< Asomafoɔ 16 >
1 Paulo toaa nʼakwantuo no so kɔɔ Derbe ne Listra. Ɛhɔ na na ogyidini bi a ne din de Timoteo a ne maame yɛ Yudani ogyidini na nʼagya nso yɛ Helani no te.
૧પછી પાઉલ દેર્બે તથા લુસ્ત્રામાં આવ્યો, તિમોથી નામે એક શિષ્ય હતો; તે એક વિશ્વાસી યહૂદી સ્ત્રીનો દીકરો હતો, પણ તેનો પિતા ગ્રીક હતો.
2 Anuanom a na wɔwɔ Listra ne Ikoniom no nyinaa dii Timoteo ho adanseɛ pa.
૨લુસ્ત્રા તથા ઈકોનિયામાંના ભાઈઓમાં તિમોથીની સાક્ષી સારી હતી.
3 Esiane sɛ na Paulo pɛ sɛ ɔde Timoteo ka ne ho kɔ enti, ɔtwaa no twetia, ɛfiri sɛ, Yudafoɔ a na wɔwɔ hɔ no nyinaa nim sɛ Timoteo agya yɛ Helani.
૩તેને પાઉલ પોતાની સાથે લઈ જવાની ઇચ્છા રાખતો હતો, તેને લઈને તે પ્રાંતોમાંના યહૂદીઓને લીધે તેણે તેની સુન્નત કરાવી; કેમ કે સર્વ જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો.
4 Kuro biara a wɔduruu so no, wɔkaa mmara a asomafoɔ ne mpanimfoɔ a wɔwɔ Yerusalem ahyɛ sɛ wɔnni so no kyerɛɛ wɔn.
૪જે જે શહેરમાં થઈને પાઉલ અને તિમોથી ગયા ત્યાંના લોકોને તેઓએ યરુશાલેમમાંના પ્રેરિતોએ તથા વડીલોએ કરેલા ઠરાવો પાળવા સારુ સોંપ્યાં.
5 Asafo no nyinii gyidie mu na daa nnipa bebree bɛkaa wɔn ho.
૫એ રીતે વિશ્વાસી સમુદાય વિશ્વાસમાં બળવાન બનતો ગયો, અને રોજેરોજ તેઓની સંખ્યા વધતી ગઈ.
6 Esiane sɛ Honhom Kronkron amma wɔn ɛkwan sɛ wɔnka asɛm no wɔ Asia no enti, wɔkɔɔ Frigia ne Galatia.
૬તેઓને આસિયામાં સુવાર્તા પ્રગટ કરવાની પવિત્ર આત્માએ મના કરી તેથી તેઓ ફ્રૂગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા.
7 Wɔduruu Misia hyeɛ so no, wɔpɛɛ sɛ anka wɔkɔ Bitinia, nanso Yesu Honhom no amma wɔn ɛkwan.
૭મુસિયાની સરહદ સુધી આવીને તેઓએ બિથુનિયામાં જવાનો પ્રયત્ન કર્યો; પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધાં નહિ;
8 Enti, wɔfaa Misia kɔsii Troa.
૮માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા.
9 Ɛda no anadwo Paulo hunuu anisoadeɛ sɛ ɔbarima bi a ɔfiri Makedonia gyina hɔ resrɛ no sɛ, “Twa bra Makedonia bɛboa yɛn!”
૯રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મકદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનંતી કરીને કહ્યું કે મકદોનિયામાં આવીને અમને સહાય કર.
10 Anisoadehunu yi akyi no, yɛboaboaa yɛn ho sɛ yɛbɛkɔ Makedonia, ɛfiri sɛ, yɛtee aseɛ sɛ Onyankopɔn na wafrɛ yɛn sɛ yɛnkɔka asɛmpa no wɔ hɔ.
૧૦પાઉલને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે અમને બોલાવ્યા છે, એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયામાં જવાની તૈયારી કરી.
11 Yɛde ɛhyɛn firii Troa kɔɔ Samotrake na adeɛ kyeeɛ no, yɛduruu Neapoli.
૧૧એ માટે અમે વહાણમાં બેસીને ત્રોઆસથી સીધા સામોથ્રાકી આવ્યા, બીજે દિવસે નિઆપોલીસ પહોંચ્યા;
12 Yɛfiri hɔ no, yɛtoaa so kɔɔ Filipi, kuro titire a ɛwɔ Makedonia mansini a na Romafoɔ di so no mu. Yɛdii nna kakra wɔ saa kuro yi mu.
૧૨ત્યાંથી ફિલિપ્પી ગયા, જે મકદોનિયા પ્રાંતમાંનું મુખ્ય શહેર છે, અને તે રોમનોએ વસાવેલું છે; તે શહેરમાં અમે કેટલાક દિવસ રહ્યા.
13 Homeda duruiɛ no, yɛfirii kuro no mu kɔɔ asubɔnten bi ho baabi a yɛate sɛ Yudafoɔ taa hyia wɔ hɔ bɔ mpaeɛ. Yɛkyerɛkyerɛɛ mmaa bi a wɔbaa hɔ no Atwerɛsɛm no.
૧૩શહેરની બહાર નદીના કિનારે પ્રાર્થનાસ્થાન હોવું જોઈએ એવું ધારીને વિશ્રામવારે અમે ત્યાં ગયા; ત્યાં જે સ્ત્રીઓ એકઠી થઈ હતી તેઓને અમે બેસીને બોધ કર્યો.
14 Mmaa a wɔbɛtiee asɛm no mu baako ne Tiatirani Lidia a na ɔtɔn ntoma kɔkɔɔ. Na ɔyɛ Onyamesom ni enti Awurade buee nʼakoma mu maa ɔtiee asɛm a na Paulo reka no, gye diiɛ.
૧૪અને થૂઆતૈરા શહેરની, જાંબુડિયાં વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી જે ઈશ્વરને ભજનારી હતી, તેણે અમારું સાંભળ્યું, તેનું અંતઃકરણ પ્રભુએ એવું ઉઘાડ્યું કે, તેણે પાઉલના કહેલા વચનો મનમાં રાખ્યા.
15 Wɔbɔɔ ɔne ne fiefoɔ nyinaa asu wieeɛ no, ɔka kyerɛɛ yɛn sɛ, “Sɛ mogye tom sɛ meyɛ Awurade mu ogyidini ampa ara a, mommɛtena me fie.” Ɔkɔɔ so srɛɛ yɛn ara kɔsii sɛ yɛpeneeɛ.
૧૫તેનું તથા તેના ઘરનાનું બાપ્તિસ્મા થયા પછી તેણે વિનંતી કરીને કહ્યું કે, જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારા ઘરમાં આવીને રહો; તેણે અમને ઘણો આગ્રહ કર્યો.
16 Ɛda bi a yɛrekɔ baabi a yɛhyia bɔ mpaeɛ no, yɛhyiaa afenaa bi a akɔm honhom wɔ ne mu a ɔde nʼakɔm no hyɛ nkɔm ma ne wuranom nya wɔn ho.
૧૬અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે એમ થયું કે, એક જુવાન દાસી અમને મળી, કે જેને અગમસૂચક દુષ્ટાત્મા વળગ્યો હતો, તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ખૂબ કમાણી કરી આપતી હતી.
17 Ɔdii yɛne Paulo akyi teateaam sɛ, “Saa nnipa yi yɛ Ɔsorosoroni Onyankopɔn no asomfoɔ a wɔaba sɛ wɔrebɛka nkwagyeɛ ho asɛm akyerɛ mo.”
૧૭તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું કે, આ માણસો પરાત્પર ઈશ્વરના સેવકો છે, જેઓ તમને ઉદ્ધારનો માર્ગ પ્રગટ કરે છે.
18 Yei kɔɔ so ara kɔsii sɛ da bi Paulo de ahometeɛ teateaa honhommɔne no sɛ, “Mehyɛ wo Yesu Kristo din mu sɛ, tu firi ne mu kɔ!” Amonom hɔ ara, na honhommɔne no tu firii afenaa no mu.
૧૮તેણે ઘણાં દિવસો સુધી એમ કર્યા કર્યું, ત્યારે પાઉલે બહુ નારાજ થઈને પાછા ફરીને તે દુષ્ટાત્માને કહ્યું કે, ઈસુ ખ્રિસ્તને નામે હું તને આજ્ઞા કરું છું કે એનામાંથી નીકળ; અને તે જ ઘડીએ તે તેનામાંથી નીકળી ગયો.
19 Ɛberɛ a afenaa no wuranom hunuu sɛ deɛ ɛma wɔn sika no afiri wɔn nsa no, wɔkyeree Paulo ne Silas twee wɔn kɔɔ mpanin anim wɔ adwabɔeɛ.
૧૯પણ તેના માલિકોએ પોતાના લાભની આશા નષ્ટ થઈ છે, એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા, અને તેઓને ચૌટાનાં અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા.
20 Wɔde wɔn brɛɛ mpanin bɔɔ wɔn soboɔ sɛ, “Saa nnipa yi yɛ Yudafoɔ a wɔde wɔn nneyɛeɛ ne wɔn nkyerɛkyerɛ redane yɛn kuro yi ani.
૨૦તેઓને અધિકારીઓની આગળ લાવીને કહ્યું કે, આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધમાલ મચાવે છે.
21 Wɔrekyerɛkyerɛ amanneɛ bi a ɛsiane sɛ yɛyɛ Romafoɔ enti, yɛn mmara mma yɛn ho ɛkwan sɛ yɛgye tom.”
૨૧અને આપણ રોમનોને જે રીતરિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી, તે તેઓ શીખવે છે.
22 Nnipadɔm a wɔwɔ hɔ no to hyɛɛ wɔn so, na mpanin no tetee Paulo ne Silas ntadeɛ mu, hyɛɛ sɛ wɔmmɔ wɔn mmaa.
૨૨ત્યારે સર્વ લોકો તેમની સામે ઊઠ્યાં, અને અધિકારીઓએ તેઓનાં વસ્ત્રો ફાડી નાખીને તેઓને ફટકા મારવાની આજ્ઞા આપી.
23 Wɔbɔɔ wɔn mmaa pii wieeɛ no, wɔde wɔn kɔguu afiase, na mpanin no hyɛɛ afiase sohwɛfoɔ no sɛ ɔnto wɔn mu yie sɛdeɛ ɛbɛyɛ a, wɔrennwane.
૨૩અને અધિકારીઓએ ઘણાં ફટકા મારીને તેઓને પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા તથા જેલરને તેઓની ચોકસાઈ રાખવાની આજ્ઞા આપી.
24 Afiase sohwɛfoɔ no tee saa asɛm yi no, ɔde wɔn kɔguu afiase hɔ dan a ɛwɔ mfimfini no mu de nkɔnsɔnkɔnsɔn guguu wɔn nan de bobɔɔ dua mu.
૨૪અને અમલદારને એવી આજ્ઞા મળવાથી તેઓને અંદરનાં જેલખાનામાં પૂરવામાં આવ્યા, અને તેઓના પગ હેડમાં બાંધી દીધાં.
25 Ɔdasuom a Paulo ne Silas rebɔ mpaeɛ reto nnwom ayi Onyankopɔn ayɛ, na nneduafoɔ a wɔwɔ hɔ no nso retie wɔn no,
૨૫ત્યાં મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા તથા ઈશ્વરનાં સ્ત્રોત્ર ગાતા હતા, બીજા કેદીઓ તે સાંભળતાં હતા;
26 prɛko pɛ, asase wosoo dendeenden maa afiase no nnyinasoɔ nso wosoeɛ maa apono no nyinaa buebueeɛ, na nneduafoɔ no nyinaa nkɔnsɔnkɔnsɔn teteeɛ.
૨૬ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, જેલના પાયા હાલ્યા; અને બધા દરવાજા તરત ઊઘડી ગયા; અને સર્વના બંધનો છૂટી ગયા.
27 Ɛberɛ a afiase sohwɛfoɔ no firi nna mu nyaneeɛ na ɔhunuu sɛ afiase no apono no abuebue no, ɔsusuu sɛ nneduafoɔ no nyinaa adwane enti ɔtwee ne sekan pɛɛ sɛ anka ɔde kum ne ho.
૨૭જેલર ઊંઘમાંથી જાગી ઊઠ્યો, અને જેલના દરવાજા ખુલ્લાં જોઈને કેદીઓ નાસી ગયા હશે, એમ વિચારીને તે તરવાર ઉગામીને આત્મહત્યા કરવા જતો હતો.
28 Nanso, Paulo teaam ka kyerɛɛ no sɛ, “Nkum wo ho! Yɛn nyinaa wɔ ha!”
૨૮પણ પાઉલે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, અમે સહુ અહીં છીએ, માટે તું પોતાને કંઈ પણ ઈજા કરીશ નહિ.
29 Ɛhɔ ara afiase sohwɛfoɔ no frɛ maa wɔde kanea brɛɛ no na ɔde ahopopoɔ ne suro bɛhwee Paulo ne Silas anim.
૨૯ત્યારે તે દીવો મંગાવીને અંદર કૂદી આવ્યો, અને ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો.
30 Afei, ɔde wɔn firii adi bisaa wɔn sɛ, “Awuranom, ɛdeɛn na menyɛ na manya nkwa?”
૩૦તેઓને બહાર લાવીને તેણે કહ્યું કે, હે સાહેબો, ઉદ્ધાર પામવા સારુ મારે શું કરવું જોઈએ?
31 Wɔbuaa sɛ, “Gye Awurade Yesu di na ɔbɛgye wo ne wo fiefoɔ nyinaa nkwa.”
૩૧ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો.
32 Afei, wɔkaa Awurade ho asɛm kyerɛɛ afiase sohwɛfoɔ no ne ne fiefoɔ nyinaa.
૩૨ત્યારે તેઓએ જેલરને તથા જે તેનાં ઘરમાં હતાં તે સર્વને પ્રભુનાં વચનો કહી સંભળાવ્યાં.
33 Anadwo no ara, afiase sohwɛfoɔ yi hohoroo Paulo ne Silas mmaabɔ akuro no anim. Afei, ɔmaa wɔbɔɔ ɔne ne fiefoɔ nyinaa asu.
૩૩પછી રાતના તે જ સમયે તે જેલરે તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેનાં ઘરનાં બધા માણસો બાપ્તિસ્મા પામ્યા.
34 Afiase sohwɛfoɔ yi de Paulo ne Silas kɔɔ efie kɔmaa wɔn aduane diiɛ na ɔne ne fiefoɔ nyinaa ho sanee wɔn, ɛfiri sɛ, afei de, wɔagye Onyankopɔn adi.
૩૪જેલરે તેઓને પોતાને ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.
35 Adeɛ kyeeɛ no, mpanin no somaa asraafoɔ kɔka kyerɛɛ afiase sohwɛfoɔ no sɛ, “Gyaa saa nnipa no ma wɔnkɔ.”
૩૫દિવસ ઊગતાં અધિકારીઓએ સુરક્ષા કર્મચારીઓને મોકલીને કહેવડાવ્યું કે, તે માણસોને છોડી દો.
36 Afiase sohwɛfoɔ no ka kyerɛɛ Paulo sɛ, “Mpanin no asoma abɛka sɛ mennyaa wo ne Silas ma monkɔ. Enti, monkɔ asomdwoeɛ mu.”
૩૬પછી જેલરે પાઉલને એ વાતની ખબર આપી કે, અધિકારીઓએ તમને છોડી દેવાનું કહેવડાવ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિએ ચાલ્યા જાઓ.
37 Nanso, Paulo ka kyerɛɛ asraafoɔ no sɛ, “Yɛyɛ Romafoɔ. Wɔammu yɛn fɔ wɔ bɔne biara ho na wɔde yɛn baa adwabɔeɛ, bɛbɔɔ yɛn mmaa, de yɛn guu afiase. Afei na mopɛ sɛ mogyaa yɛn sum ase? Dabi! Mpanin no ankasa mmra ha mmɛgyaa yɛn.”
૩૭પણ પાઉલે તેઓને કહ્યું કે, અમને ગુનેગાર ઠરાવ્યાં વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને જેલમાં નાખ્યા છે, અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહિ, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢે.
38 Asraafoɔ no sane kɔbɔɔ Roma mpanin no amaneɛ. Wɔtee sɛ Paulo ne Silas yɛ Romafoɔ no, wɔsuroeɛ
૩૮ત્યારે સુરક્ષા કર્મચારીઓએ અધિકારીઓને એ વાતની ખબર આપી. ત્યારે તેઓ રોમન છે, એ સાંભળીને તેઓ ગભરાઈ ગયા.
39 enti wɔkɔmaa wɔn dibem, yii wɔn firii afiase hɔ ka kyerɛɛ wɔn sɛ wɔmfiri kuro no mu.
૩૯પછી અધિકારીઓએ આવીને તેઓને કાલાવાલા કર્યા, અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી.
40 Paulo ne Silas firii afiase hɔ kɔɔ Lidia fie. Wɔkɔtoo anuanom no wɔ hɔ, hyɛɛ wɔn nkuran. Afei wofirii hɔ kɔeɛ.
૪૦પછી તેઓ જેલમાંથી નીકળીને લુદિયાને ત્યાં આવ્યા; અને ભાઈઓને મળીને તેઓને દિલાસો આપ્યો, પછી ત્યાંથી વિદાય થયા.