< 2 Tesalonikafoɔ 1 >
1 Nwoma yi firi Paulo, Silas ne Timoteo nkyɛn, Yɛde kɔma Tesalonika asafo a wɔyɛ Agya Onyankopɔn ne Awurade Yesu Kristo nkurɔfoɔ no:
૧ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનીકાની મંડળી વિશ્વાસી સમુદાય ને પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી લખે છે.
2 Adom ne asomdwoeɛ a ɛfiri Agya Onyankopɔn ne yɛn Awurade Yesu Kristo nka mo.
૨ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ આપો.
3 Anuanom, ɛsɛ sɛ da biara yɛda Onyankopɔn ase ma mo. Ɛsɛ sɛ yɛyɛ saa, ɛfiri sɛ, mo gyidie ne ɔdɔ a modɔ afoforɔ no mu den ara na ɛreyɛ.
૩ભાઈઓ, તમારે વિષે અમે સર્વદા ઈશ્વરની આભારસ્તુતિ કરીએ તે ઉચિત છે કેમ કે તમારો વિશ્વાસ વધતો જાય છે અને તમે સર્વ એકબીજા ઉપર ઘણો પ્રેમ રાખો છો.
4 Saa enti na yɛn ankasa yɛde mo hoahoa yɛn ho wɔ Onyankopɔn asafo ahodoɔ mu no. Yɛde ɔtaa ne amanehunu a mokɔ so gyina ano no hoahoa yɛn ho.
૪માટે સતાવણીઓ તથા વિપત્તિઓ જે તમે સહનશીલતા તથા વિશ્વાસથી સહન કરો છો, તે સંબંધી અમે સ્વયં ઈશ્વરની મંડળીઓમાં તમારી પ્રશંસા કરીએ છીએ.
5 Yeinom nyinaa di adanseɛ sɛ, Onyankopɔn bu atɛntenenee ɛno enti, wɔbɛkan mo afra wɔn a wɔbɛkɔ nʼAhennie a morehunu ho amane no mu.
૫ઈશ્વરના ન્યાયી ચુકાદાની આ નિશાની છે કે ઈશ્વરનું રાજ્ય જેને સારુ તમે દુઃખ સહન કરો છો, તેને માટે તમે યોગ્ય ગણાશો જ.
6 Onyankopɔn bɛyɛ deɛ ɛtene. Wɔn a wɔbɛma mo ahunu amane no, ɔno nso bɛma wɔahunu amane,
૬ઈશ્વર માટે તે ઉચિત છે કે તમને દુઃખ દેનારાઓને બદલામાં દુ: ખ આપે.
7 na mo a mo ne yɛn rehunu amane no nso, wama moahome. Saa asɛm yi bɛsi wɔ ɛberɛ a Awurade Yesu nam ogyaframa mu firi ɔsoro reba a nʼabɔfoɔ atumfoɔ ka ne ho no,
૭અને જયારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી સ્વર્ગદૂતો સાથે પ્રગટ થાય ત્યારે તમને દુ: ખ સહન કરનારાઓને, અમારી સાથે વિસામો આપે.
8 abɛtwe wɔn a wɔnnim Onyankopɔn na wɔntie yɛn Awurade Yesu Asɛmpa no aso.
૮જેઓએ ઈશ્વરને ઓળખ્યા નથી અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને આધીન થયા નથી તેઓને તે દઝાડતા અગ્નિથી બદલો વાળશે.
9 Wɔbɛkɔ daa ɔsɛeɛ mu na wɔayi wɔn afiri Awurade anim ne nʼanimuonyam mu (aiōnios )
૯પ્રભુની સમક્ષતામાંથી તથા તેમના સામર્થ્યના મહિમાથી દૂર રહેવાની અનંતકાળિક નાશની સજા તેઓ તે દિવસે પામશે (aiōnios )
10 da a ɔbɛma nʼakyidifoɔ ne nʼasuafoɔ ahyɛ no animuonyam no. Mo nso, mobɛfra saa nkurɔfoɔ no mu, ɛfiri sɛ, moagye asɛm a yɛka kyerɛɛ mo no adi.
૧૦જયારે પ્રભુ પોતાના સંતોમાં મહિમા પામવાને અને વિશ્વાસીઓમાં આશ્ચર્યકારક મનાવવાને આવશે, કેમ કે અમારી સાક્ષી પર તમે વિશ્વાસ રાખ્યો.
11 Yei enti na daa yɛbɔ mpaeɛ ma mo no. Yɛsrɛ Onyankopɔn sɛ ɔmma mo ntumi ntena ase mma asetena a ɛno enti ɔfrɛɛ mo no. Ɔnnyina ne tumi so mma mo tumi, nyɛ mo apɛdeɛ ne biribiara a mo gyidie bɛka akyerɛ mo sɛ monyɛ no nyinaa.
૧૧તેથી અમે તમારા માટે નિરંતર પ્રાર્થીએ છીએ કે, આપણા ઈશ્વર તમને આ તેડાને યોગ્ય ગણે, અને ભલાઈ કરવાની તમારી સઘળી ઇચ્છા અને વિશ્વાસના કામને સામર્થ્યથી સંપૂર્ણ કરે;
12 Yɛbɔ mpaeɛ sɛdeɛ monam yɛn Onyankopɔn ne Awurade Yesu Kristo adom so bɛhyɛ Awurade Yesu din animuonyam wɔ mo mu na mo nso, wɔahyɛ mo animuonyam wɔ ne mu.
૧૨જેથી આપણા ઈશ્વર તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા પ્રમાણે, આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં ગૌરવવાન થાય અને તમે તેઓમાં મહિમાવાન થાવ.