< Nnwom 92 >
1 Dwom a wɔto no Homeda. Eye sɛ wɔkamfo wo Awurade na wɔto dwom de hyɛ wo anuonyam, Ɔsorosoroni,
૧ગીત, વિશ્રામવારને માટે ગાયન. યહોવાહની સ્તુતિ કરવી અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.
2 na wɔpae mu ka wʼadɔe anɔpa ne wo nokware anadwo,
૨સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો.
3 wɔ hama du sanku so ne sankuten nnwom mu.
૩દશ તારવાળાં વાજાં સાથે અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો.
4 Awurade, wo nneyɛe ma mʼani gye; mede anigye to nnwom, wo nsa ano nnwuma nti.
૪કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.
5 Awurade, wo nnwuma yɛ akɛse, na wo nyansa mu dɔ!
૫હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.
6 Agyimifo nnim na nkwaseafo nte ase,
૬અજ્ઞાની માણસ તે જાણતો નથી, મૂર્ખ પણ તે સમજી શકતો નથી.
7 amumɔyɛfo benyin sɛ sare na abɔnefo bɛyɛ frɔmfrɔm de, nanso wɔbɛsɛe wɔn pasaa.
૭જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે.
8 Na wo Awurade, wɔayɛ wo ɔkɛse afebɔɔ.
૮પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો.
9 Awurade, ampa ara, wʼatamfo bɛyera; na wɔbɛhwete abɔnefo nyinaa.
૯તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; સર્વ દુષ્ટો વિખેરાઈ જશે.
10 Woama me ahoɔden te sɛ ɛko; woahwie ngohuam papa agu me so.
૧૦તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે.
11 Mahu mʼatamfo nkogu a wɔadi, mate sɛnea mʼatamfo atirimɔdenfo aguan afi akono.
૧૧મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે.
12 Atreneefo bɛyɛ frɔmfrɔm te sɛ abedua, wobenyin sɛ Lebanon sida;
૧૨ન્યાયી માણસ ખજૂરના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.
13 nea wɔadua wɔ Awurade fi, wobenyin frɔmfrɔm wɔ yɛn Nyankopɔn adiwo hɔ.
૧૩જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે.
14 Wɔbɛkɔ so asow aba, onyinkyɛ mu mpo, wɔbɛyɛ frɔmfrɔm sɛ ahabammono,
૧૪વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; તેઓ તાજા અને લીલા રહેશે.
15 de akyerɛ sɛ, “Awurade yɛ ɔtreneeni; ɔyɛ me botan, na atirimɔdensɛm biara nni ne mu.”
૧૫જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.