< Yakobo 5 >
1 Afei mo adefo nso muntie! Munsu na muntwa agyaadwo wɔ amanehunu a ɛreba mo so no ho.
૧હવે શ્રીમંતો તમે સાંભળો, તમારા પર આવી પડનારા સંકટોને લીધે તમે વિલાપ અને રુદન કરો.
2 Mo ahonya no aporɔw na nwewee awe mo ntama.
૨તમારી દોલત સડી ગઈ છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે.
3 Mo sika ne mo dwetɛ agye nkannare na saa nkannare no bedi adanse atia mo, na ahyew mo honam sɛ ogya. Moahyehyɛ agyapade wɔ nna a edi akyiri no mu.
૩તમારું સોનું તથા ચાંદી કટાઈ ગયું છે અને તેના કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, અગ્નિની જેમ તમારા શરીરોને ખાઈ જશે. તમે છેલ્લાં દિવસને માટે મિલકત સંઘરી રાખી છે.
4 Muntuaa nnipa a wɔyɛɛ adwuma wɔ mo mfuw mu no ka enti wɔresi apini. Na wɔn apinisi no adu Onyankopɔn, Asafo Awurade no aso mu.
૪જુઓ, જે મજૂરોએ તમારાં ખેતરમાં મહેનત કરી છે, તેઓની મજૂરી તમે દગાથી અટકાવી રાખી છે, તે બૂમ પાડે છે અને મહેનત કરનારાઓની બૂમ સૈન્યોના પ્રભુએ સાંભળી છે.
5 Mo asetena wɔ asase so ha yɛ afɛfɛde ne anigye. Moadɔ srade ama okum da.
૫તમે પૃથ્વી પર મોજશોખ કરો છો અને વિલાસી થયા છો; કાપાકાપીના દિવસોમાં તમે તમારાં હૃદયોને પુષ્ટ કર્યાં છે.
6 Moabu nea ɔnnsɔre ntia mo no na onni fɔ no kumfɔ akum no.
૬ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો, પણ તે તમને અટકાવતો નથી.
7 Me nuanom, montɔ mo bo ase nkosi sɛ Awurade bɛba. Monhwɛ sɛnea okuafo nya boasetɔ twɛn asusow bere.
૭ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો; જુઓ, ખેડૂત ભૂમિના મૂલ્યવાન ફળની રાહ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે.
8 Ɛsɛ sɛ mo nso motɔ mo bo ase. Momma mo anidaso mu nyɛ den, efisɛ da a Awurade bɛba no abɛn.
૮તમે પણ, ધીરજ રાખો અને મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન હાથવેંતમાં છે.
9 Anuanom, munnni nseku ntia mo ho mo ho, na Onyankopɔn ammu mo atɛn. Hwɛ, Otemmufo no gyina ɔpon no ano.
૯ભાઈઓ, એકબીજા સાથે બડબડાટ ન કરો જેથી તમારો ન્યાય કરવામાં ન આવે; જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભા છે.
10 Me nuanom, monkae adiyifo a wɔde Awurade din kasae no. Momfa wɔn sɛ nhwɛso wɔ wɔn boasetɔ ne tumi a wotumi de tenaa amanehunu mu no.
૧૦ભાઈઓ અને બહેનો, દુઃખ સહેવા વિષે તથા ધીરજ માટેના નમૂના, જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓ પાસેથી ગ્રહણ કરો.
11 Yɛde nidi ma wɔn, efisɛ wonyaa boasetɔ. Moate Hiob boasetɔ no na munim nea Awurade de dom no awiei no; efisɛ Awurade yɛ ɔdomfo ne mmɔborɔhunufo.
૧૧જુઓ, જેઓએ સહન કર્યું છે તેઓ આશીર્વાદિત છે, એમ આપણે માનીએ છીએ. તમે અયૂબની સહનશીલતા વિષે સાંભળ્યું છે, પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે એ પ્રમાણે કે, પ્રભુ ઘણાં કરુણાળુ તથા દયાળુ છે.
12 Ne nyinaa akyi no, anuanom, sɛ mohyɛ bɔ a, monnka ntam nsi so. Mommfa ɔsoro anaa asase anaa biribiara nka ntam. Sɛ mopɛ sɛ moka “Yiw” a, monka “Yiw.” Sɛ nso mopɛ sɛ moka “Dabi” a, monka “Dabi” na moamma Onyankopɔn atemmu ase.
૧૨પણ મારા ભાઈઓ, વિશેષે કરીને તમે સમ ન ખાઓ; સ્વર્ગના નહિ કે પૃથ્વીના નહિ કે બીજા કોઈનાં સમ ન ખાઓ; પણ તમને સજા થાય નહિ માટે તમારી ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય.
13 Mo mu bi wɔ ɔhaw bi mu ana? Ɛsɛ sɛ saa onipa no bɔ mpae. Mo mu bi wɔ ahotɔ mu ana? Ɛsɛ sɛ ɔto ayeyi nnwom.
૧૩તમારામાં શું કોઈ દુઃખી છે? તો તેણે પ્રાર્થના કરવી. શું કોઈ આનંદિત છે? તો તેણે ગીત ગાવાં.
14 Mo mu bi yare ana? Ɛsɛ sɛ saa onipa no frɛ asafo mpanyimfo na wɔde Awurade din bɔ mpae ma no na wɔsra no ngo.
૧૪તમારામાં શું કોઈ બીમાર છે? તો તેણે વિશ્વાસી સમુદાયના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ લગાવીને તેને માટે પ્રાર્થના કરવી.
15 Sɛ wɔbɔ saa mpae no gyidi mu a, ɛbɛsa ɔyarefo no yare, na Awurade bɛma no anya ahoɔden, na ne bɔne a wayɛ nyinaa, wɔde bɛkyɛ no.
૧૫વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના બીમારને બચાવશે, પ્રભુ તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે, તો માફ કરવામાં આવશે.
16 Enti afei, monkeka mo bɔne nkyerɛ mo ho mo ho, na mommobɔ mpae mma mo ho mo ho sɛnea ɛbɛyɛ a wɔbɛsa mo yare. Onipa trenee mpaebɔ tumi yɛ nneɛma bebree.
૧૬તમે નીરોગી થાઓ માટે પોતાના પાપ એકબીજાની પાસે કબૂલ કરો, એકબીજાને માટે પ્રાર્થના કરો; ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.
17 Yɛte sɛ Elia a ɔbɔɔ mpae nokware mu sɛ osu nntɔ, na ampa ara osu antɔ wɔ asase no so mfe abiɛsa ne fa.
૧૭એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો. પણ તેણે પ્રાર્થનામાં વિનંતી કરી કે ‘વરસાદ વરસે નહિ;’ તેથી સાડાત્રણ વરસ સુધી ભૂમિ પર વરસાદ વરસ્યો નહિ.
18 Ɔsan bɔɔ mpae bio maa osu tɔ maa asase nyaa nnɔbae.
૧૮તેણે ફરી પ્રાર્થના કરી અને સ્વર્ગમાંથી વરસાદ વરસ્યો; અને ધરતીએ પાક ઉપજાવ્યો.
19 Me nuanom, sɛ mo mu bi guan fi nokware ho na ɔfoforo de no ba bio a,
૧૯મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ તજીને અવળે માર્ગે ભટકી જાય અને કોઈ તેને પાછો ફેરવે,
20 monkae sɛ, nea ɔdan ɔdebɔneyɛni fi nʼakwammɔne ho no gye no nkwa fi owu mu ma wɔde ne bɔne dodow no nyinaa kyɛ no.
૨૦તો તેણે જાણવું કે પાપીને તેના અવળે માર્ગમાંથી જે પાછો વાળે છે, તે એક જીવને મૃત્યુથી બચાવશે અને તેના સંખ્યાબંધ પાપને ઢાંકી દેશે.