye nhini wɔ ne mu; momfa mo nkwa nto ne so na mo gyidie mu nyɛ den daa sɛdeɛ wɔkyerɛɛ mo no, na monna no ase.
૭તેમનાંમાં રોપાયેલા, સ્થપાયેલાં અને જેમ શિખામણ પામ્યા તે પ્રમાણે વિશ્વાસમાં સ્થિર રહીને તેમની વધારે આભારસ્તુતિ કરો.
8 Monhwɛ yie na obi amfa ne nnaadaa a ɛfiri nnipa nkyerɛkyerɛ ne ewiase ahonhom mu a ɛmfiri Kristo no amfa mo nnommum.
૮સાવધાન રહો, કે, છેતરનાર ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના રીતિરિવાજ પ્રમાણે અને જગતના સિદ્ધાંતો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે નહીં.
9 Ɛfiri sɛ, Onyankopɔn tebea nyinaa ara te Kristo onipadua mu,
૯કેમ કે ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા ખ્રિસ્તનાં શરીરમાં વસે છે.
10 na mo nso Kristo ahyɛ mo ma, na tumidie ne mpaninnie biara hyɛ Kristo ase.
૧૦તમે તેમનાંમાં સંપૂર્ણ થયા છો; તેઓ સર્વ શાસન તથા અધિકારનાં ઉપરી છે;
11 Mo ne no ka bɔɔ mu no, wɔtwaa mo twetia a ɛnyɛ onipa na ɔtwaa mo, na mmom, ɛyɛ Kristo no ankasa na ɔtwaa mo twetia de tee mo firii onipadua a ɛho nteɛ no tumi ase.
૧૧જે સુન્નત હાથે કરેલી નથી તેથી તમે તેમનાંમાં સુન્નતી થયા, એટલે ખ્રિસ્ત દ્વારા કરવામાં આવેલી સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સાથે ઉતારી મૂક્યો.
12 Wɔbɔɔ mo asu no nso, wosiee mo ne Kristo. Afei wonyanee mo baa nkwa mu, ɛfiri sɛ na mowɔ gyidie wɔ Onyankopɔn tumi mu a ɛnyanee Kristo firii awufoɔ mu no.
૧૨તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દફનાવાયા, અને તેમાં પણ ઈશ્વર જેમણે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડ્યાં.
13 Esiane mo bɔne enti, ɛberɛ bi a atwam no, na moyɛ honhom mu awufoɔ ne amanamanmufoɔ a monni Mmara. Nanso, afei Onyankopɔn anyane yɛn ne Kristo. Onyankopɔn de yɛn nyinaa bɔne akyɛ yɛn.
૧૩તમે તમારા અપરાધોમાં તથા તમારા મનુષ્યદેહની બેસુન્નતમાં મૃત હતા ત્યારે તેમણે તમારા સર્વ અપરાધોની માફી આપીને તમને ખ્રિસ્તની સાથે સજીવન કર્યાં.
14 Onyankopɔn pepaa yɛn mmarato; na ɔde ne nyinaa kɔɔ asɛnnua so kɔbɔɔ no asɛnnua mu.
૧૪અને નિયમોનું તહોમતનામું જે આપણી વિરુદ્ધ હતું; અને આપણને પ્રતિકૂળ હતું, તેને રદ કરીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને નાબૂદ કરી નાખ્યું.
15 Ɛhɔ na Kristo dii mpaninnie ne tumidie nyinaa so. Ɔmaa ewiase nyinaa hunuu sɛdeɛ ɔfaa wɔn sɛ nneduafoɔ ɛberɛ a ɔhyɛɛ ne nkonimdie ho fa no.
૧૫રાજ્યો તથા અધિકારો તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર વિજય પામીને તેઓને જાહેરમાં ઉઘાડાં પાડ્યાં.
16 Enti, mommma obiara nnhyehyɛ mmara a ɛfa deɛ modi anaa monom, deɛ ɛfa nna kronkron anaa deɛ ɛfa asrane foforɔ afahyɛ anaa deɛ ɛfa home nna ho mmma mo.
૧૬તેથી ખાવાપીવાની બાબતમાં તથા પર્વ, પૂનમ કે વિશ્રામવાર પાળવામાં કોઈ તમને દોષિત ઠરાવે નહિ.
17 Saa nneɛma no nyinaa yɛ nsɛnkyerɛnneɛ a ɛkyerɛ deɛ ɛyɛ nokorɛ a ɛbɛba no. Kristo ne nokorɛ no.
૧૭તેઓ તો થનાર વાતોની પ્રતિછાયા છે, પણ વાસ્તવિકતા તો ખ્રિસ્ત છે.
18 Mommma nnipa a wɔboa pa brɛ wɔn ho ase anaa wɔsom abɔfoɔ nnaadaa mo; wɔhoahoa wɔn ho sɛ wɔanya anisoadehunu. Saa ahantanfoɔ yi wɔ anifire su.
૧૮નમ્રતા તથા સ્વર્ગદૂતોની સેવા પર ભાવ રાખવા કોઈ તમને ન ફસાવે અને તમારું ઇનામ છીનવી ન લે. તેને જે દર્શનો થયા છે તે પર આધાર રાખીને તે પોતાના દૈહિક મનથી ફુલાઈ જાય છે.
19 Saa nnipa yi nyɛ Kristo a ɔyɛ onipadua no nyinaa Ti no dea bio. Kristo na ɔma onipadua no ahoɔden na ɔka onipadua no akwaa nyinaa bɔ mu, ma ɛnyini sɛdeɛ Onyankopɔn pɛ sɛ ɛnyini no.
૧૯તે શિરને વળગી રહેતો નથી, એ શિર થી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઈશ્વરથી વૃદ્ધિ પામે છે.
20 Mo ne Kristo awu enti, moate mo ho afiri ahonhom a wɔdi ewiase so no ho. Adɛn enti na mobɔ mo bra sɛ nnipa a wɔhyɛ saa ewiase no ase? Adɛn enti na modi saa mmara no a ɛkyerɛ sɛ,
૨૦જો તમે ખ્રિસ્તની સાથે જગતના સિદ્ધાંતો સંબંધી મૃત્યુ પામ્યા, તો જગતમાં જીવનારાંની માફક શા માટે વિધિઓને આધીન થાઓ છો?
21 “Monnsɔ yei mu, monnni yei, mommfa mo nsa nka!” no so?
૨૧‘જેમ કે અમુકને સ્પર્શ કરવો નહિ, ચાખવું નહિ અને હાથમાં લેવું નહિ.’”
22 Saa mmara ahodoɔ yi nyinaa yɛ nnipa ahyɛdeɛ ne ne nkyerɛkyerɛ a ɛfa nneɛma a yɛyɛ wɔ asase yi so a daakye ɛbɛtwam.
૨૨એ બધી બાબતો માણસોની આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે વપરાશથી જ નાશ પામનારી છે.
23 Ayɛ sɛ saa Mmara yi so die yɛ pa ara, na ɛma wodɔ Onyankopɔn, anaasɛ ɛma wobrɛ wo ho ase ma wohyɛ wo ho so. Nanso, saa mmara yi nni tumi biara wɔ onipa akɔnnɔ bɔne so.
૨૩તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દંભી દેહદમન વિષે ડહાપણનો આભાસ છે, પણ શારીરિક વાસનાઓને અટકાવવાને તેઓ કોઈ રીતે ઉપયોગી નથી.