< Yohane 5 >
1 Eyi akyi no Yudafo afahyɛ bi nti Yesu san kɔɔ Yerusalem.
૧એ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું; તે સમયે ઈસુ યરુશાલેમ ગયા.
2 Na ɔtare bi wɔ kurow no mu a wɔfrɛ no Betseda a na ɛbɛn kurow no ano pon kɛse bi a wɔfrɛ no Nguan Pon no. Na wɔabɔ pata ahorow anum atwa ho ahyia.
૨હવે યરુશાલેમમાં ‘ઘેટાંનો દરવાજો’ નામે જગ્યા પાસે એક કૂંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને લગતી પાંચ પરસાળ છે.
3 Saa pata yi ase na na ayarefo pii sɛ, anifuraefo, mpakye ne mmubuafo wɔ retwɛn sɛ Awurade bɔfo fi ɔsoro bɛba abɛfono nsu no.
૩તેમાં રોગી, અંધજનો, અપંગ, લકવાગ્રસ્તો એવાં ઘણાં બીમાર લોકો હતા. તેઓ તે કૂંડમાં પાણી હલવાની રાહ જોતાં હતા.
4 Nea ɛte ne sɛ, sɛ ɔbɔfo no fono nsu no wie a, ɔyarefo a obedi kan atɔ mu no nya ayaresa.
૪(કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કૂંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; પાણી હલાવ્યાં પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ હોય તેથી તે રોગી સાજો થતો.)
5 Na ɔbarima bi ayare ada ɔtare no ho mfe aduasa awotwe.
૫ત્યાં એક માણસ હતો, જે આડત્રીસ વર્ષથી બીમાર હતો.
6 Yesu huu sɛ wayare ada hɔ akyɛ no, obisaa no se, “Wopɛ sɛ wo ho tɔ wo ana?”
૬તેને પડી રહેલો જોઈને તથા ઘણાં સમયથી તે એવો જ છે, તે જાણીને ઈસુ તેને કહે છે કે, ‘શું તું સાજો થવા ચાહે છે?’”
7 Ɔyarefo no buaa no se, “Me wura, sɛ ɔbɔfo no bɛfono nsu no a, minnya obi a ɔbɛma me so ato mu. Bere biara a mɛbɔ me ho mmɔden sɛ merekɔ mu no, obi di me kan.”
૭તે બીમાર માણસે ઈસુને એવો જવાબ આપ્યો કે, ‘પ્રભુ, જે સમયે પાણી હાલે છે, તે સમયે મને કૂંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પણ હું ઊતરવા જાઉં છું, એટલામાં બીજો મારી અગાઉ ઊતરી પડે છે.’”
8 Yesu ka kyerɛɛ no se, “Sɔre! Bobɔw wo kɛtɛ na kɔ fie.”
૮ઈસુ તેને કહે છે કે, ‘ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.’”
9 Amono mu hɔ ara, ɔbarima no nyaa ahoɔden bobɔw ne kɛtɛ, fii ase nantewee. Na saa da no yɛ homeda.
૯તરત તે માણસ સાજો થયો અને પોતાનું બિછાનું ઊંચકીને ચાલવા લાગ્યો. તે દિવસે વિશ્રામવાર હતો.
10 Yudafo mpanyin huu ɔbarima no sɛ ɔso ne kɛtɛ no, wɔn bo fuw yiye. Wobisaa no se, “Wunnim sɛ nnɛ yɛ homeda na etia mmara sɛ wobɛsoa wo kɛtɛ ana?”
૧૦તેથી જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું કે, ‘આજે વિશ્રામવાર છે, એટલે તારે બિછાનું ઊંચકવું યોગ્ય નથી.’”
11 Ɔbarima yi de ahopopo yii ne ho ano se, “Onipa a ɔsaa me yare no na ɔka kyerɛɛ me se mensoa me kɛtɛ na menkɔ.”
૧૧પણ તેણે તેઓને એવો જવાબ આપ્યો કે, ‘જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું કે, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.’”
12 Wɔtee saa no wobisaa no se, “Hena ne saa onipa no?”
૧૨તેઓએ તેને પૂછ્યું કે, “તને જેણે એમ કહ્યું કે, ‘બિછાનું ઊંચકીને ચાલ,’ તે માણસ કોણ છે?”
13 Nanso na nea wɔsaa no yare no nnim Yesu. Afei nso na Yesu afa nnipa no mu kɔ.
૧૩પણ તે કોણ છે, તે સાજો થયેલો માણસ જાણતો નહોતો; કેમ કે તે જગ્યાએ ભીડ હતી, ઈસુ ત્યાંથી આગળ ગયા હતા.
14 Akyiri no, Yesu hyiaa ɔbarima no wɔ asɔredan mu tuu no fo se, “Afei a wo ho atɔ wo yi, hwɛ yiye na woankɔyɛ bɔne bio amma biribi a ɛsen kan yare no amma wo so.”
૧૪પછીથી ઈસુએ તે માણસને ભક્તિસ્થાનમાં મળીને તેને કહ્યું કે, ‘જો તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે.’”
15 Ɔbarima yi fii hɔ kɔka kyerɛɛ Yudafo mpanyin no se ɛyɛ Yesu na ɔsaa no yare no.
૧૫તે માણસે જઈને યહૂદીઓને કહ્યું કે, ‘જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે.’”
16 Yudafo mpanyin yi fii ase tan Yesu ani, efisɛ wabu wɔn homeda mmara no so.
૧૬તે કામો ઈસુએ વિશ્રામવારે કર્યાં હતાં, માટે યહૂદીઓ તેમને સતાવવા લાગ્યા.
17 Yesu ka kyerɛɛ wɔn se, “Mʼagya yɛ adwuma bere biara enti ɛsɛ sɛ me nso meyɛ adwuma bere biara.”
૧૭પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કાર્યરત છું.’”
18 Saa asɛm a Yesu kaa yi maa Yudafo mpanyin no bo fuwii, na wɔyɛɛ wɔn adwene se wobekum no, efisɛ na ɛnyɛ homeda mmara no nko na obu so na na ɔsan frɛ ne ho se Onyankopɔn Ba de kyerɛ sɛ, ɔne Onyankopɔn yɛ pɛ.
૧૮તે માટે ઈસુને મારી નાખવા યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો; કેમ કે ઈસુએ વિશ્રામવારનો ભંગ કર્યો એટલું જ નહિ, પણ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન કર્યા.
19 Yesu ka kyerɛɛ wɔn se, “Ɔba no ntumi mfi ne pɛ mu nyɛ biribi, na mmom ɔyɛ nea ohu sɛ nʼAgya yɛ no bi.
૧૯ત્યારે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને ખરેખર કહું છું કે, દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે અન્ય કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે.
20 Efisɛ Agya no dɔ Ɔba no na biribiara a Agya no yɛ no ɔma Ɔba no hu. Na Ɔba no bɛyɛ nnwuma akɛse a ɛsen saa ɔbarima yi ayaresa yi ama mo ho adwiriw mo.
૨૦કેમ કે પિતા દીકરા પર પ્રેમ કરે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે; અને તે તેને એ કરતાં મોટાં કામ બતાવશે, એ માટે કે તમે આશ્ચર્ય પામો.
21 Na sɛnea Agya no nyan awufo no, saa ara nso na Ɔba no nyan awufo a ɔpɛ sɛ onyan wɔn no.
૨૧કેમ કે જે પિતા મૃત્યુ પામેલાઓને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ ચાહે તેમને જીવન આપે છે.
22 Afei koraa mʼAgya mmu obiara atɛn. Ɔde saa atemmu tumi no ahyɛ Ɔba no nsa
૨૨કેમ કે પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ ન્યાય કરવાનું સઘળું કામ તેમણે દીકરાને સોંપ્યું છે
23 sɛnea ɛbɛyɛ a obiara bedi Ɔba no ni, sɛnea wodi Agya no ni no. Obiara a onni Ɔba no ni no nni Agya a ɔsomaa no no nso ni.
૨૩કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન આપતો નથી, તે તેના મોકલનાર પિતાને પણ માન આપતો નથી.
24 “Mereka nokware akyerɛ mo se: Obiara a otie me nsɛm na ogye nea ɔsomaa me no di no wɔ nkwa a enni awiei. Wɔremmu no atɛn, efisɛ wafi owu mu aba nkwa mu. (aiōnios )
૨૪હું તમને નિશ્ચે કહું છું કે, જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી ઠરશે નહિ, પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. (aiōnios )
25 Mereka nokware bio sɛ, bere bi reba, na mpo saa bere no anya aba a awufo bɛte Onyankopɔn Ba no nne, na wɔn a wɔte ne nne no benya nkwa.
૨૫હું તમને નિશ્ચે કહું છું કે, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મૃત્યુ પામેલાંઓ ઈશ્વરના દીકરા ઈસુનાં વચન સાંભળશે અને સાંભળનારાંઓ જીવશે.
26 Sɛnea Agya no yɛ nkwamafo no, saa ara nso na wama ne Ba no tumi ama wayɛ nkwamafo.
૨૬કેમ કે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેમણે આપ્યું.
27 Wama Ɔba no tumi a ɔde bu atɛn, efisɛ ɔno ne Onipa Ba no.
૨૭ન્યાય કરવાનો અધિકાર પણ તેમણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે.
28 “Mommma saa asɛm yi nnyɛ mo nwonwa, efisɛ bere bi reba a awufo a wɔwɔ wɔn nna mu mpo bɛte me nne,
૨૮તેથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે સર્વ જેઓ કબરમાં છે તેઓ તેમનો અવાજ સાંભળશે;
29 na wɔasɔresɔre. Wɔn a wɔayɛ papa no benyan atena nkwa mu, na wɔn a wɔayɛ bɔne no nso, wɔabu wɔn fɔ.
૨૯અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું પુનરુત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક પુનરુત્થાન પામવા માટે, નીકળી આવશે.
30 Merentumi mfi mʼankasa me tumi mu nyɛ biribiara; asɛm a Onyankopɔn aka akyerɛ me no so na migyina bu atɛn. Ɛno nti atɛn a mibu no yɛ nokware.
૩૦હું મારી પોતાની તરફથી કંઈ કરી શકતો નથી; પરંતુ જે પ્રમાણે હું સાંભળું છું, તે પ્રમાણે ન્યાય કરું છું; અને મારો ન્યાયચુકાદો અદલ છે. કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.
31 “Sɛ me ara midi me ho adanse a, mʼadansedi no nni mu.
૩૧જો હું પોતાના વિષે સાક્ષી આપું, તો મારી સાક્ષી સાચી નથી.
32 Na obi wɔ hɔ a odi me ho adanse a minim sɛ nʼadanse a odi fa me ho no yɛ nokware.
૩૨પણ મારા વિષે જે સાક્ષી આપે છે, તે બીજો છે; અને જે સાક્ષી મારા વિષે તે આપે છે, તે સાચી છે, એ હું જાણું છું.
33 “Moasoma nnipa akɔ Yohane nkyɛn na wadi adanse a ɛyɛ nokware.
૩૩તમે યોહાન પાસે માણસો મોકલ્યા, તમને તેણે સત્ય વિષે સાક્ષી આપી છે.
34 Nnipa adansedi ho nhia me ansa na moahu onipa ko a meyɛ. Na mmom meka Yohane adanse a odii no kyerɛ mo sɛ nea ɛbɛyɛ na Onyankopɔn begye mo nkwa.
૩૪તોપણ જે સાક્ષી હું સ્વીકારું છું તે માણસો તરફથી નથી; પણ તમે ઉદ્ધાર પામો માટે હું એ વાતો કહું છું.
35 Yohane nsɛm a ɔkae yɛ kanea a wɔasɔ na ɛhyerɛn, na ɛmaa mo ani gyei.
૩૫તે સળગતો તથા પ્રગટતો દીવો હતો, તેના પ્રકાશમાં તમે ઘડીભર આનંદ કરવાને રાજી હતા.
36 “Me nnwuma a mʼAgya de ama me sɛ menyɛ no di me ho adanse sen Yohane.
૩૬પણ યોહાનના કરતાં મારી પાસે મોટી સાક્ષી છે; કેમ કે પિતાએ જે કામો મને પૂરાં કરવાને આપ્યાં છે, એટલે જે કામો હું કરું છું, તે જ મારે વિષે સાક્ષી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે.
37 Ɛwɔ mu sɛ munhuu Agya no anim da, na montee ne nne nso da, nanso wadi me ho adanse.
૩૭વળી પિતાએ મને મોકલ્યો છે, તેમણે પણ મારે વિષે સાક્ષી આપી છે. તમે કદી તેમની વાણી નથી સાંભળી અને તેમનું સ્વરૂપ પણ નિહાળ્યું નથી.
38 Na nʼasɛm no nso mommfa nsie mo tirim, efisɛ munnnye me a ɔsomaa me no nni.
૩૮તેમના વચન તમારામાં રહેલાં નથી; કેમ કે જેને તેમણે મોકલ્યો, તેના પર તમે વિશ્વાસ કરતા નથી.
39 Musua Kyerɛwsɛm no, efisɛ mugye di sɛ ɛno na ɛbɛma moanya nkwa a enni awiei. Nanso saa Kyerɛwsɛm koro no ara di me ho adanse! (aiōnios )
૩૯તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે. (aiōnios )
40 Eyi nyinaa akyi no, mommpɛ sɛ moba me nkyɛn na moanya nkwa!
૪૦અને જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી.
41 “Menhwehwɛ nnipa anim anuonyam.
૪૧હું માણસો તરફથી પ્રશંસાની ઇચ્છા રાખતો નથી.
42 Minim nnipa ko a moyɛ. Minim sɛ munni Onyankopɔn ho dɔ.
૪૨પણ હું જાણું છું કે ઈશ્વર પરનો પ્રેમ તમારામાં નથી.
43 Mebaa wɔ mʼAgya din mu nanso moannye me. Nanso sɛ obi ba wɔ ɔno ara ne din mu na ɔbɛyɛ nea ɔpɛ a, ɛno de, mugye no.
૪૩હું મારા પિતાના નામે આવ્યો છું, પણ તમે મારો સ્વીકાર કરતા નથી; જો કોઈ બીજો પોતાને નામે આવશે, તો તેનો તમે સ્વીકાર કરશો.
44 Mopɛ sɛ nnipa kamfo mo mmom sen sɛ Onyankopɔn bɛkamfo mo. Ɛbɛyɛ dɛn na moagye me adi?
૪૪તમે એકબીજાથી પ્રશંસા પામો છો, પણ જે પ્રશંસા એકલા ઈશ્વરથી છે તે તમે શોધતાં નથી, તો તમે વિશ્વાસ શી રીતે કરી શકો?
45 “Ɛnyɛ me na mɛka asɛm bi atia mo wɔ Agya no anim, na mmom ɛyɛ Mose a mode mo ani too ne mmara so se ɛno na monam so bɛkɔ Onyankopɔn ahenni mu no.
૪૫હું પિતાની આગળ તમારા પર દોષ મૂકીશ, એમ ન ધારો; તમારા પર દોષ મૂકનાર એક, એટલે મૂસા છે, તેના પર તમે ભરોસો રાખો છો.
46 Sɛ mugyee Mose dii a anka me nso mubegye me adi, efisɛ nsɛm a ɔkyerɛw no di me ho adanse.
૪૬કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોત, તો તમે મારા પર વિશ્વાસ કરત; કેમ કે તેણે મારે વિષે લખેલું છે.
47 Na esiane sɛ moannye nsɛm a ɔkyerɛw no anni no nti, ɛnyɛ nwonwa sɛ munnye me nni.”
૪૭પણ જો તમે તેનાં લખેલાં વચન પર વિશ્વાસ નથી કરતા, તો મારી વાતો પર તમે કેમ વિશ્વાસ કરશો?’”