< 1 Tesalonikafoɔ 1 >
1 Nwoma yi firi Paulo, Silas ne Timoteo nkyɛn, Yɛde kɔma Tesalonika asafo a wɔyɛ Agya Onyankopɔn ne Awurade Yesu Kristo mma no: Adom ne asomdwoeɛ nka mo.
૧ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકાની મંડળી વિશ્વાસી સમુદાય ને પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી લખે છે; તમને કૃપા તથા શાંતિ હો.
2 Daa yɛda Onyankopɔn ase ma mo, na yɛkae mo wɔ yɛn mpaeɛbɔ mu nso.
૨અમારી પ્રાર્થનાઓમાં તમારાં નામ કહીને, અમે સદા તમો સર્વને માટે ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ;
3 Ɛfiri sɛ, yɛkae mo gyidie a mode di dwuma, mo dɔ a ɛma motumi de nsi yɛ adwuma ne mo anidasoɔ denden a mowɔ wɔ yɛn Awurade Yesu Kristo mu no wɔ yɛn Onyankopɔn ne Agya no anim.
૩તમારા વિશ્વાસનાં કામ, પ્રેમપૂર્વકની તમારી મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરની તમારી દ્રઢ આશાને કારણે તમારામાં ઉત્પન્ન થતી ધીરજને, આપણા ઈશ્વર તથા પિતાની આગળ, અમે હંમેશા યાદ કરીએ છીએ.
4 Anuanom, yɛnim sɛ Onyankopɔn dɔ mo enti na wayi mo sɛ ɔno ankasa ne deɛ no.
૪ભાઈઓ, અમે જાણીએ છીએ કે, ઈશ્વર તમારા પર પ્રેમ કરે છે અને તેણે તમને પસંદ કર્યા છે.
5 Sɛ yɛbɛkaa Asɛmpa no kyerɛɛ mo a, ɛnyɛ nsɛm bi kwa, na mmom, yɛgyina tumi ne Honhom Kronkron ne mu nokorɛ mu gyidie so. Monim nnipa ko a na yɛyɛ ɛne sɛdeɛ yɛboaa mo.
૫કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દમાં નહિ, પણ પરાક્રમમાં, પવિત્ર આત્મામાં તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી; તેમ જ તમારે લીધે અમે તમારી મધ્યે કેવી રીતે રહ્યા હતા એ તમે જાણો છો.
6 Mosuasuaa yɛn ne Awurade; na ɛwom sɛ mohunuu amane deɛ, nanso mode anigyeɛ a ɛfiri Honhom Kronkron no mu gyee asɛm no.
૬તમે અમને તથા પ્રભુને અનુસરનારા થયા કેમ કે ઘણી વિપત્તિઓ વેઠીને પવિત્ર આત્માનાં આનંદસહિત તમે પ્રભુની વાત સ્વીકારી.
7 Ɛnam so maa mobɛyɛɛ nhwɛsoɔ maa agyidifoɔ a wɔwɔ Makedonia ne Hela no nyinaa.
૭જેથી તમે મકદોનિયા તથા અખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ થયા.
8 Nsɛm a moka faa Awurade ho no ankɔ Makedonia ne Hela nko, na mmom, gyidie a mowɔ wɔ Onyankopɔn mu no ho asɛm aduru baabiara. Asɛm biara nni hɔ a ɛsɛ sɛ yɛka bio.
૮કેમ કે કેવળ મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાતનો પ્રસાર થયો એટલું જ નહિ, પણ સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો, એ બાબતે અમારે કશું કહેવાની જરૂર જણાતી નથી.
9 Obiara kamfo sɛdeɛ mogyee yɛn ne sɛdeɛ motwee mo ho firii abosom ho kɔsom nokorɛ Onyankopɔn a ɔte ase daa no,
૯લોકો પોતે અમારા વિષે એ બધી વાતો પ્રગટ કરે છે કે, કેવી પરિસ્થિતિમાં અમે તમારી મધ્યે આવ્યા અને તમે જીવંત તથા ખરા ઈશ્વરની સેવા કરવાને
10 na motwɛn ne Ba a ɔfiri ɔsoro no; Yesu a ɔnyanee no firii awufoɔ mu a ɔgye yɛn firi Onyankopɔn abufuo a ɛreba no mu no.
૧૦તથા ઈશ્વરના પુત્ર, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મૂએલાંમાંથી સજીવન કર્યા, તેમની સ્વર્ગથી આવવાની રાહ જોવાને, કેવી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વર તરફ, તમે ફર્યા.