< 1 Beresosɛm 15 >
1 Afei, Dawid sisii adan bebree wɔ Dawid kurom. Bio, osiesiee baabi, sii ntamadan wɔ hɔ a ɔde Onyankopɔn Apam Adaka no besi.
૧દાઉદનગરમાં, દાઉદે પોતાને માટે મહેલો બનાવ્યાં. તેણે ઈશ્વરના કોશને સારુ જગ્યા તૈયાર કરીને ત્યાં તેને માટે મંડપ બાંધ્યો.
2 Afei, ɔhyɛɛ se, “Sɛ yɛma Onyankopɔn Apam Adaka no so de rekɔ a, obiara nni ho kwan sɛ ɔsoa bi gye Lewifo no nko ara. Awurade ayi wɔn sɛ, wɔn nko ara na ɛsɛ sɛ wɔsoa Awurade Apam Adaka no na wɔsom wɔ nʼanim daa daa.”
૨પછી દાઉદે કહ્યું, “ફક્ત લેવીઓ આ ઈશ્વરના કોશને ઊંચકે, કેમ કે યહોવાહે, તેઓને કોશ ઊંચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે પસંદ કર્યા છે.”
3 Dawid frɛɛ Israelfo nyinaa kɔɔ Yerusalem sɛ wɔmfa Apam Adaka no nkosi faako a wɔasiesie ama no no.
૩પછી દાઉદે યહોવાહના કોશને માટે જે જગ્યા તૈયાર કરી હતી, ત્યાં તેને લઈ જવા માટે યરુશાલેમમાં સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યાં.
4 Eyinom ne asɔfo ne Lewifo a wɔfrɛɛ wɔn no:
૪દાઉદે હારુનના વંશજોને તથા લેવીઓને એકત્ર કર્યા.
5 Wɔn a wofi Kohat abusua mu no, na wɔn dodow yɛ ɔha aduonu a Uriel tua wɔn ano.
૫તેઓમાં કહાથના વંશજોમાંના મુખ્ય આગેવાન ઉરીએલ તથા તેના ભાઈઓ, એક સો વીસ હતા.
6 Wɔn a wofi Merari abusua mu no, na wɔn dodow yɛ ahannu aduonu, a Asaia da wɔn ano.
૬મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ, બસો વીસ હતા.
7 Wɔn a wofi Gersom abusua mu no, na wɔn dodow yɛ ɔha aduasa, a Yoel da wɔn ano.
૭ગેર્શોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ, એકસો ત્રીસ હતા.
8 Na Elisafan asefo yɛ ahannu a Semaia da wɔn ano.
૮અલિસાફાનના વંશજોમાંના મુખ્ય આગેવાન શમાયા તથા તેના ભાઈઓ, બસો હતા.
9 Na Hebron asefo yɛ aduɔwɔtwe a Eliel tua wɔn ano.
૯હેબ્રોનના વંશજોમાંના મુખ્ય આગેવાન અલીએલ તથા તેના ભાઈઓ, એંશી હતા.
10 Na Usiel asefo yɛ ɔha ne dumien a Aminadab tua wɔn ano.
૧૦ઉઝિયેલના વંશજોમાંના મુખ્ય આગેવાન આમ્મીનાદાબ તથા તેના ભાઈઓ, એકસો બાર હતા.
11 Afei, Dawid frɛɛ asɔfo Sadok ne Abiatar ne saa Lewifo mpanyimfo yi: Uriel, Asaia, Yoel, Semaia, Eliel ne Aminadab.
૧૧દાઉદે સાદોક અને અબ્યાથાર યાજકોને તથા ઉરીએલ, અસાયા, યોએલ, શમાયા, અલીએલ તથા આમ્મીનાદાબ લેવીઓને બોલાવ્યા.
12 Ɔka kyerɛɛ wɔn se, “Mo na moyɛ Lewifo mmusua mu ntuanofo. Mo ne Lewifo a wɔka mo ho nyinaa nnwira mo ho, sɛnea ɛbɛyɛ a mubetumi de Awurade, Israel Nyankopɔn, Apam Adaka no bɛba beae a masiesie ama no no.
૧૨તેણે તેઓને કહ્યું, “તમે લેવીઓનાં કુટુંબોના આગેવાનો છો. તમે તથા તમારા ભાઈઓ બન્ને પ્રકારના સેવકો પોતાને શુદ્ધ કરો, એ માટે કે જે જગ્યા મેં ઇઝરાયલના ઈશ્વર, યહોવાહના કોશને માટે તૈયાર કરી છે, ત્યાં તમે તેને લઈ આવો.
13 Esiane sɛ kan no mo Lewifo ansoa Apam Adaka no nti, Awurade, yɛn Nyankopɔn, abufuw sɔre tiaa yɛn. Yɛammisa Onyankopɔn ɔkwan pa a ɛsɛ sɛ yɛfa so soa.”
૧૩તમે અગાઉ તેને ઊંચક્યો ન હતો. તે માટે આપણા ઈશ્વર યહોવાહ, આપણા પર શિક્ષા લાવ્યા કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ.”
14 Enti asɔfo no ne Lewifo no dwiraa wɔn ho, sɛnea ɛbɛyɛ a wobetumi de Awurade, Israel Nyankopɔn Apam Adaka no akɔ Yerusalem.
૧૪તેથી યાજકોએ તથા લેવીઓએ ઇઝરાયલના ઈશ્વર યહોવાહનો કોશ લઈ આવવા સારુ પોતાને શુદ્ધ કર્યા.
15 Na Lewifo no soaa Onyankopɔn Apam Adaka no wɔ wɔn mmati so a, nnua a wɔde soa no hyehyɛ ho pɛpɛɛpɛ, sɛnea Mose hyɛɛ wɔn no.
૧૫તેથી ઈશ્વરના વચન પ્રમાણે મૂસાએ જે આજ્ઞા આપી હતી, તે પ્રમાણે લેવીઓએ પોતાના ખભા પર ઈશ્વરનો કોશ તેની અંદરનાં દાંડા વડે ઉપાડ્યો.
16 Dawid hyɛɛ Lewifo mpanyimfo no nso sɛ wɔntew Lewifo nnwontofo kuw, wɔn a wonim nnwonto, ne wɔn a wɔwɔ nnwonto ho nimdeɛ na wɔmfa mmɛnta, mmɛn, asankuten ne kyɛnkyɛn mmɛto anigye nnwom.
૧૬દાઉદે લેવીઓના આગેવાનોને વાજિંત્રો, એટલે સિતાર, વીણા, ઝાંઝ ઊંચે સ્વરે વગાડવા માટે તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા માટે પોતાના ગાયક ભાઈઓને નીમવાને કહ્યું.
17 Na Lewifo no yii Yoel babarima Heman, Berekia babarima Asaf ne Kusaia babarima Etan a wofi Merari abusua mu, ma wodii nnwontofo no anim.
૧૭માટે લેવીઓએ યોએલના પુત્ર હેમાનને, તેના ભાઈઓમાંના બેરેખ્યાના પુત્ર આસાફને તથા તેઓના ભાઈઓ, એટલે મરારીના વંશજોમાંના કૂશાયાના પુત્ર એથાનને નીમ્યા.
18 Woyii saa mmarima yi sɛ wɔn aboafo: Sakaria, Ben, Yaasiel, Semiramot, Yehiel, Uni, Eliab, Benaia, Maaseia, Matitia, Elifelehu, Mikneia ne apon ano ahwɛfo Obed-Edom ne Yeiel.
૧૮તેઓની સાથે તેઓના બીજા યોદ્ધા ભાઈઓને, એટલે ઝર્ખાયા, બની, યઝીએલ, શમિરામોથ, યહીએલ, ઉન્ની, અલિયાબ, બનાયા, માસેયા, માત્તિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ તથા યેઈએલને દ્વારપાળો તરીકે નીમ્યા.
19 Woyii Heman, Asaf ne Etan sɛ wɔmmɔ kɔbere mfrafrae kyɛnkyɛn no.
૧૯હેમાન, આસાફ તથા એથાન, એ ગાયકોને પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા સારુ નીમવામાં આવ્યા.
20 Woyii Sakaria, Asiel, Semiramot, Yehiel, Uni, Eliab, Maaseia ne Benaia sɛ wɔmmɔ mmɛnta no.
૨૦સિતારો વગાડવા માટે ઝખાર્યા, અઝીએલ, શમિરામોથ, યહીએલ, ઉન્ની, અલિયાબ, માસેયા તથા બનાયાને પસંદ કર્યા.
21 Woyii Matitia, Elifelehu, Miknela, Obed-Edom, Yeiel ne Asasia sɛ wɔmmɔ asankuten no.
૨૧વીણા વગાડવા માટે માત્તિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ, યેઈએલ તથા અઝાઝયાને નીમવામાં આવ્યા.
22 Woyii Kenania a ɔyɛ Lewifo panyin no sɛ ɔnna nnwontokuw no ano, esiane ne nimdeɛ nti.
૨૨લેવીઓનો આગેવાન કનાન્યા ગાયક તરીકે પ્રવીણ હતો. તે ગાયકોને માર્ગદર્શન આપતો હતો.
23 Woyii Berekia ne Elkana sɛ wɔnwɛn Apam Adaka no.
૨૩બેરેખ્યા તથા એલ્કાના કોશના દ્વારપાળો હતા.
24 Sebania, Yosafat, Netanel, Amasai, Sakaria, Benaia ne Elieser a wɔn nyinaa yɛ asɔfo no na wɔbɛto santen adi Onyankopɔn Apam Adaka no anim, ahyɛn ntorobɛnto no. Woyii Obed-Edom ne Yehia sɛ wɔnwɛn Apam Adaka no.
૨૪શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાય, ઝખાર્યા, બનાયા, એલિએઝેર યાજકો, ઈશ્વરના કોશની આગળ રણશિંગડાં વગાડનારા હતા. ઓબેદ-અદોમ તથા યહિયા કોશના દ્વારપાળો હતા.
25 Enti Dawid ne Israel mpanyimfo ne asraafo so asahene no de ahokeka a ɛso bi nni kɔɔ Obed-Edom fi sɛ wɔrekɔfa Awurade Apam Adaka no akɔ Yerusalem.
૨૫પછી દાઉદ તથા ઇઝરાયલના વડીલો અને સહસ્રાધિપતિઓ, આનંદથી ઓબેદ-અદોમના ઘરમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા ગયા.
26 Na esiane sɛ akyinnye biara nni ho sɛ Awurade ka Lewifo a wɔso Awurade Apam Adaka no ho no nti, wɔde anantwinini ason ne adwennini ason bɔɔ afɔre.
૨૬જયારે ઈશ્વર યહોવાહનો કરારકોશ ઊંચકનારા લેવીઓને સહાય કરી, ત્યારે તેઓએ સાત બળદો તથા સાત ઘેટાંઓનું અર્પણ કર્યું.
27 Wɔhyɛɛ Dawid sirikyi atade fɛfɛ bi. Saa ara na Lewifo a wɔsoaa Apam Adaka no, nnwontofo no ne Kenania a ɔyɛ nnwontofo no kwankyerɛfo no nso yɛe. Na Dawid hyɛ asɔfo nguguso bi nso.
૨૭દાઉદે કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકો તથા ગાયકોના ઉપરી કનાન્યાની જેમ સુંદર શણનો એફોદ ઝભ્ભો પહેરેલો હતો. દાઉદે સુંદર શણનો એફોદ પહેરેલો હતો.
28 Enti Israel nyinaa de ahokeka, osebɔ, mmɛnhyɛn ne ntorobɛntohyɛn, akasaewosow, mmɛnta ne asankutenbɔ de Awurade Apam Adaka no kɔɔ Yerusalem.
૨૮તેથી સર્વ ઇઝરાયલીઓ યહોવાહના કરારકોશને હર્ષનાદ સહિત તથા શરણાઈ, રણશિંગડાં, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી ઊંચા અવાજો સાથે લઈ આવ્યા.
29 Na bere a Awurade Apam Adaka no wuraa Dawid kurow mu no, Saulo babea Mikal too nʼani hwɛɛ fam, fii ne mfɛnsere mu. Bere a ohuu sɛ ɔhene Dawid resaw na ɔde anigye rehuruhuruw no, obuu no animtiaa wɔ ne koma mu.
૨૯યહોવાહનો કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો, ત્યારે શાઉલની પુત્રી મિખાલે બારીમાંથી બહાર જોયું. તેણે દાઉદ રાજાને, નૃત્ય કરતો તથા ઉજવણી કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેને તુચ્છકાર્યો.