< 2 Ahemfo 12 >
1 Ɔhene Yehu adedi wɔ Israel no mfe ason so, na Yoas nso dii ade wɔ Yuda. Odii ade wɔ Yerusalem mfe aduanan. Na ne na Sibia fi Beer-Seba.
૧યેહૂની કારકિર્દીને સાતમે વર્ષે યોઆશ રાજ કરવા લાગ્યો, તેણે યરુશાલેમમાં ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ સિબ્યા હતું તે બેરશેબાની હતી.
2 Yoas asetena mu nyinaa, ɔyɛɛ nea ɛsɔ Awurade ani, efisɛ na ɔsɔfo Yehoiada kyerɛkyerɛ no.
૨તે સર્વ દિવસોમાં યોઆશે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, કેમ કે, યહોયાદા યાજક તેને સલાહ આપતો હતો.
3 Nanso wansɛe abosonnan a na nnipa kɔbɔ afɔre, kɔhyew nnuhuam wɔ hɔ no.
૩પણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહિ. લોકો હજી સુધી ત્યાં ધૂપ બાળતા અને યજ્ઞ કરતા હતા.
4 Da bi, ɔhene Yoas ka kyerɛɛ asɔfo no se, “Mommoaboa sika a wɔde ba Awurade asɔredan mu sɛ afɔrebɔde kronkron no, sɛ ɛyɛ daa daa towtua, aboade anaa akyɛde a efi ɔpɛ mu no.
૪યોઆશે યાજકોને કહ્યું, “અર્પણ કરેલી વસ્તુઓના નાણાં, ચલણી નાણાં જે યહોવાહના ઘરમાં લાવવામાં છે તે, દરેક માણસ દીઠ ઠરાવેલી જકાત અને જે નાણાં લોકોને યહોવાહના ઘરમાં લાવવાનું મન થાય તે બધાં નાણાં,
5 Momma asɔfo no mfa sika no bi nkotua asɔredan no asiesie ho ka biara.”
૫યાજકોએ તે દરેક કર ઉઘરાવનારા પાસેથી એકત્ર કરવાં, યાજકો તેમાંથી સભાસ્થાનને જ્યાં કહીં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરવામાં વાપરે.
6 Nanso ɔhene Yoas dii ade mfe aduonu abiɛsa no, na asɔfo no nsiesie Asɔredan no.
૬પણ યોઆશ રાજાના ત્રેવીસમા વર્ષ સુધી યાજકોએ ઘરમાં કંઈ સમારકામ કરાવ્યું નહિ.
7 Enti ɔhene Yoas soma kɔfrɛɛ Yehoiada ne asɔfo a wɔaka no, bisaa wɔn se, “Adɛn nti na munsiesiee asɔredan no? Mommfa akyɛde no nhyɛ mo ho bio. Efi nnɛ rekɔ, ɛsɛ sɛ mode ne nyinaa siesie asɔredan no.”
૭ત્યારે યોઆશ રાજાએ યહોયાદા યાજક અને બીજા યાજકોને બોલાવીને તેમને કહ્યું, “શા માટે તમે સભાસ્થાનનું સમારકામ કરાવતાં નથી? હવેથી તમારે તમારા કર ઉઘરાવનાર પાસેથી કોઈ નાણાં લેવાં નહિ, પણ જે નાણાં સભાસ્થાનના સમારકામ માટે ભેગાં કરેલાં છે તે, નાણાં જેઓ સમારકામ કરે તેને આપી દો.”
8 Enti asɔfo no penee so sɛ wɔrennyigye sika mfi nnipa no nkyɛn bio. Wɔpenee so nso sɛ, wɔn ankasa rensiesie Asɔredan no.
૮યાજકો સંમત થયા કે અમે હવેથી લોકો પાસેથી નાણાં લઈશું નહિ તેમ જ સભાસ્થાનનું સમારકામ કરીશું નહિ.
9 Na ɔsɔfo Yehoiada tuu tokuru wɔ adaka kɛse bi atifi, de sii afɔremuka no nifa so wɔ Awurade Asɔredan no kwan ano. Asɔfo a wɔwɛn ɔkwan no ano no de nnipa no ntoboa nyinaa guu adaka no mu.
૯પછી યહોયાદા યાજકે એક મોટી પેટી લીધી, તેના ઢાંકણમાં છેદ પાડ્યો. અને તેને યહોવાહના ઘરમાં અંદરના ભાગે જમણી બાજુએ વેદીની પાસે મૂકી. લોકો જે નાણાં લાવતા હતા તે બધાં નાણાં સભાસ્થાનના દરવાજાની ચોકી કરતા યાજકો તે પેટીમાં નાખતા હતા.
10 Bere biara a adaka no bɛyɛ ma no, asɔre kyerɛwfo ne ɔsɔfopanyin no kan sika a wɔde aba Awurade Asɔredan no mu no nyinaa, de gu nkotoku mu.
૧૦જ્યારે તેઓએ જોયું કે પેટીમાં ઘણાં નાણાં ભેગાં થયાં છે, ત્યારે રાજાનો નાણામંત્રી અને મુખ્ય યાજક આવીને જે નાણાં યહોવાહના સભાસ્થાનમાંથી જમા થયેલાં હોય તેની ગણતરી કરતા.
11 Afei, wɔde sika no ma dwumadi sohwɛfo no ma wɔde tua nnipa a wɔyɛ Awurade Asɔredan no ka—nnua adwumfo, adansifo,
૧૧પછી તે ગણેલાં નાણાં તેઓએ યહોવાહના સભાસ્થાનના સમારકામ પર દેખરેખ રાખનારાઓના હાથમાં આપ્યાં. તેઓએ આ નાણાં સુથાર અને કડિયા કે જેઓ યહોવાહના સભાસ્થાનનું સમારકામ કરતા હતા તેઓને આપ્યાં.
12 abohyehyɛfo ne abotwafo. Wɔde sika no bi nso tɔ nnua ne abo a wɔatwa, a wɔde besiesie Awurade asɔredan no. Na ka biara a ɛba Asɔredan no asiesie ho no, wotua.
૧૨લાકડાંના વેપારીઓને, પથ્થર ટાંકનારાઓને, યહોવાહના સભાસ્થાનના સમારકામ માટે લાકડું અને ટાંકેલા પથ્થર ખરીદવા માટે તથા સમારકામ માટે અન્ય જે બધો ખર્ચ થયો હતો તેને માટે ગણી આપ્યાં.
13 Na wɔamfa sika a wɔde bɛba Asɔredan mu hɔ no anyɛ dwetɛ nkuruwa, akanea adabaw, nkankyee akɛse, ntorobɛnto anaa nneɛma a wɔde sikakɔkɔɔ anaa dwetɛ yɛ ma Awurade Asɔredan no.
૧૩પણ યહોવાહના ઘરમાં ભેગાં થયેલાં નાણાંથી તેઓએ ઘરમાં ચાંદીના પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં અથવા કોઈપણ જાતનાં સોના-ચાંદીનાં વાસણો બનાવ્યાં નહોતા.
14 Na wɔde tuaa adwumayɛfo no ka, ma wɔde siesiee asɔredan no.
૧૪પણ તેઓ તે તે નાણાં યહોવાહના સભાસ્થાનનું જેઓએ સમારકામ કર્યું તેઓને જ ચૂકવ્યાં.
15 Na adwuma no hwɛfo akontaabu biara ho anhia, efisɛ na wɔyɛ adwumayɛfo nokwafo.
૧૫તદુપરાંત, તેઓએ જે માણસોને કામ કરનારાઓને નાણાં ચૂકવવા રાખ્યા તેઓની પાસેથી હિસાબ પણ માગ્યો નહિ, કેમ કે, તે માણસો પ્રામાણિક હતા.
16 Nanso afɔdi ne bɔneyɛ ho afɔrebɔde no de, na wɔmfa nkɔ Awurade Asɔredan mu hɔ. Na wɔde ma asɔfo no sɛ wɔn kyɛfa.
૧૬પણ દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ માટે આપેલાં નાણાં યહોવાહના ઘરમાં લાવવામાં આવતાં ન હતાં, કેમ કે, તે નાણાં યાજકોના હકનાં હતાં.
17 Saa bere no ntam ara na Aramhene Hasael kɔko tiaa Gat, na ɔfaa ɔman no. Afei, ɔdan ne ho kɔtow hyɛɛ Yerusalem so.
૧૭તે સમયે અરામના રાજા હઝાએલે ગાથની સામે યુદ્ધ કરીને તેને જીતી લીધું. પછી હઝાએલ યરુશાલેમ પર હુમલો કરવા પાછો વળ્યો.
18 Ɔhene Yoas boaboaa akronkronne a Yehosafat, Yehoram ne Ahasia a na wɔyɛ Yuda ahemfo a wɔatwa mu no ato din ama Awurade ne nea ɔno ankasa nso ato din ama Awurade no nyinaa ano. Ɔde ne nyinaa a sikakɔkɔɔ a ɛwɔ akorae a ɛwɔ Awurade asɔredan mu hɔ ne ahemfi no kaa ho no kɔmaa Aramhene Hasael. Enti ɛmaa Hasael twee ɔsa a anka ɔretu wɔ Yerusalem so no sanee.
૧૮તેથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે કે યહૂદિયાના રાજા યહોશાફાટે, યહોરામે તથા અહાઝયાહએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે તથા તેની પોતાની પવિત્ર વસ્તુઓ, તેમ જ યહોવાહના સભાસ્થાનના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને તે બધું અરામના રાજા હઝાએલને મોકલ્યું. એટલે હઝાએલ યરુશાલેમથી જતો રહ્યો.
19 Nsɛm a esisii wɔ Yoas ahenni mu ne nea ɔyɛe no nyinaa, wɔankyerɛw wɔ Yuda Ahemfo Abakɔsɛm Nhoma no mu ana?
૧૯યોઆશનાં બીજાં કાર્યો અને તેણે જે બધું કર્યું તે યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
20 Nanso ne mpanyimfo pam ne ti so, kum no wɔ Bet-Milo kwan a ɛkɔ Sila no so.
૨૦તેના ચાકરોએ ઊઠીને ભેગા મળીને કાવતરું કર્યું; તેઓએ યોઆશ પર મિલ્લોના ઘરમાં સિલ્લાના રસ્તા પર હુમલો કર્યો.
21 Awudifo no yɛ Simeat babarima Yosabad ne Somer babarima Yehosabad a na wɔn nyinaa yɛ afotufo nokwafo. Wosiee Yoas wɔ nʼagyanom nkyɛn wɔ Dawid kurom. Na ne babarima Amasia na odii nʼade sɛ ɔhene foforo.
૨૧શિમાથના દીકરા યોઝાખારે અને શોમેરના દીકરા યહોઝાબાદે એટલે તેના ચાકરોએ તેને માર્યો એટલે તે મરણ પામ્યો. તેઓએ તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફ્નાવ્યો અને તેના દીકરા અમાસ્યાએ તેની જગ્યાએ રાજ કર્યું.