< 4 Mose 35 >
1 Bere a Israelfo bɔɔ atenase wɔ Yordan ho, Moab tataw so wɔ Yeriko akyi no, Awurade ka kyerɛɛ Mose se,
૧મોઆબના મેદાનમાં યર્દનને કિનારે યરીખો પાસે યહોવાહે મૂસાને કહ્યું,
2 “Ka kyerɛ Israelfo no na wɔmfa wɔn agyapade no mu bi a ɛyɛ nkurow ne ɛho mmoa adidibea mma Lewifo no.
૨“તું ઇઝરાયલ લોકોને આજ્ઞા કર કે, તેઓના દેશનો કેટલોક ભાગ લેવીઓને આપે. તેઓ તેમને કેટલાંક નગરો અને આસપાસની ગૌચર જમીન આપે.
3 Nkurow no mu na wɔbɛtena na wɔn anantwi, wɔn nguan ne wɔn mmoa a aka no nso akɔ adidi wɔ adidibea hɔ.
૩આ નગરો લેવીઓને રહેવા માટે મળે. ગૌચરની જમીન તો તેમનાં અન્ય જાનવરો, ઉપરાંત ઘેટાંબકરાં માટે હશે.
4 “Wɔn mmoa adidibea no kɛse befi kurow no afasu ho a ne fa biara trɛw yɛ anammɔn apem ne ahannum.
૪તમે લેવીઓને જે નગરો આપો તેની ગૌચરની જમીન નગરના કોટની ચારે બાજુએ એક હજાર હાથ હોય.
5 Munsusuw anammɔn mpensa mfi kurow no afasu no ho wɔ nʼafanan nyinaa. Eyi bɛyɛ mmoa adidibea kɛse ama nkurow no.
૫તમારે નગરની બહાર બે હજાર હાથ પૂર્વ તરફ, બે હજાર હાથ દક્ષિણ તરફ, બે હજાર હાથ પશ્ચિમ તરફ અને બે હજાર હાથ ઉત્તર તરફ માપવું. તેઓનાં નગરોનાં ગૌચર આ પ્રમાણે હોય. તે નગર મધ્યમાં રહે.
6 “Nkurow a mode bɛma Lewifo no no mu asia bɛyɛ guankɔbea nkuropɔn, baabi a obi a wafom akum ɔfoforo no, betumi aguan akɔ. Momfa nkurow aduanan abien nka ho mma wɔn.
૬જે છ નગરો તમે લેવીઓને આપો તે આશ્રયનગરો તરીકે હોય. જેણે હત્યા કરી હોય તે ત્યાં નાસી જઈ શકે માટે તારે તેઓને આપવાં. ઉપરાંત બીજાં બેતાળીસ નગરો પણ આપવાં.
7 Ne nyinaa bɛyɛ nkurow aduanan awotwe ne ho mmoa adidibea.
૭આમ, કુલ અડતાળીસ નગરો અને તેની આસપાસની ગૌચરની જમીન લેવીઓને આપવી.
8 Saa nkurow yi befi Israelfo no agyapade mu. Mmusuakuw no mu akɛse bɛma Lewifo no nkurow bebree na mmusuakuw nketewa no ama kakraa bi. Abusuakuw biara bɛma sɛnea nʼagyapade kɛse te.”
૮ઇઝરાયલી લોકોનાં મોટા કુળો કે, જે કુળોની પાસે વધારે જમીન છે તે વધારે નગરો આપે. નાનાં કુળો થોડા નગરો આપે. દરેક કુળને જે ભાગ પ્રાપ્ત થયો છે તે પ્રમાણે લેવીઓને આપે.”
9 Awurade ka kyerɛɛ Mose se,
૯પછી યહોવાહે મૂસાને કહ્યું,
10 “Ka kyerɛ Israelfo no se, ‘Sɛ mutwa Yordan du Kanaan a,
૧૦“તું ઇઝરાયલી લોકોને કહે, ‘જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં પ્રવેશ કરો.
11 mompaw nkurow bi mfa nyɛ guankɔbea nkurow a, obiara a ɔbɛfom akum onipa no betumi aguan akɔ hɔ.
૧૧ત્યારે તમારે અમુક નગરોને તમારા માટે આશ્રયના નગરો તરીકે પસંદ કરવાં, જેમાં જે માણસે કોઈને અજાણતાં મારી નાખ્યો હોય તે આશ્રય લઈ શકે.
12 Saa nkurow yi bɛyɛ guankɔbea a ebegye no afi owufo no abusuafo a wɔpɛ sɛ wɔtɔ owufo no wu so were no nsa mu; na ɛnsɛ sɛ wokum owudifo no gye sɛ wɔadi nʼasɛm abu no kumfɔ ansa.
૧૨આ નગરો તમારા માટે બદલો લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, મનુષ્યઘાતકને ઇનસાફને સારુ જમાતની આગળ ખડો કરવામાં ન આવે ત્યાં સુધી તે દોષી ન ઠરે.
13 Ɛsɛ sɛ wosisi guankɔbea nkurow yi mu abiɛsa wɔ Kanaan asase so
૧૩તેથી તમારે આશ્રયનાં નગરો તરીકે છ નગરો પસંદ કરવાં.
14 na wosisi abiɛsa nso wɔ Asubɔnten Yordan apuei fam.
૧૪ત્રણ નગરો યર્દન નદીની પાર આપવાં અને ત્રણ નગરો કનાન દેશમાં આપવાં.
15 Ɛnyɛ Israelfo nko na ɛhɔ bɛyɛ wɔn guankɔbea, na mmom, ɛbɛyɛ guankɔbea ama ahɔho ne akwantufo nyinaa.
૧૫આ છ નગરો ઇઝરાયલી લોકો માટે, પરદેશીઓ માટે તથા તમારી મધ્યે રહેતા લોકો માટે આશ્રયનગરો ગણાશે. જેણે અજાણતા કોઈને મારી નાખ્યો હોય તે ત્યાં નાસી જાય.
16 “‘Nanso sɛ obi de dade pema sin bi bɔ obi kum no a, wɔfa no sɛ wadi awu enti ɛsɛ sɛ wokum owudifo no.
૧૬પણ જો તે કોઈને લોખંડના સાધનથી એવી રીતે મારે કે તે મરી જાય, તો તે ખૂની ગણાશે, તે ખૂનીને દેહાંતદંડની સજા આપવામાં આવે.
17 Anaasɛ, sɛ wɔde ɔbo kɛse bi bɔ obi ma owu a, ɛyɛ awudi enti ɛsɛ sɛ wokum owudifo no.
૧૭જેથી મોત નીપજવાનો સંભવ હોય, એવો પથ્થર લઈને તે તેને મારે કે, જેથી જો પેલાનું મોત નીપજે, તો તે ખૂની છે, તે ખૂનીને દેહાતદંડની સજા થશે.
18 Saa ara nso na sɛ wɔde dua na ekum no a ɛte ara ne no.
૧૮જો દોષી માણસ તેના શિકારને મારી નાખવા માટે લાકડાંના હથિયારથી મારે, જો તે શિકાર મરી જાય, તો તે ખૂની ગણાય. તે ખૂનીને દેહાંતદંડની સજા થશે.
19 Sɛ ɔweretɔni no hyia owudifo no wɔ baabiara a, ɔwɔ ho kwan sɛ okum no bi.
૧૯લોહીનો બદલો લેનાર, પોતે જ ખૂનીને મારી નાખે.
20 Enti sɛ obi nam ɔtan so tow biribi bɔ obi, anaa, sɛ ɔtetɛw no,
૨૦તેથી જો તેણે તેને દ્વેષથી ધક્કો માર્યો હોય અથવા છુપાઇને તેના પર કંઈ ફેંક્યું હોય અને જો તે વ્યક્તિ મરી જાય,
21 anaa ɔde abufuw bɔ no kuturuku na onii no wu a, ɔyɛ owudifo nti ɛsɛ sɛ wokum no.
૨૧અથવા દ્વેષથી તેને તેના હાથથી મારીને નીચે ફેંકી દે અને જો તે વ્યક્તિ મરી જાય, તો જેણે તેને માર્યો છે તેને દેહાંતદંડની સજા મળે. લોહીનો બદલો લેનાર માણસ જ્યારે તે ખૂનીને મળે ત્યારે તે તેને મારી નાખે.
22 “‘Na sɛ emfi ɔtan so na obi sum ɔfoforo, anaa wanhyɛ da na ɔtow biribi ma ɛkɔbɔ obi,
૨૨પણ જો કોઈ માણસ દુશ્મનાવટ વગર તેની પર પ્રહાર કરે અથવા તેને રાહ જોયા વગર તેને મારી નાખવાના ઇરાદાથી તેના ઉપર કોઈ હથિયાર ફેંકે,
23 anaasɛ wanhu no na ogyaa ɔbo bi a ɛso a ebetumi akum no mu ma ekokum no a, esiane sɛ saa onipa no nyɛ ɔtamfo na onkura adwene bɔne bi nti,
૨૩અથવા કોઈ માણસનું મોત થાય એવો પથ્થર તેને ન દેખતાં તેણે તેના પર ફેંક્યો હોય, તેથી તેનું મોત નીપજ્યું હોય, પણ તે તેનો દુશ્મન ન હોય, તેમ જ તેનું નુકશાન કરવાનો તેનો ઇરાદો ન હોય. પણ કદાચ તે મરી જાય.
24 ɛyɛ bagua no asɛde sɛ wodi asɛm na wɔfa saa mmarakwan yi so bu ɔweretɔni no nea ne nsa apa no ntam atɛn.
૨૪તો જમાત મારનાર તથા લોહીનું વેર લેનાર બન્ને વચ્ચે કાનૂનો પ્રમાણે ન્યાય કરે.
25 Ɛsɛ sɛ bagua no bɔ nea ne nsa apa no ho ban fi ɔweretɔni no nsam na wɔde nea ne nsa apa no san kɔ guankɔbea kuropɔn a oguan kɔɔ mu no mu. Ɛsɛ sɛ nea ne nsa apa no tena hɔ ara kosi sɛ ɔsɔfopanyin a wɔsraa no ngo bewu.
૨૫જમાત મારનારને લોહીનો બદલો લેનારના હાથથી રક્ષણ કરે, જમાત તેને જે આશ્રયનગરમાં તે નાસી ગયો હોય ત્યાં પાછો લાવે. પવિત્ર તેલથી જે યાજકનો અભિષિક્ત થયો હોય તેનું મૃત્યુ થાય ત્યાં સુધી તે ત્યાં રહે.
26 “‘Nanso sɛ nea ne nsa apa no no fi guankɔbea kuropɔn a waguan akɔ mu no no ahye so
૨૬પણ જે આશ્રયનગરમાં દોષી માણસ નાસી ગયો હોય, તેની સરહદની બહાર તે સમયે તે જાય,
27 na ɔweretɔni no hu no wɔ hɔ a obetumi akum no a ɔrenni awudi ho fɔ.
૨૭લોહીનો બદલો લેનાર તેને આશ્રયનગરની સરહદ બહાર મળે, જો તે તેને મારી નાખે, તો લોહીનો બદલો લેનારને માથે ખૂનનો દોષ ગણાય નહિ.
28 Ɛsɛ sɛ nea ne nsa apa no tena guankɔbea kuropɔn no mu ara kosi sɛ ɔsɔfopanyin bewu. Ɔsɔfopanyin wu akyi nkutoo na obetumi asan akɔ nʼankasa agyapade ho.
૨૮કેમ કે મુખ્ય યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી દોષી માણસે આશ્રયનગરમાં જ રહેવું. મુખ્ય યાજકના મૃત્યુ પછી તે વ્યક્તિ પોતાના વતનના દેશમાં પાછો જાય.
29 “‘Ɛsɛ sɛ eyi yɛ mmara a mudi so wɔ awo ntoatoaso a ɛbɛba no nyinaa mu wɔ baabiara a mobɛtena.
૨૯આ કાનૂનો તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં તમારો ઇનસાફ કરવાનો કાયદો થાય.
30 “‘Ɛsɛ sɛ wokum obiara a obekum obi, nanso gye sɛ nnansefo a wɔboro onipa baako di tia no ansa na ɛsɛ sɛ wokum no. Sɛ onipa baako pɛ na odi adanse tia no de a, ɛno de, ɛnsɛ sɛ wokum no.
૩૦જે કોઈ વ્યક્તિનું ખૂન કરે, ખૂની સાક્ષીઓને આધારે દેહાંતદંડ ભોગવે. ફક્ત એક જ સાક્ષીનો પુરાવો દેહાંતદંડ આપવા માટે પૂરતો ગણાય નહિ.
31 “‘Munnnye owudifo a ɛsɛ sɛ owu no ti mpata, nnyina so nnyaa no. Ɛsɛ sɛ wokum no.
૩૧જે મનુષ્યઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય, તે ખૂનીનો જીવ તમારે કંઈ પણ મૂલ્ય આપીને લેવો નહિ. તેને મૃત્યુની સજા થવી જ જોઈએ.
32 “‘Munnnye obi a waguan akɔ guankɔbea kuropɔn mu no ti mpata nnyina so mma no nsan mmɛtena nʼasase so bere a ɔsɔfopanyin bi nwui.
૩૨મુખ્ય યાજકનું મરણ થાય ત્યાં સુધી આશ્રયનગરમાં રક્ષણ લેનાર મનુષ્યઘાતક પાસેથી કોઈ પણ પ્રકારની રકમ લઈને તેને ઘરે પાછા ફરવા માટેની રજા આપી શકાય નહિ.
33 “‘Munngu asase a mote so no ho fi. Awudi gu asase ho fi, na wɔrentumi nyɛ mpata foforo biara mma asase a wɔahwie mogya agu so gye sɛ wɔde nea ohwiee mogya gui no mogya yɛ okum owudifo no.
૩૩એ પ્રમાણે તમે જે દેશમાં રહો છો તેને ભ્રષ્ટ ન કરશો, કેમ કે રક્ત એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત તે રક્ત વહેવડારના રક્ત સિવાય થઈ શકતું નથી.
34 Munngu asase a mote so ne faako a mete no ho fi, efisɛ Me, Awurade no, mete Israelfo no mu.’”
૩૪તમે જે દેશમાં રહો છો તેને તમે અશુદ્ધ ન કરો, કેમ કે હું તેમાં રહું છું. હું યહોવાહ, ઇઝરાયલી લોકો મધ્યે રહું છું.’”